Author: Satya Day

budget 2021 22

નવી દિલ્હીઃ કોરોના કાળમાં ખર્ચ ઘટાડવા માટે નાણાં પ્રધાન એક નવી શરૂઆત કરી રહ્યા છે. આ વખતે બજેટના ડોક્યુમેન્ટનુ પ્રિન્ટિંગ થશે નહીં. પ્રિન્ટિંગનો ખર્ચ બચાવવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બજેટ બનાવવાની અંતિમ પ્રક્રિયાના રૂપમાં રસમ તરીકે ઉજવનાપ હલવા સેરેમનીનું આયોજન શનિવારે કેન્દ્રીય નાણામાંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ ‘યૂનિયન બજેટ મોબાઈલ એપ’ લોન્ચ કરી છે. તે સાથે જ પેપરલેસ બજેટની શરૂઆત થઈ ગઈ છે. આઝાદી બાદથી પ્રથમ વખત બજેટની પ્રિંટિંગ થઈ રહી નથી. ‘યૂનિયન બજેટ મોબાઈલ એપ’ થકી સાંસદ અને સામાન્ય જનતા બજેટ સાથે…

Read More
fabric mask

સિડનીઃ WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ કોરોના વાઈરસ સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવા અને હાથોને સેનિટાઈઝ કરવાની સલાહ આપી હતી. જોકે નવા સ્ટ્રેનના ફેલાવવા પર WHO કોરોના અંગેની ગાઈડલાઈન્સમાં ફેરફાર કરી શકે છે. WHOએ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે, કાપડના માસ્ક પહેરવા અંગે અગાઉ જાહેર કરેલી ગાઈડલાઈન્સમાં કોઈ ફેરફાર થશે નહીં. WHOએ કહ્યું કે, વાઈરસનો નવો પ્રકાર પણ જુના સ્ટ્રેનની જેમ જ ફેલાય છે તેથી કાપડના માસ્કનો પ્રયોગ કરી શકાશે. વાસ્તવમાં જર્મની અને ઓસ્ટ્રેલિયાના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને દુકાનોમાં મેડિકલ માસ્કને ફરજીયાત બનાવવામાં આવ્યું છે. એટલે કે, લોકોને કાપડના માસ્કને બદલે મેડિકલ સેક્ટરમાં પહેરવામાં આવતા સર્જીકલ અને FFP2 માસ્ક પહેરવા પડશે. WHOની કોવિડ-19ની…

Read More
tata motors

ટાટા મોટર્સની કાર થઇ મોંઘી, જાણો પ્રાઇસ કેટલી વધી અને નવી કિંમતો નવી મુંબઇઃ ટાટા મોટર્સ ખરીદવા જઇ રહ્યો તમારા માટે એક ખરાબ સમાચાર છે. હવે તમારે તાતા મોટર્સની કાર ખરીદ ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા કરશે કારણ કે કંપની તમામ પેસેન્જર વ્હિકલ્સના ભાવ વધારી છે અને નવી કિંમતો આજથી લાગુ થઇ ચૂકી છે. પડશે. ટાટા મોટર્સે  તમામ પેસેન્જર વ્હિકલ્સની કિંમતો 26,000 રૂપિયા સુધી વધારી દીધી છે. નવી કિંમતો તમામ કાર પર લાગુ થશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સમાં 5 મોડલ બનાવે છે. તેમાં ટિયાગો, અલ્ટ્રોઝ, ટિગોર, નેક્સન અને હેરિયર શામેલ છે. કંપનીએ કહ્યુ કે, ઉત્પાદન ખર્ચ અને રો-મટિરિયલ્સના ભાવ વધવાને…

Read More
gujarat election

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક-સ્વરાજની ચૂંટણીઓની તારીખ આજે રાજ્ય ચૂંટણીપંચદ્વારા જાહેર કરવામાં આવી છે. રા જ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 5 માર્ચે જિલ્લા અને તાલુક પંચાયતના પરિણામો થશે જાહેર. ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ મહાનગર પાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. 28 ફેબ્રુઆરી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે અહીં બે તબક્કામાં  ચૂંટણી યોજાશે. 6 મનપા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાશે. ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર કરી દીધી છે. રાજ્ય ચુંટણી આયોગના કમિશનર દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું એલાન 21મી ફેબ્રુઆરીએ…

Read More
bird flu and eggs

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના કહેરથી લોકો ફરી દહેશતમાં આવી ગયા છે. બર્ડ ફ્લૂના ડરથી લોકો ઇંડા અને ચિકન ખાવુ કે નહીં તે અંગે મૂંઝણવમાં છે. ઘણા લોકોએ તો ઇંડા અને બર્ડ ફ્લૂ ખાવાનું ટાળી રહ્યા છે અને તેનાથી આ બંને વસ્તુઓના ભાવ પણ નોંધપાત્ર ઘટી ગયા છે. બર્ડ ફ્લૂ અંગે સોશિયલ મીડિયામાં પણ ઘણા પ્રકારના મેસેજ વાયરલ થઇ રહ્યા છે જેનાથી લોકો ઘણા ભયભીત છે. આવા સમયે સરકારી વિભાગ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ આ અંગે ગાઇડલાઇન જારી કરી અને ઘણી સ્પષ્ટતાઓ કરી છે. ઓથોરિટીએ કહ્યુ કે, 70 ડિગ્રી…

Read More
lalu yadav in hospital

પટનાઃ રાજદ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી રહી છે. હાલ તેની સારવાર રિમ્સમાં ચાલી રહી છે પરંતુ લથડી રહેલી તબિયતને ધ્યાનમાં રાખી તેમને દિલ્હી સ્થિત એઇમ્સમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યુ કે, ડોક્ટરો એ તેમના પિતાના ફેંફસામાં પાણી ભરાઇ જવાની જાણકારી આપી છે, ઉપરાંત તેમના ચહેરા પર સોજો પણ આવી ગયો છે. ઉલ્લેખનિય છે કે, લાલુપ્રસાદ યાદવ ઉપર ઘાસચારામાં મોટું કૌભાંડ કરવાનો આરોપ છે. રાંચીની રિમ્સમાં ઉપચાર કરાવી રહેલા લાલુપ્રસાદ યાદવની તબિયત ખરાબ થઈ છે. ચારા કૌભાંડના આરોપી આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ…

Read More
whatsapp 1

પ્રાઇવસી પોલિસીના વિવાદને પગલે ઘણા લોકોએ Whatsapp બંધ કરવાનો નિર્ણય લીધો છે એવા સમયે યુઝર્સને જાળવી રાખવા માટે આ મેસન્જ એપ નવા ફિચર્સ લાવી રહી છે. છે. Whatsapp પોતાના વેબ વર્ઝન માટે પણ વૉયસ અને વીડિયો કૉલ ફીચર શરૂ કરવા જઇ રહ્યું છે. WhatsAppનું નવુ ફીચર Whatsappના નવા ફીચર અંગે પહેલાથી જ ઘણી વાતો કરવાંમાં આવી રહી હતી, પરંતુ આ વખત એક યુઝર્સે આ ખબરની એક રીતે પુષ્ટિ કરી છે કે Whatsapp પોતાના વેબ વર્ઝન માટે પણ ઓડીઓ વિડીયો ફીચર શરુ કરવા જઈ રહ્યું છે. આ વેરિફાઇડ ટ્વીટર યુઝરે ટ્વીટ કરી એક સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં જોવા મળી રહ્યું છે…

Read More
stock market high

કોરોના સંકટમાં ભારતીય શેરબજારમાં આવેલી ઐતિહાસિક તેજીથી ઘણા સ્ટોકમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે અને તેના રોકાણકારો માલામાલ થઇ ગયા છે. આજે અમે તમને એવા જ એક સ્ટોક વિશે જણાવ્યુ છે. તમે ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપની ટાટા એલેક્સીનું નામ સાંભળ્યુ છે. આ કંપનીના શેરમા રોકાણ કરનારાઓને માત્ર 10 જ મહિનામાં સાડા ચાર ગણું તગડુ રિટર્ન મળ્યુ છે. જો તમે ગયા વર્ષે માર્ચમાં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તમારા પૈસા 4.5 લાખ રૂપિયા થઈ ગયા હોત. અમે ટાટા એલેક્સી વિશે વાત કરી રહ્યા છીએ. ટાટા એલેક્સીએ આ સપ્તાહની શરૂઆતમાં ડિસેમ્બર મહિનાના પરિણામો જાહેર કર્યા હતા. ત્યારથી…

Read More
petrol diesel price rise

નવી દિલ્હીઃ સતત આસમાને પહોંચી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે. સતત બીજા દિવસે શનિવારે ઇંધણના ભાવમાં ફરી ભડકો થયો છે. મુંબઇમાં પેટ્રોલમાં પેટ્રોલનો ભાવ 92.28 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. દિલ્હીમાં પણ શુક્રવારે પેટ્રોલનો ભાવ 85.70 રૂપિયા પ્રતિ લિટર ઓલટાઇમ હાઇ થયો છે તો ડીઝલનો ભાવ 75.88 રૂપિયા પ્રતિ લિટરની ઉંચાઇએ પહોચી ગયો છે. અમેરિકામાં નવા પ્રમુખ જો બિડેને કાર્યભાર સંભાળ્યા બાદ અમેરિકન અર્થતંત્રને વેગ આપવા માટે નવુ રાહત પેકેજ લાવશે તેવી પ્રબળ સંભાવના વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે. નવા વર્ષ…

Read More
money crisis

આજના અનિશ્ચિત માહોલમાં વ્યક્તિને ગમે ત્યારે રૂપિયાની જરૂર પડી શકે છે. દરેક વ્યક્તિના ખાતામાં લાખો રૂપિયા જમા હોય તેવુ શક્ય નથી. આવી મુશ્કેલીના સમયમાં બેન્કની કેટલીક સુવિધાઓ તમારી માટે સકટ સમયની સાંકળ બની શકે છે. જાણો જાણીયે આવી સુવિધા વિશે… ઘણીવાર અચાનક પૈસાની જરૂરિયાત ઉભી થઇ જાય છે. જેને પૂરી કરવા માટે ખાતામાં પૈસા નથી હોતા. તેવામાં સૌથી પહેલા વ્યક્તિ પોતાના મિત્ર અથવા સંબંધી પાસે મદદ માગે છે. જો ત્યાંથી પણ મદદ ન મળે તો મોટાભાગે લોકો ક્રેડિટ કાર્ડની મદદ લે છે અથવા તો પર્સનલ લોન માટે અપ્લાય કરે છે. પર્સનલ લોનમાં વ્યાજનો દર ઘણો ઉંચો હોય છે. તેવામાં મજબૂરીમાં…

Read More