નવી દિલ્હીઃ તમારી માટે 15 લાખ રૂપિયા જીતવાની એક ઉત્તમ તક આવી છે. નાણાં મંત્રાલયે નવા ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂ (ડીએફઆઇ)ની માટે નામ, ટેગલાઇન અને લોકો માટે જાહેર જનતા પાસેથી એન્ટ્રીઓ મંગાવી છે. આ સંસ્થાને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાણાંકીય સહાય માટે પરિવર્તન લાવનાર માનવામાં આવી રહી છે. તેની માટે પ્રત્યેક કેટેગીરમાં પસંદ કરાયેલી એન્ટ્રીને 5-5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ અંગે નાણાં મંત્રાલયે ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, નાણાં મંત્રાલય માય ગાંવ, માય ઇન્ડિયાના સહયોગથી નવી વિકાસ નાણાં સંસ્થાના નામ, ટેગલાઇન અને લોકો માટે એક સ્પર્ધાની ઘોષણા કરી રહ્યુ છે. પ્રત્યેક શ્રૈણીમાં 5-5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એન્ટ્રીઓ…
કવિ: Satya Day
મુંબઇઃ સામાન્યથી લઇને હાલ વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કો પણ સોનાની ખરીદે છે અને જરૂર પડે ત્યારે ગિરવી મૂકી ઉછીના નાણાં લઇ શકે છે. ભારતની મધ્યસ્થ બેન્ક RBI પાસે પણ જંગી સોનું પડેલુ છે. ચાલો જાણીયે વિગતવાર… આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારીનો હવાલો આપતા પંકજ ચૌધરીએ જણાવ્યુ હતું કે, 200-2001માં કુલ ગોલ્ડ રિઝર્વે 2725 મિલિયન ડોલર હતું. જે 2013-14માં વધીને 21,567 મિલિયન ડોલર થઈ ગયુ છે. 2014-1થી લઈને 2019-20 સુધી કુલ ગોલ્ડ રિઝર્વ 33,880 મિલિયન ડોલર પર પહોંચ્યુ છે. આ પ્રકારે 20 વર્ષમાં ભારતનું ગોલ્ડ રિઝર્વ 12 ગણુ વધ્યુ છે. કેન્દ્ર સરાકર ફોરેન એક્સચેંજ રિઝર્વ તરીકે ગોલ્ડ રિઝર્વ રાખી છે. ગોલ્ડ…
મુંબઇઃ શું તમે આઇટી પ્રોફેશનલ્સ છો અને નવી નોકરીની શોધમાં છો? જો હા, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર છે. એક દિગ્ગજ આઈટી કંપની કોગ્નિઝન્ટ ચાલુ વર્ષે એક લાખ નવા લોકોને નોકરી આપશે. જણાવી દઈએ કે, જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવકમાં 41.8 ટકાથી વધીને 51.2 કરોડ અમેરિકી ડોલર લગભગ ( 3,801.7 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. કંપનીએ બુધવારે આ અંગેની જાણકારી આપી હતી. અમેરિકા સ્થિત કંપનીએ જૂન 2020 ત્રિમાસિક ગાળામાં 36.1 કરોડ ડોલરની આવક મેળવી હતી. કોગ્નિજેંટ નાણાકીય વર્ષ 2021 માટે આવક વૃદ્ધિ વધારીને 10.2-11.2 ટકા કરી દીધી છે. સમીક્ષાધીન ત્રિમાસિક કંપનીના રેવન્યૂ 14.6 ટકા વધીને 4.6 અબજ અમેરિકી…
મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે ગોવા સ્થિત મડગામ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યુ છે. આ સહકારી બેન્ક પોતાની હાલની નાણાંકીય સ્થિતિ સાથે પોતાના હાલના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હોવાથી RBI દ્વારા લાઇસન્સ રદ કરવામાં આવ્યુ છે. RBIએ કહ્યુ કે, સહકારી બેન્કોના આંકડાઓ અનુસાર લગભગ 99 ટકા થાપણદારોની જમા રકમ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) પાસેથી પ્રાપ્ત થઇ જશે. જે હેઠળ થાપણદારો 5 લાખ રૂપિયા સુધી પોતાની જમા રકમ મેળવવા હકદાર છે. રિઝર્વ બેન્કે કહ્યુ કે, ગોવાના ઓફિસ ઓફ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝને પણ આ સહકારી બેન્ક બંધ કરવા અને તેની માટે એક લિક્વિડેટરની નિમણુંક…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધતો દેખાઇ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સાથે દેશમાં કોવિડ-19નો દૈનિક મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વિતેલ 24 કલાકમાં કોરોના સંક્રમણ સંબંધિત આંકડાઓ જારી કરવામાં આવ્યા છે જે ચિંતાજનક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 28 જુલાઇના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન દેશમાં 43,509 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ દરમિયાન 38,465 લોકો સારવાર બાદ કોરોના મુક્ત થયા છે. હાલ દેશમાં કોરોના એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા કૂલ 4,03,840 છે. નોંધનિય છે કે, ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.38 ટકા સુધી પહોંચી ગયો છે. તો…
મુંબઇઃ કોરોન સંકટ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી અને રોકાણકારોને જંગી રિટર્ન મળ્યુ છે. આ તેજીનો લાભ ઉઠાવવા માટે કંપનીઓ હવે આઇપીઓ લાવી રહી છે. આઇપીઓના રોકાણકારોને મોટી કમાણી થઇ છે. હવે આગામી ઓગસ્ટ મહિનામાં પણ ભારતીય શેરબજારમાં મોટી સંખ્યામાં નવા આઇપીઓ આવી રહ્યા છે જેમાં રોકાણકારોને કમાણી કરવાની તક મળશે. આગામી મહિને 16 ઓગસ્ટ સુધી 9 કંપનીઓ 16,000 કરોડ રૂપિયાના આઇપીઓ લઇને આવી રહી છે. આ આઇપીઓમાં રોકાણ કરીને રોકાણકારોને કમાણી કરવાનો મોકો મળશે. રોલેક્સ રિંગ્સનો આઈપીઓ 28 જુલાઈએ ખુલ્યો છે. આ કંપની 731 કરોડ રૂપિયા ઉભા કરશે. ઓગસ્ટમાં પહેલા ઈશ્યૂ તરીકે 3 કંપનીઓ એક સાથે…
મુંબઇઃ બેન્કનું લાઇસન્સ રદ થાય, બેન્ક ફડચામાં કે નાદાર થાય અથવા બેન્કનું ઉઠામણું થવાની ઘટનાઓમાં થાપણદારોને રોવાનો વાર આવે છે. આવી પરિસ્થિતિઓને ટાળવા અને થાપણદારોને પુરતી સુરક્ષા આપવા માટે સરકારે કાયદામાં સુધારો કરવાની મંજૂરી આપી છે. આથી જો કોઇ બેન્ક ફડચામાં જાય તેના થાપણદારો 90 દિવસની દર 5 લાખ રૂપિયા સુધીની રકમ પોતાના ખાતામાંથી ઉપાડી શકશે. કેન્દ્ર સરકારે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) એક્ટમાં સંશોધન કરવાની મંજૂરી આપી દીધી છે. આ હેઠળ જો કોઇ બેન્ક ફડચામાં જાય તો તેના થાપણદારોને 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી અપાશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી…
મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ સાયબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત પોતાના નિર્દેશોની કેટલીક જોગવાઇઓનું ઉલ્લંઘન કરવાના આરોપમાં એક્સિસ બેન્કને 5 કરોડ રૂપિયાનોં દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેન્કે મંગળવારે આની માહિતી આપી છે. RBI) દ્વારા જારી કરાયેલા નિર્દેશોની કેટલીક જોગવાઇઓ ઉલ્લંઘન / પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. તેમાં કોર્પોરેટ ગ્રાહકોના રૂપમાં પ્રમોટર બેન્કો અને એસસીબી / યુસીબીની વચ્ચે પેમેન્ટ સિસ્ટમના નિયંત્રણને મજબૂત કરશે. બેન્કોમાં સાયબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય રિઝર્વ બેન્ક ( બેન્ક દ્વારા પુરી પાડવામાં આવતી નાણાકીય સેવાઓ) નિર્દેશ – 2016 શામેલ છે. તેમાં નાણાકીય સમાવેશન – બેન્કિંગ સુવિધા – પ્રાથમિક બચત બેન્ક સેવિંગ્સ એકાઉન્ટ અને ફ્રોડ…
મુંબઇઃ મહામારી વચ્ચે ભારતના કરોડો મોબાઇલ યુઝર્સમ ટે માઠા સમાચાર આવ્યા છે. આગામી 6 મહિનામાં તેમના ફોનનું રિચાર્જ કે બિલ ઓછામાં ઓછું 30 ટકા સુધી વધી શકે છે. તેનું કારણ એ છે કે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા પોતાના ટેરિફ પ્લાનની કિંમત વધારવાની યોજના બનાવી રહી છે. એરટેલ એ પોતાના પ્રીપેડ યુઝર્સની માટે એન્ટ્રી લેવલ પ્લાન 60 ટકા મોંઘુ કરી દીધુ છે. પહેલા એરટેલનો સૌથી સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન 49 રૂપિયા હતો જેની કિંમત હવે વધારીને 79 રૂપિયા કર દીધી છે. ટેલિકોમ ઉદ્યોગના મતે વોડાફોન આઇડિયાએ પણ કેટલાંક સર્કલ્સમાં આવી રીતે પોતાના ટેરિફ પ્લાન મોંઘા કર્યા છે અને જલ્દીથી તેને…
નવી દિલ્હીઃ શું તમે નવી કાર કે એસયુવી ખરીદવા વિચારી રહ્યા છે તો તમારે વધારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે ઓટો કપનીઓ ફરીવાર કાર સહિતના પેસેન્જર વ્હિકલની કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે. હાલ પ્રાપ્ત માહિતી મુજબ ટાટા મોટર્સ તેના વિવિધ પેસેન્જર વ્હિકલ્સની કિંમત આગામી સપ્તાહે વધારવા અંગે યોજના બનાવી રહી છે. કંપનીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, મેટલ અને અન્ય રો-મટિરિયલ્સ મોંઘા થવાથી છેવટે કુલ ઉત્પાદન ખર્ચ વધી ગયુ છે જેના લીધે વાહનોની કિંમતો વધારવી જરૂર બની ગઇ છે. ટાટા મોટર્સની ટિયાગો, નેક્સન સહિત કેટલાક પેસેન્જર વ્હિકલ્સ મોડલ ઘણા લોકપ્રિય છે. ટાટા મોટર્સના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કહ્યુ…