સુરતની કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ થયેલા માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા પણ ફટકારી છે. જો કે, આ ચુકાદા બાદ રાહુલ ગાંધી સોમવારે એટલે કે સજાના નિર્ણયના લગભગ 11 દિવસ પછી તેમના નિષ્ણાત વકીલોની ટીમ સાથે સુરત આવ્યા હતા. સુરત અરપોર્ટ પર રાહુલ ગાંધી સૌ પ્રથમ રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોતને મળ્યા હતા. ત્યારબાદ તેઓ સુરતની સેસન્સ કોર્ટ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ હતા. કોર્ટમાં માનહાનિ મામલે મળેલી સજાને રાહુલ ગાંધીએ પડકારી હતી. આગામી સુનાવણી 13 એપ્રીલે હાથ ધરાશેજણાવી દઈએ કે,…
કવિ: satyadaydesknews
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સોમવારે જામીન મળી ગયા છે. આ મામલે હવે આગામી સુનાવણી 13 એપ્રિલે થવાની છે. રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપ્યા બાદ હવે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું, ‘મિત્રકાળ’ વિરુદ્ધ, લોકશાહી બચાવવાની લડાઈ છે. આ સંઘર્ષમાં સત્ય એ મારું શસ્ત્ર છે અને સત્ય જ મારું આશ્રય છે. અન્ય એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું. કોર્ટે જામીન આપ્યા બાદ રાહુલ ગાંધીની આ પહેલી પ્રતિક્રિયા છે.રાહુલ-પ્રિયંકાની ટ્વીટ જ્યારે સુરત કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા ત્યારે કોંગ્રેસના નેતા સાથે તેમની…
પીવી સિંધુનો આઠ મહિનામાં પ્રથમ ટાઇટલ જીતવાનો પ્રયાસ સફળ થયો ન હતો. તેણીને રવિવારે મેડ્રિડ સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ગ્રિગોરિયા મેરિસ્કા તુનજુંગના સામે 8-21, 8-21થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી. જ્યાં સિંધુ ગ્રિગોરિયાને કોઈ પડકાર આપી શકી નહોતી. સિંધુએ ફાઇનલમાં પ્રવેશતા પહેલા વિશ્વમાં નંબર 12 અને 23 વર્ષીય ગ્રિગોરિયા સામે 7-0થી જીત-હારનો રેકોર્ડ બનાવ્યો હતો. સિંધુ એકપણ રમત ગુમાવ્યા વિના ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ મુકાબલામાં તે સંપૂર્ણ રીતે બહાર હતી. સિંધુ ગયા અઠવાડિયે જ સાત વર્ષ પછી વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગઈ છે. બંને સેટમાં…
રાઘવ ચઢ્ઢા સાથે નામ જોડાતાની સાથે જ પરિણીતી ચોપરાનું જૂનું નિવેદન વાયરલ થયું, ‘ઘણા સારા વિકલ્પો છે પણ હું…આ દિવસોમાં પરિણીતી ચોપરા તેની કોઈપણ ફિલ્મ માટે હેડલાઇન્સમાં નથી આવી રહી, પરંતુ તે હાલમાં રાઘવ ચઢ્ઢા સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંને એકબીજા સાથે ખૂબ જ હેંગઆઉટ કરતા જોવા મળે છે, જેના કારણે સમાચાર છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. સાચુ સત્ય સામે આવશે. પરંતુ હાલમાં પરિણીતી ચોપરાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે ક્યારેય કોઈ નેતા સાથે લગ્ન નહીં કરે.આ વાત ફિલ્મના…
જુનાગઢ એસટી ડિવિઝન કંટ્રોલ અરે 10 મુસાફર ટિકિટ ન આપવા બદલ કંડકટર ને સસ્પેન્ડ કર્યા છે અને કારણે અન્ય ભ્રષ્ટ કર્મી આપી ગયો છે જુનાગઢ એસટી ડિવિઝનલ કંટ્રોલર આરપી શ્રીમાળી એ જણાવ્યું હતું કે વનરાજવી વાઢેર પોરબંદર લાંબા રૂટ ની બસમાં કંડકટર તરીકે હતા ત્યારે વિસાવાળા ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન પાલખરડા થી વિસાવડા સુધી એક મુસાફરની સાત રૂપિયાની ટિકિટ થતી હતી પરંતુ કંડક્ટર વીવી વાઢેરે આવા 10 મુસાફર પાસે ટિકિટના સાત રૂપિયા લેખે અગાઉથી 70 રૂપિયા ઉઘરાવી લીધા હતા પરંતુ ટિકિટ આપી ન હતી અપ્રમાણિકતા બદલ તેમને બે એપ્રિલ 2023 થી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી…
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલ દ્વારા તા.૨૫/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી એનએસએસની ખાસ વાર્ષિક શિબિરનું આયોજન ધજડી મુકામે કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત શિબિરના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં સાવરકુંડલા/લીલીયાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી, ધજડી ગામના સરપંચશ્રી ભરતભાઈ ધડુક, સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી આર. આર. પટેલસાહેબ, એનએસએસ નોડેલ અધિકારીશ્રી નિરવભાઈ કારીયાસાહેબ, સમગ્ર ધજડી ગામના આગેવાનશ્રીઓ, ધજડી પ્રાથમિક શાળાનો સ્ટાફ, ધજડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, કે. કે. હાઈસ્કૂલનો સ્ટાફ પરિવાર તેમજ એનએસએસનાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિબિર દરમિયાન ગ્રામસફાઈ, ભીંતસૂત્રો, પ્રેરણાત્મક પ્રવચન વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ધજડી ગામના સરપંચશ્રી ભરતભાઈ ધડુકના સહકારથી આશરે ૫૦…
કોરોના મહામારી ફરી ઉછાળો આવ્યો છે ત્યારે તેની સામે જંગ લડવા જુનાગઢની સિવિલ હોસ્પિટલ તંત્ર સર્જ બન્યું છે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું છે ત્યારે દિન પ્રતિ દિન કોરોનાના સંક્રમણો વધી રહ્યું હોય કોરોના દર્દીની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે કેટલાક દર્દીઓએ કોરોના ને કારણે અંતિમ શ્વાસ પણ લીધા છે દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ હજુ પણ વધુ જોવા મળ્યા નથી તેમ છતાં તેના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આ અંગે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ ડૉ. નયનાબેન જણાવ્યું હતું કે કોરોના સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેની સામે લડવા…
લોસ એન્જલસમાં બૈસાખી કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાની ઝંડા લહેરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક તરફ બૈસાખીનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે અને રંગારંગ કાર્યક્રમ થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક લોકો ભીડમાં ખાલિસ્તાની ઝંડા લઈને ઉભા છે. આ ધ્વજ ફરકાવનારા શીખો તેમના આંદોલન માટે સમર્થન માંગી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બૈસાખીની ઉજવણી કરી રહેલા શીખ સમુદાયના લોકો અલગ હતા અને સ્થળની નજીક ઝંડા ફરકાવતા લોકો અલગ હતા અને બંને જૂથો વચ્ચે કોઈ સંબંધ નથી.દક્ષિણ કેલિફોર્નિયામાં શીખો બૈસાખીની ઉજવણી કરી રહ્યા હતામળતી માહિતી મુજબ અમેરિકાના લોસ એન્જલસમાં બૈસાખી કાર્યક્રમ દરમિયાન…
રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના બનાવ તો સતત સામે આવી રહ્યા છે, પરંતુ હવે કોલેજના પેપર પણ ફૂટી રહ્યા હોવાના મામલા સામે આવી રહ્યા છે. માહિતી મુજબ, હાલ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી છે. ત્યારે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા પૂર્વે બી.કોમ. સેમ-6ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સનસનીખીજ દાવો કર્યો છે. પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા પર ફરતું થયું પેપર!યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે, પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. આ મામલે યુવરાજસિંહ જાડેજાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ટ્વીટ પણ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાવનગરની…
અમદાવાદમાં ટ્રાફીકના નિયમોનું કડક પણ પાલન કરાવવા માટે ટ્રાફીક પોલીસ દ્વારા આગામી સમયમાં કડકાઈ દાખવવામાં આવશે. કોર્પોરેશન સાથે મળીને ટ્રાફીક પોલીસ દ્વારા ત્રિ-નેત્ર ગણાતા એવા સીસીટીવી કેમેરાની મદદથી દંડનાત્મક કાર્યવાહી ઈ મેમોરુપે કરવામાં આવશે. હેલ્મેટ પહેરવું, સિગ્ન કે લાઈન ક્રોસ ના કરવી તે સિવાય પણ 16 અન્ય ટ્રાફીકના નિયમોનું પાલન કરવું પડશે. જે માટે આગામી સમયમાં આ ઝૂંબેશ અંતર્ગત કડક કાર્યવાહી ટૂ વ્હિલરથી લઈને ફોરવ્હીલ, રીક્ષા ચાલકો, બસ અન્ય હેવી વાહનો માટે શરુ કરાશે.અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે તો બીજી તરફ પોલીસ દ્વારા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિકના 16…