લંડનઃ એક નવા સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, આપણા દ્વારા ઉધરસ અથવા છિંક બાદ હવાના સંપર્કમાં આવેલ એરોસોલ માઇક્રોડ્રોપલેટ્સ (હવામાં ભળેલા અતિસુક્ષ્મ કણો) કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવા માટે વધારે જવાબદાર હોતા નથી. જર્નલ ફિઝિક્સ ઓફ ફ્લ્યૂડમાં પ્રકાશિત આ રિસર્ચ રિપોર્ટ મુજબ બંધ સ્થળોએ સોર્સ-સીઓબી-2ના એરોસોલનું પ્રસરણ વધારે અસરકારક હોતુ નથી. સંશોધનકર્તાઓએ એક નિવેદનમાં જણાવ્યુ કે, જો કોઇ વ્યક્તિ આવા સ્થળોએ જાય છે જ્યાં થોડાંક જ ક્ષણો પહેલા કોઇ એવી વ્યક્તિ હહતી જેનામાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાના સાધારણ લક્ષણો હતો તે વ્યક્તિ કોરોનાની ઝપટમાં આવવાની શક્યતા ઓછી હોય છે. તેમણે કહ્યુ કે, આ આશંકા એવા સમયે ઘણી ઓછી થઇ જાય…
કવિ: Satya Day
નવી દિલ્હી – સરકાર સ્થાનિક સપ્લાયમાં ઘટ અને વધી રહેલા ભાવને રોકવા માટે લગભગ 100,000 ટન ડુંગળીની આયાત કરે તેવી શક્યતા છે, એવું એક અધિકારીએ આજે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર અફઘાનિસ્તાન અને કેટલાક અન્ય દેશોમાંથી આયાત કરી શકે છે કારણ કે ઘરેલું પુરવઠા ઘટી રહ્યો છે. રાજ્યની માલિકીની એજન્સીઓ, મુખ્યત્વે એમએમટીસી, ડુંગળીની આયાત કરી શકે છે. અફઘાનિસ્તાન ટૂંક સમયમાં સડક માર્ગે ડુંગળીની નિકાસ શરૂ કરવાની તૈયારીમાં છે, એવું તેમણે જણાવ્યું હતું. છૂટક બજારોમાં ડુંગળી પ્રતિ કિલો 8૦ રૂપિયામાં વેચાઇ રહી છે, અને પુરતા સ્ટોકના અભાવે તેના ભાવ 100 રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે, એવુ વેપારીઓએ જણાવ્યું હતું.…
મુંબઇઃ ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ પર ફરી આંતકી હુમલાનું સંકટ ઉભી થયુ છે અને તેના લીધે મુંબઇમાં હાઇ એલર્ટ જારી કરાયુ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના પ્રાપ્ત બાતમીના આધારે મુંબઇમાં આંતકવાદીઓ દ્વારા ફરી હુમલો થઇ શકે છે અને આથી હાઇ એલર્ટ જારી કરી સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગને સાવચેત કરાયા છે. આ બાતમીના પગલે મુંબઇ પોલીસ પણ સાવધ થઇ ગઇ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આતંકવાદીઓ મુંબઇમાં ડ્રોન વડે હુમલો કરી શકે છે તેવી આશંકા ગુપ્તચર વિભાગે વ્યક્ત કરી છે. આથી સાવચેતીના ભાગ રૂપે મુંબઇમાં કોઇ પણ પ્રકારના ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઇ પોલીસે શહેરમાં કોઇ પણ…
નવી દિલ્હીઃ પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ ભારતીય આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલો 10 નંબરનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ ઇન્કમટેક્સ રિટર્ન ભરવા સહિત અન્ય સરકારી કામકાજમાં પણ ઉપયોગી બની છે. આથી, PAN કાર્ડમાં દર્શાવેલી તમામ માહિતી સાચી હોય અને આવશ્યક જણાય તો તેમાં સુધારો પણ તાત્કાલિક કરાવી લેવો જઇએ. જો તમને લાગે કે PAN કાર્ડમાં દર્શાવેલી માહિતી કોઇ ભૂલ છે તો તમે પરેશાન ન થાવો. હવે તમે ઘરે બેઠાં PAN કાર્ડમાં રહેલી કોઇ પણ ભૂલ સુધારી શકો છો તે પણ અત્યંત સરળતાપૂર્વક. જાણો PAN કાર્ડમાં રહેલી ભૂલીને કેવી રીતે સુધારશો… Tin-NSDL વેબસાઇટ ઉપર જાઓ હોમ પેજ ખુલ્યા…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે જો કે સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા એકંદરે સ્થિર છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યમાં આજે સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 992 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,69,073 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1238 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,51,888 લાખે પહોંચી ગઇ છે. ગુજરાતમાં સોમવારે કોરોના સંક્રમણથી વધુ 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 2, સુરત શહેરમાં 1 અને ગાંધીનગરમાં…
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જારી યથાવત્ છે. ભારતના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ કે, કાવાસાકી બિમારી એક ઓટો-ઇમ્યૂન બિમારી છે, જે 5 વર્ષ સુધીના બાળકોને થઇ શકે છે અને તે ભારતમાં નગ્રણ્ય છે. મને નથી લાગતુ કે આપણે ભારતમાં અત્યાર સુધી કોરોના મહામારીની સાથે કાવાસાકીના કોઇ કેસ નોંધાયા હોય, આ અત્યંત દુર્લભ સ્થિતિ છે. ભારતમાં 17 વર્ષથી ઓછી વયના માત્ર 8 ટકા બાળકો કોરોના પોઝિટિવ છે, તેમાં પણ પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા ઘણી ઓછી છે. દિલ્હીની કલાવતી સરન હોસ્પિટલમાં બાળકોમાં કાવાસાકી સંબંધિત લક્ષણો દેખાયા હતા. તમામ બાળકો પહેલાંથી જ કોરોના…
મુંબઇઃ ટાટા મોટર્સની જુલાઇથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને રૂ. 307.3 કરોડે પહોંચી ગઇ છે. આ સાથે કંપનીને સળંગ ત્રીજા ત્રિમાસિકગાળામાં ચોખ્ખી ખોટ થઇ છે. જ્યારે કંપનીએ વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં રૂ. 187.70 કરોડની ખોટ કરી હતી. નફાની સાથે-સાથે કંપનીની આવકમાં પણ ઘટાડો થયો છે. કંપનીન ત્રિમાસિક આવક પણ 18.2 ટકા ઘટીને રૂ. 53,530 કરોડ થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં રૂ. 65,431 કરોડ હતી. નિકાસ સહિત કંપની દ્વારા વાહનોનું વેચાણ 3.4 ટકા વધીને 1,09,958 યુનિટ નોંધાયુ છે. જો કે સ્થાનિક બજારમાં વેચાણ ઘટ્યુ છે. કંપનીએ કહ્યુ કે, કોરોના મહામારી અને લોકડાઉનના પગલે ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ…
નવી દિલ્હીઃ ઉંચા ભાવે રિટેલ ઘરાકીના અભાવે હાલ સોનાના ભાવ નરમ રહ્યા છે જ્યારે ચાંદીમાં માંગ રહેતા ભાવ વધ્યા હતા. દિલ્હી ખાતે બુલિયન બજારમાં આજે સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 137 રૂપિયા ઘટીને 51,108 રૂપિયા થયો હતો. જ્યારે ચાંદી 475 રૂપિયા મોંઘી થતા એક કિલોનો ભાવ 62,648 રૂપિયા થયો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવવાની સાથે કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક મંદીની સમસ્યાની તીવ્રતા વધતા કિંમતી ધાતુઓ એકંદરે મક્કમ રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલરના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની ઉપર ટકી રહેવામાં સફળ થયુ છે. આજે વિશ્વબજારમાં સોનાનો ભાવ મજબૂત સાથે 1903 ડોલર પ્રતિ ટ્રોય ઔસ હતુ. જો કે ચાંદી 1.4…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ધીમો પડ્યો હોવાનું સરકાર જણાવી છે. તે દરમિયાન સરકારે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને દેશમાં 30 નવેમ્બર સુધી ‘અનલોક’ લંબાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે, દેશમાં 30 નવેમ્બર સુધી ‘અનલોક’ અમલમાં રહેશે અને તેની માટે સપ્ટેમ્બરમાં જારી કરવામાં આવેલી ‘અનલોક-5’ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એવું પણ જણાવ્યુ કે, ‘અનલોક-5’ની ગાઇડલાઇન મુજબ કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઇ વધારાની છુટછાટ આપવામાં આવશે. Ministry of Home Affairs (MHA) issued an order today to extend the guidelines for Re-opening, issued on 30th September, to remain in force up to 30th November, 2020: Ministry of Home Affairs. #COVID19…
બેઇજિંગઃ ચીનના જે શહેરમાં સૌથી પહેલા કોરોના વાયરસ ફેલાયો હતો ત્યાંથી ફરીથી ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વુહાનના 4 ટકાથી પણ ઓછા લોકોમાં કોરોના વાયરસની એન્ટિબોડી જોવા મળી છે. એનો અર્થ એ થયો કે વુહાન કોરોનાથી ઈમ્યુનિટી મેળવી શક્યો નથી. કોરોના પોઝીટીવ દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડ્યો નથી. તેમનું શરીર કોરોના સામે એન્ટી બોડી બન્યું નથી. વુહાનમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસ સામે આવી ગયા હતા. આ કારણે જ વુહાનને કોરોનાનું એપિસેન્ટર કહેવામાં આવે છે. કારણ કે કોરોનાનું સંક્રમણના ઘણાં કેસોમાં કોઈ પણ પ્રકારના લક્ષણો નહોતા. વુહાન ચીનના હુબેઈ રાજ્યની રાજધાની…