કવિ: Zala Nileshsinh Editor

ગાંધીનગરમાં 10 દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટી (આપ)એ હોબાળો મચાવ્યો હતોે. આ કેસમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત 55 આપ નેતાઓને આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 20 ડિસેમ્બરના રોજ ભાજપના હેડ કવાર્ટરમાં આપ અને આપની યુથ વિંગના નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો ઘેરાવ કર્યો હતો. ‘આપ’ની આંદોલનની ગંધ આવી જતા સચિવાલયે દરવાજા બંધ કર્યા હતાં. તેવામાં આપે દાવ ઊંધો પાડ્યો હતો અને સીધા જ ગુજરાત ભાજપ હેડકવાર્ટર વિરોધ કરવા પહોંચી ગયા હતાં, જયાં સંઘર્ષ થયો હતો, તે પછી તમામ નેતાઓની ધરપકડ કરાઈ હતી. આપ પાર્ટીના વકીલ પુનિત…

Read More

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં પેપર લીક કૌભાંડ બાબતે બેધડક પોતાની વાત રજૂ કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાએ રાજીનામું આપી દેવું જોઈએ. હાલ અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે ઉત્તર ગુજરાતમાં વિવિધ પદયાત્રાઓ કાઢી રહ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે ઠાકોર સેના દ્વારા પદયાત્રા કરવામાં આવી રહી છે. લોકો સાથે સતત સંપર્કમાં રહેવાના અભિગમ સાથે ચાલવાનો પ્રયાસ છે. સંગઠન સતત સક્રીય રહે તે એક માત્ર હેતુ છે. લોકો આને રાજકીય રીતે પણ જોઈ રહ્યા છે. સંગઠનને મજબૂત કરવાની પદયાત્રાઓ છે. તેમણે વધુમાં જણાવ્યું કે હું…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે મોટો પડકાર વધુમાં વધુ એમઓયુ કરવાનો છે. મોદી, આનંદીબેન અને રુપાણી સરકાર વખતના એમઓયુ કરતાં પણ ઓછા એમઓયુ થાય તો આ સરકારને જરાય પોષાય એમ નથી. નવા મૂડી રોકાણના એમઓયુ અંગે સરકાર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વાઈબ્રન્ટના નજીકના ઈતિહાસ પર નજર કરીએ તો મોદી શાસનમાં 30 લાખ કરોડ કરતાં પણ વધારાના એમઓયુ થયા હતા. આનંદીબેનના સમયમાં 25 લાખ કરોડના થયા હતા તો રુપાણી સરકાર વખતે 30 લાખ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની આજદિન સુધીની વાત કરીએ કે સવા લાખ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીનું ભવ્ય અભિવાદન કરવામાં આવનાર છે. સીએમ પટેલને આવકારવા માટે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના 3 રાજમાર્ગ પર બેનર-કટઆઉટ મુકી સુશોભન કરવામાં આવી રહ્યા છે. તો ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સીએમની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહનો પુર્ણાહુતિ સમારોહ યોજાનાર હોય વહીવટી તંત્ર દ્વારા કોલેજનાં ગ્રાઉન્ડમાં વિશાળ સમીયાણો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને રાજકોટ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. કોલેજીયન છાત્રો દ્વારા આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનો દાવો વહીવટી તંત્ર દ્વારા કરાયો છે. જાણો સીએમ ભુપેન્દ્ર પટેલનો સંપૂર્ણ કાર્યક્રમ મુખ્યમંંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 31ને…

Read More

બગોદરા નજીક ટ્રક પાછળ તુફાન ઘૂસતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ બગોદરા ધોળકા પર રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો અન્ય 9 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ વિદ્યાર્થીઓ રાજકોટથી જુડોની મેચ રમવા ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જૂડો-કરાટેની સ્પર્ધામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર ભાર્ગવ પઢિયારના પુત્ર હર્ષલ પઢિયાર પણ રમવા ગયો હતો. હર્ષલનું આ માર્ગ અકસ્માત મોત થતાં કોંગ્રેસના નેતાઓએ શ્રદ્વાંજલિ આપી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે શ્રદ્વાંજલિ આપતા જણાવ્યું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ…

Read More

આમ આદમી પાર્ટીના વકીલો દ્વારા કોર્ટમાં ખાસ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પેપર લીક મામલે આપના નેતાઓ અને કાર્યકર્તાઓ કમલમ ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા. સરકારી વકીલ દ્વારા આમ આદમી પાર્ટીના વકીલની દલીલ બાદ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદમાં બતાવવામાં આવેલા વ્યક્તિઓ સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં છેડતીની પણ ફરિયાદ છે. આ ઉપરાંત જે દિવસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટ પરિસરમાં જ આરોપીઓ દ્વારા નારેબાજી કરીને કોર્ટનું અપમાન કર્યું હોવાનું દલીલ પણ કરી હતી. સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીમાં 10,11 અને 12…

Read More

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસના પૂર્ણકાલીન અધ્યક્ષ વિશે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. વરિષ્ઠ નેતાનું કહેવું છે કે આવતા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસને તેના પૂર્ણકાલીન પ્રમુખ મળી જશે. કોંગ્રેસનું નેતૃત્વ હાલમાં વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી કરી રહ્યા છે, જેમણે લોકસભામાં હાર બાદ તેમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કાર્યભાર સંભાળ્યો હતો. કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકારી સમિતિ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સપ્ટેમ્બર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ન્યૂઝ એજન્સી એએનઆઈએ મિસ્ત્રીને ટાંકીને કહ્યું…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર તા.ર૯મી ડિસેમ્બરે વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીએ એવો નિર્ણય પણ કર્યો છે કે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને વ્યક્તિ દિઠ રૂ. પ૦ હજારની સહાય અપાશે. આ સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવામાં આવશે. અકસ્માતનો ભોગ બનેલા અને ઇજાગ્રસ્ત થયેલાઓ વાપી ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-૧૯ જૂડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરી રહ્યા હતા ત્યારે…

Read More

20 ડિસેમ્બરે પુણેની ઓ હોટેલ ખાતે શીતલ ક્રિએશન્સ દ્વારા શીતલ ક્રિએશન્સ દ્વારા આયોજિત અને પ્રિયદર્શિની ગ્રૂપ ઑફ સ્કૂલ દ્વારા સંચાલિત ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટ ઈન્ડિયા 2022નું ટાઈટલ જીતીને ફરઝાના ખરાદીએ ડાયમંડ સિટી સુરતનાનું નામ રોશન કર્યું છે. ફરઝાના ખરાદીએ ફિટનેસ ટ્રેનર, ફેશન ડિઝાઇનર, નૃત્યાંગના અને કેન્જુત્સુની જાપાનીઝ સ્વોર્ડ આર્ટમાં બ્લેક બેલ્ટ, મહત્તમ પેટા-હરીફાઈ રાઉન્ડ જીતીને શો જીત્યો હતો. આઠ ફાઇનલિસ્ટમાંથી ફરઝાનાએ ફેમિના મિસિસ રીગલ સ્ટાઈલિસ્ટ, ફેમિના મિસિસ ઈન્સ્પિરેશનલ સ્ટાઈલિસ્ટ, ફેમિના મિસિસ વિવેસિયસ સ્ટાઈલિસ્ટ અને ફેમિના મિસિસ કન્જેનિયલ સ્ટાઈલિસ્ટનો ખિતાબ જીત્યો. છેલ્લા 62 વર્ષોથી, ફેમિના એ પ્રગતિશીલ ભારતીય મહિલા માટે ચોક્કસ જીવન અને જીવનશૈલી માર્ગદર્શક છે, જે મહિલાઓને તેમના શ્રેષ્ઠ સ્વ તરીકે…

Read More

પેપરલીક કૌભાંડ મામલે હેડ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનાં રાજીનામાની માંગ સાથે સાત દિવસથી ‘આપ’ નેતા મહેશ સવાણીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. દરમિયાન ગઈકાલે સવાણીની તબિયત લથડતા એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ પારણાં કરવાની સલાહ આપી હતી. જોકે પહેલા તો સવાણી અડગ રહ્યા હતા. પરંતુ આજે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઋષિભારતી બાપુ સહિતના સંતોનાં હસ્તે અંતે સવાણીએ પારણાં કર્યા છે. સાથે પ્રદેશ કાર્યાલય ખાતે આપના કાર્યકરો, નેતાઓએ મહેશ સવાણીએ કન્યાદાન કરાવેલ યુવતીના હસ્તેથી અને આંદોલનના નેતા યુવરાજ જાડેજા અને દિકરીઓએ મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા કરાવ્યા છે. હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં ગૌણસેવા…

Read More