Author: Satya Day

covid treatment in india.jgp

કોરોનાના દર્દીઓની સારવાર માટે ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલ ઓક્સિકેર સિસ્ટમના 1 લાખ 50 હજાર યુનિટ ખરીદવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ઓક્સિકેર એક ઓક્સિજન સપ્લાય સિસ્ટમ છે જે ઓક્સિજન સેચ્યુરેશન લેવલ પર આધારિત છે. ડીઆરડીઓએ વિવિધ ઉદ્યોગોને આ ટેકનોલોજી ટ્રાન્સફર કરી દીધી છે જેથી કરીને દેશમાં તેનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય. સરંક્ષણ મંત્રાલયે જણાવ્યુ કે, 1 લાખ મેન્યુઅલ અને 50 હજાર ઓટોમેટિક ઓક્સિકેર સિસ્ટમ ખરીદવામાં આવશે. ઓક્સિકેર સિસ્ટમ એસપીઓટુ લેવલ આધારિત સપ્લિમેન્ટલ ઓક્સિજનન પૂરુ પાડે છે.  સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર રૂ. 322.5 કરોડ રૂપિયામાં આ ઓક્સિકેર સિસ્ટમ ખરીદવામાં આવશે. આ રકમ પીએમ-કેર્સ ફંડમાંથી ખર્ચવામાં આવશે. સંરક્ષણ…

Read More
lockdown in india 1

ભારત દેશ અત્યારે કોરોનાની બીજી લહેરને પરિણામે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેવામાં આ મહામારીને નાથવામાં માટે દેશનાં વિવિધ રાજ્ય પણ અલગ-અલગ રણનીતિ બનાવતા હોય છે. અત્યારે મોટાભાગનાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. તેથી જ આ પરિસ્થિતિ અંગે ICMR નાં હેડ ડૉ. બલરામ ભાર્ગવે સલાહ આપી હતી કે જે પણ જિલ્લામાં કોરોનાનો સંક્રમણ રેટ 10 ટકાથી વધુ હોય ત્યાં 6 થી 8 સપ્તાહનું લોકડાઉન લાદવું અત્યંત આવશ્યક છે. ભાર્ગવે મંગળવારનાં રોજ જણાવ્યું હતું કે અત્યારે ભારત દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકાની આસપાસ છે. 734 માંથી 310 જિલ્લામાં આ રેટ સમાંતર છે અથવા…

Read More
bank loan

એક સમય હતો જ્યારે લોકો ફક્ત રોટી, કપડાં અને મકાનની ચિંતા કરતા હતા. પરંતુ સમયની સાથે લોકોની જરૂરિયાતો પણ વધી છે. બાળકોના શિક્ષણથી લઈને લગ્ન, પોતાનો વ્યવસાય, નવું મકાન, બાઇક-કાર વગેરે … ઘણી એવી વસ્તુઓ છે જેના માટે આપણી કમાણી ઓછી પડે છે. આવી સ્થિતિમાં, લોન લેવાનો વિકલ્પ છે. જરૂરિયાત મુજબ બેંકો વિવિધ પ્રકારની લોન પૂરી પાડે છે. બેંકો પર્સનલ લોન, હોમ લોન, કાર લોન, બિઝનેસ લોન, એજ્યુકેશન લોન જુદા જુદા વ્યાજ દરે આપે છે. પીરિયડ પૂરો થાય ત્યાં સુધી, લોન લેનારાએ આખી લોન ચુકવવી પડે છે, તે પછી જ તે મુક્ત થાય છે. ઘણી વખત એવું બને છે કે…

Read More
covid treatment in india 1

કોરોના સામે રક્ષણ માટે રસી જરુર શોધાઇ છે પણ આ વાઇરસ સામેની ચોક્કસ કારગર દવા કોઇ નથી શોધાઇ. જ્યારે બીજી તરફ ગોવા સરકારે એક દવાને કોરોના દર્દીઓને આપવાની મંજૂરી આપી દીધી છે. જેને પગલે હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહેવુ પડયું છે કે આ દવાનો ઉપયોગ ન કરવો જોઇએ કેમ કે તેની ટ્રાયલમાં પણ કોઇ જ અસર નથી જોવા મળી. આ દવાનું નામ આઇવરમેક્ટિન છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, કોઈ પણ દવાનો ઉપયોગ કરતા પહેલા તેની સુરક્ષા અને તેનો દર્દી પર કેવો પ્રભાવ પડે છે તે જાણવુ જરુરી છે. ડબલ્યુએચઓ ક્લિનિકલ…

Read More
covid outbreak in Gujarat

ગુજરાતમાં આજે બુધવારે ફરી કોરોનાના નવા કેસોમાં વધારો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત રોજ કોરોનાના 10 હજાર 990 કેસ નોંધાયા હતાં તો આજે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ વધીને 11,017 કેસ સામે આવ્યાં છે તો 15,264 દર્દીઓ સાજા થયા છે કે જેઓને રજા આપવામાં આવી છે. જ્યારે 102 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેમાંથી અમદાવાદમાં 17, સુરતમાં 14, વડોદરામાં 9 અને રાજકોટમાં 8 દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,78,397 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે તો રાજ્યમાં આજ રોજ કુલ 1,87,724 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ…

Read More
computer vision syndrome

કોરોનાએ છેલ્લા ૧૫ મહિના કરતાં વધુ સમયથી પગપેસારો કર્યો છે ત્યારથી ‘ન્યૂ નોર્મલ’ હેઠળ દરેક વ્યક્તિની જીવનશૈલીમાં કોઇને કોઇ પરિવર્તન આવી ગયું છે. જેના ભાગરૃપે સ્કૂલ-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ તો ઓફિસમાં હવે ઓનલાઇન મીટિંગ ‘ન્યૂ નોર્મલ’નો હિસ્સો થઇ ગયું છે. જોકે, મોબાઇલ, કમ્પ્યુટરમાં વધારે પડતો સમય આપવાથી હવે ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે માર્ચમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી અત્યારસુધી અમદાવાદમાં જ ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ના કેસ ૧૦થી ૧૫ ગણા વધી ગયા છે. ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ના લક્ષણો ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’માં આંખો ડ્રાય થઇ જવી, આંખો લાલ થવી, આંખોમાં બળતરા થવી, દ્રષ્ટિમાં ઝાંખપ અનુભવવી, કચરો પડયો હોય…

Read More
money rain

મુંબઇઃ કોરોનાકાળમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં આ વર્ષે 28.8 અબજ અમેરિકી ડોલર (અંદાજે 2.11 લાખ કરોડ રૂપિયા)નો અધધ વધારો થયો છે. જો તેઓ આ ગતિ સાથે આગળ વધતા રહ્યા, તો ટૂંક સમયમાં જ ચીનના વેપારી ઝોંગ શૈનશૈનને પાછળ મુકી મુકેશ અંબાણી પછી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની શકે છે. બ્લૂમબર્ગ બિલિનિયર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ 62.6 અબર ડોલર છે. આ વર્ષે અત્યાર સુધી તેમની સંપત્તિમાં 28.8 અબજ ડોલરનો વધારો થયો છે. તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં 17મા નંબરે પહોચી ગયા છે. અદાણી એશિયામાં મુકેશ અંબાણી અને ચીનના ઝોંગ શૈનશૈન પછી ત્રીજા નંબરે છે. વિશ્વના ટોપ ધનપતિઓની યાદીમાં…

Read More
fertilizer prices rise

મુંબઇઃ કોરોનાનો ફટકો તો હજુ ખેડૂતો સહન કરી જ રહ્યા છે ત્યાં વધારમાં ખાતરના અસહય ભાવ વધારો ઝીંકાતા દેશના ખેડૂતોને વર્ષે 20 હજાર કરોડ રૃપિયાનો, ગુજરાતના ખેડૂતોને 1200 કરોડનો અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 500 કરોડનો વધારોનો બોજો પડનાર છે. જેને પગલે ખેડૂતોએ કેન્દ્રીય નાણાંમંત્રી પાસે ખેડૂતો માટે રૃા.20 હજાર કરોડનું પેકેજ આપવા માંગણી કરી છે. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર આવ્યા હતા કે અગાઉ ઇફકો કંપની એ ખાતરના ભાવ વધારી દીધા બાદ તાજેતરમાં જ અન્ય કંપનીઓએ પણ ખાતરના ભાવમાં રૃા.700 સુધીનો વધારો કર્યો છે. જેથી ખેડૂતોની કમર તૂટી જશે. કોટન એસોસીએશન અને ખેડૂત અગ્રણી જયેશ પટેલ (દેલાડ) કેન્દ્રય…

Read More
home buying

મુંબઇઃ જો તમે મકાન દુકાન અથવા પ્રોપર્ટી ખારીવાનો પ્લાન બનાવી રહ્યા છો, પરંતુ બજેટમાં કારણે આ સપનું પૂરું નથી થઇ રહ્યું તો ટેન્શન લેવાની જરૂરત નથી. તમારા માટે દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક એક સારો અવસર લઈને આવી છે. પીએનબી 12 મેથી રેસીડેન્સીયલ અને કોર્પોરેટ પ્રોપર્ટીની નીલામી કરશે. એનાથી તમે સસ્તામાં પ્રોપર્ટી ખરીદી શકો છો. આ વાતની જાણકારી પીએનબી તરફથી એક ટ્વીટમાં આપવામાં આવી. ટ્વીટમાં પીએનબીએ જણાવ્યું કે, PNB e-Auction 12 મે 2021ના રોજ થશે. એમાં ભાગ લેવા માટે તમે e-Bikray Portal (https://ibapi.in) પર વિઝીટ કરી શકો છો. આ લોગઈન કરી પોતાને રજીસ્ટર્ડ કરો. આ દિવસોમાં કોરોનાના…

Read More
petrol price rise

મુંબઇઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બેફામ રીતે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવી રહ્યા છે. દેશમાં બુધવારે પણ ઇંધણના ભાવ વધ્યા છે. બુધવારે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર દીઠ 25-25 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે જ દિલ્હીમાં સામાન્ય પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. નોંધનિય છે કે, ભોપાલમાં પ્રીમિયમ પેટ્રોલ પહેલાથી 100 રૂપિયાની ઉપર જતા રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 92 રૂપિયાને પાર જતુ રહ્યો છે. પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન લગભગ બે મહિના સુધી ઓઇલ કંપનીઓએ ઓઇલના ભાવ વધાર્યા ન હતા. જો કે ચૂંટણી સમાપ્ત થયા બાદ ઓઇલ કંપનીઓ…

Read More