સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘી પેકિંગનો શુભારંભ કરવામાં આવ્યો છે.સંઘ દ્વારા માનનીય ધારાસભ્ય ધનજીભાઇ પટેલ,ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તેમજ લીમડી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેલાબેન વ્યાસના હસ્તે બ્રાઉન ઘી પેકિંગનો શુભારંભ કરવામાં આવેલ છે સુરસાગર ડેરી દ્વારા દૂધ – છાશ ઉપરાંત મસાલા છાશ, લાઈટ દહીં, મસ્તી દહીં તેમજ અમુલ રબડી ઉત્પાદન કરવામાં આવે છે. આજ રોજ સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘી નું ઉત્પાદન કરી અને પેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.કરી.બ્રાઉન ઘી પેકિંગ દ્વારા સુરસાગર ડેરીએ વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે.આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય શ્રી ધનજીભાઇ પટેલ,ધારાસભ્ય શ્રી કિરીટસિંહ તથા લીંબડી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી બેલાબેન…
કવિ: satyadaydesknews
પારડીમાં દમણીઝાપા પોણીયા રોડ પર આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટ પાસે જુગાર રમતા ૧૧ જુગારીઓ ને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસે 4 આરોપીને વોન્ટેડ બતાવ્યા હતા. પારડી પોલીસે શ્રાવણ માસની શરૂઆતમાં જ જુગાર રમતા લોકો ને પકડવા ની શરૂઆત કરી છે જુગાર રમનારા શકુની લોકોએ ચેતી જવાની જરૂર છે. પારડી પોલીસ ની ટીમે પોણિયા રોડ સ્થિત રામેશ્વર એપાર્ટમેન્ટ પાસે જુગાર રમી રહેલા સ્થાનિક લોકોને ઝડપી પાડયા હતા. જયારે 4 આરોપીને વોન્ટેડ બતાવ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં ગૌરવ કમલેશ પટેલ, ઉત્તિક ચેતન પટેલ બંને રહે ભેંસલાપાડ, રાજુ દામોદર પટેલ રહે દામણીઝાંપ, સતીશ પ્રતાપ જોગી, ચેતન છોટુ જોગી, અરુણ અશોક જોગી, લતિષ પ્રતાપ…
સુરત ઉધના ખાતે આવેલા ભાજપના કમલમ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્ચર્યની વાત એ છે કે, વોર્ડ નંબર 3 ના આપના ઉપપ્રમુખ હોવાની વાત બહાર આવી છે. શૈલેશ ગજ્જર ભાજપમાં જોડાયા હતા. જે પોતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ના ઉપપ્રમુખ હોવાનો દાવો કર્યો હતો. જોકે, આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 3 ના હોદ્દેદારોની લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં શૈલેશ ગજ્જર કોઈ હોદ્દા પર ન હોવાનું જણાઈ આવતા ભાજપે કરેલા દાવા ઉપર આપે પ્રશ્નો ઊભા કર્યા હતાં. ભાજપમાં જોડાનારે દાવો કર્યો શૈલેશ ગજેરાએ મંચ ઉપર પોતે આમ આદમી પાર્ટીના…
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિશન મિલિયન ટ્રી અંતર્ગત જાપાની મિયાવાકી પદ્ધતિથી ઉગાડવામાં આવનારા 65000 વૃક્ષો માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણની તકતીનું મુખ્યમંત્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર ભાજપના નેતાઓ અને કાર્યકરો તકતી પાસે ફોટો પડાવતા હતા. ગોતા વોર્ડના મહિલા કોર્પોરેટર આરતીબેન ચાવડા અને ગુજરાત યોગ બોર્ડમાં કોચ રહેલા મહિલા પારૂલબેન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તકતીના કરેલા અનાવરણ બાદ ફરીથી તકતીનો પડદો બંધ કરી અને પોતે દોરી ખેંચી ઉદ્ઘાટન કરતા ફોટો પડાવ્યા હતા. ખાલી દોરી ખેંચી ફોટો પડાવ્યાનો લૂલો બચાવ કેન્દ્રીય ગૃહમંત્રીના નામ સાથેની તકતીને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એકવખત અનાવરણ કરી…
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાસુ-સસરા, તું જાડી છે તારે ખાવાની શું જરૂર છે? તું રંગથી નહીં પણ ગુણથી પણ સારી નથી. કહીને પરિણીતાને મેણાં મારતા હતા. આટલું જ નહીં નાની નાની વાતમાં ઝઘડા કરી અને બોલચાલી કરતા હતા. જેથી ઝઘડાથી કંટાળીને પરિણીતા પિયર જતી રહી હતી. બાદમાં મહારાષ્ટ્રમાં પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાને સાસરિયાઓ તેડી ન જતાં તેણે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 2017માં અમદાવાદની મહિલાના પુનાના યુવક સાથે લગ્ન ઓઢવ વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતા બે મહિનાથી…
શહેરના કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરીની ઘટના આવી સામે છે. જેમાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસ સામે ફરિયાદ નોંધાઈ છે. અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખીને પોલીસ કર્મચારી અને તેના મિત્રોએ હુમલો કર્યો. આ ઘટનાથી રહીશોમાં દહેશત ફેલાઈ છે. આ સમગ્ર મામલે હાલ કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે. સોસાયટીના સીસીટીવી ફુટેજના દ્રશ્યોમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રોની દાદાગીરી કેદ થઈ છે. એક સિનિયર સીટીઝન એક્ટિવા પર ઘરે પરત ફર્યા ત્યારે તેમને અટકાવીને હુમલો કર્યો. અદાવત રાખીને વૃદ્ધ પર પોલીસનો હુમલો ઘટનાની વાત કરીએ તો, કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહે અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર…
શ્રાવણ માસ નો આરંભ સોમવારે આને પુર્ણાહુતી પણ સોમવારે. શ્રાવણ માસ એટલે શિવજી ને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય આ મહિનામાં શિવજી ની આરાધના કરવાથી સામ્બસદાશિવ ની અપાર કૃપા વરસતી હોય છે. આમ તો શ્રાવણ નો આખો મહિનો ભગવાન શિવ ને સમર્પિત થાય છે. પરંતુ શ્રાવણ માસ નાં સોમવારે શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણ ના સોમવાર નો મહિમા અપરંપાર છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવાર થી થશે અને સોમવારે પુર્ણ થશે. શ્રાવણ માસ ની શરૂઆત તા. ૯ ઓગસ્ટ ને સોમવાર થી થશે ને પુર્ણ તા. ૬ સપ્ટેમ્બર ને સોમવારે થશે . આથી આ વર્ષે શ્રાવણ માસ…
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ગુજરાત બોટલિંગ પાસેથી બાઇક પર આવેલા બે શખ્સ રૂ. 12.92 લાખ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ભંગારના કારખાનાનો કર્મચારી રૂપિયા ભરેલી બેગ એક્ટિવાની સીટ પર રાખી હુકમાંથી દવાની થેલી લેવા જતાં હાથ પરથી બેગ ખેંચી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. કર્મચારીએ બુમાબુમ કરી પીછો કર્યો પણ લૂંટારુઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. બાપુનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. ગુજરાત બોટલિંગ પાસે લૂંટ શાહીબાગ કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા અને બાપુનગર ગુજરાત બોટલિંગ પાસે મણિયાર ગલીમાં ઈરાકી એન્ટરપ્રાઈઝ નામના ભંગારના કારખાનામાં અવિનાશ નાઈક નોકરી કરે છે. તેઓ પૈસાની ઉઘરાણી કરવાનું કામ…
અમદાવાદ : શહેરમાં ચાલતા ગેરકાયદેસરના દારૂ-જુગારના ધંધાનો ખુલાસો કરવા તેમજ તે ધંધાઓથી આસપાસના લોકોને પડતી હાલાકીના કારણે સત્ય ડે ન્યૂઝના પત્રકાર આગમ શાહ અને સ્ટેફી કુનુરિયા માહિતી એકઠી કરવા ફિલ્ડમાં નીકળ્યા હતા. સૂત્ર દ્વારા સાબરમતી વિસ્તારની માહિતી મળી હતી કે, સાબરમતી રેલ્વે કોલોની ખાતે ગેરકાયદેસરના દારૂ-જુગાર અને વર્લી મટકા નો ધંધો બેફામ ધમધમી રહ્યો છે. વધુ માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે, કે તે ધંધાનો માલિક બાબુ દાઢી છે. સાબરમતી વિસ્તારમાં ધમધમતા વરલી મટકાના જુગારથી અનેક લોકોના ધર બરબાદ થતા હોય છે. માહિતી મળતાની સાથે પત્રકારે પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરી પોલીસને સમગ્ર માહિતી આપી જાણ કરી હતી. પત્રકાર અગામ શાહ…
અમદાવાદ શહેરના ગાયકવાડ વિસ્તારમાં એક વૃદ્ધ અને પુત્રવધૂ અવાર નવાર પોલીસ કન્ટ્રોલમાં મેસેજ કરતા હોવાથી પોલીસ અવાર નવાર તેમના ઘરે આવતી હતી. પરંતુ સસરા અને વહુ ફરિયાદ લખાવતા નહોતા. આ દરમિયાન ફરી એકવાર કંટ્રોલમાં ફોન કરતા પોલીસ વૃદ્ધના દીકરાને ગાયકવાડ પોલીસ સ્ટેશન લાવી હતી. જો કે આ દરમિયાન તેની પત્ની પણ પોલીસ સ્ટેશન આવી પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તન કરવા લાગી હતી. માત્ર એટલું જ નહીં, પતિ દીવાલમાં માથુ પછાડતો જ્યારે પત્નીએ પોતાના હાથ પર છરી મારી કોર્ટમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. બીજી બાજુ પોલીસ કર્મીઓએ પતિ-પત્નીને પકડીને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.…