રાજ્યમાં ગુટખા ખાનારા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.રાજ્યમાં પાન મસાલા ગુટખા તમાકુ ઉપર ના પ્રતિબંધ ને 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહું કે રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલા ના વેચાણ,સંગ્રહ અને વિતરણ ઉપર હાલ પ્રતિબંધ છે.નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવા નો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રીએ વધુ માં જણાવેલ કે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન 2011 હેઠળ આ પ્રતિબંધ મૂક્યો છે.જે હેઠળ કોઈપણ ખાદ્યચીજો તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.આ નિયમનો ભંગ…
કવિ: satyadaydesknews
લગ્નપ્રસંગે 100થી વધુ વ્યક્તિઓની છૂટ ન અપાતા મંડપ અને ડેકોરેશન એસોશિએનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંડપ એસોસિએશને રાજકિય પક્ષોના મંડપ ન બાંધવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રાજકીય અગ્રણીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા મંડપ એસોસિએશને ભાજપ-કૉંગ્રેસ સહિત કોઈપણ રાજકિય પક્ષના કાર્યક્રમ માટે મંડપ ડેકોરેશન ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, લગ્નપ્રસંગ કરવા હોય તો નિયમો, પરંતુ રાજકિય પક્ષોની રેલીમાં ભીડ હોય તો વાંધો નહીં. ગુજરાત રાજ્ય મંડપ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈનું કહેવું છે લોકડાઉન બાદ મંડપ વ્યાવસાયકારોની આર્થિક હાલત કફોડી બની છે. આ વ્યવસાય સાથે…
આપણા ધર્મગ્રંથોમાં શ્રાદ્ધના પણ અનેક પ્રકાર બતાવ્યા છે. આ બધાનું મહત્વ પણ અલગ-અલગ છે. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ભવિષ્ય પુરાણ પ્રમાણે શ્રાદ્ધ ૧૨ પ્રકારના હોય છે જે આ પ્રકારે છે ૧. નિત્ય શ્રાદ્ધ : જેમાં કોઈપણ વ્યક્તિ અન્ન, જળ, દૂધ, કુશ, પુષ્પ અને ફળ થી દરરોજ શ્રાદ્ધ કરીને પોતાના પિતૃઓને પ્રસ્સન કરી શકે છે. ૨. નૌમિત્તક શ્રાદ્ધ: વિષેશ અવસરે એટલે કે પિતાના મૃત્યુ તિથિના દિવસે આ શ્રાદ્ધ કરાય છે. તેમાં વિશ્વદેવાની પૂજા નથી કરવામાં આવતી પણ ફક્ત એક જ પિંડનું દાન કરવામાં આવે છે. ૩. કામ્ય શ્રાદ્ધ: કોઈ કામના વિશેષ એટલે કે પુત્રપ્રાપ્તિની કામના હોય તો પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ૪. વૃદ્ધિ શ્રાદ્ધ: ઘરની…
ટૂંક સમયમાં રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગર પાલિકા જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્ય માં રાજકારણ ગરમાયુ છે.કોંગ્રેસ અને ભાજપ ની પક્ષ પલટુઓની હુસાતુંસી માં રાજકીય નેતાઓની છબી ખરડાય છે ત્યારે રાજકીય પક્ષોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા નવોદિત નેતાઓ હવાતિયાં મારી રહ્યા છે. રોજબરોજ અનેક પ્રશ્નો ને લઈને ઠેરઠેર ધરણા પ્રદર્શનો,આંદોલનો કેટલાક સમય થી થઈ રહ્યા છે.વર્ષો થી પ્રજાની પારાવાર મુશ્કેલી ના પ્રશ્નો નવોદિત નેતાઓના નવા હથિયાર બન્યા છે.જેને લઈને નવા નેતાઓ અલગ અલગ કાર્યક્રમો,પ્રેસ કોન્ફરન્સો કરી સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં એક ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા ને…
ગુજરાત રાજ્ય માં એક તરફ કોરોના વાયરસ નો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જ જાય છે ત્યારે ઇલેક્શન નજીક આવવા ને લઈ ને ભાજપ અને કોંગ્રેસ અનેક શહેરો માં રેલીઓ અને મિટિંગઓના આયોજનો કરી રહી છે જેમાં માસ્ક નહીં પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો નું પાલન નહીં કરવું જેવા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. એક તરફ સરકાર ખુદ જ નિયમો બનાવી રહી છે કે માસ્ક ન પહેરનાર પાસેથી 1000 રૂપિયા નો દંડ લેવો પરંતુ સરકાર દ્વારા ભાજપ અને કોંગ્રેસ ના કયા નેતા કે કાર્યકરો પાસેથી દંડ ની વસુલાત કરી. દંડ ફક્ત ને ફક્ત સામાન્ય જનતા પાસેથી જ કેમ…
બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા સુરેન્દ્રનગરના યુવકનું મોત, પુસ્તકો લેવા માટે અમદાવાદ આવ્યો હતો. શહેરમાં એએમટીએસની બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માત માં એક આશાસ્પદ યુવકનું મોત થયું છે. ઇસ્કોન ચાર રસ્તા પર આ અકસ્માત થયો હતો. અહીં એએમટીએસની રૂટ નંબર 501ની બસે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ચાલકનું મોત થયું છે. મૃતક યુવક સુરેન્દ્રનગર નો હોવાનું માલુમ પડ્યું છે. યુવકનું નામ બસીદખાન છે. એવી પણ માહિતી મળી છે કે યુવક જીપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. આ માટે તે સુરેન્દ્રનગરથી પુસ્તકો ખરીદવા માટે અમદાવાદમાં આવ્યો હતો. અહીં ઇસ્કોન ચાર રસ્તા પર…
અમદાવાદ ફરી એક વખત લુખ્ખાતત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે. કારંજ વિસ્તારના psi એસ. આઈ. મકરાણી નાઇટ પેટ્રોલિંગ કરતા હતા તે દરમ્યાન ભટિયાર ગલીમા રાતના અંધારામા એક રીક્ષાની અંદર ત્રણ શખ્સો બેસેલા નજરે પડ્યા હતા. પોલીસ ને ત્રણ શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા રીક્ષાની અંદર તપાસ કરતા તેમની પાસે લોખંડની એક ફેટ મળી આવી હતી. જેથી psi મકરાણી એ અસલમ નવહી નામના શખ્સને પકડી પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અસલમ પોલીસથી બચવા psi મકરાણી ઉપર હુમલો કરી દીધો હતો. એટલુજ નહી પણ પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વગર psi ના હાથમા બચકું ભરી લીધુ અને ત્યારબાદ psi…
પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે પણ રક્ષક જ ભક્ષક બને તો? ગુજરાતમાં એક પછી એક પોલીસના વિવાદ સામે આવી રહ્યા છે. સુરત પોલીસ ફરી વિવાદમાં આવી છે. ગુજરાત પોલીસ ધીરે ધીરે પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે. એક પછી એક પોલીસના વિવાદ સામે આવી રહ્યા છે. PSI શ્વેતા જાડેજા અને PI રાઠોડનો તોડકાંડ સામે આવ્યો છે ત્યારે સુરત પોલીસ ફરી વિવાદમાં આવી છે. સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી સામે શિક્ષિકાએ છેડતીની ફરિયાદ કરી છે. ત્યારે હવે સુરત પોલીસ ગ્લોબલ ગજેરા સ્કુલ ના ટ્રસ્ટી ચુની ગજેરાના વ્હારે આવી હોવાનું લાગી રહ્યું છે. પોલીસે છેડતી કેસ મામલે પ્રેસ વાર્તા કરી પરંતુ તેમા ચુની…
ભાજપના દરેક પ્રચાર સાહિત્યમાં દિલ્હી હાઈકમાન્ડ દ્વારા જણાવવામાં આવેલ છે કે નરેન્દ્ર મોદીની તસવીર રાખવી ફરજિયાત છે. પણ ભાજપનો જૂથવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉત્તર ગુજરાતના પાટણમાં જવાના છે. તેમના ત્યાં 25 નેતાઓ સાથેના મોંઘા પોસ્ટર લગાવી દેવાયા છે. 10 ફૂટના એક બેનર પાછળ 4 થી 5 હજારનો ખર્ચ થાય છે. આ બેનરમાં 24 નેતાઓની તસવીર છે પણ એક માત્ર નરેન્દ્ર મોદીની તસવીર નથી મૂકવામાં આવી. હોર્ડીંગ આખા પાટણ શહેરમાં લગાવી દેવામાં આવ્યા હતા ત્યારે એક કાર્યકરે ફરિયાદ કરી કે મોદીનો ફોટો કેમ નથી. ત્યારે તુરંત જ આદેશ કરવામાં આવ્યા કે તમામ કિંમતી હોર્ડીંગ્સ નીકાળી…
શ્રાધ્ધ નું મહત્વ, શ્રાધ્ધ માં શું કરવું જોઈએ પિતૃદોષ માંથી મુક્તિ મેળવાવનો યોગ્ય સમય હોય છે પિતૃપક્ષ. હિન્દુ ધર્મમાં શ્રાધ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલ શ્રાધ્ધકર્મ અને દાન-તર્પણથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તેઓ ખુશ થઈને પોતાના વંશજોને સુખી અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે શ્રાધ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે દાન ધર્મ કાર્ય કરીએ છીએ. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ધર્મગ્રંથો પ્રમાણે શ્રાધ્ધના સોળ દિવસમાં લોકો પોતાના પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ ઉપર શ્રાદ્ધ કરે છે. એવી માન્યતા…