Author: Satya Day

Gujarat Coronavirus outbreak Live Updates for May 10 2021

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ગુજરાતમાં આજે 10 મે, 2021 સોમવારના રોજ 11592 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 6,92,604 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 14931 દર્દીઓ સાજા થયા છે. આમ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત નવા દર્દી કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 5,47,935 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 79.11 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 117 દર્દીઓના મોત…

Read More
covid social distancing

કોરોના વાયરસ સામે લડવા માટે બે ગજની દુરી એટલે 6 ફૂટનું અંતર રાખવું પ્રોટોકોલ હેઠળ જણાવવામાં આવે છે. પરંતુ નવી સીડીસીની નવી ગાઇડલાઇનમાં છ ફૂટના અંતરને કોરોનાથી બચવા પર્યાપ્ત નથી ગણાવ્યું. અમે તમને જણાવી દઈએ કે સીડીસી અમેરિકાની નામચીન સંસ્થા છે જેને સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલના નામથી ઓળખવામાં આવે છે. અમેરિકાની સીડીસી હવે જૂની ગાઇડલાઇનથી પાછળ હટી નવી વાત કરવા પર મજબુર થઇ ગઈ છે. પહેલાં, તે કહેતી હતી કે મોટાભાગના ચેપ નજીકના લોકો અને સપાટીને સ્પર્શતા દ્વારા થાય છે. પરંતુ સીડીસીની નવી દિશાનિર્દેશો અનુસાર, એક મીટરના અંતરે પણ એરબોર્ન વાયરસ બીજા વ્યક્તિને ચેપ લગાડે છે. તાજેતરના સંશોધન દ્વારા દર્શાવવામાં…

Read More
google services

અત્યાર સુધી ફોટો અને વિડિઓ સ્ટોરેજ માટે ફ્રિ સેવાઓ આપનારૂ સર્ચ એન્જિન ગુગલ હવે ટૂંક સમયમાં આ સેવાઓ માટે રૂપિયા વસુલવાનું શરૂ કરશે. 1 જૂનથી, ગૂગલ આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે. કંપનીએ તેના આ નિર્ણયની ઘોષણા કરી ચુકી છે. ગૂગલ ફોટો ક્લાઉડ સ્ટોરેજની મફત સુવિધા પ્રદાન કરે છે, જેના પર હવે તે ચાર્જ કરવાનું શરૂ કરશે. તેની નિશુલ્ક સુવિધા 1 જૂન, 2021 થી બંધ કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે જો તમે તમારો ફોટો અથવા ડેટા ગૂગલ ફોટો અથવા ડ્રાઇવ અથવા કોઈ અન્ય જગ્યાએ સ્ટોર કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે. અત્રે ઉલ્લેખનિય…

Read More
sbi branch

મુંબઇઃ દેેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ તેના કસ્ટમરોને મોટી રાહત આપી છે. જે કસ્ટમરો પોતાની બેન્ક બ્રાન્ચ બદલવા માંગતા હોય તેઓ હવે સરળતાથી બદલી શકશે. બેન્કની બ્રાન્ચ બદલવા માટે કસ્ટમરે હવે પોતાની બેન્કમાં જવાની પણ જરૂર નથી અને ઘરે બેઠા કોઈ પણ પોતાની બ્રાન્ચ બદલી શકે છે. એસબીઆઈએ કોરોના મહામારીને જોતા આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન કરી છે. બેન્ક બ્રાન્ચ બદલવાની રીત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ Onlinesbi.com પર લોગ ઇન કરો ‘પર્સનલ બેંકિંગ’ વિકલ્પ પસંદ કરો અને યુઝર નેમ અને પાસવર્ડ લખો ઈ સર્વિસ પર ટેબ પર ક્લિક કરો ટ્રાન્સફર સેવિંગ એકાઉન્ટ પર ક્લિક કરો હવે…

Read More
petrol diesel price hike 3

નવી દિલ્હીઃ દેશમાં વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થતા જ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે સોમવારે ફરી ઇંધણના ભાવ વધી રહ્યા છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડીઝલની કિંમત 31થી 35 પૈસા અને પેટ્રોલની કિંમત 23થી 26 પૈસા પ્રતિ લિટર દીઠ મોંઘા થયા છે. દિલ્હીમાં આજે સોમવારે પેટ્રોલનો ભા 91.53 રૂપિયા પ્રતિ લિટર થયા છે. તો ડીઝલની કિંમત 82.06 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર દીઠ 97.86  રૂપિયા, કલકત્તામાં 91.66 રૂપિયા અને ચેન્નઇમાં 93.38 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યુ છે. આ સાથે ચાલુ મે મહિના દરમિયાન દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 5 વખત વધ્યા છે. દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના…

Read More
edible oil

નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો થઇ રહ્યો છે. ખાદ્યતેલોના ભાવ અતિશય વધી જતા મધ્યમ અને ગરીબ લોકોનું ઘરખર્ચ વધી ગયુ છે. આ વાત સરકારે પણ સ્વીકાર છે. ખાદ્યતેલોમાં તોતિંગ ભાવવધારાનું કારણ સરકારની તેલીયાંરાજાઓ પર રહેમ નજર છે. સરકાર પણ આંખ બંધ ખાદ્યતેલોના ભાવને નજર અંદાજ કરી રહી છે. કોરોનાના વધી રહેલા કેસો અને ઘણા રાજ્યોમાં લાગેલા લોકડાઉન વચ્ચે સરસવ, સોયાબીન, વનસ્પતિ, સૂર્યમુખી અને પામ તેલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલા આંકડા અનુસાર, રાજધાની દિલ્હીમાં સરસવનું તેલ (પેક) 7 મેના રોજ 165 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યું હતું, જે…

Read More
covid outbreak in india

દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ તેની ચરમસીમાએ છે. છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 10 રાજ્યોમાં મહત્તમ કેસોના 101.7% કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,578 નવા કેસ નોધાયા છે, જ્યારે કર્ણાટકમાં 47,563 અને કેરળમાં 41, 971 નવા કેસ છે. દેશભરમાં કુલ 30.22 કરોડ સેમ્પલોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે, જ્યારે દૈનિક કોવિડ-19નો સંક્રમણ દર 21.64 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, રાષ્ટ્રીય મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 37,36,648 પર પહોંચી ગઈ છે. આ કુલ કેસોમાં 16.76 ટકા છે. 24 કલાકની અવધિમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં 13,202 નો ઘટાડો થયો છે. તે જ…

Read More
nitin patel with mask

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના સામેની જંગ જીતી ગયા છે. ગુજરાતનાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રવિવારે કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થયા છે. તેમને અમદાવાદની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પટેલ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના વાયરસથી ચેપ લાગતાં તેને 24 એપ્રિલના રોજ અમદાવાદનાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટરમાં દાખલ કરાયા હતાં. રાજ્યના આરોગ્ય પ્રધાનની જવાબદારી સંભાળી રહેલા પટેલે ટ્વિટ કર્યું કે ‘યુએન મહેતા હોસ્પિટલમાં 15 દિવસ સુધી સારવાર લીધા બાદ આજે મને રજા આપવામાં આવી છે. ભગવાન અને તમારા લોકોનાં આશીર્વાદથી, હું ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છું. ‘ શુભેચ્છાઓ અને…

Read More
covid outbreak in world

ગયા વર્ષ સુધી આપણે વિચારતા હતા કે થોડા સમય પછી કોરોના જતો રહેશે.. અને ફરી બધુ સામાન્ય થઈ જશે. પરંતુ આ વિચારસરણી ચોક્કસપણે ખોટી સાબિત થઈ છે. ફ્લૂની જેમ, SARS-CoV-2  પણ મનુષ્યનો કાયમી દુશ્મન બની શકે છે. SARS-CoV-2 ફ્લુ કરતા ઘણો ખતરનાક સાબિત થઈ  શકે છે.. અને જો કોરોના ધીરે ધીરે કાયમી સમાપ્ત પણ થઈ જશે તો પણ ત્યાં સુધીમાં આપણું જીવન અને રહેણીકરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હશે.. સામાન્ય રીતે જયારે લોકોમાં હર્ડ ઇમ્યુનીટી પેદા થઈ જાય છે ત્યારે મહામારીમાંથી મુક્તિ મળી જાય છે.. કારણકે તેમાના મોટા ભાગના લોકોમાં રોગ થયા બાદ અથવા વેક્સીન લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ જાય…

Read More
covid insurance

કોરોના મહામારી વચ્ચે આઇટી કંપની HCL Technology પોતાના કર્મચારીઓને 30 લાખનું સ્પેશિયલ ઇન્શ્યોરન્સ કવર આપી રહી છે. આ સિવાય 7 લાખ રૂપિયા એમ્પ્લોય ડિપોઝિટ ઇન્શ્યોરન્સના રૂપમાં આપી રહી છે. જો કોઇ કર્મચારીનું કોરોનાથી મોત થઇ જાય છે તો પરિવારને આ ઇન્શ્યોરન્સનો 100 ટકા લાભ મળશે. આ સિવાય તે એમ્પ્લોયની એક વર્ષની સંપૂર્ણ સેલરી પણ પરિવાજનોને આપવામાં આવશે. અત્યાર સુધી HCL ના અંદાજે 1600 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. તેમાંથી અનેકના મોત પણ થઇ ચૂક્યાં છે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર વીવી અપૂર્વાએ જણાવ્યું કે, જો કોઇ કર્મચારીનું મોત થઇ જાય છે તો આગામી ત્રણ વર્ષ સુધી તેના પરિવારને મેડિકલ…

Read More