કવિ: Zala Nileshsinh Editor

ગુજરાત ગૌણ સેવા મંડળના પેપર લીક કાંડ અંગે આમ આદમી પાર્ટીએ આક્રમક્તા ધારણ કરી છે. આપે આજે ગાંધીનગર ખાતે આવેલા કમલમનો ઘેરાવો કરી પ્રતિક ધરણા કર્યા હતા. ભાજપ હાય-હાયના નારાઓનો નાદ કર્યો હતો. મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. આપેના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ભાજપને ચેતવણી પત્ર આપ્યો હતો. આમ આદમી પાર્ટીએ ચેતવણીપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના સુપર સીએમ સીઆર પાટીલ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને સરકારી વિભાગોને પોતાના ખિસ્સામાં રાખીને ફરે છે. તેમની મરજી વિના કોઈ કામ થતા નથી. જેથી કરીને સીઆર પાટીલ ગુજરાતના પરોક્ષ સીએમ એટલેકે સુપર સીએમ છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે…

Read More

ગુજરાતનાં લઘુમતી સમાજનાં સર્વાંગી વિકાસ માટે હક-અધિકાર આપવા અંગે સુરત કોંગ્રેસના અગ્રણી,માઈનોરિટી અધિકાર સમિતિ-સુરતના કન્વીનર અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. અસલમ સાયકલવાલાએ ગુજરાતના લઘુમતિ સમુદાયને સરકારી યોજનાનાં લાભો સહિત અન્ય બાબતો અંગે વિગતવાર રજૂઆત કરી માંગ કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે,સમગ્ર ગુજરાતમાં લઘુમતી સમાજની આશરે 12% વસ્તી છે પરંતુ આટલી વિશાળ વસ્તી હોવા છતાં તેમજ સરકારનાં “સબકા સાથ સબકા વિકાસ” સુત્ર થી સાવ વિપરીત રાજ્યનો લઘુમતી સમાજ રાજયનાં અન્ય સમાજ કરતા રાજકીય,સામાજીક અને શૈક્ષણિક રીતે ઘણો પછાત છે. રાજયનાં લઘુમતી સમાજનાં સર્વાંગી વિકાસ માટે 18મી ડિસેમ્બર એટલે “આંતરરાષ્ટ્રીય…

Read More

સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. ચૂંટણીના પ્રચાર-પડઘમ શાંત થયા સરપંચ-સભ્ય બનવા ઇચ્છુક ઉમેદવારોએ મતદારોને રીઝવવા અંતિમ ઘડીનું જોર લગાવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ સર્જાયો છે. જીત માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની પણ તમામ તૈયારી કરી લેવામાં આવી છે.  ચૂંટણીમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથક ઉપર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોટવી દેવામાં આવ્યો છે. આજે પોલીસ તંત્ર દ્વારા અનેક જગ્યાએ ફલેગમાર્ચ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે 1120, સભ્યો માટે પ685 ઉમેદવારો મેદાનમાં છે. જેનું ભાવી રવિવારે મતપેટીમાં…

Read More

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે, પરંતુ ભાજપના ગુજરાત રાજ્ય એકમે ત્યાં ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું છે એટલું જ નહીં, કાર્યકર્તાઓએ નિર્ધારિત વિધાનસભા મતવિસ્તારમાં પહોંચીને પક્ષના પ્રચારની કમાન પણ સંભાળી છે. જેમાં સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ ઉપરાંત અન્ય કાર્યકરો સામેલ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજી ઈનિંગ માટે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને ખવડાવવા માટે ભાજપે કેન્દ્રીય સ્તરે જ નહીં રાજ્ય સ્તરે પણ જોરશોરથી તૈયારીઓ કરી છે. આ તૈયારીઓનું પરિણામ છે કે ગુજરાતના પસંદ કરેલા 165 કાર્યકરો પ્રાથમિક તબક્કાના સંબંધમાં ઉત્તર પ્રદેશના અવધ પ્રદેશના 11 જિલ્લાના 71 વિધાનસભા મતવિસ્તારોમાં માત્ર પહોંચ્યા જ નથી પરંતુ પાર્ટીની વ્યૂહરચના અનુસાર કામ પણ…

Read More

ગુજરાત ભાજપમાં કાંઈક ગુપ્ત ગડમથલ ચાલી રહી હોય તેમ જણાય છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા અંગે ચર્ચા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પાટીદારોના પ્રવાહને આપ તરફ વધુ વહેતો જોઈને ભાજપ નવેસરથી રણનીતિ બનાવી રહ્યું છે. હાલ તો બધા યુપીની ચૂંટણી માટે કામે લાગ્યા છે અને ગુજરાતના પોણી બસો કાર્યકરો યુપીમાં પ્રચાર માટે જવાના છે ત્યાર બાદ ગુજરાત ચૂંટણી માટે કમર કસવામાં આવશે એમ મનાય છે, પણ તે પહેલાં ગુજરાતમાં ભાજપ ડેમેજ કન્ટ્રોલ પણ કરી રહ્યું છે. નરેશ પટેલે ‘પાટીદાર મુખ્યમંત્રી’ની વાત કર્યા પછી ભાજપમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાટીદાર પાવરને…

Read More

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત કરવાના કેટલાક ટારગેટ આપવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભૂપેન્દ્ર પટેલને ટોચના નેતૃત્વ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પેન્ડિંગ પ્રોજેક્ટ્સ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરો, તેમજ અમલદારશાહીમાં સુધારો કરો જેથી લોકોમાં સરકારની છાપ સુધરે. કોરોના રોગચાળા વચ્ચે સરકારના ઢીલા વલણની ટીકા કર્યા બાદ, પટેલોને કહેવામાં આવ્યું છે કે સરકારની છબી બનાવવા માટે અમલદારશાહીને કડક રીતે કેવી રીતે બદલવી તે લોકોનું સાંભળે છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 3 ઓક્ટોબરે સ્થાનિક ચૂંટણી યોજાવાની છે. આ સાથે આગામી સપ્તાહે વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પાર્ટીનું પ્રાથમિક ધ્યાન આ…

Read More

2013માં સનદી અધિકારી તરીકેની સેવામાંથી નિવૃત્ત થયેલા પૂર્વ આઈએએસ અધિકારી પાછલા આઠ વર્ષથી ગુજરાતની મુખ્યમંત્રી ઓફિસ( CMO)માં કાર્યરત છે. વખતો વખત તેમની પોસ્ટીંગને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે પણ આ વખતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહ દરમિયાન કે,કૈલાશનાથન અંગે જાહેરમાં નિવેદન કરીને સવાલો ઉભા કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ પોતાની સ્પીચમાં કૈલાશનાથનનો ઉલ્લેખ કરી કહ્યું કે જે અધિકારી 2013માં રિટાયર થઈ ગયા છે તો શા માટે તેમને CMOમાં સતત પોસ્ટીંગ આપવામાં આવે છે. ભરતસિંહે તેમને પોતાની સ્પીચમાં સુપર CM તરીકે પણ ઓળખાવ્યા હતા. કૈલાશનાથન અંગે ભરતસિંહ સોલંકીના સવાલોએ રાજકીય રીતે…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના રાજકીય સમીકરણો અને ચોકઠાં ગોઠવવાની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપે સાગમટે સામૂહિક નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના નેતૃત્વ સાથે ભાજપ ચૂંટણીમાં ઝંપલાવશે. તો બીજી તરફ કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવ્યા અને સુખરામ રાઠવાને વિધાનસભાના વિપક્ષી નેતા બનાવ્યા છે જ્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ફૂલટાઈમ સક્રીય થઈ ગયા છે તો સાથો સાથ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કોગ્રેસને મજબૂત કરવાની દિશામાં પહેલ કરી છે. 2017ની ચૂંટણી પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ વોટ શેરમાં વધારા સાથે સાદી બહુમતી મેળવી હતી.…

Read More

ગુજરાત કોંગ્રેસમાં નવી નિમણૂંકોનો ગંજીફો ચીપાઈ રહ્યો છે. સંગઠનની નવી નિમણૂંકો જાન્યુઆરી મહિનામાં કરી દેવામાં આવે તેવી શક્યતા છે ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કેટલાક નામોની ચર્ચા ચાલી રહી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના નેતા વિપક્ષ તરીકે પણ નવી નિમણૂંક કરવામાં આવે તેવું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે. કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે AMCના પૂર્વ વિપક્ષી નેતા એવા દિનેશ શર્માને અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે. દિનેશ શર્મા પાસે અમદાવાદના દરેક વોર્ડ અંગે જાણકારી છે અને તેમણે કોર્પોરેશનમાં વિપક્ષી નેતા તરીકે ભાજપની સામે ઝીંક ઝીલી છે. તેઓ ચાંદખેડા વિસ્તારમાંથી આવે છે…

Read More

ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના સંગઠનને વેગીલું બનાવવા માટે જાતિ અને જ્ઞાતિના સમીકરમો પર કોંગ્રેસે દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે વિધાનસભા વાઈઝ, વોર્ડ વાઈઝ રિપોર્ટ તૈયાર કરવા માંડ્યા છે અને આ રિપોર્ટ અંગે અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં મેરેથોન મીટીંગો ચાલી રહી છે. પ્રમુખની સાથો સાથ વધુ બે કાર્યકારી પ્રમુખ બનાવવાનો વિષય રજૂ કરવામાં આવ્યો છે. આ વિષયને લઈ કોંગ્રેસમાં વિચારણા ચાલી રહી છે. હાલ પાટીદાર સમાજમાંથી હાર્દિક પટેલ કાર્યકારી પ્રમુખ છે અને તેમની સાથે બીજા બે કાર્યકારી પ્રમુખ બનાવવા કે કેમ તે અંગે કોંગ્રેસના નેતાઓ વલોણું કરી રહ્યા છે. વધુ કાર્યકારી પ્રમુખ માટે કોંગ્રેસમાં…

Read More