રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં નાના બાળકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ હોવાને લઈ ગાંધીનગર ના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.ગાંધીનગર માં કહેવાય છે કે નેતાઓ અને ભાજપ કાર્યાલય હોવાને પગલે આખો દિવસ પોલીસ નો ચાંપતો બંદોબસ્ત હોય છે પરંતુ ગુનેગારો ગુન્હા કરવામાં પાછા પડતા નથી.ગુનેગારો દ્વારા પોલીસ ને પણ ચેલેન્જ આપી હોય તે રીતે ગુન્હા ને અંજામ આપતા હોય છે. ગાંધીનગરમાં બાળકોને ઉઠવતી ગેંગ સક્રિય થઈ હોવાના દાવા સાથે સેક્ટર 7 પોલીસ સ્ટેશન માં એક અરજી પણ થઈ છે.સેક્ટર 5 ના રાહીશો દ્વારા જણાવવામાં આવેલ કે બપોરથી સાંજના સમયમાં ઉઠાવી જતા હોવાની અરજી આપવામાં આવી છે.જેને પગલે પોલીસ…
કવિ: satyadaydesknews
ગુજરાતમાં સરકારી ભરતીઓ મુદ્દે યુવાનો આંદોલનના માર્ગે છે. સમગ્ર ગુજરાતમાં બેરોજગાર યુવાનો વિવિધ પ્રકારે સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. વિવિધ સરકારી ભરતીઓ કાંતો એટકેલી પડી છે અથવા તો પછી લટકેલી પડી છે. તેવામાં વિપક્ષ અને ગુજરાતી યુવાનો આંદોલનના માર્ગેટ સરકારને ઘેરી રહ્યા છે. વિવિધ ભરતીઓને ક્લિયર કરાવવા ઉપરાંત નવી ભરતીઓ બહાર પાડવા અને ઝડપથી સમગ્ર પ્રક્રિયા પુર્ણ કરવા માટે દબાણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર માટે આ મુદ્દો ગળાનું હાડકુ બની ચુક્યો છે. આ તમામ વિવાદ વચ્ચે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર છે. રાજ્યના પોલીસ…
ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષનો અશ્વમેઘ નો ઘોડો પૂરપાટ ગુજરાતમાં ફરી વળ્યો છે… કોરોના ની તાકાત નથી કે એ કોઈને અભડાઈ શકે… 182 બેઠકો જીતવાનું સ્વપ્ન ઉત્સાહી કાર્યકરો પાર પાડશે…જ્યારે બીજી તરફ ખેસ બદલવાના કાર્યક્રમો ચાલુ છે… સામે પક્ષે કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણી ટેકટર ઉપર બેસી ઘૂંટણ સમાણા પાણીમાં ખેતરો ખૂંદી રહ્યા છે… જીલ્લા- તાલુકા પંચાયતો ની સીમાંકન તથા બેઠકોની વિગતો જાહેર થતા જ.. ફરીથી ખોવાયેલા ગાડા વિકાસને શોધવા સરપંચો અને જાગૃત ગ્રામજનો ‘ભાઞતા ભૂતની ચોટલી’ પકડવા દોટ મૂકી રહ્યા છે.. જોકે આ દોટ આચારસંહિતા જાહેર થાય તે પૂર્વે ની દોટ છે… જિલ્લા- તાલુકા પંચાયતની વર્ષ 2015…
વરસાદના કારણે અનેક શહેરોની માફક અમદાવાદમાં પણ ઠેરઠેર ભુવા અને ખાડા પડ્યા છે. ત્યારે કોર્પોરેશનની કામગિરી પર સોશિયલ મીડિયામાં માછલાં ધોવાઈ રહ્યા છે ત્યારે ભાજપનો ગઢ ગણાતું ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુરમાં મ્યુનિસિપલ ગુજરાતી શાળાની બહાર ખાડો પડતા સરસપુરના નાગરિકોમાં રોષની લાગણી પ્રસ્તુત કરતા ભાજપનો જંડો ખાડા ઉપર લગાવ્યો, જે પ્રકારે નેતાઓ બેસવાના બાંકડા ઉપર પોતાનું નામ લખે છે તે જ રીતે ભાજપનો જંડો ખાડામાં હોવા નું જાણે પ્રતીકાત્મક હોય કે મતદારોમાં પણ ખાડો પડ્યો હોય. હવે દેખવું તે રહ્યું કે કોર્પોરેશન દ્વારા આવા ખાડાઓનું સમારકામ ક્યારે કરવામાં આવે છે.
ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું મોટું કૌભાંડ, આરોપી શહેઝાદ વર્ષ 2019માં પણ ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે મોટું નેટવર્ક ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ પાસેથી ચાર આરોપીની કરી અટકાયત. ડ્રગ્સની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખી ડિલિવરી કરતા પોલીસકર્મીની પણ કરાઈ ધરપકડ. ફિરોઝ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને એએસઆઈ છે.આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવતા હતા. ઝડપાયેલા પૈકનો મુખ્ય બદમાશ વર્ષ 2019માં શહેઝાદ છે. આ શખ્સની ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ સાથે વર્ષ 2019માં ધરપકડ કરી હતી. શહેઝાદ પેરોલ જમ્પ કરી ફરી ડ્રગ્સનો વ્યવસાય કરતો…
પિતૃદોષ માંથી મુક્તિ મેળવાવનો યોગ્ય સમય હોય છે પિતૃપક્ષ. હિન્દુ ધર્મમાં શ્રાધ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલ શ્રાધ્ધકર્મ અને દાન-તર્પણથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તેઓ ખુશ થઈને પોતાના વંશજોને સુખી અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે શ્રાધ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે દાન ધર્મ કાર્ય કરીએ છીએ. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આપણા ધર્મશાસ્રોમાં કહેવામાં આવ્યુ છે કે પિતૃને પિંડદાન કરનારા દરેક વ્યક્તિ દીર્ઘાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, લક્ષ્મી, પશુ, સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે. એટલુ…
અમદાવાદ માં હાલ કોરોના ની મહામારી સમયે સરકારે નક્કી કરેલી ગાઈડ લાઇન નું ખુદ સોલા પોલીસે જ ભંગ કર્યું હોવાનું સામે આવ્યું છે, અને દારૂના કેસ માં પકડેલા આરોપી સંજય દુબેને દોરડું બાંધી 500 લોકોના ટોળા સાથે ફેરવ્યો હતો અને કોરોના વાયરસ જેવા ગંભીર રોગ ને સંભવતઃ નોતરું આપવાનું કામ કર્યું અને જાહેરનામનો સરેઆમ ભંગ કર્યો હોવાની ફરિયાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી છે જેને લઈ પોલીસ બેડા માં ચર્ચાએ જોર પકડ્યું છે. આરોપીના એડવોકેટ અયાઝ શેખે રજુઆત કરી હતી કે સોલા પોલીસ સ્ટેશન ના પી.આઈ. અને તેમના સ્ટાફ દ્વારા આરોપીને ઢોર માર માર્યો હતો અને દોરડું બાંધી ઘાટલોડિયા સહિતના અનેક…
અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી અને જીટિયું દ્વારા આજે લેવામાં આવી રહેલ લો ફેકલ્ટી ની પરીક્ષા દરમ્યાન એ.બી.વી.પી. દ્વારા એક સી.સી.ટી.વી. ફૂટેજ રજૂ કરી આક્ષેપ કરાયો હતો કે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ના પુત્ર કુંવર અદિત્યરાજસિંહે પોતાના મોબાઈલ માંથી પરીક્ષા માં ગેરરીતિ કરી છે.આ પ્રકરણમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે અને એન.એસ.યુ.આઈ તેમજ એબીબીપી સામસામે આવી ગયા છે. બીજી તરફ આ ઘટના અંગે જયરાજસિંહે ઈન્કાર કરી આ અંગે રાજકારણ રમાડાઈ રહ્યું હોવાનો વળતો પ્રહાર કરી રહ્યા છે. રાજકારણ માં આ ઘટના ને લઈ ગરમાવો આવ્યો છે અને તેઓ ના ગ્રુપ દ્વારા એવું કહેવાય રહ્યું છે કે સેનેટ મેમ્બર તરીકે જ્યારે જયરાજસિંહ પરમાર ના…
કોરોના વાયરસ સામે ચીનની એકમાત્ર નેઝલ સ્પ્રે વેક્સીનના પ્રથમ તબક્કાનું પરીક્ષણ નવેમ્બરમાં શરુ થઈ શકે છે. આ પરીક્ષણ માટે 100 લોકોને સામેલ કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચુકેલ કોરોના વાયરસ નામની મહામારી સામે લડવા માટે ભારત, ચીન, અમેરિકા, રશિયા સહિતના દેશો તેની અસરકારક વેક્સીન બનાવવામાં લાગ્યા છે. ત્યારે ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ, ચીન હવે તેની પ્રથમ નેઝલ સ્પ્રે વેક્સીન પર કામ કરી રહ્યું છે અને ટૂંક સમમયાં જ તે આ વેક્સીનને પરીક્ષણ શરુ કરશે. આ અંગે યુનિવર્સિટી ઓફ હોંગકોંગના એક પ્રોફેસરે જણાવ્યું કે, નેઝલ સ્પ્રેના માધ્યમથી વેક્સીન આપવાથી…
કોરોના કેસો દેશભરમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે તેમાં ગુજરાત પણ પાછળ નથી.અમદાવાદ પણ તેમાં અગ્રસ્થાન ધરાવતું હોય તેમ આજે માત્ર ચાંદલોડિયા વોર્ડ માં જ 262 થી વધુ કેસો નોંધાયા હોવાની વાત થી લોકો ફફડી ઉઠ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંદલોડિયા માઈક્રો કન્ટેનમેન્ટમાં 4 વિસ્તારો હોવાનું દર્શાવ્યું છે પરંતુ ક્યાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં કેટલા કોરોના પોઝિટિવ કેસો આવ્યા છે તે દર્શાવતું નથી જેથી અમદાવાદ ના મેયર અને કમિશ્નર ઉપર ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે કે તે લોકો કોના ઈશારે આ આંકડા છુપાવી રહ્યા છે. ચાંદલોડિયા વોર્ડમાં ઓગણજ તથા ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગઈકાલે રેપીડ એન્ટીજન ટેસ્ટ…