Author: Satya Day

health insurance

અમદાવાદઃ આજના આધુનિક સમયમાં વીમા પોલિસી હોવી આવશ્યક છે તેમાં કોરોના મહામારીને પગલે આરોગ્ય વીમા પોલિસીની આવશ્યકતા વધી છે. કોરોના રોગચાળા બાદથી, લોકો તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જાગૃત થયા છે. આ સમયગાળા દરમિયાન, આરોગ્ય વીમા કંપનીઓને પણ મોટો ફાયદો થયો છે. કારણ કે હવે આવા લોકોએ આરોગ્ય વીમાને પણ પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે, જેમણે અગાઉ તેના પર ધ્યાન આપ્યું ન હતું. પરંતુ બજારમાં ઘણા ઉત્પાદનો હોવાને કારણે, લોકો યોગ્ય પોલિસી પસંદ કરવામાં અસમર્થ છે. જો તમે હજી તમારો સ્વાસ્થ્ય વીમો કરાવ્યો નથી, તો આજે તમે દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICની જીવન આરોગ્ય પોલિસી વિશે જણાવી રહ્યા છો.…

Read More
jeff bezos net worth

કોરોના વાયરસના કટોકટીકાળમાં સામાન્ય લોકોની આવકમાં જંગી ઘટાડો થયો છે જ્યારે બીજી બાજુ ધનિકોની સંપત્તિમાં વધારો થયો છે. આજે અમે તમને દુનિયાના બીજા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ વિશે જણાવીશુ જેની પાસેથ વિશ્વના 139 દેશોની સંપત્તિ કરતા પણ વધારે સંપત્તિ છે. તમે ઇ-કોમર્સ એમેઝોન નામ તો સાંભળ્યુ હશે ? આ કંપનીના માલિક જેફ બેઝોસ છે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ધનવાન વ્યક્તિ અને તેમની પાસે દુનિયાના 139 દેશો કરતા વધારે સંપત્તિ છે. . બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ બેઝોસની કુલ સંપત્તિ 193 અબજ ડોલર જેટલી છે જે દુનિયના 138 દેશોની કુલ જીડીપી કરતા પણ વધારે છે. વર્લ્ડોમીટર વેબસાઇટના મતે દુનિયાના 190 દેશોમાંથી…

Read More
corona cases in Gujarat 1

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ કાબુમાં આવી રહ્યુ છે અને રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલતા કોરોના વાયરસ સામેની લડાઇમાં જીતની નજીક પહોંચી રહ્યુ છે ગુજરાતમાં આજે 4 ફેબ્રુઆરીના રોજ 275 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,62,681 પહોંચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે. ગુજરાતમાં આજે ગુરુવારે નવ જિલ્લામાં એક નવો કોરોના કેસ નોંધાયો છે. આ જિલ્લાઓમાં જેમાં અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નવસારી, પોરબંદર, તાપી અને વલસાડ  જિલ્લાનો સમાવેશ થાય…

Read More
google loan apps remove

નવી દિલ્હીઃ ઓનલાઇન લોન આપતી App દ્વારા નિયમોનો ભંગ અને લોન લેનાર પાસેથી તગડું વ્યાજ વસૂલતી હોવાના ફરિયાદને પગલે ગુગલે આવી લોન App વિરુદ્ધ કડક કાર્યવાહી છે. ગુગલે પર્સનલ લોન સંબંધિત લગભગ 100 Appને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. બુધવારે સંસદમાં સરકારે જણાવ્યુ કે, આવી લોન App નિયમોનું પાલન કરી ન હતી. યુઝર્સ અને સરકારી એજન્સીઓ આવી Appને લઇને ચિંતિત છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને તાત્કાલિક લોનના નામ છેતરપિંડીની ઘણી ફરિયાદો મળી હતી. કમરતોડી વ્યાજ અને ડેટાના દૂરપયોગની ફરિયાદો ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના રાજ્યમંત્રી સંજય ધોત્રે એક લેખિત જવાબમાં કહ્યુ કે, અમે આવી લોન App મારફતે કમરતોડ વ્યાજ વસૂલવાની ફરિયાદો…

Read More
Gold Price

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ બાદ સતત ચાર દિવસથી સોના ભાવ ઘટી રહ્યા છે અને સસ્તુ સોનુ ખરીદવાના દિવસો આવી ગયા છે. જે લોકો અગાઉ ઉંચા ભાવને લીધે સોનું ખરીદી શક્યા ન હતા તેમની માટે ખરીદી કરવાની આ એક સારી તક છે. આજે ગુરુવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 322 રૂપિયા ઘટીને 47,135 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીમાં 972 રૂપિયાનો કડાકો બોલયો અને પ્રતિ એક કિલોગ્રામનો ભાવ 67,170 રૂપિયા થઇ હતી. આ સાથે વિતેલા ત્રણ દિવસમાં દિલ્હીના બુલિયન બજારમાં સોનાનો ભાવ 1321 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યો છે. તેવી જ રીતે બજેટ પછીના ત્રણ દિવસમાં ચાંદીનો ભાવ 1777…

Read More
indias most valued celebrity brand

મુંબઇઃ ભારતના સૌથી મોંઘા સેલિબ્રિટીની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ક્રિકેટ અને ફિલ્મ જગતના સેલિબ્રિટીનો દબદબો રહ્યો છે. આ યાદીમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી 23.77 કરોડ અમેરિકન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે સતત ચોથા વર્ષ 2020માં સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી રહ્યા અને આ યાદીમાં બીજા અને ત્રીજા સ્થાને હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તથા રણવીર સિંહનું નામ છે. બ્રાન્ડ વેલ્યુએશનમાં મહારત રાખનાર કંપની ડફ એન્ડ ફેલ્પ્સે ગુરૂવારે એક નિવેદનમાં કહ્યું કે, 2020 માટે મુખ્ય 10 સર્વાધિક મૂલ્યવાન સેલિબ્રિટીની યાદીમાં ફક્ત બે મહિલાઓ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2020માં કોહલીની બ્રાન્ડ વેલ્યૂ જળવાઈ રહી હતી, જ્યારે ટોચના 20 સેલિબ્રિટીઓએ…

Read More
BSE Market Cap 200 trillion

મુંબઇઃ હાલ ભારતીય શેરબજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બજેટ બાદ શેરબજારમાં તેજી સતત ચોથા દિવસ ચાલુ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. શેરબજારની આ તેજીથી રોકાણકારો માલામાલ થઇ રહ્યા છે કારણ કે આજે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓનું બજાર મૂલ્ય પ્રથમવાર 200 લાખ કરોડ રૂપિયા સપાટીને વટાવી ગયુ અને તે અત્યાર સુધીનુ સૌથુ ઉંચુ સ્તર છે. આજે ગુરુવારે સેન્સેક્સ રોકાણકારોની લેવાલીથી 50,687ની નવી ઇન્ટ્રા-ડે ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો અને સેશનના અંતે 358 પોઇન્ટની મજબૂતી સાથે 50,614ના સ્તરે બંધ થયો હતો. તો બેન્ચમાર્ક નિફ્ટી પણ ઇન્ટ્રા-ડેમાં 14,913ની નવી ઉંચી સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે…

Read More
lpg gas price hike 1

કોરોના સંકટને પગલે ગરીબ અને સામાન્ય વર્ગના માણસો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મોંઘવારીનો માર પડી રહ્યો છે. આજે સરકારી માલિકીની ઓઇલ-ગેસ કંપનીઓ દ્વારા રાંધણગેસના ભાવમાં સિલિન્ડર દીઠ 25 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જાણો ગેસ સિલિન્ડરની નવી કિંમત LPG સિલિન્ડરની કિંમત તાજેતરમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં LPGની કિંમત 719 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે જાન્યુઆરીમાં દિલ્હીમાં રાંધણ ગેસ 694 રૂપિયામાં મળી રહ્યો હતો. સામાન્ય રીતે ગેસ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસની નવી કિંમતો નિર્ધારિત કરે છે. પરંતુ બજેટ જારી થવાના કારણે આ મહિને 1 તારીખે કિંમતોમાં કોઇ ફેરફાર થયો ન…

Read More
college reopen Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ઘટતા રાજ્ય સરકાર તબક્કાવાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવા પ્રયત્નશીલ છે. આજે રાજ્યના શિક્ષણમંત્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી સોમવાર 8મી ફેબ્રુઆરી, 2021થી તમામ કોલેજોના પ્રથમવર્ગના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે જ હોસ્ટેલો પણ શરૂ કરવો નિર્ણય લીધો છે. આ અંગે વિસ્તૃત ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. તા.૮મી ફેબ્રુઆરી 2021 આગામી સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે તા.૮મી ફેબ્રુઆરી 2021 આગામી સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો પુનઃ શરૂ થશે હોસ્ટેલ રિ-ઓપન કરવા અંગે પણ…

Read More
Saving Scheme

મુંબઇઃ શું તમને ભારતની સૌથી જૂની વીમા પોલિસી વિશે ખબર છે. ભારતમાં બ્રિટિશ સાશન દરમિયાન એટલે લગભગ 137 વર્ષ પહેલા પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ એટલે PLIને શરુ કરવામાં આવી હતી. આ દેશની સૌથી જૂની વીમા પોલિસીમાં સામેલ છે. પીએલઆઇ એટલે પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ (PLI-Postal Life Insurance) ભારત સરકારની એક જીવન વીમા સ્કીમ છે. પોસ્ટ ઓફિસ પોતાના કામ સાથે-સાથે આ જીવન વીમા પોલિસી પણ વેચે છે. પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં જાણકારી મુજબ, PLI સુવિધા એક સંપૂર્ણ જીવન આશ્વાશન યોજના છે, જેમાં પાંચ વર્ષ પુરા થયા પછી એન્સોવમેન્ટ ઇન્શ્યોરન્સ પોલિસીને બદલવાનો મોકો છે. PLIની આ પ્રકારની બે પોલિસી છે એક 15 વર્ષ અને…

Read More