અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી ટ્રાફિક નિયમોને લઈ સરકાર દ્વારા આકરા કાયદા બનાવવામાં આવી રહ્યા છે જે નિયમોને લઈ ને પ્રજાજનો અનેક મુશ્કેલીઓનો ભોગ બની રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં અનેક ટી.આર.બી.જવાનો રૂપિયા ઉઘરાવતા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ સઘળી હકીકત તો એ સામે આવી રહી છે કે અહીં અમદાવાદ શહેરના ટ્રાફિક કે ડિવિઝનના વહીવટદાર કરણસિંહ અને અજીતસિંહ દ્વારા ટાર્ગેટ આપી ને ટી.આર.બી જવાનો સાથે રૂપિયાની ઉઘરાણી કરાઈ રહી હોવાનું એક ટી.આર.બી.જવાને નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. બીજી તરફ અમદાવાદ શહેરના ટ્રાફિક કે ડિવિઝનમાં સૌથી વધુ ટ્રાફિક ટ્રાવેલ્સ,ટ્રાન્સપોર્ટ નો રહે અને આ બને…
કવિ: satyadaydesknews
મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ને એક કરીયે ત્યાં માં જગદંબાનું પુર્ણ સ્વરૂપ નવદુર્ગા. એટલે કે આપણી કુળદેવી નું સ્વરૂપ પ્રગટ થાય. માં જગદંબાની આરાધના કરવાનું ઉત્તમ અને શ્રેષ્ઠ સમય એટલે માં જગદંબાના નવલાં નોરતાં એટલે ચૈત્ર નવરાત્રી. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ચૈત્ર માસ એટલે શાલીવાહન સક ૧૯૪૩ પુર્ણ થઈ રહ્યું છે અને શાલીવાહન સક ૧૯૪૪ શુભકૃત સંવત્સર માં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો, ચૈત્ર સુદ એકમ એટલે પ્રજાપિતા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાની શરૂઆત કરી, ચૈત્ર સુદ એકમ એટલે માં જગદંબાની આરાધના ના નવલાં નોરતાં એટલે કે ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ પ્રથમ દિવસ.…
ગુજરાતમાં ફરી પોલીસ ગ્રેડ-પેનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગત અઠવાડિયે સસ્પેન્ડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા છેલ્લા 8 દિવસથી ધરણાં પર બેઠા છે. પોલીસ ગ્રેડ પે માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડી અન્વયે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ નિલમબેનન મકવાણાએ સરકાર પરનો વિશ્વાસ અને ધૈર્ય ગુમાવ્યું પોતાને કંઈ થાય તો પોતાના તમામ અંગોનું લોક હિતાર્થે ડોનેટ કરવાની અપીલ શરીરના દરેક પાર્ટ ડોનેટ કરવા અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર પાસે માગ્યું ફોર્મ નોધનીય છે કે હાર્દિક પટેલ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પેના મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને સરકારે આંદોલનને…
અમદાવાદમાં આજકાલ ‘આકાશ સરકાર’નું નામ ભારે ચર્ચામાં આવ્યું છે અને મનપાના બે મોટા અધિકારીઓ ની સાંઠગાંઠ માં મોટા ખેલ કરવામાં આવી રહયા હોવાની ચર્ચા વ્યાપક બની છે અને ગેરકાયદે બાંધકામ વાળી મેટર માં આ આખું રેકેટ ચાલતું હોવાની વાતો બહાર આવી રહી છે. કહેવાય છે કે આકાશ સરકાર ઈચ્છે તેનું બાંધકામ તોડાવી નાખે છે, કેટલાક કિસ્સાઓમાં ખંડણી ન મળે તો ડીમોલેશન કરાવાતું હોવાની વાતો ઉઠી છે અને પોલીસ બંદોબસ્ત પણ આકાશ ઈચ્છે તે રીતે મળતો હોવાની વાત પણ ભારે ચર્ચાનો વિષય બનતા એ મુદ્દો તપાસનો વિષય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓની મીલી ભગતમાં ચાલતા આ વહેવાર અંગે શહેરમાં ભારે…
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તોડકાંડ ને લઈ ગુજરાત પોલીસની છબી ખરડાઈ રહી છે જેમાં અમુક ગણ્યા ગાંઠ્યા પોલીસ કર્મચારીઓ ને કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થઈ રહી છે જેને લઈ ગુજરાત ની જનતા ને પોલિસ ઉપર ભરોસો ઉઠી જવા પામ્યો છે. તાજેતરમાં જ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલ તોડકાંડ ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતુ અને રાજકોટ પોલીસ કમિશ્નર ની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન માં નોકરી કરતા રેવાભાઈ કે જેઓની નોકરી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બોલી રહી છે પરંતુ તારીખ 10/06/2020 ના દિવસથી ઝોન 1 સ્કોર્ડમાં કામ કરી રહ્યા હોવાની વાત સબંધીતોમાં…
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની ભરમાર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર બંધાઈ રહેલ બાંધકામ તોડવા વામણુ સાબિત થઈ રહ્યું છે.ત્યારે “આકાશ સરકાર” નામના વ્યક્તિનું ગેરકાયદે બાંધકામે ભારે વિવાદ ઉભો કર્યો છે. નવાઈની વાત તો એ છે કે કોર્પોરેશનની નોટીસ બાદ પણ આકાશ સરકાર નુ ગેરકાયદે બાંધકામ નહિ તૂટતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. વિગતો મુજબ અત્રેના દાણીલીમડા વિસ્તારમાં આવેલી મિલ્કત 1979 થી હોય બાદમાં ભયજનક અને જર્જરિત થતા સેકન્ડ ફ્લોર ઉપર રીપેરીંગ કરી ધાબુ ભરવામાં આવતા આ બાંધકામ દૂર કરવા અંગે દબાણ આવતા તેઓ એ નામદાર કોર્ટમાં પહોંચ્યો હતો અને કાયદાનો લાભ આપવા અને મનાઈ હુકમ આપવા અરજી કરી હતી પરંતુ નામદાર…
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી દારૂ ને જુગાર ના વિવાદોને લઈ અનેક પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ બેરોકટોક ચાલતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી જે ને પગલે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા આકરું વલણ દાખવી અમદાવાદ શહેરમાં ઠેકઠેકાણે વિઝીલન્સની રેડ કરવામાં આવી હતી અને જેમાં નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને બે પી.એસ.આઈ. ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે બાદ અનેક પોલીસ સ્ટેશનોમાં વહીવટદાર તરીકે પોતાનું પ્રભુત્વ ધરાવતા અનેક વહીવટદારો ની કે કંપનીમાં બદલી કરી દેવામાં આવી છે. જો આ વિવાદિત બનેલા વહીવટદારો ની કે કંપનીમાં બદલી કરી દેવાથી હવે જે તે પોલિસ સ્ટેશનનો વહીવટ…
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ને આ ગેરકાયદેસર બંધાઈ રહેલ બાંધકામ તોડી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ના હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશનના એસ્ટેટ અધિકારીઓ દ્વારા પ્રાઇવેટ વહીવટદારો રાખ્યા હોવાની વાતો સ્થાનિક વેપારીઓના મુખે સાંભળવા મળી રહી છે તો એક વહીવટદાર “આકાશ સરકાર” નામનો વ્યક્તિ એટલી હદે બેફામ બન્યો છે કે દાણીલીમડા પોલીસ સ્ટેશન ની બાજુમાં જ પોતે કોર્પોરેશનના અધિકારીની મિલીભગતથી ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી દીધું અને બીજા કોઈ વેપારી કે રહીશો બાંધકામ કરે તો તે લોકોનું તોડાવી…
અમદાવાદ શહેર પોલીસને દારૂ પીધેલાને પકડવામાં જ રસ કે શું ? દારૂની હાટડીઓ ચલાવે તેના ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં ? બે દિવસમાં દારૂ પીધેલા 84 લોકો સામે નોંધ્યો ગુનો ! રાજયમાં હોળીના તહેવારમાં નશો કરીને ફરતા લોકો સામે પોલીસ દ્વારા બે દિવસની સ્પેશિયલ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં પોલીસે બે દિવસમાં નશામાં ડ્રાઈવ કરી રહેલા 84 લોકો સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આટલું જ નહીં અમદાવાદમાં ટ્રાફિક પોલીસે 9 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી 24 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ પોલીસે હોળી અને ધૂળેટીના તહેવાર પહેલા જ…
ચેનલ હેડ,આગમ શાહ કેમિકલ- લોખંડ ચોરી કૌભાંડમાં નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.પટેલ અને બે ફોજદાર સસ્પેન્ડ અમદાવાદ કમિશનરે કોઈ પગલાં નહીં લેતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ નિર્ણય લેવો પડ્યો શહેરમાં રોજેરોજ વિજિલન્સની રેડ પડતી હોવા છતાં સિનિયર અધિકારીઓ નીષ્ક્રીય ! કાંકરીયા યાર્ડમાંથી ચલાવવામાં આવતું લોખંડના સળિયાનુ ચોરી કૌભાંડ તેમજ કેમિકલ ચોરી કૌભાંડનો ડીજી વિજિલન્સની ટીમે પર્દાફાશ કરતા જવાબદાર નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.પટેલ તથા તેમના બે ફોજદાર આર, આર .આંબલીયા અને એચ .સી .પરમારને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. સામાન્ય સંજોગોમાં પોલીસ ઇન્સ્પેક્ટરની બેદરકારી છતી થાય અને વિજિલન્સની રેડ થાય તો પોલીસ કમિશનર દ્વારા તેમની…