Author: Satya Day

rakesh zunzunwala portfolio

મુંબઇઃ શેરબજારના રકાણકારો રાકેશ ઝૂનઝૂનવાલાના નામથી પરિચિત છે અને તેમને ભારતના વોરન બુફે કહેવામાં આવે છે. કારણ કે તેઓ જે શેરમાં રોકાણ કરે છે તેના ભાવમાં જંગી ઉછાળોઆવે છે. તેમની પાસે ઘણી કંપનીઓના શેર છે અને શેરબજારમાં જંગી મૂડીરોકાણ કર્યુ હોવાથી તેમને બિગ બુલ પણ કહેવામાં આવે છે. તેમના સ્ટોક પોર્ટફોલિયોમાં એસ્કોર્ટ્સ પણ શામેલ છે. ઝૂનઝૂનવાલા આ કંપનીમાં 4.75 ટકા હિસ્સેદારી ધરાવે છે. હાલ પાક ઉત્પાદનઅને કિંમતોના કારણે, વધી રહેલા મેકેનાઇઝેશનઅને ઇન્ફ્રાક્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર સરકારે ધ્યાન કેન્દ્રિત કરતા ટ્રેકટર ઉદ્યોગની સ્થિતિ મજબૂત દેખાઇ રહી છે. તેનાથી એસ્કોર્ટ્સ અને મહિન્દ્રા- મહિન્દ્રા જેવી ટ્રેક્ટર કંપનીઓને ફાયદો થશે. નિષ્ણાંતોનું કહેવુ છે કે ડિસેમ્બર…

Read More
bse

મુંબઇઃ ભારતીય શેરબજાર બુધવારે પ્રથમવાર 50,000ની ઉપર બંધ રહેવામાં સફળ થયા બાદ આજે ગુરુવારે તે નેગેટિવ ઝોનમાં ખૂલ્યો છે. આવા માહોલમાં રોકાણકારોએ સાવધાની પૂર્વક ટ્રેડિંગ કરવુ જોઇએ. ચાલો જાણીયે આજે ક્યા શેર તમને કમાણી કરાવી શકે છે અને ક્યા સ્ટોકથી દૂર રહેવુ. આ સ્ટોકમાં કમાણીની તક મોમેન્ટમ ઇન્ડિકેટર MACDના મતે ગુરુવારે Punjab National Bank, Tata Motors, Indian Oil Corporation, Canara Bank, IndusInd Bank, Sun Pharma, Union Bank of India, Bajaj Consumer Care, Manappuram Finance, HCL Infosystem, Central Bank, Jain Irrigation, Power Finance Corporation, Equitas Holdings, Deepak Fertilisers, Adani Enterprises, Welspun India, Sadbhav Engineering, Meghmani Organics, ISGEC Heavy Engineering, Escorts, Manali…

Read More
petrol diesel price hike

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતીય બજારોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સાત દિવસ સ્થિર રહ્યા બાદ ફરી ભડકે બળ્યા છે. આજે બંને ઇંધણમાં જાણે આગ લાગી છે અને આ લિટર દીઠ 35-35 પૈસા થઈ ગયા. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલ 86.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 76.83 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. નવા વર્ષમાં 02.94 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ નવા વર્ષમાં પેટ્રોલિયમ ઈંધણો માટે ખરાબ રહ્યું. ગત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગભગ 11 દિવસ જ પેટ્રોલ મોંઘુ થયુ, પરંતુ આટલા દિવસોમાં તે 02.94 રૂપિયા મોંધુ થયુ છે. તેનાથી લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ All Time High Price પર ચાલ્યુ ગયુ છે.…

Read More
insurance policy

મુંબઇઃ તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)ની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની દરખાસ્ત કરી છે. વીમા નિષ્ણાંતોનું કહેવું છે કે, આ નિર્ણય વીમ ઉદ્યોગની સાથે સામાન્ય લોકોને લાભ પહોંચાડનારો છે. વીમા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓના આવવાથી આ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધવાની આશા છે. જેના કારણે વીમા કંપનીઓ શ્રેષ્ઠ કવરની સાથે સસ્તા પ્રીમિયમ પર પોલિસીની જાહેરાત કરી શકે છે. જેનો ફાયદો સામાન્ય યુઝર્સને મળશે. તો વીમા કંપનીઓને પોતાની જરૂરિયાત માટે ભંડોળ એકઠું કરવામાં સરળતા રહેશે. વીમા ક્ષેત્રમાં FDI વધવાથી ત્રણ પ્રકારનો ફાયદો પણ થશે. પ્રથમ દેશની વીમા કંપનીઓમાં વિદેશ રોકાણ વધશે. જેની જરૂરિયાત…

Read More
kishore biyani

મુંબઇઃ હાલ અમેરિકાની દિગ્ગજ કંપની એમેઝોન સાથેના વિવાદમાં ફસાયેલા ફ્યૂચર ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટીવ કિશોર બિયાનીને સેબીએ મોટો ઝટકો આપ્યો છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ આજે કિશોર બિયાની અને તેના ભાઇ અનિલ બિયાની પર એક વર્ષની માટે મૂડીબજારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સેબીએ ફ્યૂચર ગ્રૂપની રિટેલ કંપની ફ્યૂચર રિટેલના શેરોમાં ઇનસાઇડર ટ્રેડિંગની તપાસ બાદ કિશોર બિયાની અને તમના ભાવ અનિલ બિયાની પર પ્રતિબંધ મૂક્યો છે. તમને જણાવી દઇયે કે, કિશોર બિયાની એ ફેમસ રિટેલ સ્ટોર બિગ બજારના માલિક છે. સેબીએ કહ્યુ કે, બંને ભાઇઓએ ફ્યૂચર રિટેલના કેટલાક બિઝનેસના ડિમર્જર પહેલા સાર્વજનિક ન થયેલી સંવેદનશીલ માહિતીના આધારે એક ગ્રૂપ કંપની…

Read More
corona cases in Gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ કાબુમાં આવી રહ્યુ છે અને રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલતા કોરોના વાયરસ સામેની લડાઇમાં જીતની નજીક પહોંચી રહ્યુ છે ગુજરાતમાં આજે 3 ફેબ્રુઆરીના રોજ 283 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,62,406 પહોંચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે. ગુજરાતમાં આજે બધુવારે આઠ જિલ્લામાં એક નવો કોરોના કેસ નોંધાયો છે. આ જિલ્લાઓમાં અમદાવાદ, નવસારી, બોટાડ ડાંગ, અરવલ્લી, પાટણ સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે અને આજે બુધવારે…

Read More
India fight against corona

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસ સામેની લડાઇમાં ભારતે પહેલી જીત હાંસલ કરી છે. કોરોના સામે ચાલી રહેલા જંગમાં હવે ભારતમાં કોરોનાનુ સંક્રમણ ઘટી રહ્યું હોય તેવો ટ્રેન્ડ હાલમાં જોવા મળી રહ્યો છે. લગભગ એક વર્ષથી ચાલી રહેલી આ મહામારી વચ્ચે એક ઉત્સાહજનક વાત એ છે કે, ભારતનું એક રાજ્ય સત્તાવાર રીતે કોરોના મુક્ત બન્યું છે. મળતી વિગતો પ્રમાણે આંદામાન નિકોબારમાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી. સ્વાસ્થ્ય વિભાગની વેબસાઈટ પર પણ આ જાણકારી આપવામાં આવી છે. જે પ્રમાણે અહીંયા કોરોનાના જે છેલ્લા ચાર દર્દીઓ હતા તે પણ પૂરી રીતે સાજા થઈ ગયા છે. અહીંયા 4932 કેસ નોંધાયા હતા અને તેમાંથી…

Read More
gold and silver

નવી દિલ્હીઃ બજેટ બાદ દેશમાં સતત દિવસથી સોના અને ચાંદીના ભાવ સ ઘટી રહ્યા છે. આ સાથે લોકોને ફરી સસ્તુ સોના-ચાંદી ખરીદવાની તક મળી છે. આજે બુધવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 232 રૂપિયા ઘટીને 47,387 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીમાં 1955 રૂપિયાનો કડાકો બોલયો અને પ્રતિ એક કિલોગ્રામનો ભાવ 67,605 રૂપિયા થઇ હતી. આ સાથે વિતેલા ત્રણ દિવસમાં દિલ્હીના બુલિયન બજારમાં સોનાનો ભાવ 989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યો છે. તેવી જ રીતે બજેટ પછીના ત્રણ દિવસમાં ચાંદીનો ભાવ 805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યા છે. તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા નવા નાણાંકીય વર્ષ 2021-22ના બજેટમાં સરકારે…

Read More
vehicle scrappage policy

અમદાવાદઃ પ્રદૂષણ ઘટાડવા માટે નવા બજેટમાં સરકારે વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરી છે. જેમાં ચાલુ વર્ષથી 20 વર્ષ જૂનાં ખાનગી વાહનો અને 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો હવે રોડ-રસ્તા પર દોડાવી શકાશે નહીં અને આવા જૂના વાહનો સરકારને ભંગારમાં આપવા પડશે. અલબત્ત તમને તેના બદલામાં થોડીક આર્થિક વળતર જરૂર મળશે. વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીને પગલે દેશભરમાં કરોડો વાહનો હવે ભંગાર બની જશે. જે અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે જૂના કોમર્શિયલ 4.50 લાખ, ખાનગી 14.50 લાખ મળી 19 લાખ વાહન સ્ક્રેપમાં જશે. અમદાવાદ વાહન ડીલર્સોના જણાવ્યા પ્રમાણે, આ પોલિસી અંતર્ગત 15 અને 20 વર્ષ જૂનાં વાહનો ધરાવતા સામાન્ય જનતા ઉપરાંત વાહન ડીલરોને પણ…

Read More
sensex close above 50000

મુંબઇઃ આજનો દિવસ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક દિવસ રહ્યો છે. ભારતીય શેરબજાર આજે બુધવારે 3 ફેબ્રુઆરી,2021ના રોજ નવા રેકોર્ડ હાઇ લેવલે પહોંચવાની સાથે-સાથે સેન્સેક્સ પ્રથમવાર 50 હજારના માઇલસ્ટોનની ઉપર બંધ રહેવામાં સફળ થયો છે. આ સાથે બજેટ બાદ ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી છે અને રોકાણકારોને કરોડો રૂપિયાની કમાણી થઇ છે. આજે બુધવારે સેન્સેક્સ 458 પોઇન્ટ ઉછળીને 50,255ના સ્તરે બંધ થયો છે, તો નિફ્ટી પણ 142 પોઇન્ટની તેજીમાં 14790ના મથાળે બંધ થયો હતો. ભારતીય શેરબજાનો બેન્ચમાર્ક સેન્સેક્સ આજે 50,231ના સ્તરે ખૂલ્યો હતો અને આરંભમાં ઘટીને 45,515ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. પરંતુ નીચા મથાળે જંગી લેવાલી નીકળતા સેન્સેક્સ…

Read More