કવિ: Satya Day

ભીમા-કોરેગાંવ કેસમાં વકીલ અને કાર્યકર્તા સુધા ભારદ્વાજને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે બુધવાર, 1 ડિસેમ્બરના રોજ ભારદ્વાજને જામીન આપ્યા હતા. જોકે, આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય 8 આરોપીઓની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે તેમાં સુધીર દેવલે, ડૉ. પી. વરવરા, રોના વિલ્સન, સરેન્દ્ર ગાડલિન્હ, શોમા સેને, મહેશ રાઉત, વર્નન ગોન્સાલ્વિસ અને અરુણ ફરેરાનો સમાવેશ થાય છે. જસ્ટિસ એસએસ શિંદે અને જસ્ટિસ એનજે જમાદારની ડિવિઝન બેન્ચે આ વર્ષે 4 ઑગસ્ટે સુધા ભારદ્વાજની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો, જ્યારે 1 સપ્ટેમ્બરના રોજ કોર્ટે બાકીના 8 આરોપીઓના જામીન પર ચુકાદો અનામત રાખ્યો હતો.…

Read More

દિલ્હીમાં પેટ્રોલ સસ્તું થયું છે. બુધવારે જનતાને રાહત આપતા કેજરીવાલ સરકારે પેટ્રોલ પર વેટમાં ઘટાડો કર્યો છે, જેથી અહીં પેટ્રોલ 8 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. આજે સવારે માત્ર એવી માહિતી મળી રહી હતી કે દિલ્હીમાં પેટ્રોલ સસ્તું થઈ શકે છે. આજે દિલ્હી સરકારની કેબિનેટ બેઠક હતી. તેવી ચર્ચા હતી કે આ બેઠકમાં કેજરીવાલ સરકાર પેટ્રોલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. સરકારે પેટ્રોલ પરનો વેટ 30 ટકાથી ઘટાડીને 19.40 ટકા કર્યો છે, જેથી રાજધાનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ આઠ રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે. આ નવા દરો આજે મધરાતથી લાગુ થશે. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ…

Read More

કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલનમાં એકપણ ખેડૂતનું મોત થયું નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં એક લેખિત જવાબમાં આ વાત કહી. તોમરે કહ્યું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોના આંદોલનને કારણે કોઈ ખેડૂતના મોતનો કોઈ રેકોર્ડ નથી. આવી સ્થિતિમાં મૃતક ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. અસલમાં સરકારને લોકસભામાં પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર પાસે આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા તેનો કોઈ ડેટા છે અને શું સરકાર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપશે. જો વળતર આપવાનું હોય તો સરકાર વિગતવાર માહિતી આપે. જો તેમ ન હોય તો સરકારે તેનું કારણ જણાવે. આ સિવાય…

Read More

રાજ્યના હવામાન વિભાગે 1 અને 2 ડિસેમ્બરે પવન સાથે માવઠાની આગાહી કરી છે. જેની અસર આજે વહેલી સવારથી સુરત, અમદાવાદ, વડોદરા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યેથી ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ સહિત વહેલી સવારે ઉત્તર ગુજરાત, સુરત, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સુરતમાં મંગળવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ મંગળવારે બપોર બાદ અનેક જગ્યાએ ઝાપટા પડ્યા હતા. ઊના અને ગીરગઢડા પંથકનાં કેટલાક વિસ્તારોમાં માવઠા થયા છે. માવઠાઓથી શિયાળુ પાક ઉપરાંત આંબાનાં…

Read More

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કર્યાનો વિરોધ કર્યો હતો. સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે એ દુઃખની વાત છે કે ગૃહની અંદર બેસીને ચર્ચા કરવાને બદલે અમારે અહીં બહાર વિરોધ કરવો પડે છે. સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે રાહુલ ગાંધીએ અન્ય વિપક્ષી પાર્ટીઓના સાંસદો સાથે સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તૃણમૂલ સાંસદ સૌગત રોયે કહ્યું કે 12 સસ્પેન્ડેડ સાંસદોને માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ મને નથી લાગતું કે વિપક્ષ માફી માંગશે. 12 સાંસદોમાંથી 2 સાંસદ તૃણમૂલના પણ છે, તૃણમૂલ માફી માંગવાની વિરુદ્ધ છે. તૃણમૂલના બંને…

Read More

સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં 2 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. તેમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ આતંકવાદી કમાન્ડર યાસિર પારેનો પણ સમાવેશ થાય છે. તે આઈઈડી બનાવવાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજા આતંકવાદીની ઓળખ ફુરકાન તરીકે સામે આવી છે. તે ઘણાં લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો. સુરક્ષા દળોએ રાજપોરામાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ મંગળવારે રાતે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ શરૂ કરી દીધું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થાના કારણે તે વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે તમામ ઉચિત પ્રબંધ પણ કરી લીધા હતા. અસલમાં એજન્સીઓને રાજપોરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી…

Read More

કોરોના મહામારી અને સરકારના નિર્ણયોથી અર્થવ્યવસ્થાની સાથે-સાથે સ્વાસ્થ્ય પર પણ મોટી નકારાત્મક અસર પડી છે. આ જ કારણ છે કે 2019ની સરખામણીમાં 2020માં વેપારીઓની આત્મહત્યાની સંખ્યામાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું કે 2020માં 11716 વેપારીઓએ આત્મહત્યા કરી છે. આ 2019 ની સરખામણીમાં 29% વધુ છે. એટલે કે એવા પૂરતા પુરાવા છે કે 2020 એટલે કે કોરોના સમયગાળામાં, વેપારીઓએ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કરતાં વધુ આર્થિક તણાવ અને સંકટનો સામનો કર્યો છે. ગૃહ મંત્રાલયે Accidents and Suicides in India અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે 2019માં વ્યવસાય સાથે સંબંધિત 9052 લોકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે 2020માં 11,716 લોકોએ પોતાનો…

Read More

લોકસભામાં સરકારે માહિતી આપતા જણાવ્યું કે, પાછલા પાંછ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતની નાગરિકતાને છોડી દીધી છે. જે રીતે પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી હતી તેવી જ રીતે પાંચ વર્ષમાં 10 હજારથી વધારે લોકોએ ભારતીય નાગરિક્તા મેળવવા માટે અરજી પણ કરી છે. લોકસભામાં માહિતી આપવામાં આવી છે કે, જે 10645 લોકોએ ભારતીય નાગરિક્તા મેળવવા અરજી કરી હતી તેમાંથી 4177 લોકોને નાગરિક્તા આપવાની માગણીને માન્ય રાખવામાં આવી છે અને તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે. ભારતીય નાગરિક્તા માટે જે 10645 લોકોએ અરજી કરી હતી તેમાંથી 227 અમેરિકન, 7782 પાકિસ્તાનિ, 795 અફઘાનિસ્તાનિ અને 184 બાંગ્લાદેશના છે. જે ચાર હજારથી વધુ…

Read More

ડિસેમ્બરના પહેલા દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ સામાન્ય માણસને આંચકો આપ્યો છે. દેશમાં કોમર્શિયલ સિલિન્ડર (એલપીજી કિંમત)ની કિંમતમાં 100 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આનાથી રેસ્ટોરન્ટનું ખાવા-પીવાનું મોંઘું થઈ શકે છે. આ વધારા સાથે હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2101 રૂપિયા થઈ ગઈ છે. નવેમ્બર મહિનામાં તેની કિંમત 2000.50 રૂપિયા હતી. જોકે, ઘરેલું વપરાશ માટે 14.2 કિલો એલપીજીની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રેસ્ટોરન્ટના માલિકો સહિત અનેક સેક્ટરો પરના ધંધાદારીઓના લોકો પર બોજ વધશે, જે અંતે તો સામાન્ય વ્યક્તિના ખિસ્સા સુધી પહોંચી જ જશે. નોંધનીય છે કે ઘરેલુ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડર બંનેની કિંમતો ઘણી…

Read More

બેન્કો પાસેથી લોન લઈને પરત ના કરતા ઉદ્યોગો સામે લાલ આંખ કરવાની જગ્યાએ સરકાર પણ તેમના અનુકૂળ નિર્ણયો લઈ રહી છે. તેવામાં દેશનું બેન્કિંગ સેક્ટર વિનાશના આરે આવીને ઉભુ રહ્યું છે. એક તરફ સરકાર ગરીબ ખેડૂતોની જમીન અને ઘર પણ નિલામ કરાવી દઈ રહી છે તો બીજી તરફ કરોડપતિઓના દેવાને માફ કરી રહી છે. નેશનલ કંપની લે ટ્રિબ્યુનલ પણ બેન્કના નાણાં ન ભરી શકાય તેમ કહીને નાદારી નોંધાવનારી કંપનીઓને બેન્કના દેવામાંથી મુક્ત થવાનો માર્ગ મોકળો કરી આપતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સરળ શબ્દોમાં કહીએ તો દેવામાંથી બહાર નીકળી જવાનો સીધો રસ્તો પોતે જ કરીને આપી રહી છે. બેન્કમાંથી લોન…

Read More