કવિ: satyadaydesknews

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે પલટી મારી હતી અને કોંગ્રેસના એકપણ આગેવાનને ભાજપમાં નહીં લેવાની મારેલી શેખીમાંથી ફરી ગયા હતા. આ પેટાચૂંટણી દરમિયાન ભાજપે કોંગ્રેસના અનેક નાના-મોટા આગેવાન કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો. આજે વધુ એક પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન અને કોળી સમાજના નેતા લાલજી મેરને ભાજપમાં પ્રવેશ આપી સી.આર.પાટીલ પોતાના જ નિવેદન પરથી ફરી ગયા. ગુજરાત પ્રદેશ ભાજપપ્રમુખ બનતાંની સાથે જ સુરત શહેરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાતના કાર્યક્રમમાં પાટીલે કૉંગ્રેસના કાર્યકરો માટે ભાજપમાં હવે નો એન્ટ્રી હોવાનો આડકતરો ઇશારો કર્યો હતો. તેમણે સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સી પ્લેન ઉડાનનું ઉદઘાટન કરવાના છે. આ સેવા માટે કેન્દ્ર સરકારે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હવે આ સી-પ્લેન અમદાવાદ આવી પહોંચશે. ત્યારે 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસી અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ આવશે. ત્યારે કેવડિયા બાદ હવે અમદાવાદમાં પણ સી-પ્લેનનું લેન્ડિગ થયું છે. વિગતે જોઈએ તો સી-પ્લેન સોમવારે અમદાવાદ આવી પહોંચ્યું છે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હેઠળ કામ કરતા સફાઈ કામદારો પોતાના મનસ્વી રીતે કામ કરતા હોવાનું તેમજ પોતાના માણસોને ગોઠવતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ખોટા દસ્તાવેજ ઉભા પુરાવા ઉભા કરી મામાના વારસદાર તરીકે ભાણેજે નોકરી મેળવી લીધી હતી.22 વર્ષ સુધી ભાણેજે કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી હતી.આટલા વર્ષ સુધી કોર્પોરેશનના એકપણ અધિકારીના ધ્યાને આ વાત આવી ન હતી.બાદમાં પુત્રવધુએ આ મામલે કોર્પોરેશનમાં ફરિયાદ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. વર્ષ 1990માં કોર્પોરેશનમાં કુબેરનગર વોર્ડમાં નોકરી કરતા લક્ષ્મીબેન સોલંકીનું અવસાન થયું હતું.વારસદાર તરીકે પુત્ર અથવા પુત્રીને નોકરી મળે છે પરંતુ તેઓના પુત્ર અને…

Read More

છેલ્લા ઘણા વર્ષથી જ્યારે IPL ની શરૂઆત થઈ છે ત્યારથી જ સટ્ટા બુકીઓ ને એક કમાવાનું સાધન મળી ગયું હોય તેવું લાગે છે કારણકે લોકો ને સરળતાથી રાતોરાત માલામાલ થઈ જવું હોય છે પણ ઘણા લોકોએ ક્રિકેટ સટ્ટા ની લત માં આવી ને આત્મહત્યા પણ કરી લીધી હોવાના કિસ્સા સામે આવ્યા હતા. થોડા દિવસ અગાઉજ રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ઓનલાઈન જુગાર ની એપ્લિકેશન ઉપર ચાલતી પ્રવૃત્તિઓને તાત્કાલિક પકડી પાડી ને કાર્યવાહી કરવી અને ગુનેગારને સજા મળે તેવુ જાહેરનામું પાડવામાં આવ્યું હતું.આ બાબતને ગંભીરતા દાખવી ઇસનપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. સોલંકી દ્વારા આવા તત્વોને પકડી…

Read More

રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીનાં કડક અમલની જવાબદારી પોલીસ વિભાગની છે પરંતુ ખુદ પોલીસકર્મીઓ જ દારૂ પી અને ધમાલ કરતા હોય ત્યાં પોલીસ સામાન્ય માણસ પાસે દારૂબંધીનો કેવી રીતે અમલ કરાવી શકે ? જેને કારણે ઠેરઠેર દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણ મોડી રાત્રે ચાલુ નોકરી ઉપર દારૂ પીધેલી હાલતમાં વાહન લઈ ચા પીવા નીકળ્યા હતા.એક પાન પાર્લર પાસે ઉભા રહી લોકોની સાથે દારૂ પીધેલી હાલતમાં બોલાચાલી કરતા લોકોએ પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહને બરાબર નો મેથીપાક ચખાડ્યો હતો.જેથી તેઓને સારવાર અર્થે સોલા સિવિલ…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે અને કામગીરીની બાબતમાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. અમદાવાદના કાંકરિયા તળાવમાં રાઈડમાં અકસ્માતને કારણે 2 વ્યક્તિના જાન લેનાર હલકી ગુણવત્તાની એસેમ્બલ રાઈડ લગાવનાર સુપર સ્ટાર એમયૂઝમેન્ટને પીપીપી ધોરણે વસ્ત્રાપુર તળાવમાં પણ 4 મોટી અને 12 નાની રાઈડ નાખવાની મંજૂરી માટેનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયું છે. વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ 2012 થી કોન્ટ્રાકટ અપાયેલો છે.આ કંપનીનો કોન્ટ્રાકટ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ હતો.14 જુલાઈ 2019ના રોજ એસેમ્બલ કરાયેલી ડિસ્કવરી રાઈડ તૂટી પડતા 2 વ્યક્તિના મોત થયા હતા અને 29 લોકોને નાની મોટી ઇજા થઈ હતી.જોકે તે બાદ તપાસ…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષપદને લઇને કોંગ્રેસના ચારેય ધારાસભ્યો વચ્ચે રાજકીય ખેંચતાણ જામી છે. આંતરિક જૂથવાદ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષપદેેથી દિનેશ શર્માએ રાજીનામુ ધરી દીધુ છે જેના કારણે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસમાં  આંતરિક ખેંચતાણ જામતાં ભાજપને ભાવતુ ભોજન મળ્યુ છે. ભાજપ આ જૂથબંધીનો ભરપુર રાજકીય લાભ ઉઠાવી શકે તેવી પરિસિૃથતીનું નિર્માણ થયુ છે. ઉલ્લેખનીય છે કે શહેરની મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાઇ છે. આ દરમિયાન શહેર કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ જીદ લઇ મોવડીમંડળને રજૂઆત કરી હતીકે, વિપક્ષપદેથી દિનેશ શર્માને હટાવો. આ મુદ્દે કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવી એવી રજૂઆત કરી હતીકે,…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષપદને લઇને કોંગ્રેસના ચારેય ધારાસભ્યો વચ્ચે રાજકીય ખેંચતાણ જામી છે. આંતરિક જૂથવાદ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષપદેેથી દિનેશ શર્માએ રાજીનામુ ધરી દીધુ છે જેના કારણે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાં જ કોંગ્રેસમાં  આંતરિક ખેંચતાણ જામતાં ભાજપને ભાવતુ ભોજન મળ્યુ છે. ભાજપ આ જૂથબંધીનો ભરપુર રાજકીય લાભ ઉઠાવી શકે તેવી પરિસિૃથતીનું નિર્માણ થયુ છે. ઉલ્લેખનીય છે કે શહેરની મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાઇ છે. આ દરમિયાન શહેર કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ જીદ લઇ મોવડીમંડળને રજૂઆત કરી હતીકે, વિપક્ષપદેથી દિનેશ શર્માને હટાવો. આ મુદ્દે કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવી એવી રજૂઆત કરી હતીકે, મ્યુનિ.કોર્પોરેશનની…

Read More

મેષ (Maturity)  આ સપ્તાહ શક્તિઓથી ભરેલું રહેશે. ખૂબ જ સર્જનાત્મક રહેશે. નવા નવા કામ લઈ શકશો અને તેને પુરા પણ કરી શકશો. આ સપ્તાહ કોઈ પણ દિશા માં તમે આગળ વધી શકશો. વૃષભ (Compromise) આ કાર્ડ બે વ્યક્તિ દર્શાવે છે. બંને સમાન છે. બંને લડાઈ કરવા જઈ રહ્યા છે માટે આ કાર્ડ પ્રમાણે આ સપ્તાહ થોડું લેટ ગો કરીન ચાલવું. નહીતો બન્ને તરફ નુકશાન છે. થોડું જતું કરવામાં મજા છે. સપ્તાહ શાંતિ થી પસાર કરવું. મિથુન (The Barden)- આ સપ્તાહ તમે પોતે પોતાનું વિચારો પાર સ્થિર રહો. તમારે જે દીશા માં આગળ વધવું છે તેમાં આગળ વધો. બીજાની અપેક્ષા રાખવાથી…

Read More

યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર જુનિયર ક્લાર્ક ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે.મોબાઈલ એપ્લિકેશનથી ભરતી પ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગા ને સિનિયર જુનિયર ક્લાર્ક તરીકે પસંદ કરાયા છે.આરટીઆઇ માં માંગવામાં આવેલી માહિતી પણ ખોટી આપવામાં આવી હતી.યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કાર્યરત ઉમેદવારે કરેલી આર્ટિઆઈમાં માહિતી મેળવવામાં આવતા સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ પદે પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય ભાવના દવે કાર્યરત છે. તેમને બોર્ડમાં સિનિયર અને જુનિયર ક્લાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજુર કરાવી 9 મહિના પહેલા મોબાઈલ એપ્લિકેશનથી ભરતી કરી હતી.પોતાના સગા ભત્રીજાની કંપનીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા…

Read More