ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ગઈકાલે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી ભાજપમાં આંતરિક જૂથવાદનો ઉકળતો ચરું જોવા મળતો હતો. જેના વચ્ચે પ્રદેશ અધ્યક્ષે તેનું વર્ચસ્વ સાબિત કરી દીધું હતું. વિજય રૂપાણી કે ભારદ્વાજનાં બદલે રાજ્યસભાનાં સાંસદ રામ મોકરીયા તેમજ ધારાસભ્ય ગોવિંદ પટેલનું કદ વધ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. બીજીતરફ સંઘનાં દિગ્ગજ નેતા ચીમન શુક્લનાં પુત્ર કશ્યપ શુક્લ પણ કમબેક કરે તેવા સંકેતો પાટીલની હાજરીમાં જોવા મળ્યા છે. સાથે જ ભાજપમાં કોઈ જૂથવાદ નહીં હોવાનું પણ પાટીલે જણાવ્યું હતું. શહેરનાં યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે આજે શહેરનાં ઉદ્યોગકારો સાથે પાટીલનું સ્નેહમિલન યોજાયું હતું.…
કવિ: Satya Day
સરકાર કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં ધોરણ 1 થી 5ની સ્કૂલો પણ પ્રત્યક્ષ રીતે શરૂ કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. હવે કાલે એટલે કે, 22 નવેમ્બરથી એસઓપી પ્રમાણે ધોરણ એકથી પાંચના વર્ગના ઓફલાઈન વર્ગો શરૂ થઈ જશે. શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં આવતીકાલથી ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂઆત કરવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. તેમાં ઓફલાઇન વર્ગો આવતીકાલથી શરૂ થશે. ઉલ્લેખનિય છે કે પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. તે હવે આલતીકાલથી શાળામાં અભ્યાસ કરી શકશે. કોરોના સંક્રમણ ઓછું થતા હવે વાલીઓમાં…
અમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ્સ, હોટલ્સ, ગેમ્સ વિલેજની વિગતો તૈયાર કરવાં આવશે.ઓલિમ્પિક્સ યોજ્યા બાદ અમેરિકા, ચીન, ફ્રાન્સમાં સ્પોર્ટ્સનો સંતુલિત વિકાસ થયોપીએમ મોદીની સાથે કામ કરી ચૂકેલા મંત્રીઓથી લઈ અધિકારીઓ ઘણીવાર કહી ચૂક્યા છે કે, મોદી આગામી 10 કે 15 વર્ષનું પ્લાનિંગ કરીને ચાલનારા રાજનેતા છે. તેમના મનમાં વિઝન પહેલેથી ચોખ્ખું હોય છે ને સમય જતા ખ્યાલ આવે કે, શરૂઆતમાં સામાન્ય લાગતો પ્રોજેક્ટ આગામી સમયમાં વિશ્વ ફલક પર ચમકવાનો છે. મોદીએ ઓલિમ્પિક્સ-2036ની મેજબાની કરવા માટે ત્રણેક વર્ષ પહેલા જ મન બનાવી લીધું હતું અને તેને લઈને તેઓ એક બાદ એક પ્રોજેક્ટ પર કામ કરવા લાગ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ…
યુરોપમાં વધતા કોરોનાના કેસને કારણે લાદવામાં આવેલાં નિયંત્રણોનો નૅધરલૅન્ડ્સમાં વિરોધપ્રદશનો ; કેટલાંક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં છે. યુરોપમાં વધતા જતા કોરોનાના કેસોમાં વધારાના કારણે લાદવામાં આવેલાં નવા નિયંત્રણોનો નૅધરલૅન્ડ્સમાં મોટો વિરોધ થઈ રહ્યો છે. કેટલાંક શહેરોમાં તોફાનો થઇ રહ્યાં છે. રૉટરડૅમમાં ચાલી રહેલા એક વિરોધપ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. તો બીજા દિવસે હૅગમાં વિરોધકર્તાઓએ સાઇકલોમાં આગ ચાંપી હતી અને પોલીસ પર ફટાકડા ફેંક્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે તેઓ યુરોપમાં વધી રહેલા કોરોના કેસને કારણે ખૂબ જ ચિંતા ઉભી થઈ છે. ડૉ હેન્સ ક્લગે બીબીસીને જણાવ્યું હતું કે, “જો પૂરતી સારસંભાળ નહીં રાખવામાં આવે…
છત્તીસગઢના જશપુર ખાતે દિવંગત ભાજપા નેતા દિલીપ સિંહ જૂદેવના પુત્ર પ્રબલ પ્રતાપ સિંહે 1,200 લોકોની ઘરવાપસી કરાવી છે. 300 પરિવારના 1,200 કરતા પણ વધારે લોકોને ફરીથી હિંદુ ધર્મ કબૂલાવ્યો છે. હિંદુ રીત-રિવાજ પ્રમાણે સૌના પગ ધોઈને તેમની ઘરવાપસી કરાવવામાં આવી હતી. જિલ્લાના પત્થલગાંવ સ્થિત ખૂંટાપાની ગામમાં ઓપરેશન ઘરવાપસીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઘરવાપસી કાર્યક્રમનું નેતૃત્વ કરનારા પ્રબલ પ્રતાપે જણાવ્યું કે, આ તમામ લોકોને 3 પેઢી પહેલા ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. આર્ય સમાજ અને હિંદુ સમાજ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેના પહેલા ખૂંટાપાની ખાતે આર્ય સમાજની મહિલાઓ દ્વારા કળશ યાત્રા યોજવામાં આવી હતી. પ્રબલ પ્રતાપે જણાવ્યું કે,…
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કૃષિ કાયદાઓને વિવાદ ઉભો થાય તેવું નિવેદન આપ્યું છે. તેમના કહેવા અનુસાર ભવિષ્યમાં જરૂરત પડશે તો ફરી કાયદા બનાવવામાં આવશે. કલરાજ મિશ્રએ ભદોહી ખાતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન દરમિયાન ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કાયદો પાછો ખેંચવાનું કારણ દર્શાવતા કહ્યું હતું કે, અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં તે માટે કાયદા પાછા લઈ રહ્યા છીએ. તેવામાં રાજ્યપાલ કલરાજ મિશ્રના કહ્યું છે કે, જરૂરત પડશે તો ફરી આવા કાયદા બનાવવામાં આવી શકે છે. કિસાન સંગઠનો પણ આ વાતને લઈ આશંકા વ્યક્ત કરી ચુક્યા…
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બહુપ્રતીક્ષિત કેબિનેટમાં ફેરબદલનો નિર્ણય લીધો છે. આજે 15 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. જેમાંથી 11 કેબિનેટ મંત્રી બનશે અને 4 ધારાસભ્યો રાજ્ય મંત્રી તરીકે શપથ લેશે. આ ફેરબદલની ખાસ વાત એ છે કે સચિન પાયલટના ખેમાના પાંચ લોકોને નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. પ્રસ્તાવિત કેબિનેટ ફેરબદલ પહેલા, શનિવારે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને રાજસ્થાન મંત્રી પરિષદની બેઠક શરૂ થઈ હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટમાં ફેરબદલ કોંગ્રેસના નેતા સચિન પાયલટ અને દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો સાથે સામે આવ્યો હતો. સીએમ ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પાર્ટીના…
ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતો માટે રાજ્યની સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકાર ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય કરશે. મોબાઈલની ખરીદ કિંમતમાં ખેડૂતોને 10% ની સહાય કરવામાં આવશે. તેમજ વધુમાં વધુ 1500 રૂપિયાની ખેડૂતોને સહાય કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ ઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. કૃષિ વિભાગ દ્વારા આ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતોને હવે સ્માર્ટ અને ટેકનોલોજી સાથે જોડવાના પગલા રૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજના (government yojna)ને સરકારે મંજૂરી આપી છે. આ સહાય હેઠળ ખેડૂતોને…
ભારત 2022ની શરૂઆતમાં લદાખ અને અરૂણાચલ પ્રદેશની સરહદે રશિયન બનાવટની બે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દેવામાં આવશે. જેથી ચીનની સરહદે ભારતીય લશ્કર વધુ મજબૂત બની જશે. રશિયન રાજદૂતોના જણાવ્યા અનુસાર અત્યારે ભારતીય ટીમ રશિયામાં તાલીમ મેળવી રહી છે. ભારત-રશિયા વચ્ચે એસ-400 ડિફેન્સ સિસ્ટમ માટે કરાર થયો હતો. તેના ભાગરૂપે હવે ભારતને બે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ મળવાની તૈયારીમાં છે. ભારતીય લશ્કરની બે ટીમ આ એર ડિફેન્સ સિસ્ટમને ઓપરેટ કરવાની તાલીમ રશિયામાં લઈ રહી છે. રશિયન અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતને 2021ના અંત સુધીમાં એસ-400 ડિફેન્સ સિસ્ટમ આપી દેવાશે. ત્યારબાદ તેના ઈન્સ્ટોલેશનનું કામ શરૂ…
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ શનિવારે કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનથી કરતારપુર પહોંચ્યા. પાકિસ્તાનના કરતારપુર પહોંચેલા નવજોત સિંહ સિદ્ધૂનું ફુલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતથી અભિભૂત નવજોત સિંહ સિદ્ધૂએ પાકિસ્તાનના વડાપ્રધાનના પોતાના ભાઈ ગણાવ્યા અને કહ્યું કે તેને ખુબ જ પ્રેમ આપ્યું. નવજોત સિંહ સિદ્ધૂ પત્રકારો સાથે વાત કરતા નવજોત સિંહ સિદ્ધૂએ ઈમરાન ખાનને ભાઈ ગણાવતા વીડિયોને લઈને વિવાદ પર કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી જે પણ આરોપ લગાવવા માંગે તે લગાવી લે. મારી ના તો કોઈ દુકાન છે ના રેતની ખાણ. મારૂ કંઈ જ નથી. તેમને કહ્યું કે, આજે જ ગુરૂદ્વારામાં નતમસ્તક થઈને આવ્યો છું. પાછલી વખતે…