કવિ: satyadaydesknews

મેષ રાશી – આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. જો ભવિષ્ય માં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજ થીજ ધન ની બચત કરો. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. આજે તમને તમારી સાસુ-સસરા તરફ થી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે. લકી સંખ્યા: 3 વૃષભ રાશી – આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. આર્થિક…

Read More

ગાંધીનગર વિજીલન્સની ટીમને અમદાવાદ શહેરના નાના જુગારના અડ્ડા દેખાય છે પણ સાબરમતી અને ચાંદખેડામાં ચાલતા બાબુ દાઢીના અડ્ડા કેમ ના દેખાયા ? જનતામાં ઉઠ્યા સવાલ ! અમદાવાદમાં એક સપ્તાહમાં બીજી વખત ગાંધીનગરથી ડીજીપીના તાબા હેઠળ ચાલતી વિજિલન્સની ટીમે જુગારધામ પર રેડ કરી છે. અગાઉ નરોડામાં વિજિલન્સની ટીમે જુગારધામ પર રેડ કરી હતી. હવે વાડજ વિસ્તારમાં ચાલતા બાબુ મારવાડીના જુગારધામ પર વિજિલન્સની રેડ થઈ છે. ત્યારે હવે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હોવાનું સાબિત થઈ રહ્યું છે. અગાઉ શહેરમાં થયેલી મનપસંદ ક્લબ બાદ ફરી જુગારધામ ધમધમતા થયાની જાણ વિજિલન્સની ટીમને મળી છે. હાલ આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . સ્થાનિક…

Read More

સરખેજ પોલીસની રહેમરાહે ચાલતા દેશીદારૂના અડ્ડાથી જનતા ત્રાહિમામ ! હવે તો અમદાવાદમાં પીવાના પાણીમાં પણ આવવા લાગ્યો દેશી દારૂનો સ્વાદ ! જાણો અમદાવાદના ક્યાં વિસ્તારમાં થયું આવું ! અમદાવાદ શહેરમાં એકતરફ પાણીજન્ય રોગોના કેસો સતત વધી રહ્યાં છે. ડ્રેનેજલાઇનના કારણે પીવાનું પાણી ગંદું આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં દારૂના ભેળસેળવાળું પાણી મળતું થયું છે. શહેરના સરખેજ ગામમાં દારૂવાળું મિક્સ પાણી આવતું હોવાની ફરિયાદ મળી છે. 400 ઘરોમાં દૂષિત પાણી જતું હોવાની ફરિયાદ અમદાવાદના સરખેજ ગામમાં છેલ્લા એક મહિનાથી દારૂની વાસવાળું પાણી મળતું હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સરખેજના 4 વાસના 400 ઘરોમાં દારૂવાળું પાણી આવતી હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી…

Read More

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં શાંત રહ્યા બાદ મેઘરાજા સપ્ટેમ્બરની શરૂઆતથી જ મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં નિષ્ક્રિય થયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જાગી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં 6થી 8 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વેધર બુલેટીન મુજબ, રાજ્યમાં 4થી 6 તારીખ સુધી વીજળીના કડાભા-ભડાકા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ…

Read More

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે પોલીસ નો અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે. જન્માષ્ટમી ના પવિત્ર તહેવાર ના દિવસે અનેક લોકો જુગાર રમવામાં વ્યસ્ત હતા અને દારૂ ના બંધાણીઓ માટે અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બુટલેગરો બિન્દાસ પણે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતા હોવાનો વિડિઓ સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશનમાં દ્રશ્યો કેદ થયા હતા.સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચામુંડાનગર કાળી તલાવડી પાસે ઓક્સિજન ગેસના ગોડાઉનના રસ્તા ઉપર જતા બુટલેગર મંજુ ના ત્યાં પહોંચી હતી અને ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડા…

Read More

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ આખરે રાજીનામું આપી દીધું છે. તેમણે અગાઉ ત્રણ વખત રાજીનામા ધર્યાં છે પરંતું આ છેલ્લું રાજીનામું સરકારે મંજુર કરી દીધું છે. આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો. જે.વી. મોદીનો છેલ્લો દિવસ છે. રાજીનામું આપવાની સાથે જ તેઓ સિવિલ હોસ્પિટલના રાજકારણનો ભોગ બન્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અનેક મેડિકલ ઓફિસરોના મનમાં ડૉ .જે.વી. મોદી ખટકતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેમની વિરૂદ્ધ અનેક ખોટી ફરિયાદો કરવામાં આવી હતી. તેમની વિરૂદ્ધ સરકારમાં અનેક અરજીઓ થઈ હતી તેમની વિરૂદ્ધ થયેલી અનેક અરજીઓ સામેનો પડકાર તેમણે ઝીલ્યો હતો. અંતે થાકીને…

Read More

શ્રાવણ માસ ની કૃષ્ણપક્ષની અષ્ટમી એટલે જન્માષ્ટમી આઠમના ચદ્રની જેમ એક પગ પર ઉભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો. વળી આ વર્ષે જન્માષ્ટમી નાં દિવસે સોમવાર હોવાથી શિવાલયો માં પણ કૃષ્ણ ભક્તિ ની લહેર જામશે શિવાલયો બનશે કૃષ્ણમય આને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ થી ગુંજી ઉઠશે શિવ મંદિરો જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ પડી રહ્યો છે, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. જ્યારે જીવનમાં…

Read More

દહેજના ખપ્પર માં હોમાઈ એક પરિવારની દીકરી ! પતિ દ્વારા કરવામાં આવતા દહેજ ના ત્રાસ થી પત્નીએ જીવનને કર્યું અલવિદા ! ક્યાં સુધી દીકરીઓ દહેજના ખપ્પર માં હોમાતી રહેશે ? સરકાર દ્વારા લગાવવામાં આવેલા કડક કાયદા નો કેમ નથી રહ્યો ડર ? અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ આજે પણ દહેજ અને પહેરવેશ માટે પરિણીતાને પરેશાન કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પટનાના નાના ગામમાંથી 3 મહિના પહેલાં અમદાવાદ લગ્ન કરીને આવેલી પ્રીતિને સાસરિયાં સતત દહેજ માટે માગણી કરતા એટલું જ નહીં તેના પહેરવેશ માટે મેણા મારતા હતા. સતત માનસિક ત્રાસમાં રહેતી પ્રીતિએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે…

Read More

માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો : શુ આપના બાળકો ને ઓનલાઈન શિક્ષણ અપાવો છો ? તો ચેતી જજો દીકરી ની એક ભૂલથી માતા પિતા ને આવ્યો હાર્ટ એટેક ! અમદાવાદ શહેરમાં ઓનલાઈન અભ્યાસના બહાને એક સગીરા રૂમમાં એકલી રહીને પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી. તે પોતાની માસીની દીકરીને પણ આવું કરવા જણાવતી હતી. તેનાં માતા-પિતાને આ બાબતની જાણ થતાં જ બંનેને હાર્ટ-એટેક આવી ગયો હતો. તેમની સમજાવટ બાદ પણ સગીરાએ આ હરકતો ચાલુ રાખતાં માતાએ દીકરીને સમજાવવા મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી. માતા-પિતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી હતી, પરંતુ સગીરાએ પોતે ઇન્સ્ટાગ્રામ…

Read More

સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પી.આઈ.રાઠવા ને હૃદય રોગનો હુમલો આવતા જ મંદિર પરિસરમાં જ અંતિમશ્વાસ લીધા ! સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવી રહેલા એક પોલીસ ઈન્સપેક્ટરનું આજે ચાલુ ફરજ દરમિયાન હ્રદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થતા પોલીસબેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીઆઈ જી.એમ.રાઠવા 1990થી પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. ચાર મહિનાથી સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવતા હતા છેલ્‍લા ચારેક માસથી સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ ઇન્‍સપેકટર જી.એમ.રાઠવા આજે બપોરે બે વાગ્યાના અરસામાં મંદિરમાં ફરજ બજાવી રહેલ હતા. ત્‍યારે એકાએક તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતા સાથે રહેલા પોલીસકર્મીઓ તુરંત અઘિકારી રાઠવાને નજીકના પ્રભાસપાટણ સીએચસી કેન્‍દ્રમાં લઇ ગયેલ…

Read More