Author: Satya Day

Inflation rises

નવી દિલ્હીઃ કોરોના સંકટકાળ કાળમાં મોંઘવારી એ માઝા મૂકતા ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કઠોળ- ફળફળાદિ, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા સતત બીજા મહિને જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. આજે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ફેબ્રુઆરી મહિનાનો જથ્થાબંધ ભાવાંકની રીતે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ વધીને 4.17 ટકાના સ્તરે પહોંચી ગયો છે જે જથ્થાબંધ મોંઘવારી દરમા સતત બીજા મહિનો વૃદ્ધિ દર્શાવે છે. દેશનો જથ્થાબંધ ફુગાવો ગત જાન્યુઆરી 2021માં 2.03 ટકા હતો અને ફેબ્રુઆરી 2020માં 2.26 ટકા હતો. આંકડાઓ મુજબ  ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજોના ભાવમાં 1.36 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે જાન્યુઆરીમાં ફૂડ આર્ટીકલ્સના ભાવ 2.80 ટકા ઘટ્યા હતા. શાકભાજીના…

Read More
LIC

મુંબઇઃ LICની વીમા પોલિસીધારકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યાં છે. LIC હવે વધારે હાઇટેક બની રહી છે જેનાથી વીમા પોલિસી ધારકો કોઇ પણ બ્રાન્ચમાંથી તેમનું ક્લેઇમ સેટલમેન્ટ કરી શકશે. હવે વીમા પોલિસીધારકોને ક્લેઇમ સેટલમેન્ટ માટે હોમ બ્રાંચ જવું નહીં પડે. સમગ્ર દેશમાં પાન ઈન્ડિયા ક્લેમ સેટલમેન્ટની સુવિધા શરૂ થવાથી ગ્રાહકોને બહુ જ મોટી સમસ્યાનો અંત આવી જશે. મુશ્કેલ સમયમાં ગ્રાહકો દેશની કોઈ પણ એલઆઈસી શાખામાંથી પોતાના વીમાનો ક્લેમ સેટલમેન્ટ માટે આવેદન કરી શકે છે. તે સિવાય ગ્રાહકોની સુવિધા માટે My LIC APP ની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી ગ્રાહકોને એક જ સ્થાન પર પોલિસી સ્ટેટસ, લોન સુવિધા અને સરેન્ડર…

Read More
Coronavirus Economy Empact

મુંબઇઃ કોરોના મહામારી અને લોકડાઉનના લીધે દાયકા બાદ દુનિયાનું અર્થતંત્ર મંદીના ચક્રવ્યૂહમાં ફસાઇ ગયુ છે અને આગામી બે સુધી તેમાંથી બહાર નીકળવાની શક્યતા બહુ ઓછુ છે. કોવિડ-19ને કારણે વિશ્વભરના દેશોની ખોરવાઈ ગયેલી આર્થિક સ્થિતિ વર્ષ 2020 પહેલા   કોરોના પહેલાના સ્તરે ફરી પાછી જોવા નહીં મળે  એમ મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું. ૨૦૨૦ના ૧૧મી માર્ચે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને મહામારી તરીકે જાહેર કરી હતી. આ વર્ષથી જ વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. આર્થિક અસરને કારણે બોન્ડ ડીફોલ્ટસમાં વધારો થયો છે. કોરોનાને કારણે ઊભા થયેલા ધિરાણ પડકારો   ઘણાં જ ગંભીર છે પરંતુ ધિરાણમાં ઘટાડો ટૂંકા ગાળા પૂરતું જ રહેશે. જે ક્ષેત્રોની સામાન્ય…

Read More
Office in india

નવી દિલ્હીઃ દેશભરમાં આગામી 1 એપ્રિલ 2021થી આપની ગ્રેચ્યુટી, પીએફ અને કામના કલાકોમાં ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓને ગ્રેચ્યુટી અને પીએફમાં બદલાવ થવાનો છે. તો વળી હાથમાં આવનારા પૈસામાં પણ કાપ મુકાશે. અહીં સુધી કે કંપનીઓના બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે. તેનુ કારણ છે કે, ગત વર્ષે સંસદમાં પાસ કરેલા ત્રણ મજૂર બિલ આ વર્ષે 1 એપ્રિલથી લાગૂ થવાના છે. મજૂરીની નવી વ્યાખ્યા અંતર્ગત ભથ્થાની કુલ સેલેરી 50 ટકા વધારે હશે.જેનો અર્થ થાય છે કે, મૂળ વેતન એપ્રિલથી કુલ વેતનનું 50 ટકા અથવા તેનાથી વધારે હોવું જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે, દેશના 73 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર આ પ્રકારના શ્રમ…

Read More
Solar panels

હાલ સસ્તી ગણાતી સોલાર એનર્જી આગામી એપ્રિલથી મોંઘી શકે છે જેની પાછળ કેન્દ્ર સરકારે લીધેલો આ નિર્ણય જવાબદાર છે. મુંબઈ : સોલાર મોડયૂલ્સ પર આગામી વર્ષના એપ્રિલથી ૪૦ ટકા કસ્ટમ્સ ડયૂટી લાગુ કરવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે. મોડયૂલ્સની આયાત ઘટાડવા તથા ઘરઆંગણેના ઉત્પાદકોને પ્રોત્સાહન પૂરા પાડવાના ભાગરૂપ ડયૂટીમાં વધારો કરાઈ રહ્યો છે એમ રિન્યુએબલ ઊર્જા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. નાણાં મંત્રાલયે દરખાસ્તને મંજુરી આપી છે. સોલાર સેલ્સ પર પણ ઈમ્પોર્ટ ડયૂટીનો દર ૨૫ ટકા રહેશે. ભારતમાં ૮૦ ટકા મોડયૂલ્સ ચીન ખાતેથી આવે છે. પ્રદૂષણરહિત ઊર્જા સ્રોતો વિકસાવવાના ભાગરૂપ ભારત ૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ ઊર્જા ક્ષમતા વધારીને ૪૫૦ ગીગાવોટ સુધી લઈ…

Read More
earning by facebook

મુંબઇઃ આજના ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મીડિયા સાથે સતત જોડાયેલા રહે છે. કેટલાંક લોકોને તો ફેસબુક, ઇન્ટ્રાગ્રામ પર સતત ચેટિંગ કરતા રહે છે. સોશિયલ મીડિયાના આવા રસિયા માટે ફેસબુક કમાણીની તક લઇને આવી છે. દુનિયાની સૌથી મોટી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ કંપની ફેસબૂક લોકોને પૈસા કમાવવાની તક આપી રહ્યું છે. ફેસબૂક ઇંકે ગુરુવારે કહ્યું કે તે પોતાના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ક્રિએટર્સને એડ દ્વારા પૈસા કમાવવાની તક આપશે. કંપનીએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે તે હવે કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવવાનો મોકો આપશે. તે સિવાય ફેસબૂકે જણાવ્યું કે બીજી કઇ રીતો છે જેના થકી તમે પૈસા કમાઇ શકો છો. એક મિનિટનો વીડિયો…

Read More
petrol diesel demand

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં ડિસેમ્બરથી પેટ્રોલ-ડીઝલ સહિત ગેસના ભાવ સતત વધીને આસમાને પહોંચતા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા લોકોએ વાહનોનો વપરાશ ઘટાડ્યો છે અને તેની સીધી ઇંધણના કુલ વપરાશ પર થઇ છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા દેશમાં સતત બીજા મહિને ઇંધણનો વપરાશ ઘટ્યો છે અને તે ફેબ્રુઆરીમાં પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન વાર્ષિક તુલનાએ ઇંધણની વપરાશ 4.9 ટકા ઘટીને 172 લાખ ટન નોંધાઇ છે. તો માસિક સરખામણીએ ફેબ્રુઆરીમાં ઇંધણની વપરાશમાં 4.6 ટકાનો ઘટાડો આવ્યો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતો સતત વધીને ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચતા…

Read More
gautam adani

મુંબઇઃ ભારતના ગુજરાતી ઉદ્યોગપતિએ કોરોના સંકટકાળમાં સમગ્ર દુનિયામાં સૌથી વધુ કમાણી કરવાના મામલે નંબર-1 સ્થાન મેળવ્યુ છે. આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એટલો વધારો થયો છે જેટલો વિશ્વના કોઈપણ અબજોપતિની સંપત્તિ વધી નથી. આ મામલામાં અદાણીએ એલોન મસ્ક અને જેફ બેઝોસને પણ પાછળ છોડી દીધા છે. જેનું મુખ્ય કારણ રોકાણકારોને અદાણીના બંદરથી લઈને વીજ પ્લાન્ટના પ્રોજેક્ટનો વિશ્વાસ છે, જેના કારણે અદાણીની ઝોલીમાં અબજો રૂપિયા આવ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણીની સંપત્તિ 2021ના માત્ર થોડા મહિનામાં 16.2 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી, એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ…

Read More
covid 19 in gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાં અભૂતપૂર્વ રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે સામે રિકવરી રેટ ઘટી રહ્યો જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 12 માર્ચના રોજ કોરોના સંક્રમણના 715 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમા સતત બીજા દિવસે 700થી વધુ સંક્રમણના નવા કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,76,622 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 495 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,68,196 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 96.95…

Read More
bank ATM

લોકો બેન્કોના ATMનો માત્ર નાણાનો ઉપાડ અને બેલેન્સ ચેક કરવા માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ તેની અન્ય સુવિધાઓ અંગે માહિતો હોતી અથવા તો જાણતા હોતા નથી. આજે અમે તમને બેન્કોના ATMની આવી 10 જેટલા મહત્વપૂર્ણ સુવિધાઓ વિશે જણાવીશું. ચાલો જાણીયે ભારતમાં સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)તેના એટીએમ (ATM)પર ગ્રાહકોને વિના મૂલ્યે સુવિધાઓ પ્રદાન કરે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM પર સ્ટેટ બેંકના એટીએમ-કમ-ડેબિટ કાર્ડ્સ અને સ્ટેટ બેંક ઇન્ટરનેશનલ એટીએમ-કમ-ડેબિટ કાર્ડ્સ, સ્વીકારવામાં આવે છે. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સ્ટેટ બેંક ક્રેડિટ કાર્ડ, માસ્ટ્રો, માસ્ટર કાર્ડ, સિરસ, વિઝા અને વિઝા ઇલેક્ટ્રોન લોગો દર્શાવતી અન્ય…

Read More