Author: Satya Day

farmers wrote letter to PM Modi Mother

નવી દિલ્હીઃ ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શનને બે મહિના વિતી ગયા છે અને હજી સુધી કોઇ નિરાકરણ આવ્યુ છે. પંજાબના એક ખેડૂતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વૃદ્ધ માતા હીરાબેન મોદીને એક ઉત્સાહી પત્ર લખ્યો છે. જ્યારે તેમના જેવા હજારો ખેડુતો સાથે મહિનાઓ સુધી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેમના પુત્રને ત્રણેય નવા કૃષિ કાયદાઓ રદ કરવા કહ્યું છે કે, જે દેશમાં એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. તેમણે પત્રમાં આશા વ્યક્ત કરી હતી કે, તેઓ પીએમ નરેન્દ્ર મોદી તરફ પોતાનો વિચાર બદલવા માટે માતા તરીકેની તમામ શક્તિઓનો ઉપયોગ કરશે. પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગોલુકા ગામના રહેવાસી હરપ્રીતસિંહે આ પત્ર હિન્દીમાં લખ્યો છે.…

Read More
quality of life survey

મુંબઇઃ દેશવાસીઓની જીવન જીવવાની પધ્ધતિ ઉપરના અલગ-અલગ પરીબળોને ધ્યાનમાં રાખી આઈ.આઈ.ટી.મુંબઈ દ્વારા કરવામાં આવેલા દેશના ૧૪ ટોચના શહેરોમાં સર્વે બાદ કવોલિટી ઓફ લાઈફની દ્રષ્ટીથી અમદાવાદ શહેરને આઠમો ક્રમાંક આપવામાં આવ્યો છે. આ યાદીમાં સૌથી ટોચના ક્રમ ઉપર ગ્રેટર મુંબઈને સ્થાન આપવામાં આવ્યું છે.આઈ.આઈ.ટી.મુંબઈના સિવિલ એન્જીનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં અમદાવાદ શહેરને એવરેજ કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ,મુંબઈ સ્થિત આઈ.આઈ.ટી.દ્વારા દેશના પ્રમુખ શહેરોમાં રહેતા લોકોની રહેણી-કરણી ઉપરાંત બેરોજગારી,પુરુષ અને મહિલાઓ વચ્ચેનું અંતર,શિક્ષણ,આર્થિક સ્થિરતા,પાયાગત સુવિધાઓ,સુરક્ષિત અને સલામત જીવન,આર્થિક વિકાસ, મહિલાઓની સુરક્ષા  જેવા કુલ મળીને ૨૪ જેટલા પરીબળો ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વે બાદ કવોલિટી ઓફ…

Read More
mukesh ambani income per second

નવી દિલ્હીઃ કોરોના સંકટમાં સામાન્ય લોકોની આવક ઘટી છે જ્યારે દિગ્ગજ ઉદ્યોગપતિ અને ધનવાનોની સંપત્તિ સતત વધી રહી છે. ગરીબી નાબૂદી માટે કામ કરતી એક સંસ્થા ઓક્સફેમ (Oxfam)નુ કહેવુ છે કે, કોરોના મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન ભારતીય ધનાઢ્યોની સંપત્તિમાં 35 ટકાની વૃદ્ધિ થઇ છે જ્યારે આ દરમિયાન કરોડો લોકોની આજીવિકા ઉપર જોખમ આવ્યુ હતુ. Oxfamના રિપોર્ટ ‘ઇનઇક્વાલિટી વાયરસ’માં જણાવ્યુ છે કે, માર્ચ 2020 પછીના સમયગાળામાં ભારતમાં 100 અબજોપતિની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ છે. રિપોર્ટની માટે Oxfam દ્વારા કરાયેલા સર્વે મુજબ 79 દેશના 295 અર્થશાસ્ત્રીએ પોતાનો મદદ આપ્યો છે. Oxfamના રિપોર્ટ મુજબ ભારતના ધનપતિઓ મુકેશ અંબાણી, ગૌત્તમ…

Read More
syrian currency 5000 lira

કોરોના કટોકટી વચ્ચે મોંઘવારીએ માથુ ઉંચક્યુ છે અને મોટાભાગની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સિરિયામાં પણ મોંઘવારી આસમાને પહોંચી છે, સ્થિતી એવી સર્જાઇ છે કે સિરિયાની સરકારને હવે 5 હજાર લીરાની નવી નોટ જારી કરવી પડી છે, સિરિયાનાં ચલણમાં હોય તેવી આ સૌથી મોટી નોટ છે, સિરિયાની કેન્દ્રીય બેંકએ નવી નોટ અંગે કહ્યું કે બજારની જરૂરીયાતને પુરી કરવા માટે આ નોટ જારી કરવામાં આવી છે, આ બેંક નોટમાં એક તરફ સિરિયાનાં ઝંડાને સલામી આપતા સૈનિકની તસવીર છે. સિરિયા લગભગ એક દશકાથી ગૃહ યુધ્ધ સામે ઝઝુમી રહ્યું છે, વર્ષ 2011માં સ્થાનિક સંકટનો આરંભ થયા બાદ સિરિયાનું ચલણ લીરા સતત…

Read More
no mask penalty in Ahmedabad

અમદાવાદઃ વર્ષ 2020 કોરોના-યર બની ગયું અને તે વર્ષમાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસે માસ્ક નહીં પહેરનાર 65000 શહેરીજનો પાસેથી દંડ વસૂલ્યો હતો. પણ, આખા વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે  ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો એકપણ કેસ કર્યો નથી તેવું સત્તાવાર આંકડાઓમાં જણાઈ આવે છે. ટ્રાફિક પોલીસે વિતેલા વર્ષ દરમિયાન કુલ 61 લાખ લોકો પાસેથી દંડપેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા છે. જેમાં હેલમેટ અને સીટબેલ્ટ ન લગાવ્યાં હોય તેવા 2.61 લાખ, ટ્રાફિકના સ્ટોપલાઈન અને સાઈનભંગના 1 લાખ તેમજ ગેરકાયદે પાર્કિંગ બદલ 94000 લોકો પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી છે. કોરોના કાળમાં ચાર મહિના સુધી ધંધા-રોજગાર અને દૈનિક જીવનચર્યા ઠપ્પ હતી તે વચ્ચે પણ નિયમપાલન માટે…

Read More
coronavirus vaccination in india 1

હૈદરાબાદઃ કોરોના વાયરસ સામેની યુદ્ધમાં ભારતે રસીકરણ અભિયાન શરૂ કર્યુ છે જે વિશ્વનુ સૌથી મોટો કોરોના રસીકરણ અભિયાન છે. જો કે આ અભિયાનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.ભારતમાં  કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓ તથા ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે દેશમાં કોરોના વેક્સિન લીધા બાદ કેટલાક સ્વાસ્થ્યકર્મીઓના મોત થયા છે. મોત બાદ તેમના પરિવારના લોકોએ વેક્સિનની સુરક્ષાને લઇનને સવાલો ઉઠાવ્યા છે. જો કે આ તમામ લોકોના મોત કોરોના વેક્સિનને કારણે નહીં, પરંતુ અન્ય કારણોસર થયા છે. તેવી માહિતિ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ યાદીમાં વધારે એક નામનો ઉમેરો થયો છે. તેલંગણામાં એક મહિલા સ્વાસ્થ્યકર્મીનું મોત…

Read More
petrol diesel 1

નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને હજી ઉંચે જવાની આશંકાઓ છે. રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો છે. દિલ્હી-મુંબઇ જેવા મેટ્રો શહેરોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઓલ ટાઇમ હાઇ છે. જો ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાનની અંદર ભારત કરતા અડધી કિંમત પર પેટ્રોલ મળી રહ્યું છે. ભૂટાન, નેપાળ જેવા આપણાથી ગરીબ દેશોની અંદર પણ પેટ્રોલ ડીઝલની કિંમત ભારત કરતા ઘણી ઓછી છે. આખી દુનિયામાં સૌથી સસ્તા ભાવે પેટ્રોલ વેનેજુએલાની અંદર મળી રહ્યું છે. ભારતીય રૂપિયાના હિસાબે વેનેજેલાની અંદર એક લીટર પેટ્રોલનો ભાવ 1.46 રૂપિયા છે. તો દુનિયામાં સૌથી…

Read More
mukesh ambani and elon musk

મુંબઇઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સ્પેસ સાઈન્સ અને ઈલેક્ટ્રિટી મોબિલિટીના ક્ષેત્રમાં ધમાકો કર્યા બાદ હવે ટેલિકોમ વર્લ્ડમાં ધમાકો કરવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ સંપૂર્ણ વિશ્વમાં સેટેલાઈટ ઈન્ટરનેટના માધ્યમથી નવું માર્કેટ તૈયાર કરશે. મસ્કની કંપનીનું નામ Starlink (સ્ટારલિંક) છે, જે સેટેલાઈટ ઈન્ટરનેટ બિઝનેસમાં છે. એક રિપોર્ટ અનુસાર, એલન મસ્કે સ્પેસ ટેકનોલોજી કાર્યક્રમ હેઠળ અત્યારસુધી 1000 સેટેલાઈટ સ્પેસમાં લૉન્ચ કર્યા છે. આ તમામ સેટેલાઈટ સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસ માટે કામ કરે છે. કંપનીને અમેરિકા, યુકે, કેનેડામાં ગ્રાહકો પણ મળવા લાગ્યા છે. આ જ કારણે મસ્ક 1 ટ્રિલિયન ડૉલર એટલે કે 1 લાખ કરોડ ડૉલર (અંદાજે 75 લાખ કરોડ રૂપિયા)ના માર્કેટમાં…

Read More
stock trading

નવી દિલ્હીઃ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક સરખામણીએ 12.5 ટકા વધીને 13101 કરોડ રૂપિયા રહયો. જે માર્કેટ એનાલિસ્ટોના 11140 કરોડ રૂપિયાના નફાની ધારણા કરતા વધારે છે. તો ડિસેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક તુલનાએ 21.1 ટકા ઘટીને 1.2 લાખ કરોડ રૂપિયા રહી છે. કંપનીની આવકમાં ઘટાડાનું કારણ રિફાઇનિંગ બિઝનેસ સાથે જોડાયેલી મુશ્કેલીઓ છે. શુક્રવારે પરિણામ પહેલા રિલાયન્સનો શેર એનએસઇ પર 2.4 ટકા ઘટીને 2049.60 રૂપિયા સ્તરે બંધ થયો હતો. ત્રિમાસિક પરિણામની અસર આજે સોમવારે રિલાયન્સ કંપનીના શેરમાં જોવા મળશે. આ શેરમાં આજે…

Read More
corona insurance claim

નવી દિલ્હીઃ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ લેનાર વીમાધારકો માટે વીમાના પ્રીમિયમનો ખર્ચ માથે પડી શકે છે. કારણ કે આરોગ્ય વીમા કંપનીઓ કોરોનાના સારવાર પર થનાર ખર્ચની ભરપાઈ કરવા માટે જરા પણ તૈયાર નથી. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાએ વીમા કંપનીઓને જણાવ્યું હતું કે, આનો ખર્ચ ચૂકવવામાં આવે. પરંતુ આને વીમા કંપનીઓ માનવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI)એ કોવિડ-19ના વેક્સિનેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત કવર કરવાનો આદેશ કર્યો છે. રેગ્યુલેટરીએ આરોગ્ય વીમા સેવા આપતી કંપનીઓને કહ્યું કે કોરોનાની ઇમ્યુનાઇઝેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ અંતર્ગત કરવામાં આવે. પરંતુ જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ (GIC)એ તેનો વિરોધ કર્યો છે. તેને IRDAIના નિર્ણય પર કહ્યું કે,…

Read More