નવી દિલ્હીઃ ભારતમાં જીવેલણ કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. દેશમાં મંગળવાર, 13 જુલાઇના રોજ સમાપ્ત થયેલા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 31,443 કેસો નોંધાયા છે. જે ૧૧૮ દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કૂલ સંખ્યા વધીને 3,09,07,282 થઇ ગઇ છે. તો બીજી બાજુ કોરોના વાયરસના સંક્રમણથી વધુ 2020 લોકોએ જીવ ગુમાવ્યો છે તેને પગલે કોરોનાથી મરનાર દર્દીઓની કૂલ સંખ્યા 4,10,784 થઇ ગઇ છે. તે ઉપરાંત મંગળવારે કોરોના સંક્રમિત 49,007ઓ સાજા થયા છે અને આ સાતે કોરોના મુક્તિ થનાર લોકોની કુલ સંખ્યા 3,00,63,720 થઇ ગઇ છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની કૂલ સંખ્યા હાલ 4,32,778 છે.…
કવિ: Satya Day
મુંબઇ- હાલ ભારતીય શેરબજારમા એકંદરે તેજીનો માહોલ છે અને તેનો લાભ ઉઠાવવા માટે ઘણી કંપનીઓ પબ્લિક ઇસ્યૂ લાવી છે. હવે અગ્રણી ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો પણ આઇપીઓ લાવી રહીછે. ઝોમેટો આઇપીઓ આજે એટલે કે 14 જુલાઇના રોજ ખૂલી રહ્યો છે જે ત્રણ દિવસ સુધી ચાલશે. અમે તમને ઝોમેટો આઇપીઓ વિશે જણાવીશું…. ઝોમેટોનો આઇપીઓ કુલ 9375 કરોડ રૂપિયાનો છે. આ આઇપીઓમાં 9000 કરોડ રૂપિયા પ્રાયમરી સેલ હશે તો 375 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ મારફતે વેચવામાં આવશે. ક્યારે ખુલશે આઇપીઓ ઝોમેટો આઇપીઓ 14 જુલાઇના રોજ ખુલશે અને 16 જુલાઇના રોજ બંધ થશે. આ ત્રણ દિવસ દરમિયાન રોકાણકારો આઇપીઓમાં રોકાણ માટે…
નવી દિલ્હીઃ વાહન માલિકોની મુશ્કેલીઓને લઇને ફરજિયાત દાખલ કરવામાં મદદ કરવાના પ્રયાસના ભાગરૂપે રોડ ટ્રાન્સપોર્ટેશ અને હાઇવે મંત્રાલય એ ટ્રાન્સપોર્ટેશન વેબસાઇટ પર વાહન રિકોલ પોર્ટલ લોન્ચ કર્યુ છે. તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઉપયોગકર્તા પોતાના વાહનમાં મેન્યુફેક્ચરિંગ સંબંધિત ખાણીઓ અંગેની ફરિયાદ નોંધાવી શકે છે. અત્યાર સુધી વાહન માલિકોને કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે ઓટો ડિલરશિપના ધક્કા ખાવા પડતા હતા પરંતુ સરકારે કાર ઓનર્સને રાહત આપવા માટે આ સમાધાન કાઢ્યુ છે. જો તમારુ વાહન સાત વર્ષ કરતા વધારે જૂનુ છે અને તેમાં કોઇ પ્રકારની ખરાબી આવી રહી છે તો તમે આ પોર્ટલ પર જઇને ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ દાખલ થયા…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની ચેતવણી આપવામાં આવી છે. આ મહામારીની વધુ એક લહેરનો સામનો કરવા માટે ભારત સરકાર પૂર્વ તૈયારીઓ કહી રહી હોય એવુ લાગી રહ્યુ છે ઓક્સીમીટર- ડિજિટલ થર્મોટર સહિત 5 ચીજો જે કોવિડ-19માં ઉપયોગી છે તે સસ્તી કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આજે મંગળવારે ઓક્સીમેટર અને ડિજિટલ થર્મોમીટર સહિત પાંચ મહત્વપૂર્ણ મેડિકલ ઉપકરણો પર ટ્રેડ માર્જિન એટલે કે ટ્રેડ માર્જિન 70 ટકા નક્કી કર્યુ છે. તેનાથી કોવિડ-19ની સારવાર અને રોકવામાં ઉપયોગી થતા ઉપકરણોની કિંમતોમાં ઘટાડો આવશે. રાષ્ટ્રીય દવા ભાવ નિર્ધારણ સત્તામંડળ (એનપીપીએ) એ પાંચ મેડિકલ ઉપકરણો –…
મુંબઇઃ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને બીજા ક્રમના ધનિક વ્યક્તિ ગૌત્તમ અદાણી એરપોર્ટ સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્નશીલ છે. હવે ગૌત્તમ અદાણીના માલિકીના અદાણી ગ્રૂપ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન પોતાના હાથમાં લઇ લીધુ છે. અદાણી ગ્રૂપના વડા ગૌત્તમ અદાણીએ સોશિયલ મીડિયા સાઇટ પર ટ્વિટ કરીને મંગળવારે આ માહિતી આપી છે. We are delighted to take over management of the world class Mumbai International Airport. We promise to make Mumbai proud. The Adani Group will build an airport ecosystem of the future for business, leisure and entertainment. We will create thousands of new local jobs. — Gautam Adani (@gautam_adani) July 13, 2021…
બેન્કિંગ સેક્ટરમાં ટેકનોલોજી અને ઓનલાઇન પેમેન્ટનો વ્યાપ વધવાની સાથે સાથે ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ અનેક ગણી વધી ગઇ છે. SBI તેના ગ્રાહકોને આવા ઓનલાઇન ફ્રોડ અંગે ચેતવણી આપતી રહી છે. SBI એ ફરી તેના કસ્ટમરોને સાવધાની રહેવા જણાવ્યુ છે. . SBIએ પોતાની ટ્વીટમાં ગ્રાહકોને સાવચેત કરતાં કહ્યું, કેવાયસી ફ્રોડ વાસ્તવિક છે, અને તે દેશભરમાં ફેલાઇ ગયો છે. કોઇપણ કેવાયસી અપડેટ લિંક પર ક્લિક ન કરો. SBIએ ટ્વીટમાં કહ્યું, કેવાયસી ફ્રોડ વાસ્તવિક છે. તે દેશભરમાં ફેલાયો છે. છેતરપિંડી કરનારા તમારી પર્સનલ ડિટેલ્સ પ્રાપ્ત કરવા માટે બેંક/કંપનીના પ્રતિનિધિ બનીને તમને ટેક્સ્ટ મેસેજ મોકલે છે. આવા સાયબર ક્રાઇમનો રિપોર્ટ http://cybercrime.gov.in પર કરો. સુરક્ષિત…
મુંબઇઃ સામાન્ય રીતે ભારતમાં પેન્શન મેળવવા માટે વ્યક્તિની ઉંમર 60 કે તેથી વધારે હોવી આવશ્યક છે. જો કે આજે અમે તમને એક એવી પેન્શન યોજના વિશે જણાવીશુ જેમાં તમારે પેન્શન માટે 60 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે અને 40 વર્ષથી પેન્શનનો લાભ માણી શકશો. LICએ આ પ્લાનને સરલ પેન્શન યોજના નામ આપ્યું છે. આ એક સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન છે, જેમાં પોલિસી લેતી વખતે તમારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે. અને આ પછી તમે આજીવન પેન્શન મેળવશો. તે જ સમયે, પોલિસી ધારકના મૃત્યુ પર, સિંગલ પ્રીમિયમની રકમ તેના નોમિનીને પરત કરવામાં આવે છે. સરલ પેન્શન યોજના એ ઇમિડિએટ…
મુંબઇઃ આજના યુગમાં મોટાભાગના વ્યક્તિઓ ક્રેડિટ કાર્ડ હોય છે જે તેમને આકસ્મિક સમયે તાત્કાલિક નાણાંકીય સહાયમાં મદદ થાય છે. આજે અમે તમને એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવાના ફાયદાઓ વિશે જણાવીશુ… જો એક સામાન્ય નોકરી કરનાર વ્યક્તિ એક જ કાર્ડ પર 10 લાખની ક્રેડિટ લિમિટ ઇચ્છે તો, બેન્ક ભાગ્યે જ તે આપશે. જો કે તમે 1-1 લાખની લિમિટ વાળા 10 કાર્ડ અલગ-અલગ બેન્કના કાર્ડ સરળતાથી મેળવી શકો છો ક્રેડિટ કાર્ડ પર તાત્કાલિક લોનની સુવિધા પર મોટાભાગની બેન્કો આપે છે. એવામાં જો તમને અચાનક વધારે નાણાંકીય જરૂર પડે તો તમે તાત્કાલિક નાણાંની સગવડ કરી શકો છો અલગ-અલગ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર સેલ…
ભારતના કાયદાઓ માનવામાં આનાકાની કરતી કંપનીઓ વિરુદ્ધ અન્ય દેશોની સરકારો કડક પગલાં લેવા અને ભારેખમ દંડ ફટકારતા અચકાતી નથી. આવી જ એક ઘટના તાજેતરમાં ગુગલ સાથે ફ્રાન્સમાં થઇ છે. ફ્રાંન્સની સરકારે સર્ચ એન્જીન ગુગલને 59.2 કરોડ ડોલરની જંગી પેનલ્ટી ફટકારી છે. ન્યુઝ પબ્લિસર્સ દ્વારા ગુગલના ઓનલાઇન પ્લેટફોર્મ પર તેમના ન્યુઝ દર્શાવવાના બદલમાં વળતર માંગવામાં આવ્યુ છે. આ વિવાદને પગલે ફ્રાન્સની એન્ટિટ્રસ્ટ વોચડોગે ગુગલને 59.3 કરોડ ડોલરનો તોતિંગ દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં ગુગલ સહિતની અન્ય ટેકનોલોજી કંપનીઓના ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર દર્શાવવામાં આવલા ન્યૂઝ કન્ટેન્ટના બદલમાં પ્રકાશકને વળતર ચૂકવવાનું દબાણ કરવામાં આવી રહ્યુ છે. નાણાંકીય દંડ ફટકારતા ફ્રાન્સના નિયામકે…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 13 જુલાઇ, 2021ના રોજ 31 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,311 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 113 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,13,512 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.69 ટકાના સ્તરે પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણથી આજે મંગળવારે એક પણ દર્દીનું મોત થયુ નથી. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10074 પહોંચી ગયો છે. રાજ્યમાં હાલ કોરોના…