કોરોના વાયરસ ની મહામારી બેકાબુ બનતા જ અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત થી કરફ્યુ લગાવવામાં આવ્યો છે પરંતુ જે લોકો ને એક ટંક નું ભોજન પણ મળવું અશક્ય હોય છે તેમની હાલત કફોડી થઈ જવા પામી છે.જે લોકો દિવસ રાત ભોજન ની શોધમાં હોય અને ના મળે તો ભૂખ્યા જ રોડ ઉપર જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય તે લોકોની હાલત એટલી ખરાબ જોવા મળી હતી કે તે લોકોનો સહારો પણ કોણ ? આજે અમદાવાદ શહેરના લાલદારવાજા વિસ્તાર માં રોડ ઉપર રહી ને જ પોતાની જિંદગી ગુજારે છે તે લોકોની દયનિય પરિસ્થિતિ જોતા આજે કારંજ પોલીસ સ્ટેશનની મોબાઈલ વાન ના જવાનો…
કવિ: satyadaydesknews
આવતી કાલે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના કરફ્યુ અવધી પુર્ણ થઈ રહી છે ત્યારે કરફ્યુ વધારવો કે મુક્તિ આપવી તે અંગેનો નિર્ણય આજે સાંજે 6 વાગે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય 3 શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. તો બીજીતરફ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તે સંજોગોમાં કરફ્યુ અંગેનો આખરી નિર્ણય આજે સાંજે લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતા અમદવાદમાં સતત કરફ્યુ સાથે અન્ય ત્રણ શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ…
પ્રવાસીઓના આવગમન ઉપર સખત નિયંત્રણ માટે કડક પોલીસ બંધોબસ્ત વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળ તિથલ દરિયા કિનારો અને વિલ્સન હિલ ખાતે અન્ય જિલ્લા /રાજય બહારથી સહેલાણીઓની ભીડ ઉમટી પડે છે. જેઓ દ્વારા કોવિડ-૧૯ ગાઇડલાઇન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવ્યું છે. જેના કારણે કોવિડ-૧૯ સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ છે. જે અન્વયે તિથલ બીચ, વિલ્સન હિલ જેવા પ્રવાસન સ્થળો સહેલાણી માટે બંધ કરવાથી અન્ય જિલ્લા અને રાજય બહારથી આવતા લોકો થકી કોરોનાના સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. હાલની પરિસ્થિતિ ધ્યાને રાખી વલસાડ જિલ્લાના તિથલ, મગોદ ડુંગરી, નારગોલ તથા ઉમરગામ દરિયા કિનારે તથા ધરમપુર તાલુકાના વિલ્સનવિલના પ્રવાસે…
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં 60 કલાક નો કરફ્યુ લગાવવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં આજે સત્ય ડે ન્યૂઝ ની ટીમ દ્વારા અમદાવાદ શહેરની એક વાસ્તવિકતા બહાર લાવી છે જેમાં અમદાવાદ શહેરમાં કરફ્યુ હોવા છતાં પણ હવેલી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં જમાલપુર સ્મશાન ની સામે ફુલબજાર ની પાછળના ભાગમાં કમલેશ ઉર્ફે ભૂરાનો દેશી દારૂનો અડ્ડો બિન્દાસ ધમધમી રહ્યો છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે હવેલી પોલીસ સ્ટેશનના આંખે પાટા બાંધી દેવામાં આવ્યા હોય શકે છે. કારણકે સ્થાનિક પોલીસ ની રહેમનજર હેઠળ આ દારૂનો અડ્ડો ચાલતો હોય તેવું જ લાગે કારણકે કરફ્યુમાં દારૂ…
ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ વણસે તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે. અમદાવાદની સરહદો સીલ, બહારગામના વાહનોને નો એન્ટ્રી અમદાવાદની સરહદો પર પોલીસ તેનાત કરી દેવાઈ છે અને કડક ચેકિંગ…
અમદાવાદમાં અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નીતિન પટેલે માહિતી આપી છે. સીએમની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્યુ હોવાનું જણાવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છેકે, નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ક્સ જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે. સુરત, વડોદરા, રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત,…
આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કરફ્યુ.. કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં… વાહનો અવર જવર પર પ્રતિબંધ… લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે.. અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે…* દૂધ વિતરણ ચાલુ રહેશે.. રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે… એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે… સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રહેશે… ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ને પણ અવર જવર પર મજૂરી.. પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર…
રાજ્યમાં 2 મહિના બાદ કોરોનાના રેકોર્ડબ્રકે 1400થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1420 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 305 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 57 કલાકનું આજથી કર્યુ લાદવામાં આવ્યું છે ત્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજ સાંજ સુધીમાં કર્યુને લઈને નિર્ણય લેવાઈ શકે છે. કોરોનાના કેસ વધતા અમદાવાદ શહેરમાં પ્રવેશતી ST બસો પર પ્રતિબંધ લગાવાયો છે અને AMTSની બસો પણ શહેરમાં આજથી રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી ન દોડાવા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ટ્રેન અને ફ્લાઈટની સેવા હાલ પુરતી ચાલુ રાખવામાં આવી છે. અમદાવાદમાં 57 કલાક સુધી કર્ઘ રહેશે અમદાવાદમાં 112 દિવસ પછી 20મી…
સરકારે હંમશા ” જનરંજ ” નહીં પરંતુ ” જનહિત ” ના નિર્ણયો કરવાની જરૂર હતી અમદાવાદમાં દીવાળીના તહેવારો બાદ કોરોનાની જે વિસ્ફોટક સ્થિતિ ઉભી થઈ છે તેની પાછળ માત્ર ને માત્ર સરકારની અનિર્ણાયકતા જ કારણભૂત છે. હમેશા નિર્ણય કરવામાં અવઢવ તથા મોડો અને ઉતાવળો વણ વિચાર્યો નિર્ણય કરી ફેરવી તોળવામાં સરકારે તમામ રેકર્ડ પોતાના નામે કરી લીધા છે. ટેસ્ટિંગ પોલીસી, કોરોન્ટાઈન નીતિ , રથયાત્રા , નવરાત્રિ, શાળાઓ ખોલવી કે નહી , ફી અગેનો વિવાદ જેવા અનેક ઉદાહરણો છે જ્યાં વિજયભાઈ અસમંજસ માં દેખાયા છે. હાઈકોર્ટના હસ્તક્ષેપ સિવાય સરકાર કોઈ નિર્ણય પર આવી જ નથી શકતી એવી છાપ પણ ઉપસી છે.…
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ક્સ જાહેર કરવામાં આવ્યું હોવાનું ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે. લોકડાઉન સમયે જ્યારે કોરોના ગુજરાતમાં ટોપ પર હતો, ત્યારે અમદાવાદ સિવિલમાં આ પ્રકારની સ્થિતિ હતી. જે ફરીથી નિર્માણ થઇ છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 723 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. તેની સામે 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, તેનાથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે 179 વેન્ટિલેટર બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવ્યા છે. જેમની સ્થિતિ ગંભીર થાય તો તેમને વેન્ટિલેટર પર લેવામાં આવે તેવી સ્થિતિ પણ…