Author: Satya Day

Gold silver

નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના અને ચાંદીની કસ્ટમ ડ્યૂટીમાં મોટો ઘટાડો કરતા લોકોને ફરી નીચા ભાવે બંને કિંમતી ધાતુઓની ખરીદી કરવાની તક મળી છે. બજેટમાં સોના અને ચાંદીની આયાત જકાતમાં ઘટાડાની જાહેરાત કર્યા બાદ સતત બીજા દિવસે ભારતીય બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ધરખમ ઘટાડો આવ્યો છે. દિલ્હીના ઝવેરી બજારમાં આજે મંગળવાર બીજી ફેબ્રુઆરી, 2021ના રોજ સોનાનો ભાવ 480 રૂપિયા ઘટ્યો હતો અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 47,702 રૂપિયા થયો હતો. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ જે ધરખમ ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવમાં 3097 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ એક કિગ્રાનો ભાવ 70,122 રૂપિયા થયો હતો. બજેટમાં બંને કિંમતી ધાતુઓ…

Read More
Cricket Match

અમદાવાદઃ ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર આવ્યા છે. દેશભરમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે કોરોના વેક્સિનેનનું પણ મહા અભિયાન શરૂ થયું છે. જ્યારે આ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે આંનદના સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્રિકેટ રસીકો અમદાવાદ શહેરમાં યોજાનારી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ હવે મેદાનમાં જઈને નિહાળી શકાશે. નોંધનીય છે કે મોટેરા સ્ટેડીયમનું બાંધકામ થયા પછી આ મેદાનમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ રમાશે. હવે પ્રથમ મેચ રમવાની છે. તે અંગે અમદાવાદીઓ પણ ઘણા એક્સાઈટ છે. જેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની 3જી અને 4થી ટેસ્ટ મેચ અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમમાં યોજાશે. આ મામલે…

Read More
stock broker

મુંબઇઃ કેન્દ્રીય બજેટ બાદ સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો આવ્યો અને સેન્સેક્સ ફરી 50,000ની ઉપર જતો રહ્યો હતો જો કે તેની ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યુ જેનું કારણ છે ઉંચા મથાળે રોકાણકારો દ્વારા નફા વસૂલી. બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા 48,600ના ક્લોઝિંગ સામે આજે 2જી ફેબ્રુઆરી, મંગળવારના રોજ  49,193ના સ્તરે ખૂલીને ટ્રેડિંગના આરંભમાં ઇન્ટ્રા-ડે 1500 પોઇન્ટથી વધુ ઉછળીને 50,154ની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો જો કે ઉંચા સ્તરે પ્રોફિટ બુકિંગ નીકળતા બજાર નીચે આવ્યુ હતુ અને દિવસ દરમિયાન સેન્સેક્સ 49900ની નીચે જ રહ્યુ હતુ. સેશનના અંતે સેન્સેક્સ 49,797ના સ્તરે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, 21મી જાન્યુઆરીના રોજ સેન્સેક્સે પ્રથમવાર 50,000ની ઐતિહાસિક…

Read More
Aatmanirbharta

નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ (Oxford) એ વર્ષ 2020ના હિન્દી શબ્દની પસંદગી કરી લીધી છે.  ઓક્સફોર્ડ એ આત્મનિર્ભરતા (Aatmanirbharta)ને વર્ડ ઓફ ધી યર પસંદ કર્યો છે. ઓક્સફોર્ડ  એ વર્ષ 2020ના હિન્દી શબ્દ (Hindi word of the year 2020)ની પસંદગી માટે સમિતિની રચના કરી હતી. આ સમિતિએ આત્મનિર્ભરતા શબ્દને વર્ષ 2020નો હિંદી શબ્દ પસંદ કર્યો છે. આ સમિતિએ ભાષા તજજ્ઞ કૃતિકા અગ્રવાલ, પૂનમ નિગમ, ઇમોજન ફોક્સેલ શામેલ હતા. ઓક્સફોર્ડ દર વર્ષે હિન્દી વર્ડ ફોર ધી યરની પસંદગી કરે છે. એ શબ્દની પસંદગી કરાય છે જે શબ્દ અભિવ્યક્તિને દર્શાવે છે અને તેનું સાંસ્કૃતિક મહત્વ પણ હોય. ઓક્સફોર્ડ લેંગ્વેજે નિવેદન જારી કરીને જણાવ્યુ કે, કોરોના…

Read More
jack ma China

શાંઘાઇઃ ડ્રેગન એટલે કે ચીન પોતાના દિગ્ગજ ઉદ્યોગપતિ સાથે દુશ્મનો જેવો વ્યવહાર કરી રહ્યો છે. ચીનની સરકારે દિગ્ગજ ટેકનોલોજી ઉદ્યોગપતિઓની એક યાદી બહાર પાડી છે જો કે આ યાદીમાં વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ પૈકીની એક અલીબીબાના સ્થાપક જેક-માનું નામ ક્યાંય નથી. બીજા શબ્દોમાં કહીયે તો ચીનની સરકાર હવે જેક-માને પોતાના દિગ્ગજ ટેકનોલોજી ઉદ્યોગપતિ માનતી નથી. અલીબાબના માલિક જેક-માને પોતાના દેશની જ ચીનની સરકાર વિરુદ્ધ બોલવુ ભારે પડી રહ્યુ છે. ચીનની સરકારે દિગ્ગજ ટેકનોલોજી ઉદ્યોગપતિઓ એટલે કે ટેકનોલોજી આઇકોનની યાદીમાંથી જેક-માનું નામ જ ગાયબ કરી દીધુ છે. ચીન હવે જેક-માને પોતાના દેશના દિગ્ગજ ટેકનોલોજી ઉદ્યોગપતિ માનતી નથી. આજે ચીનના સરકારી મીડિયાએ…

Read More
lpg cylinder price

દેશમાં દર મહિનાની 1લી તારીખે રાંધણગેસના સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે પણ એલપીજી ગેસના સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરાયો છે જો કે આ વખતે માત્ર કોમર્શિયલ એલપીજી ગેસના ભાવ વધ્યા છે. જ્યારે ઘરેલુ ઉપયોગ માટેના રાંધણગેસની કિંમતો સ્થિર રહી છે. ભારતીય ઑયલ માર્કેટિંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિના માટે ઘરેલૂ ગેસની કિંમત (LPG Gas Cylinder Price Today) જારી કરી દેવામાં આવ્યા છે. સબસિડી વિના સિલિન્ડરની કિંમતમાં વધારો નથી થયો. એટલે કે તે જૂની કિંમત 694 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. આ રેટ દિલ્હી માટે છે. આ સાથે જ, 19 કિલો વાળા કમર્શિયલ સિલિંડરની કિંમતમાં 191 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે…

Read More

નવી દિલ્હીઃ વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ જાહેર થઇ ચૂકયુ છે અને શેરબજારે તેને વધાવી લીધેતા 2400 પોઇન્ટનો શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. હવે બજેટ બાદ શેરબજારમાં તેજી આગળ વધશે તેવી વ્યાપક અપેક્ષા છે. વાંચો આજની ટ્રેડિંગ ટિપ્સ આ સ્ટોકમાં રહેશે તેજી મોમેન્ટમ ઇન્ડિકેટર MACDના મતે IDBI Bank, ICICI Bank, PNC Infratech, Container Corporation of India, KNR Constructions, Bajaj Finserv, Sanco Industries, Schneider Electric, Colgate Palmolive, Jyothy Labs, Avanti Feeds, DB Corp, Birla Corporation, Bombay Rayon Fashion, LG Balakrishnan & Bros, SML Isuzu, ADF Foods, Sundaram Fasteners, Polyplex Corporation, Satin Creditcare, Vidhi Specialty Food, Dynemic Products, HIL, Indostar Capital Finance, M…

Read More
cryptocurrency

મુંબઇઃ હાલના ટેકનોલોજીના સમયમાં બિટકોઇન સહિતની ડિજિટલ કરન્સીની બોલબાલા છે પરંતુ ભારતમાં તેને હજી સુધી કાયદેસરની માન્યતા આપવામાં આવી હતી. ઉલટાનું છેલ્લા ત્રણ વર્ષ તેના પર કડક નિયંત્રણ-અંકુશો લાદવાની વાતો થઇ રહી છે. હવે દેશમાં બિટકોઇન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સીઓ પર પ્રતિબંધ લાદવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે અને આ માટે સરકાર નવા કડક નિયમો લાવશે. કેન્દ્ર સરકાર બિટકોઇન,ઈથર જેવી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. આ માટે સરકાર આગામી બજેટ સત્રમાં ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ-2021 રજૂ કરશે.જોકે સરકાર ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા નથી માંગતી. લોકસભા બુલેટિન અનુસાર આ બિલ ભારતનાં સત્તાવાર…

Read More
coronavirus vaccine 2

મુંબઇઃ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે કોરોના વાયરસ વિરુદ્ધની લડાઉમાં જીત હાથવેંત છે. આ દરમિયાન ભારત માટે વધુ એક ખુશખબર આવ્યા છે અને દેશમાં વધુ એક કોરોના રસીને મંજૂરી મળી શકે છે. આ નવી કોરોના રસી વાયરસના નવા સ્ટ્રેન ઉપર જ ઘણી પ્રભાવકારક હોવાનું મનાય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના સીઇઓ અદાર પૂનાવાલા એ શનિવારે કહ્યુ કે, તેમની કંપનીને ભારતમાં નોવાવેક્સ ઇંકની સાથે ભાગીદારીમાં વધુ એક કોવિડ વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવા અરજી કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જૂન 2021 સુધીમાં કંપની કોરોના વાયરસની માટે વધુ એક વેક્સીન Covavax (કોવાવેક્સ) લોન્ચ કરી શકે…

Read More
ration shop

નવી દિલ્હીઃ મોદી સરકાર ગરીબ લોકોના મોનો કોળિયુ છિનવી લેવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી રાશનની દુકાનેથી રાહતદરે મળતુ અનાજ હવે મોંઘુ થવાની શક્યતા છે. દેશમા ગરીબ લોકોને પુરતુ ભોજન મળી રહે તે માટે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાહતદરે ઘઉં અને ચોખાનું બજાર કરતા અત્યંત ઓછા ભાવ વિતરણ કરે છે. હાલ દેશમાં 80 કરોડ લોકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહતદરે અનાજનું વિતરણ કરવામાં આવે છે. આ અનાજનું વિતરણ રાશનની દુકાન મારફતે કરાય છે. હવે રેશનિંગનું અનાજ મોંઘુ થવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણ-2021માં સરકારને રાહતદરે વિતરણ કરાતા અનાજના ભાવ વધારવાની ભલામણ કરવામાં આવી છે. કારણ કે, સરકાર ઉપર…

Read More