નવી દિલ્હીઃ ભારતમાં તહેવારોની મૌસમ શરૂ થઇ ચૂકી છે અને તમામ ઓટો કંપનીઓ પોતાનું વેચાણ વધારવા સજ્જ થઇ ગઇ છે. જ્યાં એક બાજુ કેટલીક કંપનીઓ વાહનો ઉપર જંગી ડિસ્કાઉન્ટ આપી રહી છે, તો બીજીબાજુ લોકો જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓછા ઇએમઆઇ અને 100 ટકા લોનની સુવિધા સાથે ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરી રહી છે. જો તમે પણ આ દિવાળીમાં લેટેસ્ટ અને વધારે માઇલેજવાળી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તમારી માટે TVS Sportની આ ખાસ ઓફર એકદમ બેસ્ટ રહેશે. શુ છે ઓફરઃ TVS Sport ભારતની સૌથી વધુ માઇલેજ આપતી બાઇક છે, તાજેતમાં જ તેણે ઓન-રોડ પ્રતિલિટર 110.12 કિમીની માઇલેજ સાથે નવો રેકોર્ડ બનાવ્યો…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના દૈનિક નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે દેશભરમાં કોરોના વાયરસના 36,469 નવા કેસ નોંધાયો છે, જે છેલ્લા 101 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કોરોના કેસ છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 72 લાખને વટાવી ગઇ છે. આ પહેલા 17 જુલાઇએ 35,065 નવા કેસ નોંધાયા હતા. હવે 101 દિવસ બાદ કોરોનાના ગ્રાફમાં ઘણો નીચે જતો દેખાઇ રહ્યો છે. સપ્તાહ કોરોના મામલે ભારતમાં અત્યાર સુધીનું સૌથી સારું સપ્તાહ રહ્યું છે. ખૂબ જ આશ્ચર્યજનક રીતે 19થી 25 ઓક્ટોબર વચ્ચે દેશમાં નવા સંક્રમણ અને મૃત્યુદર બંનેમાં અનુક્રમે 16 ટકા અને 19 ટકાનો…
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા કોરોના સામેની જંગી હારી જતા આજે તેમનું નિધન થયુ છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જો કે સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં જ તેમના મોટાભાઈ મહેશ કનોડિયાનું માંદગીથી અવસાન થયા બાદ આજે તેમના ભાઇ નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમા નિધન થયું છે. બુધવારે જ નરેશ કનોડિયાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ…
અમદાવાદઃ ગુજરાતના નાયબ મખ્યમંત્રી નિતિન પટેલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તી પર આકરા પ્રહાર કર્યા છે. જમ્મુ-કાશ્મિરમાં કલમ-370 નાબૂદ કરવા અંગે મહેબુબા મુફ્તીએ તાજેતરમાં આપેલા નિવેદન નારાજગી વ્યક્ત કરતા નીતિન પટેલે કહ્યુ કે, તેમમે પરિવાર સાથે પાકિસ્તાનના કરાંચીમં જતા રહેવુ જોઇએ. ગુજરાતમાં તાજેતરમાં ચૂટંણી યોજનાર છે તેને અનુલક્ષીને નીતિન પટેલ વડોદરાના કરણજ વિસ્તારમાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર-પ્રસાર કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યુ કે, જેમને સીએએ, આર્ટિકલ-370 અને ભારતમાં રહેવુ પસંદ નથી, તેમણે પાકિસાતન જતા રહેવુ જોઇએ. નીતિન પટેલે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દેશની સુરક્ષાને લઇને નાગરિકતા સંશોધન કાનુન લાવ્યા અને…
નવી દિલ્હીઃ કોરોના મહામારીના કહેર વચ્ચે દિલ્હીમાં પ્રાણવાયુ દિવસેને દિવસે વધુ ઘાતક બની રહ્યો છે. દિલ્હી – એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઓછી થઇ રહી નથી અને હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઇ રહી છે. આ ઝેરીલી હવાના કારણે સામાન્ય લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારમાં પણ છવાયુ ધુમ્મસ હવાની ગુણવત્તા ખરાબ થવાની સાથે-સાથે દિલ્હીના આકાશમાં આજે સવારે પણ અત્યંત ગાઢ ધુમ્મ્સ છવાયેલુ હતુ. ધુમ્મ્સના કારણે વિજિબિલિટી પણ ઓછી હતી. આકાશમાં છવાયેલા ધુમ્મસને કારણે વિજિબિલિટી અત્યંત ઓછી થઇ જતા લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી હતી. દિલ્હીના મોટાભાગના વિસ્તારમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ દિલ્હીની હવા આજે પણ ‘અત્યંત ખરાબ’…
મુંબઇઃ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં હવે સરકારે કોરોના ટેસ્ટિંગના ચાર્જને લઇને મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં થતા કોરોના ટેસ્ટિંગની માટે ચોથી વખત રેટ નક્કી કર્યા છે. હવે મહારાષ્ટ્રમાં માત્ર 980 રૂપિયામાં કોરોના ટેસ્ટિંગ થશે. સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોને ટેસ્ટિંગ કરાવવામાં સગવડ રહેશે. કોરોના ટેસ્ટિંગના રેટ ઘટ્યા રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના નવા રેટ લાગુ કરવામાં આવ્યા છે અને તેમની મુજબ જે કોઇને પણ કોરોના ટેસ્ટિંગ કરાવવાનું હોય તેમણે હવે ઓછામાં ઓછા 980 અને મહત્તમ 1800 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. સરકારે કોરોના ટેસ્ટિંગને ત્રણ કેટેગરીમાં વિભાજીત કર્યો છે. જેના ચાર્જ આ મુજબ છે – 980 રૂપિયા, 1400…
લંડનઃ દુનિયના ઘણા દેશોમાં હજી પણ કોરોનાનો કહેર યથાવત છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં 4 કરોડથી વધારે લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે અને 11 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે, પરંતુ આ દરમિયાન બ્રિટનની માટે એક રાહત જનક સમાચાર આવ્યા છે. હકિકતમાં ત્યાંની હોસ્પિટલોને કોરોના વાયરસની વેક્સીન મૂકવાની તૈયારી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નવેમ્બરમાં લોકોને કોરોનાની રસ મૂકવાની યોજના બનાવવામાં આવી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ એસ્ટ્રેઝેનેકાની સાથે મળીને આ વેક્સીન તૈયાર કરી છે. બ્રિટનના નેશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં પાંચ સ્થળોએ વેક્સીન મૂકવાની સુવિધા આપવા જઇ રહ્યુ છે. તેની માટે એનએચએસના હજારો કર્મચારીઓ આ સ્થળો પર તૈનાત…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે જો કે સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા એકંદરે ઘટી રહી છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યમાં આજે સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 908 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,68,081 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1102 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,50,650 લાખે પહોંચી ગઇ છે. ગુજરાતમાં સોમવારે કોરોના સંક્રમણથી વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 2, સુરત શહેરમાં 1 અને…
નવી દિલ્હીઃ ગુગલના પ્લે સ્ટોર પર આવે તેની પહેલા એપ એ ઘણા પ્રકારના સુરક્ષાચક્રો માંથી પસાર થવુ છે, તેમ છતાં એવી ઘણી એપ પ્લે સ્ટોરમાં આવી જાય છે, જે યુઝર્સને નુકસાન પહોંચાડી શકે છે. ગુગલ આવી કોઇ પણ એપ વિશે જાણ કરતા તાત્કાલિક પરથી હટાવી દે છે અને તેણે તાજેતરમાં ત્રણ એપ્સને તેના પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી દીધી છે. આ ત્રણ એપ્સ બાળકોના ડેટા ચોરી રહી હતી અને ડિજિટલ એકાઉન્ટબિલિટી કાઉન્સિલ (IDCA) તરફથી આ અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. જો તમારા મોબાઇલમાં આ એપ છે તો તેને તાત્કાલિક ડિલિટ કરો. ગુગલે તેના પ્લે સ્ટોરમાંથી Princess Salon, Number Coloring અને…
મુંબઇઃ કોરોના મહામારીને કારણે દેશ અને દુનિયામાં આર્થિક મંદીનું સંકટ સર્જાયુ છે તેમ છતાં ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત વધારો થઇ રહ્યો છે. જે એક સારી બાબત છે. કારણ કે તે દેશની આર્થિક સદ્ધરતાનું એક જમા પાસુ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 16 ઓક્ટોબરના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.61 અબજ ડોલર વધીને 555.12 અબજ ડોલરના નવા સર્વોચ્ચ શિખરને આંબી ગયુ છે. જ્યારે તેની 9મી ઓક્ટોબરના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 551.50 અબજ ડોલર અને બીજી ઓક્ટોબરના રોજ 545.63 અબજ ડોલરની નવી વિક્રમી ઉંચાઇએ નોંધાયું હતુ. તેની પૂર્વેના 25 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ 3.01…