Author: Satya Day

unseasonal rain in gujarat

અમદાવાદઃ ગુજરાતમાં ધીમી ધીમે ગરમી વધી રહી છે એવામાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. એવામાં હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 19 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં આવશે પલટો આવશે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ તપતો સૂરજથી રાહત મળશે અને બે દિવસ વાદળ છાયુ વાતાવરણ રહેશે. વાતાવરણમાં એક પ્રકારનો બોઝ અને ભેજ મહેસૂસ થશે. અમદાવાદમાં વરસાદ પહેલા બે દિવસ કાળ ઝાળ ગરમી પડવાની પણ વકી છે. જો કે બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી પણ હવામાન…

Read More
Gold 1

નવી દિલ્હીઃ સોના અને ચાંદી બંનેના ભાવમાં ફરી ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાના ભાવ સાધારણ 45 રૂપિયા વધીને 44,481 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. તો ચાંદીની કિંમતો પણ 116 રૂપિયા સુધરીને 66740 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી. જ્યારે ગઇકાલ સોમવારે સોનાની કિંમત 44,436 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 66,624 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતી. દેશાવર બજારોની વાત કરીયે તો મંગળવારે અમદાવાદના બુલિયન બજારમાં સોનાના ભાવ 150 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,700 રૂપિયા થયો હતો. તો ચાંદીની કિંમતો 500 ઘટીને પ્રતિ એક કિગ્રાની કિંમત 68,500 રૂપિયા થઇ…

Read More
toll tax plaza

નવી દિલ્હીઃ હવે  નેશનલ હાઇવે પર વાહન દોડાવવા માટે વાહનચાલકોએ વધારે ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આગામી 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોએ વધેલો ટોલ ટેક્સ ચુકવવાનો રહેશે. હકીકતમાં FASTagને ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ હવે હાઇવે પર સ્થિત ટોલ પ્લાઝા પર ટેક્સ વધશે. એનએચએઆઇ (NHAI) પોતાના તમામ ટોલ પ્લાઝા પર ટેક્સ વધારશે. નવી કિંમતો એક એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે. જેના પગલે ફોર વ્હીલર તથા તેનાથી વધુ વ્હીલ ધરાવતા વાહનોએ એક એપ્રિલથી વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. સાથે જ કાનપુર- પ્રયાગરાજ વચ્ચે આવેલા બે ટોલ બડૌરી તથા કટોધન ટોલ ટેક્સ નહીં વધે. હકીકતમાં નેશનલ હાઇવે…

Read More
sensex down 1

મુંબઇઃ સેન્સેક્સ અને નિફ્ટી સળંગ બીજા દિવસે ઘટીને બંધ રહ્યા છે જેનું કારણ બેન્કિંગ અને ફાઇનાન્સ તેમજ મેટલ સેક્ટરના શેરમાં રોકાણકારો દ્વારા ભારે વેચવાલી છે. મંગળવારે સેન્સેક્સ 31 પોઇન્ટની નરમાઇમાં 50,364ના લેવલે બંધ થયો હતો. સેન્સેક્સ સેશન દરમિયાન નીચામાં 50,289 અને નીચામાં 50,857 થયો હતો. તો નિફ્ટી માત્ર 19 પોઇન્ટ ઘટીને 14910ના સ્તરે બંધ થયો હતો. આજે સેન્સેક્સના 30માંથી 16 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા. જેમાં એચડીએફસી, એચડીએફસી બેન્ક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને લાર્સનનો શેર 1થી દોઢ ટકા ઘટ્યા હતા. બીજી બાજુ એનએસઇ નિફ્ટીના  50માંથી 29 બ્લુચિપ સ્ટોક ડાઉન હતા. આજે પણ બેન્કિંગ-ફાઇનાન્સિયલ અને મેટલ સેક્ટરની કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા…

Read More
gujarat st bus passenger

અમદાવાદઃ ગુજરાતની એસટી બસોના મુસાફરો માટે એક મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યુ લંબાવતા રાતના 10 વાગ્યા બાદ એસટી બસોને પણ શહેરોમાં પ્રવેશ મળશે નહીં. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને અમદાવાદ સહિત મુખ્ય ચાર શહેરોમાં રાત્રી કરફ્યુ 31 માર્ચ સુધી લંબાવ્યો છે. હવે આવતી કાલ 17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રી કરફ્યુના નિર્ણય પર ST વિભાગ સજ્જ બન્યું છે. જેમાં 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો પ્રવેશ નહીં કરે,…

Read More
stock market trading

મુંબઇઃ શેરબજારના રોકાણકારો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે.  હવે ડિમેટ એકાઉન્ટ દ્વારા થતા તમામ ટ્રાન્ઝેક્શનની માહિતી સરકાર પાસે પહોંચી જશે. નવા નિયમ મુજબ હવે શેરબજારમાં લેવડદેવડ કરતાં ઇન્વેસ્ટર્સના ડિમેટ એકાઉન્ટ મારફતે થતી લેવડદેવડનો તમામ હિસાબ હવે ડિમેટ એકાઉન્ટ ચલાવતી સંસ્થાએ સરકાર સમક્ષ મૂકવો પડશે. શેર્સના ટ્રાન્ઝેક્શન ઉપરાંત મ્યુચ્યુલ ફંડ કંપનીઓએ તેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરનારા કરદાતાઓએ વેચાણ કરીને કેટલો કેપિટલ ગેઈન ટેક્સ મેળવ્યો છે તેની પણ વિગતો આપવી પડશે. શેરબજારમાં લોન્ગ ટર્મ માટે રોકાણ કરીને પછી વેચાણ કરનારાને થયેલા કેપિટલ ગેઈન પર 10 ટકા અને શોર્ટ ટર્મ રોકાણ કરીને મેળવેલા કેપિટલ ગેઈન પર 15 ટકાના દરે વેરો લાગુ પડે છે.…

Read More
pakistan Arms imports

કરાચીઃ નાદારીના આરે ઉભેલા કંગાળ પાકિસ્તાન પોતાના નાગરીકોને પુરતુ ભોજન  અને સુરક્ષા આપવામા નિષ્ફળ રહ્યુ છે પરંત હથિયારોની ખરીદી કરવામાં મોખરે રહ્યુ છે. પાકિસ્તાનની નફ્ફટ સરકાર લોકોના ભોજન માટે પુરતી વ્યવસ્થા કરવાના બદલે હથિયારો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ખાડી દેશો અને ચીન પાસેથી અબજો ડોલરની લોન લઇને પાકિસ્તાન હવે દેવાદર દેશ બન્યો છે તેમ છતાં તેની હથિયારોની ભૂખ સંતોષાઇ રહી નથી. એક નવા રિપોર્ટમાં ચોંકવનાર માહિતી બહાર આવી છે કે, સમગ્ર એશિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરનાર દેશોમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ની એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ વર્ષ 2016થી…

Read More
school reopen in gujarat

સુરતઃ રાજ્યના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે. ત્યારે સુરતમાં 37 જેટલા શાળા-કોલેજોમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેમાં 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે…તો માસ્ક નહી પહેરનારા 200થી વધુ લોકો પાસેથી બે લાખ 22 હજારનો દંડ વસુલાયો છે. સુરત સિટીમાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ કરતા કેસમાં વધારો થઇ રહ્યો છે. સોમવારે નાનપુરાના 86 વર્ષીય વૃદ્ધનાં મોત સાથે સિટીમાં આજે નવા 240 અને ગ્રામ્યમાં 22 મળી કુલ 262 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 123 અને ગ્રામ્યમાં 23 મળી 146 દર્દીઓને રજા મળી છે.…

Read More
kalyan jewellers ipo

મુંબઇઃ કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડ 16 માર્ચ, 2021ના રોજ મૂડીબજારમાં આવશે. આ કંપની પોતાના આઇપીઓ હેઠળ 1175 કરોડ રૂપિયા સામાન્ય લોકો પાસેથી એક્ત્ર કરશે. આ આઇપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 86-87 રૂપિયા નક્કી કરાઇ છે તેમજ આ આઇપીઓ 18 માર્ચના રોજ બંધ થશે. કંપનીના મતે આઇપીઓ હેઠ 800 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે જ્યારે 375 કરોડ રૂપિયાના શેર પ્રમોટર્સ અને રોકાણકારો વેચશે. આ આઇપીઓ  હેઠળ 20 કરોડ રૂપિયાના શેર કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ રખાયા છે. કંપનીનો શેર ટ્રેડિંગ માટે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ કરાશે. આ આઇપીઓ માટે એક્સિસ કેપિટલ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ,…

Read More
2000 indian rupees

નવી દિલ્હીઃ વર્ષ 2016ના નવેમ્બર મહિનામાં જાહેર કરેલ નોટબંધીમાં 1000 અને 500 મૂલ્યની ચલણી નોટો બંધ કર્યા બાદ બાદ મોદી સરકારે 2000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો બહાર પાડી હતી. જો કે હાલ સરકાર દ્વારા જાહેર કરાયેલા ચલણી નોટોના આંકડાઓ લોકોની ચિંતા વધારી રહ્યા છે. સરકારે લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં 2 હજાર રૂપિયાની એક પણ નોટ છાપી નથી, જ્યારે તેની સંખ્યામાં ઘટાડો આવી ગયો છે, રાજ્યકક્ષાનાં નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે સોમવારે સંસદને એક લેખિત જવાબમાં જણાવ્યું કે 30 માર્ચ 2018નાં દિવસે 2 હજાર રૂપિયાની 336.2 કરોડ નોટ સર્ક્યુલેશનમાં હતી, જ્યારે 26 ફેબ્રુઆરી 2021નાં દિવસે તેની સંખ્યા ઘટીને 249.9…

Read More