ગુજરાતમાં કોરોના વાયરસની હાલત હજુ પણ ગંભીર છે,ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ કોરોના સંક્રમિત થયા છે.આ વિશેની માહિતી રજની પટેલે ટ્વીટ કરી આપી છે. રજની પટેલે લખ્યું છે કે નમસ્તે હું 4 દિવસ પહેલા કોવિડ 19 થી સંક્રમિત થયો છું,હાલ હું હોમકોરોન્ટાઇન છું. ઈશ્વર કૃપાથી મારી તબિયત સારી છે.જેથી મારા સંપર્કમાં આવેલા તમામને તકેદારી રાખવા અનુરોધ કરું છું અને તે લોકો પણ ટેસ્ટ કરાવી લે.
કવિ: satyadaydesknews
દાનહ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં દૈનિક વેતન અને કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા સેંકડો કર્મચારીઓ અને શિક્ષકોનું ભવિષ્ય અધ્ધરતાલ બની ગયેલ છે. ક્યારે પણ નોકરી છીનવાઈ જશે એ તણાવમાં તમામ કર્મચારીઓ દિવસ પસાર કરી રહ્યા છે.જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી જાહેર થવાના થોડા જ દિવસ અગાઉ લગભગ 800 જેટલા શિક્ષકોની નોકરીનો કોન્ટ્રાકટ ફક્ત 2 મહિના માટે લંબાવવામાં આવતા તમામ શિક્ષકો અને તેઓના પરિવારજનો ભરી ચિંતામાં મુકાઈ ગયા છે. બીજીબાજુ જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યા બાદ જિલ્લા પંચાયત વિભાગના લગભગ 128 કર્મચારીઓને છૂટા કરી દેવાના પ્રશાસનિક હલચાલથી દાનહની જનતા પણ સ્તબ્ધ બની ગઈ છે.એવું લાગી રહ્યું છે કે પ્રશાસન નિર્દયતાની…
સરકારે કોરોના ગાઈડલાઈન સાથે મલ્ટીપ્લેક્ષ શરૂ કરવાની મંજૂરી આપી છે.પરંતુ ગાઈડલાઈનના અમલને કારણે એક સીટ ખાલી રાખીને એક સીટ પર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે.જેના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસીને ફિલ્મ જોવાનો આનંદ માણી શકતા નથી.આ કારણે થિયેટરમાં લોકોની સંખ્યા ઘટી છે.જેના કારણે શો રદ કરવાની સ્થિતિ ઉભી થાય છે. સરકારે કોરોના ગાઈડલાઈનના અમલ સાથે મલ્ટીપ્લેક્ષ થિયેટર શરૂ કરવાની મંજૂરી આપી છે.તેમ છતાં મોટાભાગના થિયેટરમાં લોકોની ઓછી સંખ્યાને કારણે શો રદ થઈ રહ્યા છે. ઓલ ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિયેશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને કારણે દિવાળી પછી પણ નવી ફિલ્મ રિલીઝ થવાની શકયતા ઓછી છે.નવી ફિલ્મો…
કેશુભાઈ પટેલના નિધનના સમાચાર સામે આવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેશુભાઈ પટેલને હાર્ટની તકલીફ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની સારવાર સ્ટર્લીંગ હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેશુભાઈ પટેલનો જન્મ ૨૪ જુલાઇ ૧૯૨૮માં થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માર્ચ ૧૯૯૫થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી રહ્યા હતા.ખરાબ તબિયતના કારણે ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની કોરોના પોઝિટિવ આવી છે. તેમણે પોતે ટવિટ કરી આ જાણકારી આપી હતી. સ્મૃતિ ઇરાની તાજેતરમાં ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પ્રચાર કરવા આવ્યા હતા. આ સિવાય રાજધાનીમાં પણ તે દરરોજે કેટલાય લોકોને મુલાકાત આપે છે અને રાજધાનીમાં કોરોનાના કેસ પણ વધારે છે તેના કારણે તેમને ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. તેમણે અપીલ કરી છે કે છેલ્લા પખવાડિયા દરમિયાન તેમના સંપર્કમાં આવેલા બધા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી લે.
લોકડાઉનમાં ત્રણ શખ્સોએ ભેગા મળી દારૂનો ધંધો કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આખેઆખા ગોડાઉન ભાડે રાખી દારૂનો સ્ટોક કરવા લાગ્યા હતા.સતત ગોડાઉન બદલતા રહેતા દારૂના વેપારીઓને PCB એ દાણીલીમડા ખાતે રેડ કરીને ઝડપી પાડ્યા હતા.જ્યારે આરોપીઓ નાના બુટલેગરોને ડિલિવરી આપવા જતા હતા ત્યારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે.હવે આખા અમદાવાદમાં દારૂના કેરિયરની વિગત બહાર આવે એવું પોલીસ માની રહી છે. દારૂના ધંધામાં બુટલેગરના અવનવા કિમીયા સામે આવે છે ત્યારે હવે બુટલેગર પણ રીતસર ઇન્ડસ્ટ્રીઝની જેમ એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મુક્ત હતા.ત્યારબાદ તેઓ રીક્ષા,બાઇક કે જે સાધન મળે એના વડે બિન્દાસ દારૂની ડિલિવરી આખા અમદાવાદ શહેરમાં કરતા હતા.PCB…
શુ સાવ ધુપ્પલ ચાલી રહ્યું છે ગુજરાત કોગ્રેસ સોશીયલ મિડિયા ડિપાર્ટમેન્ટ? હમણાં બણગા ફુક્યા કે ભાજપ આઈટીસેલ ના ૨૦૦ જેટલા કાર્યકરો કોગ્રેસ માં જોડાયા ?? આમ તો કોગ્રેસ ના દરેક નેતા થી પ્રવક્તા સુધી બધા એકજ વાજુ વગાડતા હોય છે કે ભાજપ આઈટીસેલ પેડ (પગાર દાર) છે ? તો પછી નુ આ ૨૦૦ ભાજપ આઈટીસેલ કાર્યકરો જોડાયા એ એમનો પગાર છોડી ને આયા હશે? કે પછી કોગ્રેસ સોશીયલ મિડિયા ડિપાર્ટમેન્ટ ના ગુજરાત ચેરમેન દ્વારા એમને પગાર ચુકવાશે કે પછી કોગ્રેસ સમિતિ દ્વારા? જો ૨૦૦ જેટલા ભાજપ ના માત્ર આઈટીસેલ ટીમ ના જ સભ્યો કોગ્રેસ માં જોડાયા છે કોગ્રેસ સોશીયલ મિડિયા…
સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પર કોઇકે ચપ્પલે ફેંકી હતી. આ ઘટના બાદ પોલીસ તંત્ર તરત હરકતમાં આવી ગયુ હતુ અને આજે વડોદરા પોલીસે રશ્મિન નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કરજણ વિધાનસભા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી નિતિન પટેલે ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે બાદ નિતિન પટેલે મિડિયાને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન કોઇકે નિતિન પટેલ તરફ ચપ્પલ ફેંકી હતી. જોકે સદનસીબે આ ચપ્પલ ખાનગી ચેનલના બૂમ પર લાગી હતી. આ ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રદિપસિંહ જાડેજાએ વડોદરાના એસપી અને રેન્જ આઈજીને આ ઘટનાને…
ભરૂચ એલ.સી.બી પોલીસે હાલ પેટાચૂંટણીની આ પ્રક્રિયા દરમ્યાન કરજણ બેઠકના ઉમેદવાર માટે રોકડા રૂપિયા ૨૫ લાખ લઈને જતા સુરતના બે વ્યક્તિની ધરપકડ કરી છે. કરજણ બેઠક પર ચૂંટણી જંગ પૂર જોશમાં ચાલી રહ્યો છે. આવા સમયે કરજણ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે રૂપિયા ૨૫ લાખ રોકડા લઈને જતા સુરતના બે વ્યક્તિઓ મારુતિ બ્રેઝા કાર નં. GJ-06-LE-3458માં અંકલેશ્વર ભરૂચ હાઈવે પર મૂલદ ટોલટેક્સ પાસે ઝડપાઇ ગયા હતા. આ બંને આરોપીઓની પૂછપરછમાં આ રૂપિયા ૨૫ લાખ સુરત ના રહેવાસી જયંતીભાઈ સોહાગિયા પાસેથી મેળવી કરજણ કિરીટ સિંહ જાડેજાને પહોંચાડવામાં આવવાનું કામ સોંપ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. આ બાબતે રોકડા રૂપિયા…
બગાસું ખાતા પતાસું મળી ગયું હોવાની ઘટના આનંદ નગર પોલીસ સાથે બની છે. આનંદ નગર પોલીસને એક ઓફિસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં દરોડો કર્યો હતો. અહીં ત્રણ લોકો પાસેથી મોંઘી 11 જેટલી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. જોકે, પોલીસે આરોપી નીરવના મોબાઈલ ફોન તપાસતા તેમાંથી ક્રીપ્ટો કરન્સીના કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા હતા. આરોપી નીરવ ક્રિકેટ અને ફૂટબોલ મેચનો સટ્ટો રમતો હોવાનું ધ્યાને આવતા પોલીસે નીરવ સામે અન્ય એક ગુનો પણ દાખલ કર્યો હતો. આરોપી નીરવ સટ્ટા બજારમાં મોટું માથું ગણાતો હોવાથી સ્થાનિક પોલીસ કાચું ન કાપે કે વહીવટ ન કરી લે તે માટે ખુદ…