અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પોતાના આર્થિક ફાયદા માટે, લોકો સાથે છેતરપિંડી, મોબાઈલ ફોનની ચોરી, મિલકત સંબંધી, શરીર સંબંધી ગુનાઓમાં મોબાઈલ સીમ કાર્ડનો દુરુપયોગ કરીને ધાક ધમકી આપતા હોવાના અનેક ગુનાઓ શહેરમાં બની રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ હવે એક્ટિવ થઈ ગઈ છે અને સીમ કાર્ડ સંબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે. હવે મોબાઈલના સીમકાર્ડ વેચનાર દુકાનદારોએ ખરીદનાર ગ્રાહકોના ઓળખના પુરાવા તથા રહેઠાણના દસ્તાવેજો બરાબર ચકાસવા પડશે અને તેની તમામ માહિતી ત્રણ વર્ષ સુધી રાખવી પડશે. મોટા ભાગના ગુનાઓમાં મોબાઈલનો ઉપયોગ થાય છે અમદાવાદના પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે શહેરમાં મોબાઈલ ફોન તથા ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા ઈ કોમર્સનું…
કવિ: satyadaydesknews
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર ને સુશાસનના 5 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેના ઉપલક્ષમાં સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ નવ દિવસ ઉજવણી કરી સુશાસનમાં કરેલા કર્યો ને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના ભાગ રૂપે અમદાવાદ કાંકરિયા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનો એ ભાગ લઈ 4 કિલોમીટર લાંબી મેરેથોન રેસ કરી હતી આ મેરેથોન રેસમાં 1 થી 3 નંબરે આવનાર યુવાન ને સન્માન પત્ર સહીત રોકડ રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.આ મેરેથોન દોડ યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર…
ગુજરાત માં દારૂબંધીનાં લીરેલીરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણકે ગાંધીના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના વેપલા ઉભા કરી દેવામાં આવ્યા છે જેના સમાચાર અનેકવાર સત્ય ડે ન્યૂઝ દ્વારા અનેક વખત પ્રકાશિત કરવામાં આવ્યા છે. આજે વાત કરવામાં આવે તો સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઇન્વેસ્ટિગેશન કર્યું હતું જેમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અનેક દેશીદારૂના અડ્ડા આવેલા છે જેના નામ અને સરનામાં નીચે મુજબ છે. જાણો દાણીલીમડા વિસ્તારમાં ક્યાં મળે છે ખુલ્લેઆમ દેશીદારૂ : 1. દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખોડિયાર નગર ચાર રસ્તા પાસે કેલિકો મિલની અંદર મેદાનમાં દેશી દારૂનું ખુલ્લેઆમ…
સાંસ્કૃતિક નગરી વડોદરા પુર્વ વિસ્તાર માં રેહતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ ને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન, ભારતના ઉપાધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મનનીય શ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ના માર્ગદર્શન તેમજ વડોદરા શહેર/જીલ્લા ના પ્રમુખ શ્રી માલવકુમાર ઉપાધ્યાય, મહામંત્રી શ્રી મુકતેશભાઈ ત્રિવેદી તેમજ પદાધિકારીઓની સહસંમતિથી જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઈ ભટ્ટની વડોદરા શહેર/જીલ્લાના ધાર્મિક અને સાંસ્કૃતિક વિભાગના કન્વીનર તરીકે ની નિમણૂંક કરવામાં આવે છે. જે બદલ બ્રહ્મ સમાજ માં ખુશી ની લેહર વર્તાય છે અને સૌ સ્નેહીજનો એ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા
કોરોના મહામારીના કારણે માસ પ્રમોશન જાહેર કરવામાં આવતા MS યુનિવર્સિટીમાં પ્રવેશને લઇ વિવાદ શરૂ થયો છે. આજે ABVPના કાર્યકરોએ 25 ટકા સીટો વધારવાની માગ સાથે હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યાં હતા. હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધિશો સામે ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા. વિદ્યાર્થીઓ અને વિજીલન્સ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ABVP માગ સામે રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા માસ પ્રમોશનને ધ્યાનમાં લઇ જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, તે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ચિંતા કરવી નહીં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણા કર્યાં રાજ્ય સરકાર કોરોનાની…
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પહેલો એવો કિસ્સો જેમાં વહુના ત્રાસ થી સાસુએ આત્મ હત્યા કરી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી આ મામલે શહેરા પોલીસ મથકે વહુ સામે ફરીયાદ દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે સાસુના ઘરવાળાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છોકરાની વહુએ અમારી છોકરીને મારી નાંખી છે આ આક્ષેપના આધારે શહેરા પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે શહેરા તાલુકાના લાભી ગામે રહેતા કાળુભાઈ અને તેમના પત્ની ધનીબેન ખેતી કરીને ગુજરાન ચલાવે છે તેમને ત્રણ સંતાનો છે જેમાં મોટા સંતાનમાં દીકરો ગિરીશ છે જેના…
રાજ્યમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાઇ ગયો છે, ત્યારે વડોદરા જિલ્લાના ડેસર પંથકના ખેડૂતોમાં મેઘરાજાના રીઝવવા અનોખી પરંપરા છે. એક લોકવાયકા મુજબ ગામે ગામને હિલ્લોળે ચઢાવીને હલ્લેક હલ્લેકના પોકારો કરીને ઘરે-ઘરે અનાજ અને લોટ માગી લાવીને પશુ-પક્ષીઓને ખવડાવવાથી દેવ રિઝાય છે અને જાગે છે, ત્યારે તેઓ મેઘરાજાને જગાડે છે, ત્યાર બાદ વરસાદ આવ્યાના દાખલા ગામડાના ગ્રામજનો અને ખેડૂતો વાગોળી રહ્યા છે. અનાજ અને લોટ પશુ-પક્ષીઓને ખવડાવે છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના કેવડા માતાના મુવાડાના ખેડૂતોએ છેલ્લા બે દિવસથી તાલુકો હિલ્લોળે ચઢાવ્યો છે. ખેડૂતો રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં ભેગા થઇને જોરશોરથી હલ્લેક હલ્લેકની બૂમો પાડીને અનોખી…
શહેરના વાડજ વિસ્તારમાં એક મહિલાના દિયરે જ તેની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા તેની સાસુ પાસે જતી હતી ત્યારે તેનો દિયર આવ્યો અને થુંકવા બાબતે બોલાચાલી કરી હતી. મહિલાએ દિયરને છેડતી કેમ કરે છે તેવું કહેતા દિયરે પેન્ટ કાઢી ‘આજે તો બતાવી જ દઉં’ કહેતા મામલો બીચકયો હતો. સમગ્ર બાબતને લઈને મહિલાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. દિયર એક્ટિવા લઈને પાછળ પાછળ ફરી છેડતી કરતો ઘટનાની વિગતો મુજબ, શહેરના જુના વાડજમાં એક 34 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. સોમવારે સાંજે તે ઘરેથી નીકળી તેની સાસુની સેવા કરવા જતી હતી. ત્યારે…
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સની ગાંધીઅન સોસાયટી ધ્વારા “આઝાદી પછીના પડકારો” વિશે સેમિનાર યોજાયો હતો. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અમૃત મહોત્સવની પૂર્ણાહીતી નિમિત્તે કાર્યક્રમના યોજાયો હતો.આ કાર્યક્રમના મુખ્ય વક્તા તથા જાણીતા ઈતિહાસકાર હરી દેસાઈએ “આઝાદી પછીના પડકારો” વિશે યોજાયેલ સેમીનારમાં વક્તવ્ય આપ્યુ હતુ.ડૉ.દેસાઈએ કહ્યું હતુ કે આઝાદી પછી તરતજ પહેલો પડકાર દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરવાની હતી. જે ઘણુ મુશ્કેલ કાર્ય હતુ પરંતુ સરદાર પટેલે ખુબજ કુનેહપૂર્વક પોતાની મુત્સદ્દીથી આ ભગીરથ કાર્ય કરી બતાવ્યું. આઝાદી સમયમાં દેશની વસ્તી લગભગ ૩૨ કરોડ હતી જેની પાયાની જરૂરીયાત પૂરી પાડવી પણ ઘણું મુશ્કેલ કામ હતુ.…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી સ્કાઅમેટ દ્વારા કરાઈ છે. એ મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. બંગાળની ખાડી પર સર્જાયું નવું લો પ્રેશર ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટની આગાહી મુજબ, 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે.…