આણંદ પાસેના અડાસ ગામ ખાતે પરણાવેલી પુત્રીએ સાસરીયાઓના ત્રાસથી ગુરૂવારે ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે, સમગ્ર બનાવને છુપાવવા માટે સાસરીયાઓ ગુપચુપ રીતે તેની અંતિમવિધિની તૈયારી કરતા હતા. પરંતુ આ મામલે પરિવારજનોએ વાસદ પોલીસને જાણ કરતાં જ પોલીસે તુરંત જ મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવ્યું હતું. જેમાં ગળેફાંસો હોવાનું ખૂલતાં પિતાની ફરિયાદના આધારે પોલીસે પાંચ સાસરીયાઓ વિરૂદ્ધ દુષ્પ્રેરણની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે. આંકલાવના સેરડીયાપુરા સીમ વિસ્તારમાં કનુભાઈ શંકરભાઈ ઝાલા મકવાણા રહે છે. તેમની મોટી પુત્રી જયા (ઉ.વ.21) ના એક વર્ષ અગાઉ અડાસ તાબેના લક્ષ્મીપુરા સીમ વિસ્તારમાં રહેતા રાજુ ઈશ્વર પરમાર સાથે લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડાં…
કવિ: satyadaydesknews
વૈશ્વિક મહામારી કોરોનાના લીધે સતત બીજા વર્ષે પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય, ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ 60 વરસથી ચાલતી નવરાત્રી મુલતવી રખાઇ છે.જોકે નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે અને રાબેતા મુજબ દર્શન, આરતીના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે. જગતજનની માઁ અંબાના નામથી જે ગરબા સમગ્ર દુનિયા ભરમાં ગવાય છે ને રમાય છે. તે માઁ અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વએ ગરબા નહિ થાય. સરકારે 400 માણસોની પરવાનગી આપી છે પણ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થાય તેવી સંભાવનાના પગલે ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રોએ…
શહેરમાં નકલી પોલીસ દ્વારા નાગરિકોને ધમકાવી પૈસા પડાવવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના બાપુનગરમાં બની હતી. પોલીસે બાતમીના આધારે નકલી પોલીસ બની લોકો પર રોફ જમાવતા શખ્સને ઝડપી લીધો હતો. એસઓજી ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરે શહેરમાંથી મિલકત સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેની ધરપકડ કરવા એસઓજી ટીમને સૂચના આપી હતી. જે અંતર્ગત એસઓજી પીઆઇ કે.એ.પટેલની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાનો આરોપી છેલ્લા એક મહિનાથી ફરાર છે. એસઓજીએ નકલી પોલીસ બની બળજબરીપૂર્વક લોકો પાસેથી રૂપિયા પડાવતા યાસીન ઉર્ફે પપૈયા શબ્બિર કુરેશી(ઉં.28 રહે.વટવા…
રવિવારે યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ઊતરી છે, ત્યારે ચૂંટણીના 48 કલાક પહેલા ભાજપનાં પૂર્વ મહિલા મેયર ‘આપ’માં જોડાશે તેવી જાહેરાત સાથે ‘આપ’એ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, પરંતુ મહિલા નેતાએ છેલ્લી ઘડીએ ‘આપ’માં જોડાવાનો ઇનકાર કરતા ‘આપ’ને પ્રેસ કોન્ફરન્સ રદ કરવી પડી હતી. ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં ગાંધીનગરમાં ભારે રાજકીય ડ્રામા ચાલ્યો હતો. વર્ષ 2011ની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલાં હંસાબેન મોદી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયાં હતાં અને મહાપાલિકાનાં પ્રથમ મહિલા મેયર બન્યાં હતાં. તે પછી તેઓ રાજકારણમાં ખાસ સક્રિય ન હતાં, પરંતુ આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટીમાં જોડાવા મનાવ્યાં…
અમદાવાદ શહેરમાં રખડતા પશુઓ તેમજ કૂતરાઓથી લોકો ભયભીત થઈ રહ્યા હોવાના મુદ્દે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ તંત્ર ઉપર પસ્તાળ પાડી શું કામગીરી કરવામાં આવી એ અંગેની વિગતો માંગી હતી. શહેરમાં છ મહિનામાં કૂતરા પકડવા માટે વિવિધ વિસ્તારોમાંથી 1383 ફરિયાદો મળી હોવાનો તંત્રે સ્વીકાર કર્યો હતો.ઉપરાંત રખડતા ઢોર પકડવા 1061 ફરિયાદો મળી હતી.૩૦૮ કીસ્સામાં તંત્રે પોલીસ ફરિયાદ કરી છે.આ અંગે મળતી માહિતી મુજબ,હાઈકોર્ટના ઠપકા બાદ પણ અમદાવાદમાં રખડતા કૂતરા અને ઢોરોના વધી રહેલા ત્રાસની ઘટનાઓ વધી રહી હોવા બાબતમાં સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોએ ચિંતા વ્યકત કરી હતી. છ મહિનામાં 1383 જેટલી ફરિયાદો તંત્રને મળી ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના દાવા પ્રમાણે,આ…
હાલના સમયમાં મોબાઈલમં ગેમ રમવાની આદત માતા પિતા માટે મોટી આફત બની ગઈ છે. અમદાવાદમાં મોબાઈલ ગેમની લત લાગી જતાં સગીરા ઘર છોડીને ભાગી જતી હતી. ઘરના સભ્યોએ સગીરા પાસેથી મોબાઈલ લઈ લેતાં તેણે મિત્રો પાસેથી મોબાઈલ મંગાવીને ગેમ રમવાનું શરૂ કર્યું હતું. આવી હરકતોથી સગીરાનું ભણવાનું પણ બંધ થઈ ગયું હતું. જેના કારણે સગીરાની માતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. સગીરાનું કાઉન્સેલીંગ કરીને તેને મોબાઈલનો ઉપયોગ નહીં કરવાની સમજ આપી હતી. માતા-પિતાને પણ સગીરાનું ફરી સ્કુલમાં એડમિશન કરાવી ભણતર ચાલુ કરાવવા જણાવ્યું હતું. સગીરા વારંવાર ખોટુ બોલી ઘરમાંથી જતી રહે છે પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી મહિલા…
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈને એક તરફ પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. મનપા વિસ્તારમાં 11 વોર્ડમાં કુલ 284 મતદાન મથકો પર આવતીકાલે એટલે કે રવિવારે મતદાન યોજાશે. ત્યારે મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. શુક્રવારે ચૂંટણીની કામગીરીમાં મુકાયેલા અધિકારી-કર્મચારીઓને ઈવીએમની સોંપણી કરીને સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર પહોંચાડવામાં આવશે. તંત્ર દ્વારા ચૂંટણીને લઈને સંબંધિત 1500થી વધુ કર્મચારી-અધિકારીઓને જરૂરી ટ્રેનિંગ આપી દેવાઈ છે. બીજી તફ મનપા વિસ્તારમાં નાગરિકોને પણ ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમ કઈ રીતે કામ કરે છે, મત કેવી રીતે આપવો…
હવે હોટેલમાં જાઓ અને બિલ મોટુ હોય તો તમારે રૂપિયાની સાથે પાનકાર્ડ નંબર પણ સબમિટ કરાવવો પડશે. આ ઉપરાંત વિદેશ પ્રવાસ જવાના હોવ અને બિલ વધુ હોય તો પણ પાન કાર્ડ આપવું પડશે. 1લી ઓક્ટોબરથી આવકવેરા વિભાગ દ્વારા 18 જેટલા ટ્રાન્ઝેકશન કે આર્થિક વહેવારો માટે પાન કાર્ડ લેનાર અને વેચનાર બંને પાર્ટી માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. રૂ. 50 હજારથી માંડીને 2 લાખ રૂપિયા સુધીના વિવિધ ટ્રાન્ઝેકશન માટે આ નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ વિશે વડોદરાના ટેક્સ કન્સલ્ટન્ટ અને સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર્સ ઓફ ટેક્સ કન્ટલ્ટન્ટ્સના પૂર્વ પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે આ દ્વારા આવકવેરા વિભાગે કેટલાક નવા આર્થિક વહેવારો…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ડિજિટલ ગુજરાત અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે. જેના કારણે વાલીઓના આવકપ્રમાણપત્રથી બાળકોના અભ્યાસ, વિવિધ સરકારી યોજના, હાલમાં ચાલતી આયુષ્યમાન મા કાર્ડની મેગા ડ્રાઈવ સહિતના યોજનામાં ઉપયોગી થશે. ઈસ્યૂ કરાયેલી તારીખથી 3 વર્ષ સુધી માન્ય રહેશે ભૂપેન્દ્ર પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે.…
મેષ રાશી – સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સારૂં લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. જીવન નો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રો ને પણ સમય આપવો જોઈએ. લકી સંખ્યા: 1 વૃષભ રાશી – મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર તાણ વધશે. તેમનું વેવિશાળ…