ભારતમં બીજી કહેરમાં ભયંકર તબાહી મચાવ્યા બાદ હવે કોરોના વાયરસનો પ્રકોપ ઘટી રહ્યો હોવાના સંકેત મળ્યા છે. દેશમાં 25 મે ના રોજ દેશમાં 41 દિવસ બાદ પહેલીવાર 2 લાખથી ઓછા નવા કોરોના કેસ નોંધાયા છે. જેની સાથે સાથે દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને પણ 4000ની નીચે આવી જતા સરકારે શ્વાસે લીધો છે. ભારતમાં 25 મે, 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.96 લાખ કેસો સામે આવ્યા છે. જે છેલ્લા 41 દિવસમાં સૌથી ઓછા છે. તે સાથે જ દૈનિક કેસો મહિનામાં પ્રથમ વખત બે લાખની નીચે ગયા છે. આ દરમિયાન એક જ દિવસમાં કોરોનાને કારણે 3511 લોકોએ જીવ ગુમાવ્યો છે.…
કવિ: Satya Day
કોરોના સતત વકરી રહયો છે. તબીબી નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોન અસર થવાની આશંકા પ્રબળ ગણાવી છે. ત્યારે આ મામલે સવાલ ઉભો થાય છે કે શું ત્રીજી લહેરની એન્ટ્રી થઈ ગઈ છે કે કેમ? કારણ કે રાજસ્થાનમાં એપ્રિલ અને મે મહિનામાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ રાજધાની જયપુરમાં પણ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. એક તરફ, એપ્રિલ અને મે મહિનામાં, એક અને 10 વર્ષના સાડા ત્રણ હજારથી વધુ બાળકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે 11 થી 20 વર્ષની વચ્ચેના 10,000થી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 25 મે, 2021ના રોજ 3225 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લા 40 દિવસના સૌથી ઓછા નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,94,912 લાખ થઇ ગઇ છે. તો રાજ્યમાં આજે કોરોના નવા કેસ કરતા ત્રણ ગણા દર્દીઓ સાજા થયા છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 9676 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 7,22,741 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 90.92 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે…
હવે ગતિશીલ ગુજરાતમાં પણ સિંગાપુર-દુબઇ જેવી ગગનચૂંબી ઇમારતોનું નિર્માણ થશે અને તે માટ રાજ્ય સરકારે મંજૂરીઓ આપી દીધી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનિક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી મળી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ ઘટતા આજે રાજ્ય સરકારે ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આગામી 1લી જુલાઇથી યોજવાનો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરી છે. જેથી રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષા સરળતા પૂર્વક યોજાય અને વિદ્યાર્થીઓના આરોગ્ય સામે કોઇ જોખમ ઉભું ન થાય. જાણી લો પરીક્ષાની પદ્ધતિ અને નિયમો… બોર્ડની પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની…
ગુજરાતમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. ધોરણ-12ની પરીક્ષાઓ હાલની પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે, 1 જુલાઈથી શરૂ થશે પરિક્ષા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12ની પરીક્ષાને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘ધોરણ 12ની પરીક્ષા હાલની પદ્ધતિ પ્રમાણે લેવાશે. ધોરણ 12ના 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1લી જુલાઇથી લેવાશે. કુલ 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.’ ધો.12ના વિદ્યાર્થીઓએ હવે પરીક્ષાની તૈયારીમાં લાગી જવું પડશે કેમકે બરાબર 35 દિવસ પછી એટલે કે 1 જુલાઇથી ધો.12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ યોજાશે તેવી જાહેરાત…
તાજેતરમાં દુનિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. અત્યાર સુધી એમેઝોનના માલિકી જેફ બેફોસ અને ટેસ્લાના માલિક એલન મસ્ક વચ્ચે દુનિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિના સ્થાન માટે હરિફાઇ ચાલતી હતી હવે જો કે ત્રીજી વ્યક્તિએ બંને પાસેથી આ તાજ છિનવી લીધુ છે અને તેઓ દુનિયાન નંબર-1 ધનિક વ્યક્તિ બની ગયા છે. ચાલો જાણીયે કોણ છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે… હવે વિશ્વની સૌથી મોટી ફેશન લક્ઝરી ગૂડ્ઝ કંપની લૂઇસ વિટન મોટ હેનેસી (LVMH)ના માલિક બર્નાર્ડ આર્નાલ્ટ (Bernard Arnault) વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સના મુજબ બર્નાર્ડ આર્નાલ્ટની કુલ સંપત્તિમાં 186.2 અબજ એટલે લગભગ 13.28 લાખ કરોડ…
કોરોનાકાળની બીજી લહેરથી દેશભરમાં કોહરામ મચેલો છે. જેમાં કેટલાય સેક્ટરો ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, કેન્દ્રની મોદી સરકાર કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત સેક્ટર માટે રાહત પેકેજ આપવા પર વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યુ હતું કે, કોરોનાકાળમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા સેક્ટરને રાહત પેકેજ આપવાની તૈયારી ચાલી રહી છે. જેનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકડાઉનથી ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવાનો હશે. આ સેક્ટરને આપશે પ્રાથમિકતા એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાણામંત્રાલય નાના અને મધ્યમ આકારની કંપનીઓની સાથે સાથે પર્યટન, વિમાન અને…
મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના સામે આવી છે. હકીકતમાં જોઈએ તો, સોમવારે એક સુરંગમાં બે મેટ્રો લાઈટ રેલ ટ્રેનો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 200થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 74થી વધારે લોકોની હાલત અત્યંત ગંભીર છે. આ ઘટનાને લઈને મલેશિયાના પરવિહન મંત્રી વી કા સિઓંગે જાણકારી આપી હતી કે, સ્થાનિક સમય અનુસાર સોમવારે રાતે લગભગ સાડા આઠ વાગ્યે આ ઘટના થઈ હતી. પરિવહન મંત્રીએ જણાવ્યુ હતું કે, કે, 213 મુસાફરોને લઈ જતી મેટ્રો ટ્રેન દુનિયાના સૌથી ઉંચા ટ્વિન ટાવરમાંના એક એવા પેટ્રોનાસ ટાવર્સની પાસ સુરંગમાં એક ખાલી પડેલી ટ્રેન…
કરદાતા માટે રાહતજનક સમાચાર છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ Tax Deducted at Source (TDS) ને ફાઇલ કરવાની ડેડલાઇન વધારીને 30 જૂન કરી દીધી છે. પહેલા તેની અંતિમ તારીખ 31મે 2021 હતી. તેની પહેલા કોરોના મહામારીની બીદી લહેરને ધ્યાનમાં લેતા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની ડેડલાઇનને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. Form-16 માટે પણ મળી રાહત Income Tax department તરફથી જારી કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર TDS ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારવા ઉપરાંત CBDT એ Form-16 જારી થવાની તારીખ પણ 15 જૂન 2021થી વધારીને 15 જુલાઇ 2021 કરી દીધી છે. આ ઇંડિવિઝુઅલ ટેક્સપેયર્સ અને…