Author: Satya Day

gold necklace design

નવી દિલ્હીઃ સસ્તુ સોનું ખરીદવા માટે હાલ સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. કારણ કે સોનાના ભાવ 10 મહિનાની સૌથી નીચી સપાટી ઉતરી ગયા છે અને તેની સર્વોચ્ચ સપાટીથી 12000 રૂપિયા જેટલુ સસ્તુ થઇ ગયુ છે. આથી જે લોકો ઉંચા ભાવ સોનું ખરીદી શક્યા ન હતા તેમની માટે ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે. આજે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીના ઝવેરી બજારમાં શુક્રવારે સોનાનો ભાવ 291 રૂપિયા ઘટ્યો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,059 રૂપિયા થઇ હતી. તો સોનાની પાછળ ચાંદીમાં આજે મોટો કડાકો બોલાયો હતો. આજે ચાંદીમાં પણ 1096 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ 1 કિગ્રાની કિંમત 65,958 રૂપિયા થઇ…

Read More
woran bafe

વૉશિંગ્ટન: વોરેન બફેટથી ભાગ્યે જ કોઇ વ્યક્તિ અજાણ હશે. અમેરિકન બિઝનેસમેન વોરેન બફેટની સંપત્તિ 100 અબજ ડોલરને પાર થઈ ગઈ હતી. એ સાથે જ વોરેન બફેટ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા બિઝનેસેમનની ક્લબમાં સામેલ થયા હતા. બફેટ આ ક્લબમાં સામેલ થનારા દુનિયાના છઠ્ઠા ઉદ્યોગપતિ છે. અમેરિકન ઉદ્યોગપતિ અને રોકાણકાર વોરેન બફેટની કંપનીના શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.  કંપનીના શેરમાં અણધાર્યો ઉછાળો આવતા બફેટની સંપત્તિમાં વધારો થયો હતો. કંપનીના શેરમાં વધારો થવાથી બફેટની સંપત્તિ 100.4 અબજ ડોલર થઈ હતી. 90 વર્ષના વોરેન બફેટ બર્કશાયર હેથવેના ચેરમેન છે. કંપનીના શેરમાં છેલ્લાં બે દિવસમાં ભારે ઉછાળો આવ્યો હતો. ક્લાસ એ શેરનો ભાવ 407…

Read More
sensex down

મુંબઇઃ ભારતીય શેરબજારમાં ફરી ત્રણ દિવસની તેજીની ચાલને સપ્તાહના છેલ્લા દિવસે બ્રેક લાગી હતી. શુક્રવારે સેન્સેક્સ સુધારા 51,660ના સ્તરે ખૂલ્યા બાદ 51821ની ઇન્ટ્રા-ડે ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. પરંતુ રોકાણકારોએ જંગી વેચવાલી થી બપોર બાદ ઉંચા સ્તરેથી સેન્સેક્સ 1200થી વધુ તૂટ્યો અને 50538ની નીચી સપાટી બનાવી હતી. સેશનના અંતે સેન્સેક્સ 487 પોઇન્ટ તૂટી 50792ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી 15,953ની ઇન્ટ્રા-ડે ટોચને સ્પર્શ્યા બાદ પ્રોફિટ બુકિંગના પ્રેશરમાં 14953ની નીચી સપાટીને સ્પર્શી સેશનના અંતે નિફ્ટી 144 પોઇન્ટ તૂટી 15031ના સ્તરે બંધ થયો હતો. શુક્રવારે સેન્સેક્સના 30માંથી 26 બ્લુચિપ સ્ટોક રેડ ઝોનમાં બંધ થયા હતા. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા અને આઇસીઆઇસીઆઇ…

Read More
india coronavirus vaccination

નવી દિલ્હીઃ ભારતમાં રસીકરણ અભિયાન વચ્ચે ફરી કોરોનાના કેસ વધતા સરકાર ચિંતામાં મુકાઇ છે. કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. સરકારના આંકડા મુજબ રસીકરણના ૫૫મા દિવસે દેશમાં અત્યાર સુધીમાં રસીના ૨.૫૬ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩.૧૭ લાખ લાભાર્થીઓને રસી અપાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લાભાર્થીઓને કોરોનાની રસીના કુલ ૨,૫૬,૮૫,૦૧૧ ડોઝ અપાયા છે. રસી મેળવનારા લાભાર્થીઓમાં ૭૧,૭૦,૫૧૯ સ્વાસ્થ્ય કર્મચારી, ૭૦,૩૧,૧૪૭ ફ્રન્ટલાઈન વર્કર્સ, ૬૦ વર્ષથી વધુ વયના ૫૫,૯૯,૧૪૩ લોકો અને ૪૫ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીનો સામનો કરતાં ૯,૨૯,૩૫૯ લોકોનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી ૩૯,૭૭,૪૦૭ અને ફ્રન્ટલાઈન…

Read More
stock market returns

મુંબઇઃ કોરોના સંકટકાળ દરમિયાન ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે અને રોકાણકારો માલામાલ થયા છે. નાદાર થયેલી એક ફાર્મા કંપનીના શેરમાં છેલ્લા 4 મહિનામાં 7000 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં આ શેરમાં અપર સર્કિટ લાગી છે. આ વાત થઈ રહી છે દેવાળિયા ધોષિત થઈ ગયેલી કંપની ઓર્ચિડ ફાર્મા લિમિટેડની. દેવાળિયા ઘોષિત થયા બાદ આ કંપનીને એનસીએલટીના રિઝોલ્યુશન પ્લાન હેઠળ ધનુકા લેબે ખરીદી હતી. ત્યાર બાદ આ કંપનીના શેરમાં જોરદાર તેજી આવી રહી છે. ફાર્મા સ્ટોક ઓર્ચિડ ફાર્માએ રિટર્ન આપવામાં બીટકોઈનને પણ પાછળ રાખી દીધો છે. જ્યાં આર્કિડ ફાર્માનો શેર છેલ્લા 4 મહિનામાં લગભગ 7000 ટકા ઉછળ્યો છે. આ સમયે…

Read More
Disease X

ન્યુયોર્કઃ સમગ્ર દુનિયા કોરોના વાયરસના જીવલેણ મહામારીનો સામનો કરી રહી છે ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. વૈજ્ઞાનિકોએ કોરોનાથી પણ વધારે ઘાતક એક નવા વાયરસની ચેતવણી આપી છે જેનાથી દુનિયાભરમાં 7.5 કરોડ લોકોની મોત થઇ શકે છે. તેઆ વાયરસનું નામ ડિસીસ-એક્સ (Disease X) છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, આ બિમારી ઇબોલા વાયરસની જેમ ઘાતક સાબિત થઇ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ હેલ્મહોલ્ટ્ઝ સેન્ટરના ડોક્ટર જોસેફ સેટલે જણાવ્યુ કે, પ્રાણીઓની કોઇ પણ પ્રજાતિ આ બિમારીનો સ્ત્રોત હોઇ શકે છે. અલબત્ત આ બિમારીના સ્ત્રોની સંભાવના વધારે છે, જ્યાં ઉંદરો અને ચામાચિડીયા જેવા પ્રાણીઓ-પક્ષીઓ વધારે છે. આ બાબતે પ્રજાતિઓની સંખ્યા પર નિર્ભર કરે…

Read More
PMUY

નવી દિલ્હીઃ દેશમાં રાંધણગેસના ભાવ આસમાને પહોંચવા છતાં તેનો વપરાશ સતત વધી રહ્યો છે. સામાન્ય વપરાશકારોની સાથે સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના રાંધણગેસમાં જંગી વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકાર દ્વારા મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. માહિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના આંકડા મુજબ દેશમાં રાંધણગેસ એટલે કે LPGના ભાવ સતત વધવા છતાં તેના વપરાશમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશમાં પાછલા ત્રણ મહિનામાં LPGનો વપરાશ 7.3 ટકા વધ્યો છે જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ દ્વારા પણ રાંધણગેસના વપરાશમાં લગભગ 20 ટકાનો વધારો નોંધાયો છે. ચાલુ નાણાંકીય વર્ષના આરંભિક ક્વાર્ટરમાં LPGના વપરાશમાં 23.2 ટકાની…

Read More
pm kisan yojana

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાં એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ. આ યોજના હેઠળ, મોદી સરકાર દેશભરના ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં રૂ .6000 ની આર્થિક સહાય પૂરી પાડે છે.કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, સરકાર સીધા જ તેમના બેંક ખાતામાં ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં 7 હપ્તામાં 14000 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા છે. પરંતુ કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. વાર્ષિક 6 હજાર રૂપિયાનો લાભ લેવા ખેડૂતોએ સરકારની કેટલીક શરતો પૂરી કરવી પડશે. તે લોકોને આ યોજનાનો લાભ મળે છે.…

Read More
huawei

નવી દિલ્હીઃ ભારત સરકાર સુરક્ષાના કારણોસર ચીનના હ્યુવેઈ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. આ અંગે જૂન સુધીમાં નિર્ણય લઈ શકે છો. ભારતના બે સરકારી અધિકારીઓએ કહ્યું છે કે ભારતના ચીનના હ્યુવેઈ દ્વારા બનાવવામાં આવતા દૂરસંચારના ડિવાઇસેસનો ઉપયોગ અને તેમના મોબાઇલ કેરિયર્સને અટકાવી શકે છે. ભારત સરકાર સુરક્ષા ચિંતાઓ અને ભારતીય ઉત્પાદકોની વધુ ટેલિકોમ ઉપકરણ બનાવવાની ઇચ્છાને કારણે ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં છે. તમને જણાવી દઇએ કે આ પહેલા હ્યુવેઈ પર તેના દેશમાં પ્રતિબંધ હતો. લદ્દાખમાં એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચેના તનાવને કારણે હવે ભારતમાં પણ તેની પર પ્રતિબંધનું જોખમ છે. ભારતના ટેલિકોમ વિભાગના બે અધિકારીઓએ…

Read More
coronavirus in surat

ગાંધીનગરઃ ગુજરાતમાં અભૂતપૂર્વ રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે સામે રિકવરી રેટ ઘટી રહ્યો જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 11 માર્ચના રોજ કોરોના સંક્રમણના 710 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લા સવા બે મહિનાના સૌથી વધુ નવ કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,75,907 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 451 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,67,701 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.03 કાના સ્તરે…

Read More