અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે જેમાં GIDC આવેલી છે ત્યાં જ ઠેક ઠેકાણે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.આ વિસ્તારમાં જાણે કોઈ કાયદો કે પોલીસ વ્યવસ્થા ના હોય તેમ બુટલેગરો બિન્દાસ અને બેફામ બની ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યા છે.આ સંદર્ભમાં સ્થાનિક લોકોની ફરિયાદના પગલે સત્ય ડે ની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ ને જોતા આ બુટલેગરો અને તેના સાગરીતો જાહેરમાં ખુલ્લી જગ્યા માં જાણે ખાણી પીણી ની ચીજ વસ્તુઓ નું વેચાણ કરતા હોય તે રીતે ખુલ્લેઆમ કોઈપણ જાતના ભય વગર દેશી દારૂનો વેપલો ચલાવતા નજરે પડી રહ્યા છે.જેને પગલે સ્થાનિક પોલીસ ની બુટલેગર સાથે…
કવિ: satyadaydesknews
રાજ્યસભા ના સાંસદ અને કોંગ્રેસ ના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલ ને તબિયત બગડતા આજરોજ કોવિડ આરટીપીસીઆર નો ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને જણાવ્યું હતું. મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તે તમામ ને હું વિનંતી કરું છું કે તમામ લોકો રિપોર્ટ કરાવી લેવો અને મારી તબિયત હાલ સ્વસ્થ છે અને હું હાલ ઘરે હોમ કોરોન્ટાઇન થયેલ છું. મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તે તમામ ને હું વિનંતી કરું છું કે તમામ લોકો રિપોર્ટ કરાવી લેવો અને મારી તબિયત હાલ સ્વસ્થ છે અને હું હાલ ઘરે હોમ કોરોન્ટાઇન થયેલ છું.
૧૦ મહિનામાં છ જીવલેણ આગ, ૩૯ મોત : ૩ પ્રોસેસ હાઉસમાં ર૬નો ભોગ અમદાવાદ અડધો ડઝન બનાવોમાં ૩૯ માનવજીંદગી ભરખાઈ ચૂકી છે. ચોંકાવનારી બાબત એ અમદાવાદમાં જીવલેણ આગના બનાવો ચિંતાજનક રીતે વધ્યાં છે. પિપળજ રોડ ૧૨ ના મૃત્યુ નિપજ્યાં છે. વર્ષ ૨૦૨૦ વસમુ હોય તેમ ચાલુ વર્ષે જીવલેણ આગના ઉદ્યોગોમાં ફાયરસેફ્ટીના મામલે ઘોડા કાગળ પર જ દોડી રહ્યાં હોય તેવી સ્થિતિ છે. ચાલુ વર્ષે ત્રણ ક્લોથ પ્રોસેસ હાઉસમાં લાગેલી આગમાં જ ૨૬ કામદારોએ જીવ પર એક કારખાનાનું બોઈલર ફાટ્યા પછી કપડાંના ગોડાઉનમાં લાગેલી આગથી કુલ ગુમાવ્યાં છે. એક સમયે માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદના કાપડ પ્રોસેસ હાઉસો અને એક સમયે માન્ચેસ્ટર ગણાતાં…
અમદાવાદના પીરાણામાં આવેલાં કાપડ ગોડાઉનમાં નવ જિંદગીઓ હોમાઈ જવા છતાં અમદાવાદનું તંત્ર એક્શન મોડમાં આવ્યું ન હતું. અને ચૂપચાપ તમાશો જોઈ રહ્યું હતું. પણ જેવી જ દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી એ અગ્નિકાંડ મામલે ટ્વીટ કરતાં જ ગુજરાતમાં બેસેલાં શાસક પક્ષોમાં દોડધામ મચી ગઈ હતી. અને અમદાવાદનું તંત્ર તાબડતોડ એક્શનમાં આવી ગયું હતું. સવારની ઘટનાના 8 કલાક બાદ અમદાવાદના મેયર બિજલ પટેલ સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. પીએમ મોદીની ટ્વીટ બાદ મેયર પટેલ જાગ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. પણ મીડિયાએ જ્યારે તેઓને આ મામલે આકરાં સવાલો કર્યા ત્યારે તે પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગી ગયા હતા. આ ઉપરાંત…
અમદાવાદથી કેવડિયા વચ્ચે 1 નવેમ્બરથી સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થયા બાદ મંગળવારે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચાર ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી બે દિવસ માટે મેઇન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. સી-પ્લેનના પાઈલટના ફ્લાઈટ ઉડાડવાના સાપ્તાહિક કલાકો પૂરા થઈ જતાં બે દિવસ તેમને આરામ આપવામાં આવશે. વધુમાં દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી-પ્લેનનું સંચાલન બંધ રહેશે. સી-પ્લેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે પહેલીવાર રિવરફ્રન્ટથી કેવડિયા જવા માટે બંને ફ્લાઇટ ફુલ થઈ ગઈ હતી. જોકે રિટર્ન ફ્લાઈટમાં 3el 4 સીટ…
ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મ પ્રમાણે ગુજરાત માં દિવાળી એટલે વર્ષ નો છેલ્લો દિવસ આ દિવસે ગુજરાત ના વેપારીયો માટે ખુબ મહત્વ નો હોય છે. ગુજરાત ના દરેક નાના માં નાના કારખાના થી માંડી ને મોટા માં મોટી કંપની નો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈ ને તેના હિસાબ ના ચોપડા ની પૂજા કરે છે . પહેલા તો વેપારીયો તેમના નામા માં પારમ્પરિત લાલ ચોપડા ની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે અકબંધ જોવા મળે છે બાકી તો હાલ ના કમ્પ્યુટર નાં જમાના માં વેપારીઓ પણ લાલ ચોપડા નું સ્થાન લેપટોપ ને આપીજ દીધું છે પણ છતા તેમનો પૂજા…
શહેરના નારોલ – નરોડા હાઇવે પર ઠક્કરબાપાનગર વિસ્તારમાં સિદ્ધિ સેલ્સ પાસે કારમાં આવેલા ચાર શખસો અશોક ગોસ્વામી નામના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. ફાયરિંગમાં વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને ગાડીના આધારે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. અગાઉ પણ તલવારથી સામસામે હુમલો કરાયો હતો મળતી માહિતી અનુસાર સિદ્ધિ વિનાયક કાર એસેસરીઝના શો રૂમ બહાર જ ફાયરિંગની ઘટના બની હતી. અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ ગૌરવ ચૌહાણ નામના શખ્સ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પૈસાન લેતી-દેતી…
શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના 12 નંબર પ્લેટફોર્મ પાસે લુખ્ખા તત્ત્વોનો આંતક વધ્યો છે. તૌફીક અને ભાંજાદાદાની ગેંગે રેલવેના કોચ એટેન્ડન્ટનું અપહરણ કરી મારમારી કરી રૂ.50 હજારની ખંડણી માંગી હતી. ગેંગના માણસોએ યુવકના મિત્રને બોલાવી પૈસા લઈ આવવા કહ્યું હતું. જેના માટે ના પાડતાં તેને પણ ગેંગના લોકોએ માર મારી ડાબો હાથ ભાંગી નાખ્યો હતો. જેથી તેને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાલુપુર રેલવે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ન્યુ નિકોલમાં અટક એપાર્ટમેન્ટમાં રહેતો અને કાલુપુર રેલવે સ્ટેશન પર ખાનગી રેલવે એટેન્ડન્ટ કંપનીમાં જુદી-જુદી ટ્રેનોમાં આશિષ વિનોદસિંગ ક્ષત્રિય કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે. તેની સાથે મનીષ…
શરદપૂનમના દિવસે ગરબા સાથે દૂધ-પૌંઆની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાાનનો અનોખો સંગમ. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ગરબાનું આયોજન બંધ રહ્યું હોવાથી દૂધ-પૌંઆના વેચાણ પર પણ અસર જોવા મળી છે. દર વર્ષે અમદાવાદમાં 7થી 8 હજાર કિલો દૂધ-પૌંઆનું વેચાણ થાય છે પરંતુ આ વર્ષે માત્ર 4થી 5 હજાર કિલો દૂધ-પૌંઆનું વેચાણ થયું હતું. શહેરમાં દૂધ-પૌંઆનું સામાન્ય દિવસોમાં 7થી 8 હજાર કિલો વેચાણ થતું હોય છે પરંતુ કોરોનાને કારણે દૂધ-પૌંઆના વેચાણ પર અસર થઇ છે. આમ જોવા જઇએ તો શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકરવાળું દૂધ અને પૌંઆ ખાવાનું વૈજ્ઞાનિક કારણ છે. પરંતુ દૂધ-પૌંઆ ઠંડા હોવાથી કેટલાક લોકોએ તેનાથી…
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે. પ્રાચીનકાળથી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને…