નવી દિલ્હી: પૂર્વ દિલ્હીથી બીજેપી સાંસદ ગૌતમ ગંભીરને મંગળવારે ધમકીભર્યો મેલ આવ્યો છે. તેમને અને પરિવારને જીવથી મારવાની ધમકી મળી છે. ધમકી આપનારાએ લખ્યું છે કે, ISIS કાશ્મીર તમને ખત્મ કરી દેશે. રાતમાં ગૌતમ ગંભીર મધ્ય દિલ્હી ડીસીપી શ્વેતા ચૌહાણને ફરિયાદ કરી, જે પછી પોલીસે તેમના ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ દરેક એંગલથી આ કેસમા તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર વિપક્ષ નેતાઓ પર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં બનેલા રહે છે, હાલમાં જ તેમને નવજોત સિંહ સિદ્ધૂને ઘેર્યા હતા. ગંભીરે સિદ્ધૂને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ…
કવિ: Satya Day
એપલે મંગળવારે સ્પાયવેર નિર્માતા એનએસઓ પર તેના ઉપકરણોના વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવવા માટે કેસ દાખલ કર્યો છે. એપલે કહ્યું છે કે ઇઝરાયેલી કંપનીને પેગાસસ સર્વેલન્સને લઈને દેખરેખ હેઠળ રહેવાની જરૂર છે. પેગાસસ પહેલાથી જ એવા અહેવાલો પર વિવાદમાં ફસાયેલ છે કે તેણે પેગાસસ સ્પાયવેર વડે હજારો કાર્યકરો, પત્રકારો અને રાજકારણીઓની જાસૂસી કરી હતી. યુએસ અધિકારીઓએ થોડા અઠવાડિયા પહેલા જ એનએસઓ અને યુએસ જૂથો વચ્ચેના સંબંધોને પ્રતિબંધિત કર્યા હતા. એપલે મુકદ્દમાની જાહેરાત કરતા નિવેદનમાં જણાવ્યું હતું કે, “પોતાના ઉપયોગકર્તાઓના અને વધારે દુરૂપયોગ અને નુકશાનને રોકવા માટે, એપલ એનએસઓ સમૂહને કોઈ પણ એપલ સોફ્ટવરે, સેવાો અથવા ઉપકરણોનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવા માટે કાયમી…
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,283 કેસ નોંધાયા છે અને 437 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 34,535,763 થઈ ગઈ છે. બીજી તરફ જો આપણે કોરોનાના સક્રિય કેસની વાત કરીએ, તો તે વધીને 111, 481 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 10,949 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક વધીને 466 584 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 76,58,203 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 1,18,44,23,573 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત પછી પણ ખેડૂત સંગઠનો આંદોલનને બંધ કરવાના મૂડમાં નથી. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાર સુધી તેમની અન્ય માંગો માનવામાં આવશે નહીં ત્યાર સુધી આંદોલન ખત્મ કરશે નહીં. શિયાળુ સત્રના પહેલા જ દિવસે ખેડૂત સંગઠન દિલ્હી પહોંચીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મંગળવારે કહ્યું કે, 60 ટ્રેક્ટરો સાથે દિલ્હીમાં માર્ચ નિકાળીને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વૈધાનિક ગેરંટી માટે દબાણ કરશે. તેમને કહ્યું કે, 29 નવેમ્બરે ટેક્ટર માર્ચ નિકાળીને સંસદ જશે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે અને 23 ડિસેમ્બર સુધી ચાલશે. તેમને કહ્યું કે, અમારા પર રસ્તાઓ બ્લોક…
નવી દિલ્હી: Cryptocurrency Prices Crash: “ક્રિપ્ટોકરન્સી અને તેના ઉપયોગની અંતર્ગત ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા” માટે, ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે સંસદમાં બિલ રજૂ કર્યાના સમાચાર પછી ક્રિપ્ટો માર્કેટ ક્રેશ થઈ ગયું. 23 નવેમ્બરના રોજ રાત્રે 11:15 વાગ્યા સુધીમાં, તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં લગભગ 15 ટકા કે તેથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 23 નવેમ્બરના રોજ રાત્રે 11:15 વાગ્યા સુધીમાં તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં લગભગ 15 ટકા કે તેથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બિટકોઈન 17% થી વધુ એથેરિયમ (Ethereum) લગભગ 15% અને ટીથર (Tether) લગભગ 18% ઘટ્યા છે. સંસદની કાર્યવાહી અંગેના એક સત્તાવાર દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિપ્ટોકરન્સી…
આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. જોકે તે પહેલા જ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, મમતા બેનરજીની હાજરીમાં તે ટીએમસીમાં સામેલ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે. 26 વર્ષ સુધી ભાજપમાં રહેલા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે થોડા સમય પહેલા ભાજપને અલવિદા કહી દીધું હતું. તેઓ ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ બિહારના કદાવર નેતા અને પૂર્વ સીએમ ભગવત ઝા આઝાદના પુત્ર છે. બિહારમાંથી તેઓ ભાજપની ટિકિટ પરથી ત્રણ વખત સાંસદ તરીકે પણ ચૂંટાયા…
સંસદના શિયાળુ સત્રમાં કૃષિ કાયદાઓને રદ કરવાથી પહેલા સરકારે ગૃહમાં મુદ્દાઓ પર સર્વસંમતિ સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અહેવાલ મુજબ પ્રિસાઇડિંગ અધિકારીઓએ પક્ષના નેતાઓને ચાર અઠવાડિયા સુધી ચાલેલા સત્રને સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. સંસદનું ચોમાસુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. એનડીટીવીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સત્ર પહેલા એક સર્વપક્ષીય બેઠક છે, જે 28 નવેમ્બર, રવિવારના રોજ યોજાવાની છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી અપેક્ષા છે. અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) ની સંસદીય કાર્યકારિણીની બેઠક તે જ સાંજે યોજાય તેવી સંભાવના છે, જેમાં બપોરે 3 વાગ્યે રાષ્ટ્રીય લોકતાંત્રિક…
ગયા વર્ષે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો છે. મૂળ હૈદરાબાદના, શહીદ કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. આ અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. આપણા જવાનોએ ચીનના અનેક સૈનિકોને ઠાર માર્યા હતા. આ હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચે બધુ બદલાઈ ગયું છે. આવો જાણીએ કઈ રીતે એક વર્ષમાં ભારત ચીનની સામે દરેક મોરચે ફ્રન્ટફૂટ પર રહ્યું. ચીનની વિસ્તારવાદી નીતિ કોઈનાથી છૂપી નથી. ચીન લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તાર પર પોતાનો હક જમાવતું રહ્યું છે. જમીનથી લઈને દરિયા સુધી ચીનની…
ગુજરાતના બે નામી ગ્રુપ્સ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નામણિ મેટલ્સ કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે અમદાવાદમાં એકસાથે 25 જગ્યાઓએ રેડ પાડ્યાના સમાચાર મળી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા અનેક શહેરોમાં તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગે 40 કરતા પણ વધારે સ્થળોએ છાપો માર્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ મંગળવારે સવારથી જ આ બંને કંપનીઓ પર દરોડા પાડ્યા છે. એસ્ટ્રલ પાઈપ્સના ચેરમેન સંદિપ એન્જિનિયરના ઘરે પણ તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત રત્નામણિ મેટલ્સના ચેરમેન પ્રકાશ સંઘવીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ બંને કંપનીના અન્ય ડાયરેક્ટર્સના ઘરો ઉપર પણ…
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવાર 23 નવેમ્બરે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટ્સ એટલે 1.3 ટકાના ઘટાડા સાથે 57,806 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 બેન્ચમાર્ક તેના અગાઉના બંધ કરતાં 200 પોઈન્ટ અથવા 1.2 ટકા ઘટીને 17,262 પર ખુલ્યો હતો. રિલાયન્સમાં આજે પણ વેચાણ ચાલુ છે. ICICI બેંક લિમિટેડે ઘટાડા માટે સૌથી વધુ યોગદાન આપ્યું અને 2.3% નો ઘટાડો નોંધાવ્યો. જ્યારે પાછલા બે ટ્રેડિંગ સેશનમાં લગભગ 37% ના ઘટાડા પછી Paytmના શેરમાં 6.5% નો વધારો જોવા મળી રહ્યો છે. સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ પણ ખરાબ…