અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના 10 કોર્પોરેટરોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં ફરી એક વાર મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનમાં મુસ્લિમો દ્વારા વિપક્ષ નેતા પદની માંગણી કરવામાં આવી રહી છે અને આના કારણે એક જૂથ દ્વારા સતત મુસ્લિમને નેતા વિપક્ષ બનાવવા માટે સતતને સતત રજૂઆત કરવામાં આવી રહી છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષી નેતાનું પદ ખાલી છે અને પાછલા એક વર્ષથી આ પદ પર કોંગ્રેસ દ્વારા કોઈ નવી નિમણૂંક કરવામાં આવી નથી. કોંગ્રેસે વિપક્ષી નેતાની પસંદગી કરવા માટે કમિટી બનાવી હતી. કમિટીએ કોઈ નિર્ણય નહીં લેતા આખરે કોર્પોરેટરો રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા સહિતના 14 કોર્પોરેટરો કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા.…
કવિ: Zala Nileshsinh Editor
ફિલ્મ સુપર સ્ટાર શાહરુખ ખાનના બંગલા મન્નતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા મધ્યપ્રદેશના યુવાનની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં યુવાન અંગે જે કારણો જાણવા મળ્યા છે તેને લઈ આશ્ચર્ય ઉભું થયું છે. અજાણ્યા કોલરનો નંબર મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના એક સરનામે મળી આવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસે તરત જ જબલપુર પોલીસનો સંપર્ક કર્યો અને તેમને આ કોલની સંપૂર્ણ વિગતો આપી. પોલીસે હવે જબલપુરના સંજીવની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગાનગર વિસ્તારમાંથી જીતેશ ઠાકુર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડના બાદશાહ એક્ટર શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ અને મુંબઈના વિવિધ સ્થળોએ આતંકવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી.…
દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોએ ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં 1.6 લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. ઘણા રાજ્યોમાં સ્થિતિ ઘણી ચિંતાજનક છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને તેનાથી ઉભી થયેલી સ્થિતિને લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી, ગૃહ મંત્રી, કેબિનેટ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમીક્ષા બેઠક દરમિયાન રાજ્યભરમાં રસીકરણ, કોરોનાની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, રવિવારે સવારે 8 વાગ્યે અપડેટ થયેલા ડેટા અનુસાર, કુલ 1,59,632 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે, જે 224 દિવસમાં સૌથી વધુ છે. તે…
કેન્દ્ર સરકાર રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત માટે નદીઓને જોડીને પીવાના પાણીની મોટી યોજના લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રોજેક્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. શારદા-યમુના-રાજસ્થાન-સાબરમતી લિંક પ્રોજેક્ટ, નદીઓના સંગમનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ એક લાખ કરોડ જણાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો સૌથી વધુ ફાયદો ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતને થશે. શારદા નદીને કાલી નદી કે મહાકાલી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. જલશક્તિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત-નેપાળ સરહદના હિમાલય વિસ્તારમાં વહેતી શારદા નદીને યમુના નદી સાથે જોડવામાં આવશે. કેન્દ્ર સરકારે નદી લિંક યોજનામાં યમુના સાથે જોડવા માટે શારદા નદીની…
કોરોનાના નવા સ્વરૂપો સામે આવી રહ્યા છે, જેના કારણે આ રોગચાળાને લઈને આશંકાઓ વધુ ઘેરી બની રહી છે. હવે સાયપ્રસથી સમાચાર છે કે ત્યાં ઓમિક્રોન અને ડેલ્ટાનો સમાવેશ થતો એક નવો કોરોના વેરિઅન્ટ મળી આવ્યો છે. ઓમિક્રોન એ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો કોરોના પ્રકાર હોવાનું કહેવાય છે, જ્યારે ડેલ્ટાએ ગયા વર્ષે ઘણા દેશોમાં તબાહી મચાવી હતી. આવી સ્થિતિમાં તેમના મિશ્રિત નવા વેરિઅન્ટમાં શું જોખમ હશે, તેનો અંદાજ લગાવી શકાય છે. બ્લૂમબર્ગ ન્યૂઝ અહેવાલ આપે છે કે સાયપ્રસના એક સંશોધકે આ નવા વેરિઅન્ટ શોધી કાઢ્યું છે, જે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સનું સંયોજન હોવાનો દાવો કરવામાં આવે છે. સાયપ્રસ યુનિવર્સિટીના બાયોલોજીના…
પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે પોરબંદરમાં દસ પાકિસ્તાનીઓને ભારતીય જળસીમામાં પકડી પાડ્યા હતા અને શનિવારે રાત્રે અરબી સમુદ્રમાં તેની કામગીરી દરમિયાન કોસ્ટ ગાર્ડ શિપ ‘અંકિત’એ પાકિસ્તાની બોટ ‘યાસીન’ને અટકાવ્યા બાદ આ બધું બન્યું હતું. આ બોટમાં ક્રૂ સાથે પાકિસ્તાનીઓ સવાર હતા. વાસ્તવમાં ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાની ક્રૂને પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં છથી સાત માઈલ અંદર ઘૂસી ગઈ હતી. ભારતીય તટરક્ષક દળના જહાજને પાકિસ્તાની બોટ દેખાતાની…
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 2022ની ઘોષણા સાથે, ભાજપ ચૂંટણીમાં ડિજિટલ યુદ્ધ માટે તૈયાર હોય તેવું લાગે છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને અમારા માટે આ કોઈ નવો પ્રયોગ નથી. ભાજપે ભૂતકાળમાં ઘણી ચૂંટણીઓમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પોતાનો ઝંડો ઊંચો કર્યો છે. ભાજપે કેન્દ્રથી રાજ્ય સ્તર અને સત્તા કેન્દ્રથી બૂથ સ્તર સુધી ડિજિટલ તૈયારી કરી લીધી છે. આ તમામ ડિજિટલ માધ્યમોના ઉપયોગ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં 15000 થી વધુ આઈટી સેલ સાથે સંકળાયેલા સક્રિય કાર્યકરોની ફોજ છે, જેમને ઘણા સમય પહેલા ડિજિટલ માધ્યમમાં તાલીમ…
શું ફિલ્મ મેકર સંજય લીલા ભણશાળી અને સંગીતકાર ઈસ્માઈલ દરબાર એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. પાછલા એક વર્ષથી આ અટકળો ચાલી રહી છે પણ હજુ સુધી આ અંગે બન્ને તરફથી કોઈ પણ સત્તાવાર નિવેદન કે જાહેરાત કરવામાં આવી નથી. સોનાક્ષી સિંહા, હુમા કુરેશી, નિમ્રત કૌર, સયાની ગુપ્તા અને મનીષા કોઈરાલા સંજય લીલા ભણસાલી સમર્થિત શો હીરા મંડીમાં જોવા મળશે. તરત જ, દબંગ અભિનેત્રીને પણ ભણશાલીની જુહુ ઓફિસની બહાર ક્લિક કરવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે ભણસાલી શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત ફિલ્મ દેવદાસમાં છેલ્લે સાથે દેખાયા હતા. 20 વર્ષ પછી પ્રખ્યાત સંગીત દિગ્દર્શક…
દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે, એ પૈકી મોટાભાગના કેસ મુંબઈના જ હોય છે. સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે લોકોમાં લોકડાઉન લાગવાનો ભય છે. એવામાં હવે મુંબઈના મેયરે આ અંગે સ્પષ્ટતા કરી છે. આ સાથે જ તેમણે વિપક્ષ પર લોકોમાં ભ્રમ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. કિશોરી પેડણેકરે કહ્યું હતું કે મને અંગ્રેજી નથી આવડતી. મારી મરાઠીમાં કહેવામાં આવેલી વાતોનો અનર્થ કરીને વિપક્ષના કેટલાક નેતા તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. લોકોમાં કોરોના અને લોકડાઉનનો ડર ઓછો નથી એમાં વિપક્ષી નેતાઓ તેને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કિશોરી પેડનેકરે કહ્યું હતું કે મુંબઈમાં જે 20,000 કેસ આવી રહ્યા…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મંજુર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કીમ નં. ૪૨૯ (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. ૭૧ (વડોદ) નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. ૪૩ (ઉંડેરા-અંકોડીયા)નો સમાવેશ થાય…