લખીમપુર ખીરી (Lakhimpur Kheri)માં ખેડૂતો પર ગાડી ચડાવવા અને તે પછી થયેલી હિંસાની તપાસની મોનિટરિંગ માટે રાજ્યના બહારના પૂર્વ હાઈકોર્ટ જજની નિયુક્તને લઈને યૂપી સરકાર સહમતિ થઈ ગઈ છે. કેટલાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે કેસની તપાસને લઈને યૂપી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે તપાસની મોનિટરિંગ માટે હાઈકોર્ટના કેટલાક પૂર્વ જજોના નામ સૂચવ્યા હતા. સુનાવણી 17 નવેમ્બર સુધી સ્થગિત આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠ કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી 17 નવેમ્બર સુધી મૂલતવી રાખી છે. કોર્ટે કહ્યું છે કે, તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના…
કવિ: Satya Day
પડોશી દેશો સામે દાદાગીરી કરાનારા ચીને ત્યાંના ટ્રાવેલ બ્લોગરને સાત મહિનાની સજા સંભળાવી છે. તે ટ્રાવેલ બ્લોગર પર ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોનો અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. જણાવી દઈએ કે, ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ચીને શરૂઆતમાં તેને કોઈ જ નુકશાન ના થયું હોવાનું કહ્યું હતું. પાછળથી તે વાત માની હતી કે તેને પણ નુકશાન થયું હતું, પછી માર્યા ગયા જવાનોની યાદમાં સમાધિ પણ બનાવી હતી. ટ્રાવેલ બ્લોગરે ચીનના શહીદ સૈનિકોની સમાધિ નજીક કેટલીક તસવીરો લીધી હતી. ટ્રાવેલ બ્લોગર પર સૈનિકોના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ ઉઇગુર ક્ષેત્રમાં પિશાન…
મહારાષ્ટ્રના બીડ ખાતે એક શરમજનક ઘટના ઘટી છે. અહીં એક સગીરા સાથે પાછલા કેટલાક મહિનાઓથી બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો. આશ્ચર્યની વાત તે છે કે, રેપ કરનાર એક-બે નહીં પરંતુ 400 લોકો છે. પોલીસે આ અંગે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળી રહેલી માહિતી અનુસાર 16 વર્ષીય સગીરા સાથે 6 મહિનામાં 400 કરતા પણ વધારે લોકોએ બળાત્કાર ગુજાર્યો છે. બીડના એસપી રાજા રામાસ્વામીએ જાણકારી આપતા કહ્યું કે, આ સગીરા પર 400 લોકો દ્વારા બળાત્કાર ગુજાર્યાનો કેસ સામે આવ્યો છે. રામા સ્વામી અનુસાર, આ બધું છેલ્લા 6 મહિનાઓથી ચાલી રહ્યું હતું અને તેમાં પોલીસવાળાઓ પણ સામેલ છે. પોલીસ…
ગુજરાત પોલીસે એક વખત ફરીથી પ્રશંસનિય કામગીરી કરતા 600 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડીને યુવા વર્ગને ખતરનાક નશાથી બચાવી લીધું છે. મોરબી જિલ્લાના ઝીંઝૂડામાં એટીએસ દ્વારા ઝડપી પાડેલા 600 કરોડ રૂપિયાના ડ્રગ્સ અંગે પોલીસે અનેક ખુલાસાઓ કર્યા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતુ કે, નાયબ પોલીસ અધિક્ષક કે. કે પટેલને ગઈકાલે એટલે 14 નવેમ્બરે બાતમી મળી હતી કે, જામનગર તથા ખંભાળીયાના જબ્બાર જોડીયા તથા ગુલામ ભગાડ નામના વ્યક્તિઓ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જિલ્લાના ઝીંઝૂડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના નવા બની રહેલા મકાનમાં સંતાડ્યો છે. જે ડ્રગ્સને રાતોરાત સગે-વગે કરવા ભેગા થવાના છે.…
રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ રહી છે. આનાથ પહેલા સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોંગદનામું આપ્યું હતું. જેમાં દિલ્હી સરકારે કહ્યું કે તેઓ દિલ્હીમાં લોકડાઉન લગાવવા માટે તૈયાર છે. પરંતુ તે કારગર ત્યારે જ થશે જ્યારે તે આખા NCRમાં લાગૂ કરવામાં આવશે. દિલ્હી સરકારે એમ પણ કહ્યું છે કે ગઈકાલની સરખામણીમાં આજે દિલ્હીના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સુધારો જોવા મળ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હી ક્ષેત્રફળમાં ખૂબ નાનું છે, તેથી અહીંની હવાની ગુણવત્તા પર લોકડાઉનની અસર ખૂબ જ મર્યાદિત રહેશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા દિલ્હી સરકારે તેના સોગંદનામામાં કહ્યું હતું કે,…
મહારાષ્ટ્રના અમરાવતીમાં હિંસાને લઇને શિવસેનાના મુખપત્ર સામનામાં આરોપ લગાવ્યો છે કે કેટલીક તાકાતો મહારાષ્ટ્રમાં રજા એકેડમીના ખભા પર બંદૂક રાખીને ચલાવી રહી છે. સામનામાં છપાયેલા એડિટોરિયલમાં સવાલ પૂછ્યો છે કે અંતે ત્રિપુરાની ઘટનાની અસર મહારાષ્ટ્રમાં કેમ પડી રહી છે. મૌલવીઓના ખભા પર રાખીને કોણ બંદૂક ચલાવી રહ્યુ છે? શિવસેનાએ કહ્યુ છે કે ત્રિપુરાની પ્રયોગશાળામાં નવો પ્રયોગ શરૂ થઇ ગયો છે, તેની પર ત્રિપુરાના પ્રયોગના ધમાકા મહારાષ્ટ્રમાં જ કેમ હોવા જોઇએ? રજા એકેડમી જેવા સંગઠન કોઇ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા પરંતુ દુનિયામાં મુસ્લિમો સંદર્ભમાં ક્યાક અવાજ થયો તો આ લોકો મુંબઇ-મહારાષ્ટ્રમાં છાતી પીટે છે, તેમણે કોઇ તો પાછળથી શક્તિ પ્રદાન…
બિહારમાં નક્સલીઓનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યના ગયા જિલ્લાના એક ગામમાં નક્સલીઓે એક જ પરિવારના ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જાણકારી અનુસાર માઓવાદીઓએ રવિવારે ડૂમરિયાના મોબબાર ગામમાં કંગારૂ કોર્ટના સંચાલન કરીને બે પુરૂષો અને બે મહિલાઓને ફાંસી પર લટકાવી દીધા. તે પછી તેમને મૃતકોના ઘરને વિસ્ફોટથી ઉડાવી દીધો. આ ઘર સરજૂ ભોક્તાનો હતો. ઉલ્લેખનિય છે કે માઓવાદીઓએ સરજૂ ભોક્તાના પુત્ર સત્યેન્દ્ર સિંહ ભોક્તા અને મહેન્દ્ર સિંહ ભોક્તા સહિત તેમના પરિવારને ઘર બહાર બાંધીને ફાંસી પર લટકાવી દીધો હતો. આ દરમિયાન તેમની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી હતી. લોકોમાં ડર ઉભો કરવા માટે માઓવાદિયોએ તેમના ઘર…
મહારાષ્ટ્રના અમરાવતી (Amravati)માં થયેલી હિંસામાં અત્યાર સુધી 60 લોકોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. ત્રિપુરા હિંસાને લઈને બીજેપી, બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ વગરે દ્વારા બોલાવેલા બંધ દરમિયાન હિંસા થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે વિસ્તારમાં કફ્યૂ લાદવો પડ્યો હતો. બીજેપીના પ્રદર્શન પછી થયેલા હુલ્લડ પછી અમરાવતી ઉપરાંત મોર્શી, વરૂદ, અચલપુર, અંજનગાંવ સુરજીમાં કફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. પોલીસે જાણકારી આપી છે કે, શુક્રવાર અને શનિવારે જે પથ્થરમારો થયો છે તે પછી પોલીસે બીજેપી કાર્યકર્તાઓ સહિત 60 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે.
સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 10,229 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,44,47,536 થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં અનુસાર, આજે 11,926 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. જ્યારે 125 લોકોએ કોરોનાના પોતાનો દમ તોડ્યો છે. જોકે, રાહતની વાત તે છે કે, એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,34,096 થઇ છે. જે છેલ્લા 523 દિવસમાં સૌથી ઓછા કેસ છે. અત્યાર સુધીમાં કુલ 33,849,785 લોકો કોરોનાથી સ્વાસ્થ્ય થયા છે. દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 463,655 લોકોના મોત થયા છે.
અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનન અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. અંબાલાલ પટેલે માવઠાઓ અને ઠંડી અંગે જાણકારી આપી છે. તેમને આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. તેમના અનુસાર આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં હવાનું પ્રેશર સર્જાવવાના કારણે ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાં માવઠાઓ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર, બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. 16 નવેમ્બર પછી બંગાળનાં ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠા થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. પટેલે આગાહી કરી છે કે, ઉત્તર- મધ્ય ગુજરાત ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર…