Author: Satya Day

Coronavirus in Gujarat 6

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ગુજરાતમાં આજે 11 મે, 2021 સોમવારના રોજ 10990 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે 19 એપ્રિલ, 2021 પછીના સૌથી ઓછા દૈનિક નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,03,594 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 15198 દર્દીઓ સાજા થયા છે જે નવો રેકોર્ડ છે. આમ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત નવા દર્દી કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 5,63,133 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી…

Read More
covid vaccine india

દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાની રસીની અછતને પગલે રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી છે. રાજ્યોમાં કોરોનાની રસીની અછતની બૂમરાણ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત સૌથી ઝડપથી ૧૧૪ દિવસમાં નાગરિકોને કોરોનાની રસીના ૧૭ કરોડ ડોઝ આપનારો પ્રથમ દેશ બન્યો છે. ચીનને ૧૭ કરોડ ડોઝ આપવા માટે ૧૧૯ દિવસ જ્યારે અમેરિકાને ૧૧૫ દિવસનો સમય લાગ્યો હતો. ભારતે ૧૬મી જાન્યુઆરીએ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને બીજી ફેબુ્રઆરીએ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાની સાથે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. દેશમાં ૨૪.૭૦ લાખ સત્રોમાં રસીના કુલ ૧૭ કરોડથી વધુ ડોઝ અપાયા છે. ભારતે રસીકરણ અભિયાનના ભાગરૂપે તબક્કાવાર પહેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓને, પછી ફ્રન્ટલાઈન વર્કર્સ અને…

Read More
covid vaccine for children

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી બચવા હાલ રસી એક માત્ર ઉપાય છે. પુખ્ત વયના લોકો બાદ હવે બાળકો માટે પણ કોરોના વેક્સીન ટૂંક સમયમાં આવવાની આશા જાગી છે. અમેરિકામાં હવે કોરોના વેક્સીન બાળકોને પણ લગાવવામાં આવશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોરોના વેક્સિન 12 વર્ષના બાળકોને લગાવવામાં આવશે. આ બાબત અમેરિકાના નિયામકોએ મંજૂરી આપી છે. બાળકોનું વેક્સિનેશન શરુ થયા પછી માનવામાં આવી રહ્યું છે કે હવે તેઓ ફરી શાળાએ જઈ શકશે. સામાન્ય સ્થિતમાં પરત ફરવા માટે તમામ ઉંમરના બાળકોનું વેક્સિનેશન મહત્વપૂર્ણ છે. દુનિયા ભરમાં લગાવવામાં આવેલ કોરોના રસી વયસ્કો માટે જ છે. ફાઇઝરની રસીનો ઉપયોગ ઘણા દેશોમાં 16 વર્ષથી વધુ ઉંમરના કોશોરો…

Read More
petro diesel price

મુંબઇઃ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે મંગળવારે પેટ્રોલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. જયારે ડીઝલ પર 33 પૈસા પ્રતિ લીટર વધાર્યા છે. આ પહેલા સોમવારે દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવ 18થી 27 પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવ 26થી 35 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘા થયા. પેટ્રોલ-ડીઝલના આજના ભાવ (પ્રતિ લિટર રૂપિયામાં) શહેરનું નામ પેટ્રોલ ડીઝ દિલ્હી 91.80 82.36 મુંબઇ 98.17 89.48 ચેન્નઇ 93.62 87.25 કલકત્તા 91.92 85.20 ભોપાલ 99.83 90.68 રાંચી 88.97 87.00 બેંગ્લોર 94.85 87.31 પટના 94.04 87.98 ચંડીગઢ 88.31 82.03 લખનઉ 89.77 82.74 નિષ્ણાતો માને છે કે સાયબર એટેકને કારણે…

Read More
coronavirus in India 1

ભારતમાં કોરોનાની બીજી લહેર ભારે વિનાશક અને જીવલેણ બની રહી છે. છેલ્લા પાંચ દિવસથી કોરોનાના દૈનિક કેસ ચાર લાખથી વધુ અને મોત ચાર હજારથી વધુ રહેતા હતા. જોકે, સોમવારે સોમવારે કોરોનાના દૈનિક કેસ અને મોતમાં ઘટાડો જોવા મળતાં દેશને આંશિક રાહત મળી હતી. દેશમાં સોમવારે એક દિવસમાં કોરોનાના નવા ૩.૬૬ લાખ કેસ નોંધાયા હતા તેમજ વધુ ૩,૭૫૪ દર્દીઓનાં મોત થયા હતા. આમ, કોરોનાના કુલ કેસ ૨.૨૬ કરોડ અને મૃત્યુઆંક ૨.૪૬ લાખને પાર થયા હતા. દરમિયાન દેશમાં કોરોનાની રસીઓની અછત વચ્ચે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી નાગરિકોને રસીના ૧૭ કરોડ ડોઝ આપનારો દેશ બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં સોમવારે…

Read More
covid children

ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની સંભાવનાએ લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. આ પાછળ ડરનું કારણ એ પણ છે કે, ત્રીજી લહેરમાં નવો વેરિએન્ટ બાળકોને શિકાર બનાવી શકે છે. સરકારે હાલમાં બાળકો માટે વેક્સિનની વ્યવસ્થા કરી નથી. આ સમયે બાળકોને વાલીઓ જ માનસિક અને શારિરીક રીતે ફીટ રાખી શકે છે. બાળકોને સ્વસ્થ રાખવા માટે અહીં પોષણ વિજ્ઞાનીએ કેટલીક સલાહો આપી છે. જેને પગલે તમે બાળકોની ઈમ્યુનિટી જાળવી શકો છો. ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ જોખમ વીટામીન સી ધરાવતા ફળો ખાવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થાય છે. વીટામિન સી અને એસ્કોર્બિક એસિડ એ પાણીમાં ભેળવીને અપાય છે. જે સ્વસ્થ પ્રતિરક્ષા…

Read More
drugs price

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)એ બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, પેઈન કીલર, એન્ટિબાયોટિક્સ, પેટમાં થતી ગેસની તકલીફની, વિટામિનની તથા પેશાબની તકલીફની સારવાર માટે વપરાતી દવા ઓના વધુમાં વધુ કેટલા ભાવ લઈ શકાય તે નક્કી કરી આપ્યા છે. NPPAએ નક્કી કરેલા કોમ્બિનેશનના ભાવથી વધુ ભાવ કોઈપણ કંપનીઓ લઈ શકતી નથી. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરની જોગવાઈ હેઠળ એનપીપીએએ આ નિર્ણય કર્યો છે. આ વખતે કંપનીઓની વ્યક્તિગત દવાઓના ભાવમાં એનપીપીએએ સુધારો કરી આપ્યો છે. અગાઉ એનપીપીએ દવાના કન્ટેન્ટને આધારે દવાના ભાવ નક્કી કરીને જાહેર કરતી હતી. જોકે કંપનીઓએ નવો મોલેક્યુલ તૈયાર કર્યો હોય તો તેને માટે રિસર્ચ સહિતને તેણે કરેલા ખર્ચની વિગતો મંગાવીને તેની…

Read More
car sales down

કોરોના મહામારીના ફટકાથી બેઠાં થવાનો પ્રયાસ કરી રહેલા ઓટો ઇન્ડસ્ટ્રીઝે ફરી પછડાટ ખાધી છે. કોરોના મહામારીની બીજી લહેરથી દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન સહિત કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેની અસરે ભારતમાં વાહનોના વેચાણમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલાથી ઓછા વેચાણથી પીડિત અણધારી કોરોના મહામારીની મુશ્કેલી આવી જતા વાહન ઉદ્યોગો મંદીની ખીણમાં ધકેલાયું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)એ નાણાકીય વર્ષ 2021ના આંકડા જારી કર્યા છે. FADA ના આંકડાઓ મુજબ વિતેલ સમગ્ર નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન વાહનોના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક તુલનાએ 30 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. તો માસિક તુલનાએ એપ્રિલ મહિનામાં વાહનોનું રજિસ્ટ્રેશન 31 ટકા ઘટ્યુ છે. દેશમાં…

Read More
Bank FD

મુંબઇઃ આજકાલ રોકાણ માટે સૌથી બેસ્ટ અને સૌથી સેફ ઓપ્શન એફડી (FD)ને માનવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક હોતું નથી. એની સાથે જ તમારા પૈસા એકદમ સેફ રહે છે. બેન્ક તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઇ 10 વર્ષ સુધી એફડીની સુવિધા આપવામાં આવે છે. જો તમારો પણ એફડી કરાવવાનો પ્લાન છે તો આજે અમે તમને જણાવશું કે કઈ બેન્ક સૌથી વધુ ફાયદો આપે છે. કઈ બેન્કમાં એફડી કરાવવા પર વધુ વ્યાજ મળે છે. આજે અમે તમને SBI, Axis Bank, IDFC first bank અને કોટક મહિન્દ્રા બેન્કના વ્યાજદરો અંગે જણાવીશુ કે ક્યા તમને વધુ લાભ થશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં…

Read More
sbi bank branch

મુંબઇઃ ભારતીય રિઝર્વ બેન્કે માહિતી અધિકાર હેઠળ જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારી બેન્કોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ અથવા તો હંમેશા માટે બંધ કરી દેવામાં આવી અથવા તેને અન્ય બેન્ક શાખામાં મર્જ કરવામાં આવી છે. નીમચના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે તેમના માહિતી અધિકારી હેઠળ આ જાણકારી આપી છે. આ જાણકારી મુજબ, નાણાકીય વર્ષ 2020-21માં શાખા બંધ કે મર્જ થવાની પ્રક્રીયાથી બેન્ક ઓફ બરોડાની સૌથી વધુ 1,283 બ્રાન્ચ બંધ થઈ ગઈ છે. આ પ્રક્રીયાથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 332, પંજાબ નેશનલ બેન્કની 169, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની 124, કેનેરા બેન્કની 107, ઈન્ડિયન ઓવરસિસ બેન્કની…

Read More