નવી દિલ્હીઃ ભારતની નિકાસમાં છ મહિના બાદ વધારો જોવા મળ્યો છે. આજે વેપાર અને વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં દેશમાં વાર્ષિક તુલનાએ નિકાસ 5.99 ટકા વધીને 27.58 અબજ ડોલર થઇ છે. તો સપ્ટેમ્બરમાં આયાત વાર્ષિક તુલનાએ 19.6 ટકા ઘટીને 30.31 અબજ ડોલર નોંધાઇ છે. જે માર્ચ પછી નિકાસમાં પ્રથમ માસિક વધારો દર્શાવે છે. તો બીજી બાજુ આયાતમાં ઘટાડો યથાવત્ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, સપ્ટેમ્બર 2019માં દેશમાં 26.02 અબજ ડોલરની નિકાસ અને 37.69 અબજ ડોલરની આયાત થઇ હતી. કોરોના કટોકટી-લોકડાઉનના અને વૈશ્વિક માંગ ઘટવાથી ભારતની નિકાસ માર્ચથી ઓગસ્ટ દરમિયાન સતત છ મહિના સુધી ઘટી હતી અને…
કવિ: Satya Day
અમદાવાદઃ વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલરના સપોર્ટ લેવલની નીચે જતા સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ સળંગ ત્રીજા દિવસેઘટ્યા છે. સોનાની નરમાઇ પાછળ ચાંદીમાં સુસ્તી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોના-ચાંદી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ આજે 100 રૂપિયા ઘટીને 52200 રૂપિયા થયો હતો. તેવી જ રીતે ચાંદીના ભાવમાં આજે 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 65,500 રૂપિયા થયા હતા. આમ અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. જેના પગલે સ્થાનિક બજારમાં છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવ 500 રૂપિયા અને ચાંદી. 2500 રૂપિયા સસ્તા થયા છે. દિલ્હીના બજારમાં આજે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ…
ગાંધીનગરઃ ગુજરાતમાં સતત પાંચમાં દિવસે 1200ની અંદર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1185 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,56,283 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1329 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,37,870 થઇ છે. ગુજરાતમાં ગુરુવારે કોરોના સંક્રમણથી વધુ 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 4, સુરતમાં 2, ગાંધીનગર, પાટણ, મહીસાગર અને પાટણ, તાપી અને વડોદરા શહેરમાં 1-1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં…
મુંબઇઃ આજે ભારતીય શેરબજારમાં મંદીની મોજુ ફરી વળતા રોકાણકારોને જંગી નુકસાન સહન કરવુ પડ્યુ છે. બેન્ચમાર્ક સેન્સેક્સમાં આજે 1066 પોઇન્ટો કડાકો બોલાયો હતો અને સેશનના અંતે 39,728ના સ્તરે બંધ આવ્યો હતો. તો બેન્ચમાર્ક નિફ્ટી પણ 290 પોઇન્ટ તૂટીને 11680ના સ્તરે બંધ રહ્યા હતા. શેરબજારમાં 10 દિવસની એકધારી તેજી આવેલા ધબકડાથી શેરબજારમાં મોટો આંચકો લાગ્યો હતો. આજના આ કડાકાથી રોકાણકારોની રૂ. 3.3 લાખ કરોડની મૂડી સાફ થઇ ગઇ હતી. આજે સેશનના અંતે બીએસઇની માર્કેટકેપ ઘટીને 1,57,31,141 કરોડ રૂપિયા થઇ હતી. આજે સેન્સેક્સના 30 બ્લુચીપમાંથી એક માત્ર એશિયન પેઇન્ટને બાદ કરતા તમામ શેર રેડ ઝોનમાં બંધ આવ્યા હતા. જેમા બજાજ ફિનસર્વ, ટેકમ…
મુંબઇઃ પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર અને ભારત માટે પ્રથમ ઓસ્કર એવોર્ડ જીતનાર ભાનુ અથૈયાનું અવસાન થયુ છે. તેઓ 91 વર્ષના હતા. તેમણે વર્ષ વર્ષ 1983માં આવેલી ફિલ્મ ‘ગાંધી’ની માટે ઓસ્કરનો બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ ડિરેક્ટર રિચર્ડ એટનબરોએ બનાવી હતી અને તેમાં ભાનુ અથૈયાએ કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. ભાનુ અથૈયાનું પુરું નામ ભાનુમતિ અન્નાસાહેબ રાજોપાધ્યાય હતુ. તેમનો જન્સ 28 એપ્રિલ, 1929માં કોલ્હાપુરમાં થયો હતો. તેમને લગભગ 1000થી વધુ ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનરનું કામ કર્યુ છે. વર્ષ 2012માં ભાનુ અથૈયાએ ઓસ્કર એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તેમના પરિવારજનો અને ભારત સરકાર તેમના આ અમૂલ્ય એવોર્ડની…
નવી દિલ્હીઃ પ્રદુષણની રાજધાની બનેલા દિલ્હી- એનસીઆરના 5 શહેરોમાં GRAP (Graded Response Action Plan) લાગુ થઇ રહ્યો છે. જે હેઠળ આજથી દિલ્હીસહિત ગુરુગ્રામ, ફરિદાબાદ, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદમાં ડીઝલ- પેટ્રોલ અને કેરોસીનથી ચાલતા જનરેટર ચલાવવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ આગામી 15મી માર્ચથી ચાલુ રહેશે. દિલ્હીની માટે આ નિર્ણય સારો છે પરંતુ અહીં પાવર-કાપ બહુ જ છે. પરંતુ નોઇડા- ગાજિયાબાદ જેવા શહેરોનું શું થશે? આ શહેરોમાં તો વિજળીની સમસ્યા વધારે છે. એવામાં એવી સોસાયાટીઓનું શુ થશે, જેઓ પાવર-કાપમાં ડીઝલ જનરેટર ચલાવીને લિફ્ટ વગેરે ચલાવે છે. ફેક્ટરીઓ-ઉદ્યોગોનું શું થશે? પાવર-કાપને લીધે ત્યાં ઉત્પાદન અટકી પડશે. CNG-PNG જનરેટર ચલાવી શકાશે અલબત,…
મોસ્કોઃ કોરોના મહામારીના સંકટથી લડી રહેલા રશિયાએ બુધવારે એક મોટી જાહેરાત કરી હતી. રશિયામાં કોરોના વાયરસના નવા કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે, રશિયાએ પોતાની બીજી કોરોના વેક્સીનનું રજિસ્ટ્રેશન કરી લીધુ છે. રશિયામાં સરકારે આ કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. પુતિને કહ્યુ કે, સ્પુતનિક V બાદ રશિયાએ વધુ એક કોરોના વેક્સીનને મંજૂરી આપી છે. રશિયાએ આરંભિક ટ્રાયલ બાદ કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ કોરોના વેક્સીનનું નામ EpiVacCorona છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કેબિનેટ સભ્યોની સાથે એક વીડિયો કોન્ફરન્સ દમરિયાન તેની જાહેરાત કરી છે. પુતિને કહ્યુ કે, નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે આજે કોરોના…
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુંબઇ અને થણે સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. ગુરુવારે ઉત્તર કોંકણ સહિત મુંબઇ અને થાણેની માટે રેડ એલર્ટ જારી કરાયુ છે. અહીંય ભારે વરસાદની આશાંકા છે. ભારતીય હવામાન વિભાગે, મુંબઇમાં વરસાદને લઇને આજે 15 ઓક્ટોબરની માટે મહારાષ્ટ્રના ઉત્તર કોંકણ ક્ષેત્ર સહિત મુંબઇ અને થાણેને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો બીજી બાજુ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હજી પણ વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ સ્થિતિ સંભાળી રહી છે. બંને રાજ્યોમાં ભારે વરસાદથી જાન અને માલને મોટું નુકસાન પહોંચ્યુ છે. મુંબઇના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સાયન પોલીસ સ્ટેશન…
કોરોના વાયરસના કારણે સર્જાયેલી કટોકટીમાં એક બાજુ વ્યક્તિઓ અને કંપનઓની આવક ઘટી રહી છે અને લાખો લોકોએ ગુમાવી છે તેવા સંકટ સમયમાં આ ભારતીય કંપનીએ તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ભારતની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા બાદ તેના કર્મચારઓન પગારમં વધારો કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, ઇન્ફોસિસનો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 4846 કરોડ રૂપિયા રહ્યો છે. ઇન્ફોસિસે કહ્યુ કે, 1લી જાન્યુઆરી 2021થી કર્મચારીઓના પગારમાં વધારો અને પ્રમોશનનો અમલ થશે. આ નિયમ તમામ લેવલ પર લાગુ કરવામાં આવશે. કંપનીના સીઇઓ સલીલ પારખે કહ્યુ કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં એટલે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપની સ્પેશિયલ…
ક્રિકેટ જગત અને ક્રિકેટના રસિયાઓને આંચકો લાગે તેવા દુખદ સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેંડના પૂર્વ કેપ્ટન અને રાષ્ટ્રીય ટીમના પૂર્વ પસંદગીકાર જોન રીડનું નિધન થઈ ગયુ છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. રીડે 1956માં વેસ્ટઈંડીઝ વિરુદ્ધ ન્યૂઝિલેન્ડની પ્રથમ ટેસ્ટ જીતી હતી, જેમાં તેમણે કેપ્ટનશી કરી હતી. તેમણે 34 મેચમાં ટીમનું નેતૃત્વ કરેલુ છે. રીડને 2013માં આંતરડાનું ઓપરેશન કર્યુ હતું. જે બાદ તેમની તબિયત ખૂબ બગડતી ગઈ હતી. જોન રીડ એક સારા ક્રિકેટર હોવાની સાથે સાથે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના મેચ રેફરી પણ રહ્યા હતા. તેઓ 1959માં જ વિજડન ક્રિકેટર ઓફ દ ઈયર તરીકે પસંદગી પામ્યા હતા. રીડે 1949માં…