કવિ: satyadaydesknews

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. આ ચૂંટણીનાં પરિણામ ભાજપની આગળની રણનીતિ નક્કી કરશે. 3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવશે. આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકનાં પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. એ માટે ચૂંટણીતંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. કયા વોર્ડની ક્યાં મતગણતરી વોર્ડ નંબર 1 (સેક્ટર – 25,26 અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર 2 (જીઈબી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર 15ની ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 40થી વધુ EVM મશીનમાં કેદ મતોની મતગણતરી કરાશે, જેમાં…

Read More

યજ્ઞ એ સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચિન અને મહત્વપૂર્ણ ક્રિયા છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે સનાતન ધર્મ શાસ્ત્ર માં જણાવ્યા પ્રમાણે કહેવામાં આવે તો યજ્ઞ આપણા ઘરમાં અને શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરી ઉન્નતિ અને સમૃદ્ધિ ના માર્ગે લઈ જાય છે. આમ તો દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત નાનો હવન અથવા યજ્ઞ ધંધા રોજગાર નાં સ્થળે કે કોઈ ધાર્મિક સ્થળે કરાવવો જોઈએ . ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારનાં કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત…

Read More

આમ તો પોલીસ લોકોની રક્ષા કરવા માટે હોય છે અને સમાજમાં લોકોની આજુબાજી થતા અનૈતિક કામો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે. જોકે પોલીસને શરમ ત્યારે આવે છે, જ્યારે મહિલા અને પુરુષ કર્મચારીઓ જ એક રૂમમાંથી કઢગી હાલતમાં ઝડપાય – તેવી ઘટના સામે આવે છે. આવું જ કાંઈ બન્યું શહેરના બોપલ વિસ્તારમાં, જ્યાં મહિલા કોન્સ્ટેબલ પુરુષ કોન્સ્ટેબલ સાથે એક ફ્લેટમાં કપડાં વગર આપત્તીજનક હાલતમાં રંગેહાથ ઝડપાયા હતા. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને બોપલ પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ સાથે આંખો લડી હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે આ…

Read More

રોજિંદા જીવનમાં સમય નથી મળતો પોતાની ત્વચાનું ધ્યાન રાખવાનો તેની સંભાળ રાખવાનો ઓફિસ ના કામ તો ક્યારેક ઘર ના કામમાં પોતાની ચેહરા ની ચમક ક્યારે ખોવાઈ ગઈ તેનું ધ્યાન જ નથી રહેતું પરંતુ હવે સમય છે પોતાની કાળજી લેવાનો સૌ પ્રથમ એક વાટકી માં 2 ચમચી જેટલું ગુલાબજળ લો ત્યાર બાદ તેમાં બટાટાને છીણી ને તેનો રસ 2 ચમચી લો તેમાં 2 ટીપા લીંબુનો રસ ભેળવો તેને રૂ વડે ચેહરા પર લગાવી મસાજ કરો 10 મીનિટ સુધી ત્યાર બાદ 10 મિનિટ આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઈ ત્વચા ને આરામ આપો તેનાથી ચેહરાની ત્વચા ને ચમક પ્રાપ્ત થશે સાથે સાથે…

Read More

આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને એક દિવસની કસ્ટડીમાં મોકલ્યો હતો. 3 ઓક્ટોબરે મોડી રાત્રે શાહરુખ ખાનના મન્નત બંગલે સલમાન ખાન આવ્યો હતો. માનવામાં આવે છે કે શાહરુખ ખાન દીકરાની ધરપકડથી એકદમ ભાંગી પડ્યો હતો અને સલમાને તેને સાંત્વના આપી હતી. ‘બિગ બોસ’ના શોમાં સલમાન ખાને કહ્યું હતું કે તેને તથા સંજય દત્તને જેટલી લાઇફ લાઇન મળી છે, તેટલી ભાગ્યે જ કોઈને મળી છે અને આ માટે તે ભગવાનનો આભારી છે. ‘મન્નત’ પર આખો દિવસ ભીડ રહી આર્યન ખાનની ધરપકડ થવાને કારણે શાહરુખના બંગલે મન્નતમાં મોડી સાંજ સુધી લોકોની ભીડ જમા થઈ…

Read More

શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મચ્છરજન્ય રોગના કેસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 2 મહિનામાં શહેરની ખાનગી હોસ્પિટલોમાં રોજના 30થી 40 કેસ નોંધાવાની સાથે બે મહિનામાં 40થી વધુ લોકોના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી મોત થયા હોવાની માહિતી આહનાના સૂત્રોએ આપી છે. આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવી જણાવે છે કે, આહનાના સાથે સંકળાયેલી 30 હોસ્પિટલોમાં રોજના 30થી 40 ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાય છે. એટલે કે, અઠવાડિયે 1500 કેસ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જોવા મળે છે. છેલ્લાં બે મહિનામાં ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 45 દર્દીના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી મોત થયા છે. ચિકનગુનિયાના દર્દીમાં ફેફસાંનું ઇન્ફેક્શન પણ જોવા મળ્યું છે અને 20થી 30 ટકા દર્દીને આઇસીયુમાં દાખલ…

Read More

લખનઉમાં ધરણા પર બેઠેલા અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. તેમને પોલીસે લખીમપુર ખીરી જતા અટકાવ્યા હતા. આ પછી તેઓ ધરણા પર બેઠા. હવે પોલીસ તેમને કસ્ટડીમાં લીધા છે. આ પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી. તેઓ પણ લખીમપુર ખીરી જઈ રહ્યા હતા.. ઉત્તરપ્રદેશના પુર્બ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે પોલીસ સ્ટેશનની સામે જે પોલીસની ગાડીને સળગાવવામાં આવી હતી. તેને પોલીસ દ્વારા જ સળગાવી દેવામાં આવી હતી. અખિલેશે કહ્યું કે આ બધુ આંદોલનને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. અખિલેશે કહ્યું કે જો આ સરકાર અમને લખીમપુર જવાની પરવાનગી નહીં આપે તો તેઓ ત્યાં…

Read More

લખીમપુર ખીરીમાં 8 લોકોના મોત બાદ યુપીમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે. પ્રિયંકા ગાંધી ગત મોડી રાત્રે લખનઉ પહોંચ્યા હતા. અહીંથી તે ખેડૂતોને મળવા સીધી લખીમપુર રવાના થયા હતા. પરંતુ પોલીસે તેને અટકાવ્યા હતા. ધક્કા-મુક્કી વચ્ચે પ્રિયંકા પગપાળા આગળ વધ્યા. આ દરમિયાન, તેણે પગપાળા લગભગ 700 મીટરનું અંતર કાપ્યું. જો કે, કેટલાક અંતર પછી, તે ફરીથી કારમાંથી પ્રોટોકોલને તોડતા આગળ વધ્યા હતા. મોડી રાત્રે CM યોગી આદિત્યનાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જો વિપક્ષી નેતાઓ લખીમપુર ખીરી જવાનો પ્રયાસ કરશે તો તેમને નજરકેદ કરવામાં આવશે. આ પછી તમામ મોટા નેતાઓના ઘરની બહાર પોલીસ…

Read More

મેષ રાશી – તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. મિત્રો સાથે સાંજ આનંદદાયક રહેશે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. લકી સંખ્યા: 3 વૃષભ રાશી – વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજ ના દિવસે તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે સાથેજ તમને દાન-પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આના થી તમને માનસિક શાંતિ મળશે। સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે. સમયસર ચાલવા ની સાથે પ્રિયજનો ને સમય આપવો પણ…

Read More

‘તારક મહેતા’માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમ સંસ્કાર આજે એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. અંતિમ સંસ્કારમાં ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી હાજર રહ્યા હતા. હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી. તેમને અહીંયા જ એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. નટુકાકાની અંતિમ યાત્રા સવારે સાડ આઠ વાગે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળશે અને નવ વાગે કાંદિવલીના…

Read More