Alert! શું તમારા રસોડામાં પણ ‘લોખંડની તપેલી’માં ખોરાક રાંધવામાં આવે છે? આ ભૂલ ન કરો, સ્વાસ્થ્ય માટે જોખમી છેજાણતા-અજાણતા આપણે રસોઈ બનાવતી વખતે ઘણી ભૂલો કરીએ છીએ. જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. એટલા માટે તમારે ખાદ્યપદાર્થ સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો જાણવી જોઈએ. રસોઈ બનાવતી વખતે આપણે જે બેદરકારી કરીએ છીએ તે એ છે કે મોટાભાગના રસોડામાં લોખંડની કડાઈમાં ખોરાક રાંધવામાં આવે છે. લોકો માને છે કે આનાથી આપણું સ્વાસ્થ્ય બરાબર રહે છે. પરંતુ એવું નથી, ઘણા લોકો શાકભાજી બનાવવા માટે લોખંડના તવાનો ઉપયોગ કરે છે. જ્યારે તમામ શાકભાજી બનાવવા માટે તે યોગ્ય વાસણ નથી. ચાલો જાણીએ કે તમે…
કવિ: satyadaydesknews
રાજસ્થાનના ભીલવાડા શહેરના એક સાદા સ્ટેશનરી વેચનાર અને તેના સમગ્ર પરિવારની આ દિવસોમાં આવકવેરા વિભાગની નોટિસને કારણે ઉંઘ ઉડી ગઈ છે. વાસ્તવમાં, આવકવેરા વિભાગે તેમને પાન કાર્ડ સાથે જોડાયેલી બે કંપનીઓ દ્વારા રૂપિયા 12 કરોડથી વધુના વ્યવહારો અંગે કારણ બતાવો નોટિસ જારી કરી છે. જો કે, વ્યક્તિનું કહેવું છે કે આ વ્યવહારો તેના દ્વારા કરવામાં આવ્યા નથી અને તેના પાન કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. છાપરવાલે સુભાષ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ વ્યક્તિ તેની નાણાકીય માહિતીનો દુરુપયોગ કરે છે.મુંબઈ અને સુરતમાં કોઈએ પાન કાર્ડનો દુરુપયોગ કર્યોભીલવાડાની સંજય કોલોનીમાં રહેતા કિશનગોપાલ છાપરવાલ ફોટોગ્રાફર છે અને સ્ટેશનરીની દુકાન પણ…
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બુધવારે રાતે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવાચાલકની અડફેટે આવતા બાઇકસવાર યુવકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના એક શો-રૂમના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ, વડોદરાના સમા વિસ્તારમાં આવેલા જવાહર ફળિયામાં રહેતો 26 વર્ષીય નિલેશ સોલંકી પ્રતાપનગરની એક ખાનગી સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. એક મહિના પહેલા જ નિલેશભાઈની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. આથી નિલેશભાઈ વારસિયામાં પિયરમા ગયેલી પત્ની અને પુત્રની ખબર જોવા માટે બાઇક પર સમાથી વારસિયા જઈ રહ્યા હતા. દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં દીપીકા ગાર્ડન પાસે…
Gold Price Today: છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના રેકોર્ડ ભાવ સુધી પહોંચ્યા બાદ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે સોનાએે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) અને બુલિયન માર્કેટ બંનેમાં તેજીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ ગુરુવારે MCX પર ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે સોનું 61 હજાર રૂપિયાા અને ચાંદી 75 હજાર રૂપિયા પર પહોંચી ગયું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ સોનાએ તેજીના મામલે અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે બાદમાં ઘટાડા બાદ હવે ફરી તેજી જોવા મળી રહી છે.બંને ધાતુઓ તેજીનો રેકોર્ડ બનાવશેનિષ્ણાતોનો દાવો છે કે, આ દિવાળી પર બંને કિંમતી ધાતુઓ તેજીનો નવો રેકોર્ડ બનાવશે. તેમના મતે દિવાળી…
ઝારખંડના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોનું ચેન્નઈમાં નિધન થયું છે. ખુદ મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આજે ઝારખંડે એક મહાન આંદોલનકારી, લડવૈયા, મહેનતુ અને લોકપ્રિય નેતા ગુમાવ્યા છે. આદરણીય જગરનાથ મહતોજીનું ચેન્નઈમાં સારવાર દરમિયાન નિધન થયું. તેઓ 56 વર્ષના હતા.હેમંત સોરેને પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું- ન પૂરી શકાય એવી ખોટ! અમારા ટાઈગર જગરનાથ દા નથી રહ્યા! આજે ઝારખંડે તેના એક મહાન આંદોલનકારી, લડાયક, મહેનતુ અને લોકપ્રિય નેતા ગુમાવ્યા છે. આદરણીય જગરનાથ મહતોજીનું ચેન્નઈમાં સારવાર દરમિયાન નિધન થયું. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુ:ખની ઘડી સહન કરવાની શક્તિ આપે.રાજ્ય સરકારે…
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાપના દિવસ નિમિત્તે દેશભરના પક્ષના કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી છે. પાર્ટી 6ઠ્ઠી એપ્રિલે તેના સ્થાપના દિવસથી લઈને 14મી એપ્રિલે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ સુધી સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણી કરશે, જે દરમિયાન પક્ષના કાર્યકરો કલ્યાણકારી યોજનાઓના લાભોને ઉજાગર કરવા માટે બૂથ, બ્લોક અને જિલ્લા સ્તરે કાર્યક્રમોનું આયોજન કરશે. કાર્યક્રમની શરૂઆત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે.આજે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ પણ દિલ્હીથી તેના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. દેશભરમાં 10 લાખથી વધુ સ્થળોએ દિવાલો પર “એક બાર ફિર સે મોદી સરકાર” અને “એક બાર ફિર સે ભાજપ સરકાર” ના નારા…
રાહુલ ગાંધીનું સાંસદપદ રદ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. પાર્ટીના નેતાઓ વિવિધ મુદ્દાઓ અને મોરચે એકબીજાને ઘેરતા જોવા મળે છે. આ ક્રમમાં બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસ નેતા જયરામ રમેશ આમને-સામને આવી ગયા છે. જયરામ રમેશને કેન્દ્રીય મંત્રીએ ‘દેશદ્રોહી’ કહવા બદલ હવે વળતો પ્રહાર કર્યો છે.હકીકતમાં, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં દેશ વિરુદ્ધ કામ કરતા “દેશદ્રોહી” સિવાય કોઈ વિચારધારા બચી નથી. ભાજપના નેતાએ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમને “ખાસ સારવાર” આપવા બદલ કોંગ્રેસ પર હુમલો કર્યો અને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના 44મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે ભારત સમુદ્ર જેવા પડકારોને પહોંચી વળવા સક્ષમ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આજે પણ હનુમાનજીનું જીવન ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. હનુમાનજી બધા માટે કંઈ પણ કરી શકે છે, પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. જરૂર પડ્યે કઠોર બનવાનો ગુણ પણ તેમનામાં છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્ર સાથે કામ કરી રહી છે. અમે હંમેશા અમારા હૃદય અને કાર્યશૈલીમાં સામાજિક ન્યાય અને…
સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રીયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ફરી એપ્રિલ મહિનામાં ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. આગામી 17 એપ્રિલે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે 18 એપ્રિલે પરિણામ પણ જાહેર કરાશે. ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પ્રક્રીયા પણ તેજ થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીઓ બાદ રાજ્યમાં નાની મોટી સ્થાનિક લેવલની ચૂંટણીઓ એપીએમસી માર્કેટ સહીતની યોજાઈ રહી છે. ત્યારે સિદ્ધપુરમાં સિદ્ધપુર માર્કેટયાર્ડની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આગામી 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં વહીવટદાર…
વર્લ્ડ કપ પહેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અનુભવી કેપ્ટન અને ખેલાડી ઈજાના કારણે વન-ડે વર્લ્ડ કપમાંથી લગભગ બહાર થઈ ગયો છે. આ બેટર IPL 2023 દરમિયાન જ ઘાયલ થયો હતો. ICC ટ્રોફીની મેચો ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન IPLની 16મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ સામે પ્રથમ મેચમાં કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે તે પહેલેથી જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે વિલિયમ્સનની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે. 32 વર્ષીય કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડની વનડે ટીમનો કેપ્ટન છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 40 સદી પણ ફટકારી છે. ક્રિકેટ ન્યૂઝીલેન્ડે…