રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે 2:26 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, રાહતની વાત તે છે કે, અત્યાર સુધી કોઈપણ રીતના જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી. જણાવી દઈએ કે, મોડી રાત્રે જ્યારે ધરતી હચમચી તો લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યાં હતા. An earthquake with a magnitude of 4.6 on the Richter Scale hit Jalore, Jalore today at 2:26 am, according to National Centre for Seismology Image Source: National Center for Seismology pic.twitter.com/pNFoyDyaPH — ANI (@ANI) November 19, 2021 નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર મોડી રાત્રે જાલોરમાં 4.6 તીવ્રતાનું ભૂકંપ આવ્યું.…
કવિ: Satya Day
અંતે એક વર્ષ પછી કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો સામે ઝૂકી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી દીધી. આ સાથે જ પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ કરી. કૃષિ કાયદાઓને પરત લેવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યો છે. તો બીજી તરફ પંજાહ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીને ધન્યવાદ કહ્યું. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું- દેશના અન્નદાતાએ સત્યાગ્રહ થકી અહંકારનું માથું ઝૂકાવી દીધું. અન્યાય વિરૂદ્ધ જીત મુબારક! જય હિન્દી, જય…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર શુક્રવાર સવારે 9 વાગે દેશને સંબોધિત કર્યું. પોતાના સંબોધમાં વડાપ્રધાને મોટી જાહેરાત કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે ત્રણયે કૃષિ કાયદાઓને પરત લેશે. પીએમ મોદીએ કહ્યું કે, અમે કૃષિમાં સુધાર માટે ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. જેનાથી નાના ખેડૂતોને વધારે શક્તિ મળે. વર્ષોથી દેશના ખેડૂતો અને વિશેષજ્ઞ અર્થશાસ્ત્રી આની માંગ કરી રહ્યાં હતા. પીએમે કહ્યું કે, જ્યારે ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા તો આને લઈને સંસદમા ચર્ચા થઈ. દેશના ખેડૂતો અને અનેક સંગઠનોએ આ નિર્ણયનો સ્વાગત કર્યો. તે બધા લોકોનો હુ ખુબ જ આભારી છું. સાથીઓ અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામ-ગરીબોના હિતમાં…
સ્વતંત્ર થિંક-ટેક ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશને બધા રાજ્યોની પોલીસને લઈને સર્વે કર્યો છે. આ સર્વેમાં બિહાર અને યૂપીનો પોલીસને સૌથી ખરાબ ગણાવવામાં આવી છે. જ્યારે દક્ષિણ રાજ્યો અને પૂર્વોત્તરના રાજ્યોને આ સર્વેમાં સારો પ્રદર્શન કર્યો છે. ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના સ્માર્ટ પોલિસિંગ ઈન્ડેક્શમાં પાંચ સૌથી સારા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, અસમ, કેરલ અને સિક્કમ સામેલ છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પંજાબ આ ઈન્ડેક્શમાં સૌથી નીચે છે. સર્વેમાં પોલીસ પ્રત્યે લોકોમાં સંતોષ રાષ્ટ્રીય સરેરાશ 69 ટકા જોવા મળ્યું છે. સર્વેને લઈને ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના ચેરમેન અને ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહે કહ્યું કે, આ સર્વે પીએમની સ્માર્ટ પોલિસિંગ પહેલ…
પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી દીધી છે. નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કરતાં જણાવ્યું કે, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. પીએમ મોદીએ કહ્યું કે- ખેડૂતોના કલ્યાણ માટે, અમારી સરકારે આ કાયદો દેશના કૃષિ જગતના હિતમાં, ગરીબો અને ગામડાના હિતમાં સંપૂર્ણ સમર્થન સાથે, ઉમદા હેતુ સાથે લાવી હતી. પરંતુ અમે ખેડૂતોના…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે દેશને સંબોધિત કરશે. પીએમઓએ આ અંગની માહિતી આપી છે. કોરોના સમયગાળા દરમિયાન પીએમ મોદીનું આ 11મું સંબોધન છે. પીએમ મોદી પણ આજે યુપીની ત્રણ દિવસની મુલાકાતે પણ રવાના થશે. પીએમઓ વતી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે, આજે ગુરુ નાનક જીનું પ્રકાશ પર્વ છે. આજે પીએમ મોદી સિંચાઈ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવા યુપીના મહોબા જશે. ત્યારબાદ સાંજે તેઓ ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં હાજરી આપશે. રવાના થતા પહેલા તેઓ સવારે 9 વાગે રાષ્ટ્રને સંદેશ આપશે.
બિહારના મધુબની જિલ્લામાં વ્યવહાર ન્યાયાલયમાં તે સમયે હંગામો મચી ગયો જ્યારે બે પોલીસ કર્મચારીઓએ જજ અવિનાશ કુમારને ખુબ જ ખરાબ રીતે માર માર્યો અને પછી તેમની કાનપટ્ટી ઉપર પિસ્તોલ ધરી દીધી. આ ઘટના મધુબનીના ઝંઝારપુરની છે, જ્યાં બે પોલીસ કર્મીઓ પર અપર જિલ્લા અને સંત્ર ન્યાયાધીશ (ADJ) અવિનાશ કુમાર પર હુમલો કરવા અને તેમને અશ્લિલ ગાળો આપવાનો આરોપ લાગ્યો છે. બંને આરોપીઓને ADJ પર હુમલો કરવાના કેસમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જાણકારી અનુસાર ADJ અવિનાશ કુમાર પર આ હુમલો SHO ગોપાલ પ્રસાદ અને SI અભિમન્યુ કુમારે સુનાવણી વખતે કર્યો હતો. રિપોર્ટ અનુસાર ગોપાલ પ્રસાદ અને અભિમન્યુ કુમારે જજ પર…
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 18 અને 19 તારીખ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. જોકે, 18 નવેમ્બરે રાત્રે નવ વાગ્યા પછી શરૂ થયેલો વરસાદ 19 તારીખના સવાર સાત વાગ્યા સુધીમાં છાંબેલા ધાર પડ્યો છે. આ વરસાદે ખેતરોના ખેતર પાણીથી ભરી નાંખતા ખેડૂત ધોવાઇ ગયા છે. (તસવીર- પ્રતિકારાત્મક) આ કમોસમી વરસાદમાં ગ્વાર, રાયડો, સરસવ, બટાટા સહિત મગફળી અને પશુઓ માટેની ચાર પણ બગડી ગઈ છે. તો બીજી તરફ એરંડા સહિતની અન્ય ખેતી પર નકારાત્મક પ્રભાવ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં એક રાત્રી દરમિયાન ચાર-પાંચ ઈંચથી વધારે વરસાદ પડ્યાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મહેસાણા સિવાય બનાસકાંઠમાં…
સુપરહિટ થયેલી અને ચર્ચાનો વિષય બનેલી તામિલ ફિલ્મ ‘જય ભીમ’ના એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખ રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત તામિલનાડુના રાજકીય પક્ષ પટ્ટાલી મકક્લ કાટચીના એક હોદ્દેદાર દ્વારા કરવામાં આવી છે. ઉશ્કેરણીજનક જાહેરાત પછી એકટરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ આ જાહેરાત કરનારા નેતા સીતામલ્લી પલાનીસામી સામે પોલીસે કેસ નોંધાવવામાં આવ્યો છે. એક તરફ તામિલનાડુમાં આ ફિલ્મના ભરપેટ વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ વિવાદ પણ સર્જાયો છે. ખાસ કરીને વન્નિયાર સમુદાયને જે રીતે ફિલ્મમાં દર્શાવાયો છે તેનાથી આ સમુદાયમાં નારાજગી વધી છે. વિરોધી પાર્ટીઓએ સૂર્યા પર હુમલો કરવાની…
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI ચીફનો કાર્યકાળ બેથી પાંચ વર્ષ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટ પાસેથી વચગાળાની રાહતની પણ માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે વટહુકમ આવી સંસ્થાઓની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે જારી કરાયેલા કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરે છે. રણદીપ સુરજેવાલા કહ્યું કે વટહુકમ ઓથોરિટી દ્વારા “સત્તાના સ્પષ્ટ દુરુપયોગ” ને ઉજાગર કરે છે. સુરજેવાલાએ 14 નવેમ્બરે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) વટહુકમ 2021 અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારા) વટહુકમ 2021 વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તે ઉપરાંત તેમણે 15 નવેમ્બરના કર્મચારી…