પાછલા કેટલાંક ક્વાર્ટરમાં જમા થાપણ પર મળતા વ્યાજમાં તગડો ઘટાડો થયો છે. માત્ર ખાનગી બેન્કો જ નહીં મોટી મોટી સરકારી બેન્કોએ પણ માંડ માંડ 5.5 ટકા વ્યાજ આપી રહી છે. એવામાં તમારા નાણાં પર મળતા વ્યાજની કમાણી ઘટી ગઇ છે, તો તમે અન્ય કેટલાંક સ્થળોએ પણ પૈસા રોકી શકો છો જ્યાં સવા 8 ટકા જેટલુ તગડું રિટર્ન મળી રહ્યુ છે. આ AAA રેટેડ કંપનીઓ છે, જે આકર્ષક ઓફર આપી રહી છે. અલબત્ત એ ધ્યાનમાં રાખવુ કે,કંપનીઓમાં ફિક્સ ડિપોઝિટ તેટલી સુરક્ષિત નથી હોતી જેટલી બેન્કમાં હોય છે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ એફડી : આ કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ ક્રિસિલ તરફથી AAA રેટેડ છે.…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ કોરોના સંકટકાળ દરમિયાન ભારતમાં બેરોજગારીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે તેમાંય ગ્રામીણ વિસ્તારોની તુલનાએ શહેરી વિસ્તારોમાં બેકારીની સમસ્યા વધારે ગંભીર બની રહી છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંડાઓ મુજબ 25 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે દેશના ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનો દર વધીને 6.75 ટકાએ પહોંચી ગયો છે. જે તેની પૂર્વેના સપ્તાહે 5.1 ટકા હતો. CMIE એ જણાવ્યુ કે, શહેરી વિસ્તારોમાં પણ આ દરમિયાન બેરોજગારીનો દર વધ્યો છે પરંતુ ગ્રામીણ વિસ્તારોની તુલનાએ આ વૃદ્ધિ ઓછી રહી છે. 25 જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર વધીને 8.01 ટકાના સ્તરે પહોંચી ગયો છે,…
મુંબઇઃ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચિંગ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા અને ઓનલાઇન ઇન્ટરનેર પર તેને ળઇને ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે જેવી જ કંપનીએ તેનું બુકિંગ શરૂ કર્યુ તેવુ જ 24 કલાકની અંદર તેના 1 લાખ યુનિટનું બુકિંગ થઇ ગયુ છે. અમે તમને આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસિયતો વિશે જણાવીશું… આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ગ્રાહકો ઓલા ઇલેક્ટ્રિકની સત્તાવાર વેબસાઇટ પર જઇને બુક કરાવી શકે છે. ગ્રાહકો માત્રની 499 રૂપિયાની ટોકન રકમ ચૂકવી આ ઓલા ઇલે. સ્કૂટરનું બુકિંગ કરાવી શકે છે, જે સંપૂર્ણપણે રિફંડેબલ છે. ઓલા ઇલે. સ્કૂટર માટે ગ્રાહકોએ…
નવી દિલ્હીઃ ભારતમાં ઝડપી રસીકરણ અભિયાનથી કોરોના મહામારીના સંક્રમણના નવા કેસોની વૃદ્ધિ મર્યાદિત થઇ ગઇ છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી ઓછા નવા કોરોના કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં 25 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 39,361 કેસ નોંધાયો છે. તો આ દરમિયાન કોરોના સંક્રમણના લીધે 416 લોકે જીવ ગુમાવ્યો છે. તે ઉપરાંત આ 24 કલાકમાં કોરોના સંક્રમિત 35,968 લોકો સાજા થયા છે જો કે આ દરમિયાન કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં 2977નો વધારો થયો છે. આ સાથે દેસમાં કોરોનાના એક્ટિવ કેસોની કુલ સંખ્યા 4 લાખથી ઉપર રહેલી…
મુબઇઃ HDFC બેન્કના આદિત્ય પુરી નાણાકીય વર્ષમાં પોતાના રિટાયરમેન્ટના વર્ષમાં ખાનગી ક્ષેત્રની ટોપ-3 બેન્ક અધિકારીઓમાં સૌથી વધારે પગાર-ભથ્થુ મેળવનાર અધિકારી રહ્યા છે. પાછલા નાણાકીય વર્ષે તેમની કૂલ કમાણી 13.82 કરોડ રૂપિયા હતી. પુરીના અનુગામી શશિધર જગદીશને પાછલા નાણાં વર્ષમાં 4.77 કરોડ રૂપિયાનું વેતન મેળવ્યુ છે. જગદીશન 27 ઓક્ટોબર, 2020ના રોજ HDFC બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ અને એમડી બન્યા હતા. તેમાં તેમના પ્રમોશનના રૂપમાં હાંસલ કરેલ વેતન શામેલ છે. વર્ષ દરમિયાન આદિત્ય પુરીમાં રિટાયરમેન્ટનો લાભ 3.5 કરોડ રૂપિયા સામેલ છે. કોવિડ-19થી ગંભીર રીતે પ્રભાવિત થયેલા આ સંકટકાળમાં આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી અને સીઇઓ સંદીપ બખ્શીએ નાણાકીય વર્ષ 2020-21ની માટે પોતાના મૂળ પગાર અને…
ખાનગી કંપનીઓમાં નોકરી કરનાર કર્મચારીઓ માટે ખુશખબર છે. ખાનગી પગારદાર કર્મચારીઓને આગામી વર્ષે તેમના પગારમાં સારો એવો વધારો મળી શકે છે. નિષ્ણાંતોનું કહેવુ છે કેકે, કંપનીઓ કોવિડ-19 સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનમાંથી બહાર આવી રહી છે. કોરોના સંકટને પગલે કંપનીઓ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. તેની અસર કર્મચારીઓ પર પડી છે. ઈંક્રીમેંટની રાહ જોઈ રહેલા લોકોને નિરાશ થવાનો વારો આવ્યો છે. પણ તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી નાણાકીય વર્ષમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને સેલરીમાં વધારો કરી શકે છે. બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં જે સેક્ટરોમાં પગાર વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે…
ભારતની સૌથી મોટી સરકારી બેન્ક SBIના જનધન ખાતાધારકો માટે ખુશખબર આવ્યા છે. જો તમે SBIના ગ્રાહક છો, અથવા નવું અકાઉન્ટ ખોલાવા માગો છો, તો આપ 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના મફત ઈંશ્યોરંસ આપી રહી છે. હકીકતમાં જોઈએ તો, બેંક આ સુવિધા જનધન ખાતા ધારકોને આપી રહી છે. જે ગ્રાહકો પાસે રૂપે ડેબિટ કાર્ડ છે. તેમણે 2 લાખ રૂપિયા સુધીનો મફત આકસ્મિક વિમો કવર આપે છે. RuPay ડેબિટ કાર્ડ મળે છે. જન ધન અકાઉન્ટ ખાતાધારક મફત ઈંશ્યોરંસનો લાભ ઉઠાવી શકે છે. આ યોજના અંતર્ગત વ્યક્તિગત દુર્ઘટના પોલિસી ભારતની બહાર થયેલી ઘટના…
મુંબઇઃ ભારતીય શેરબજારમાં પાછલા સપ્તાહે મોટી-ઘટ જોવા મળી હતી. સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં ઉંચા સ્તરેથી કરેક્શન આવ્યુ હતુ અને ત્યારબાદ સાધારણ રિકવરી જોવા મળી હતી. શેરબજારના એનાલિસ્ટ મનીષ શાહનું કહેવુ છે કે જો નિફ્ટી 15880ના લેવલની ઉપર બંધ થાય તો તે 15840 થી 15880ના ગેપ એયામાં બંધ કરવાનો પહેલો સંકેત છે. ત્યારબાદ શેરબજારમાં તેજી જોવા મળી શકે છે. સોમવારે આ સ્ટોકમાં દેખાઇ શકે છે તેજી મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેઝ કન્વર્ઝન્સ ડાયવર્જન્સ કે MACDની દ્રષ્ટિએ સોમવારે આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા કોફી, હિન્દુસ્તાન કોપર, સન ફાર્મા, ભારત પેટ્રોલિયમ. ડીએસએફસી, તમિલનાડુ પેટ્રોપ્રોડક્ટ્સ, સીસીએલ પ્રોડક્ટ ઇન્ડિયા, એચએસઆઇએલ, જોશીલ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, અપોલો પાઇપ વગેરે…
મુંબઇઃ સપ્તાહની શરૂઆત પેટ્રોલ-ડીઝલની કિંમતો ફરી વધતા અટકી ગયા છે. આજે 26 જુલાઇ, સમવારના રોજના ઓઇલ માર્કેટંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો જારી કરવામાં આવી છે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે સતત 9 દિવસે કિંમતો સ્થિર રહી છે. દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે જ્યારે ડીઝલ 89.87 રૂપિયા પ્રતિલિટરની કિંમતે વેચાય છે. ઉલ્લેખનિય છે કે ઇંધણની કિંમતો 41 દિવસ વૃદ્ધિ અને 1 મેથી 4 મે સુધી સ્થિર રહ્યા બાદ અઢી મહિનામાં પહેલીવાર એક સપ્તાહથી વધારે સમય સુધી ભાવ સ્થિર રહ્યા છે. આ પૂર્વે રવિવારે પણ દેશભરના મુખ્ય ચાર મહાનગરોમાં સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઇ…
મુંબઇઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલુ રહ્યો છે. ભારતમાં હજી પણ દરરોજ 30થી 40 હજારની વચ્ચે કોરોના વાયરસના નવા કેસ નોંધાઇ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ 22 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 35,342 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણથી 483 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 38740 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે. આમ ત્યાર સુધીમાં 3,04,68,079 લોકો કોરોનાને હરાવી સાજા થયા છે. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4,05,513 થઇ ગઇ છે, જે કૂલ પોઝિટિવ કેસોના 1.30 ટકા છે. હાલ…