રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ મથકના ASI ખુશ્બુ કાનાબાર અને આજ જ પોલીસ સ્ટેશનના પરિણીત ડી-સ્ટાફના પોલીસમેન રવિરાજસિંહ જાડેજાના માથામાં ગોળી મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.આ ઘટનાના 24 કલાક વીતી ગયા બાદ પણ તપાસ અધિકારીઓ કહી શક્યા નથી કે આ પ્રકરણ હત્યા છે કે આત્મહત્યા છે. સમગ્ર પ્રકરણ પર રહસ્યના વાદળો વિખેરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટના નવા દોઢસો ફૂટના રીંગ રોડ પરના કટારિયા શો રૂમ પાસે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નામે ઓળખાતા આવાસ યોજનાના કવાર્ટર પૈકીના બ્લોક નં. ઇ-402માં’ મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને પોલીસમેન રવિરાજસિંહ જાડેજાની લોહી નીગળતી હાલતમાં લાશ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. લાશ પડી હોવાની…
કવિ: Satya Day News
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા મામલે અમદાવાદની સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, શાર્પશૂટર, શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાણ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. આ ઉપરાત દિનુ બોઘા અને શિવા સોલંકીને ૧૫ લાખનો દંડ ફટકાવામાં આવ્યો છે. શૈલેષ પંડ્યાને 10 લાખ, ઉદાજી ઠાકોરને 25 હજાર, શિવા પચાણને 8 લાખ, બહાદુરસિંહ 10 લાખ, સંજય ચૌહાણને એક લાખનો દંડ ફટકાવામાં આવ્યો છે. દંડની રકમ અમિત જેઠવાની પત્ની અને તેના બાળકોને આપવામાં આવશે. કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બને બાળકોને…
જૂનાગઢ મહાનગર પાલિકાની સામી ચૂંટણીએ NCPના પ્રદેશ મંત્રી અને જૂનાગઢના પ્રભારી રેશ્મા પટેલની સિક્યોરીટી પાછી ખેંચી લેવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે. રેશ્મા પટેલના પાછલા બે વર્ષથી સુરક્ષા આપવામાં આવી હતી. રેશ્મા પટેલના જાનને જોખમ હોવાના કારણે ગુજરાત સરકારે સિક્યોરીટી પ્રોવાઈડ કરી હતી. સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવતા રેશ્મા પટેલે જણાવ્યું કે સરકારે ગઇ કાલે મને આપેલું કાયમી પ્રોટેકશન હટાવ્યુ છે. અચાનક મને ફાળવેલા કમાન્ડો જતા રહ્યા હતા. આ વાત પરથી સાબિત થાય છે કે ભાજપના ગુંડાઓ મારી સાથે કંઇ પણ કરી શકે છે. મારો જીવ પણ લઇ શકે એવી મને ગંધ આવે છે. કારણકે 2 દિવસ પહેલાં જ…
વિધાનસભા બજેટ સત્રમાં અશાંતધારા વિસ્તારનો વિધેયક સુધારા સાથે પસાર કરવામાં આવ્યો છે. અશાંતધારા લાગતા કોઈ પણ વિસ્તારોમાં મિલકત ભાડા પર અથવા વેચતા પહેલા ક્લેક્ટરની મંજૂરી લેવાની રહેશે. અશાંત ધારાનું ઉલ્લંઘન કરવા પર દંડની વસૂલાત કરવામાં આવશે.સાથે જ અમલીકરણ માટે સીટની પણ રચના કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ચૌદમી વિધાનસભાના ચોથા સત્રમાં ,આજે વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી. દિવસની શરૂઆતમાં ,ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના સંલગ્ન વિભાગોના મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજયકક્ષા મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો સરકારી સંકલ્પ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ,ગુજરાતમાં અશાંત ધારા વિસ્તાર સુધારા વિધેયક રજૂ…
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર સંકટમાં મૂકાઈ જવા પામી છે. કોંગ્રેસના 21 મંત્રીઓએ મંત્રી પદ છોડ્યા બાદ સ્થિતિ પ્રવાહીશીલ બની ગઈ છે. બીજી તરફ જેડીએસના પણ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્વારમૈયાએ પત્રકારોને જણાવ્યું કે કર્ણાટકના 21 મંત્રીઓએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે. આ પહેલા કર્ણાટટકના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય એચ.નાગેશે કુમારસ્વામી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી રાજીનામું આપી દીધું છે. એચ.નાગેશે રાજભવનમાં જઈ રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું આપી દીધું હતું અને ખાસ પ્લેન મારફત મુંબઈમાં બળવાખોર ધારાસભ્યોની સાથે પહોંચી ગયા હતા. એઆઈસીસીના મહાસચિવ સી.વેણુગોપાલે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસના મંત્રીઓએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે. મંત્રી મંડળમાં ફેરબદલનો…
એક તરફ રાજ્ય સરકાર દ્વારા નદીઓની સફાઈ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડમાં ઔરંગા નદીને લઈ વલસાડ નગરપાલિકામાં સરેઆમ નદીને ગંદી કરી રહી છે. ઔરંગા નદીમાં આખાય વલસાડના કચરાને ઠાલવીને નદીને દૂષિત કરવામાં આવી રહી છે. નદીના પટમાં ડમ્પીંગ યાર્ડ બનાવીને નગરપાલિકા દ્વારા નદીને ખતમ કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ જણાઈ આવી રહ્યું છે. નદીને નર્કાગારમાં ફેરવી નાંખવામાં આવી છે. નદીનું પટ જીવતું દોઝખ બની ગયું હોવાનું લાગી રહ્યું છે. વલસાડ નગરપાલિકાના તંત્રવાહકોએ નદીને દૂષિત-પ્રદૂષિત કરવામાં કોઈ કસર બાકી રાખી રહ્યા નથી. નઘરોળ તંત્ર દ્વારા નદીને ગંદી કરવાનું પાપ કરવામાં આવી રહ્યું છે અને ખુલ્લેઆમ નદીમાં વલસાડ નગરપાલિકાના…
ભારતની રાષ્ટ્રીય વિમાની સેવા એર ઈન્ડીયાએ પવિત્ર ઝમઝમના પાણીને લાવવા માટે બે ફ્લાઈટમાં બેન મૂકી દીધું છે. તાત્કાલિક અસરથી આ નિર્ણયનો અમલ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું ગલ્ફ ન્યૂઝે જણાવ્યું છે. આ પ્રતિબંધ 15 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન ભારતીય હજ યાત્રાળુઓનું છેલ્લું બેચ પવિત્ર પાણી ઝમઝમ સાથે સાથે માદરે વતન પાછું ફરે છે. એર ઇન્ડિયાની જેદ્દાહ સેલ્સ ટીમે ચોથી જુલાઇએ ટ્રાવેલ એજન્ટોને જારી કરાયેલા આદેશમાં જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અને સીટ મર્યાદામાં ફેરફાર થવાના કારણે ફ્લાઈટ નંબર AI966 (જેદ્દાહ / હૈદરાબાદ / મુંબઈ) અને AI964 (જેદ્દાહ/ કોચી) ફ્લાઇટ્સ પર ઝમઝમના કેનને મંજૂરી આપવામાં આવશે નહીં. તાત્કાલિક…
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં રાજીનામાની વણઝાર લાગી ગઈ છે. મુંબઈ કોંગ્રેસના પ્રમુખ મિલિંદ દેવરાએ રવિવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આગામી મહારષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવાનું સૂચન કર્યું છે જે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું નેતૃત્વ કરશે. મિલિંદ દેવરા માટે એવું કહેવાય છે કે તેઓ દિલ્હી આવી રહ્યા છે અને મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ કોંગ્રેસ સામે ભાજપ-શિવસેના આઘાડી જેવી પાર્ટીઓનું ગઠબંધન હરીફ તરીકે છે. આ ગઠબંધન ઉત્તરોઉત્તર મજબૂત થતું જાય છે. જ્યારે કોંગ્રેસ કમજોર થતી જાય છે. વિધાનસભાની ભાવિ ચૂંટણીને જોતાં કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.
કોંગ્રેસના મહત્વના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરી ભાજપને વોટ આપ્યાની ગણતરીની મીનીટોમાં અલ્પેસ ઠાકોરે ધારાસભ્ય પદ છોડી દીધું છે. આ ઘટનાના પરિણામે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે હવે ખુદ ઠાકોર સમાજના લોકોએ દેખાવ કર્યા હતા અને વિરોધ કર્યો હતો. રાધનપુર વિધાનસભામાંથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નિશાન પર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસમાં ન ફાવતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળો ચાલી રહી છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા તે પહેલાં રાધનપુરમાં વિરોધ શરૂ થઈ ગયો છે. મહિલા અને પુરુષોએ અલ્પેશ વિરુદ્વ બેનર અને સૂત્રો પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અલ્પેશના પૂતળાનું…
અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા. 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને દિનુબોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે. હાઈકોર્ટ સામે જાહેરમાં અમિત જેઠવાની હત્યા થઈ હતી જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું. જેની સુનાવણી દરમિયાન 192…