Author: Satya Day

loan interest rate cut

દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. BOBએ બરોડા રેપો લિંક્ડ લેંડિંગ રેટ BRLLRમાં 10 બેઝીક પોઈન્ટ એટલે કે, 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજે એટલે કે, 15 માર્ચ 2021થી લાગુ થશે. આ ઘટાડા બાદ BRLLR 6.85 ટકાથી ઘટીને 6.75 ટકા થઈ ગયો છે. તેના પગલે હોમ લોન, ઓટો લોન કે પછી પર્સનલ લોન લેનારા ગ્રાહકો ઉપર લોનના વ્યાજનો બોજ ઓછો પડશે. એક્સટર્નલ બેંચમાર્ક રેપો લિંક્ટ રેટમાં ઘટાડાની સાથે બેંકના ચમામ રીટેલ લોન પોતાની રીતે એડજસ્ટ થઈ જશે. હોમ લોન, મોર્ગેજ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને અન્ય…

Read More
ahmedabad food street in corona time

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી વધતા વહીવટીતંત્ર ચિંતામાં મુકાયુ છે. લોકોને એકઠાં થતા રોકવા માટે અમદાવાદના મ્યુ. કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુરમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે. સાથે મણીનગર, થલતેજમાં ઘાટલોડિયા, નવરંગપુરામાં ગોતા અને બોડકદેવમાં પણ ખાણીપીણી બજાર રાત્રે બંધ રહેશે. અમદાવાદના 8 વોર્ડમાં શું શું બંધ રહેશે? મોલ શોરૂમ ટી સ્ટોલ ફરસાણની દુકાન કાપડની દુકાન પાનના ગલ્લા હેર સલૂન સ્પા જીમ ક્લબ માણેકચોક ખાણીપીણી બજાર રાયપુર ખાણીપીણી બજાર…

Read More
coronavirus in gujarat 1

ગાંધીનગરઃ ગુજરાતમાં અભૂતપૂર્વ રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે સામે રિકવરી રેટ ઘટી રહ્યો જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 15 માર્ચના રોજ કોરોના સંક્રમણના 890 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમા સતત બીજા દિવસે 800થી વધુ સંક્રમણના નવા કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,79,097 પહોંચી ગઇ છે. આ સાથે ચાલુ માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસમાં 9210 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 594 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી…

Read More
batla house encounter case

બાટલા હાઉસ એનકાઉન્ટરમાં દોષિત આરિજ ખાનને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ માનતા ચુકાદો આપ્યો હતો. કોર્ટે 8 માર્ચના પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, આરિજ ખાન એનકાઉન્ટરના સમયે ત્યાં જ હતો અને પોલીસકર્મીઓ પર ગોળીબાર કરી નાસી ગયો હતો. એનકાઉન્ટરમાં પોલીસ ટીમના ચીફ ઈન્સપેક્ટર મોહનચંદ્ર શર્મા પર આરિજે ગોળીબાર કરતા તેમણે જીવ ગુમાવ્યો હતો. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ આરિજને ફાંસીની સજા આપવા માગ કરી હતી. એડીજી સંદીપ યાદવે કહ્યું કે, આરિજ વિરુદ્ધ ઘણા મજબૂત પુરાવા રજૂ કરવામા આવ્યા હતા. જેની પર શંકા કરી શકાય તેમ નથી. આરિજ બાટલા હાઉસ એનકાઉન્ટર બાદ…

Read More
Import

નવી દિલ્હીઃ ભારતની નિકાસમાં સતત ત્રીજા મહિને વૃદ્ધિ નોંધાઇ છે જો કે વૃદ્ધિદર આયાતની તુલનાએ ઘણો નીચો રહ્યો છે જેના લીધે ભારતની વેપાર ખાધ વધારે પહોંળી થઇ છે. કેન્દ્ર વેપાર અને વાણિજ્ય મંત્રાલય દ્વારા આજે સોમવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતની ફેબ્રુઆરી મહિનાની કુલ આયાત 0.67 ટકા વધીને 27.93 અબજ ડોલર થઇ છે જ્યારે આયાત 6.96 ટકાની વૃદ્ધિમાં 40.54 અબજ ડોલર નોંધાઇ છે. આમ નિકાસ કરતા આયાતમાં વધારે વૃદ્ધિ થતા ફેબ્રુઆરી મહિનાની વેપારખાધ વધીને 12.62 અબજડોલર થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં 10.16 અબજ ડોલર અને ગત જાન્યુઆરી 2021માં 14.54 અબજ ડોલર નોંધાઇ હતી. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ…

Read More
Gold coin

નવી દિલ્હીઃ  હાલ સોનાના ભાવ ઉંચા સ્તરેથી ઘણા ઘટી ગયા છે. ભાવ ઘટતા લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. તો સોના-ચાંદીની ખરીદી કરતા પહેલા આજના ભાવ જાણવા જરૂરી છે. આજે સોમવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 150 રૂપિયા ઘટ્યુ હતુ અને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,550 રૂપિયા થઇ હતી. તો ચાંદીમાં આઝે 1000 રૂપિયાન ઝડપી ઉછાળો નોંધાયો અને પ્રતિ એક કિગ્રાની કિંમત 68,500 રૂપિયા થઇ હતી. ઉલ્લેખનિય છે કે, ગત શનિવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 46,700 રૂપિયા અને ચાંદીની કિંમત 67,500 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતી. આજે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં એકંદરે સુસ્ત વલણ જોવા મળ્યુ હતુ. સોનું…

Read More
coronavirus in surat 1

રતઃ ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ગઇકાલ રવિવાર લગભગ અઢી મહિના બાદ ફરી 800થી વધારે નવા કેસોના આવ્યા છે. આ વખતે ગુજરાતમાં અમદાવાદ નહીં પણ સુરતમાં સૌથી વધારે સંક્રમણના નવા કેસો નોંધાઇ રહી છે. જેથી કદાચ આ વખતે ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર અમદાવાદ નહીં પરંતુ સુરત બને તો નવાઇ ન પામતા સુરત શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. પ્રતિ દિવસ શહેર સહિત જિલ્લામાં 200 થી વધુ કેસ સામે આવ્યા. પાલિકાએ અગમચેતીના પગલારૂપે કોરોના કેસોને લઈ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.પ્રતિ દિવસ સુરતમાં 14 હજાર જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.પાલીકાએ…

Read More
sensex crash

મુંબઇઃ નવા સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજારમાં મોટા કડાકા સાથે નિરાશાજનક રહી છે. ભારે વેચવાલીના દબાણથી ભારતીય શેરબજારમાં કામકાજ દરમિયાન 900 પોઇન્ટથી વધુનો કડાકો બોલાયો હતો. શેરબજારના આજના કડાકા પાછળ સ્થાનિક અને બાહ્ય પરિબળો જવાબદાર છે. આજે સોમવારે સેન્સેક્સમાં પાછલા ક્લોઝિંગ લેવલથી નેગેટિવ ઓપનિંગ બાદ પ્રોફિટ બુકિંગના ભારે પ્રેશરથી સેશન દરમિયાન 990 પોઇન્ટના કડાકામાં 49,799ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો જે છેલ્લા બે સપ્તાહની બોટમ છે. અલબત્ત કામકાજના છેલ્લા કલાકમાં રિકવર આવતા સેન્સેક્સ અંતે 397 પોઇન્ટના ઘટાડે 50395ના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી 14745 ઇન્ટ્રા-ડે બોટમને સ્પર્શયા બાદ સેશનના અંતે 101 પોઇન્ટના ઘટાડે 14929ના સ્તરે બંધ રહ્યો હતો. આજે…

Read More
coronavirus vaccine 1

નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં લેભાગુ તત્વો અને નકલખોરો બેફામ બન્યા છે અને હવે તેઓ નકલી કોરોના વેક્સીન બનાવી કમાણી કરવાની તૈયારી કરી રહ્યા છે. ખુલ્લા બજારમાં નકલી કોવિડ-19 વેક્સિનનું વેચાણ અને વિતરણ રોકવા માટે કેન્દ્ર સરકાર આકરા દિશા-નિર્દેશો અને નિયમો જાહેર કરે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજી પ્રમાણે ઈન્ટરપોલે પોતાના 194 સદસ્ય દેશોની કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને વૈશ્વિક એલર્ટ આપ્યું છે. તેમાં ફિઝિકલ અને ઓનલાઈન એમ બંને રીતે કોવિડ-19 વેક્સિનને ટાર્ગેટ બનાવવા સંગઠિત ગુનાહિત નેટવર્કનો સામનો કરવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.ભારત એક વિશાળ દેશ છે અને તેની વસ્તી પણ ઘણી વધારે છે. આ…

Read More
women employment

મુંબઇઃ જે મહિલાઓ ઓફિસ કે કંપનીમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવે છે તેમની માટે એક અદભૂત તક આવી છે. કોચી સ્થિત એક્સપિરિયન્સ સોલ્યુશન સર્વિસ પ્રોવાઇડર કંપની SurveySparrowએ મહિલાઓને નિમણુંક કરવા માટે એક નવી પહેલની ઘોષણા કરી છે. આ કંપનીએ કહ્યું કે તેઓ એમની સતાહૈ જોડાનારા મહિલા ઉમેદવારને 50 હજાર રૂપિયાનું જોઈનીંગ બોનસ આપશે. કંપનીએ કહ્યું કે આ પહેલ હેઠળ પ્રોડક્ટ ડેવલપર, ગુણવત્તા વિશ્લેષક તથા ટેક્નિકલ લેખક માટે 15 માર્ચ સુધી આવેદન કરવા વાળી મહિલાઓને આ બોનસ આપવામાં આવશે. આ મહિલાઓને 15 એપ્રિલ સુધી કંપનીમાં જોડાવાનું છે. કંપનીએ આ પહેલની ઘોષણા મહિલા દિવસના અવસર પર 8 માર્ચે કરી હતી. વધુ હાયરિંગ કોચી…

Read More