પાછલા કેટલાક વર્ષોથી ઉનાળો શરૂ થતાં જ લાખો વલસાડવાસીઓને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. 2012થી અબ્રામા વૉટરવર્ક્સમાં ઉનાળા સમયે પાણી ઘટી જવાની અનેકો ફરિયાદ નોંધાઇ છે છતાં જે-તે સમયનાં ચૂંટાયેલા પાલિકા પ્રમુખ એન્જિનિયરને માત્ર રૂપિયા ક્યાંથી મળે અને પોતાનો રાજકીય રોટલો કેમ શેકાય તેમાં વધારે રસ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. ઉનાળા દરમિયાન પાણીનો કકળાટ એટલો બધો વધી જાય છે કે લોકોને પાણી માટે ભટકવાનો વારો આવે છે. હવે ફરી એક વાર અબ્રામા ડેમ ખાલી થઈ ગયો છે. 2019માં પણ ડેમની હાલત જોતાં વરસાદ વરસે ત્યાં સુધી વલસાડના માથે પાણીનો કકળાટ જ લખાયેલો હોવાનું જણાઈ આવી રહ્યું…
કવિ: Satya Day News
પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા દિનેશ બાંભણીયાએ પાટીદાર સમાજના આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓને જેલવાસ ભોગવી રહેલા PAASના કન્વીનર અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટે પત્ર લખ્યો છે. દિનેશ બાંભણીયાએ પત્રમાં અનેક બાબતોને પણ ઉજાગર કરી છે. અલ્પેશ કથીરીયાની જેલમૂકિતને લઈ દિનેશ બાંભણીયાએ રાજકોટમાં મીટીંગનું આયોજન કર્યું છે. જેમાં હાર્દિક પટેલ સહિત તમામ આંદોનકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. દિનેશ બાંભણીયા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં ગુજરાતમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે 14 યુવાનો ગુમાવ્યા અને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. પોલીસ દમન, જેલવાસ, પોલીસે કેસો થયા. સાથો સાથ 10 ટકા ઈબીસી, યુવા સ્વાવલંબન યોજના, બિન અનામત વર્ગ માટે…
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિરુદ્વ કામ કરી કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે મેદાનમાં ઉતરેલા રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્ કરવા માટે કોંગ્રેસે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને વિધાનસભા સચિવ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યું હતું. કલોલના ધારાસભ્ય બળદેવ ઠાકોરે પત્રકારોને જણાવ્યું કે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે કોંગ્રેસમાં રહ્યા નથી. કોંગ્રેસે તેમનું પ્રાથમિક સભ્ય પદ પણ રદ્દ કરી નાંખ્યું છે. તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં…
ગુજરાતમાં મતદાન સંપૂર્ણ થતાં તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે. જે પ્રમાણે વોટીંગ પેટર્ન ડેવલપ થઈ છે તેને લઈ ભાજપ કોંગ્રેસના નેતાઓ માથા ખંજવાળતા થઈ ગયા છે ત્યારે એક વાત ઉડીને આંખે વળગી રહી છે ગુજરાતમાં શું પી ફોર પટેલ ચાલ્યું છે કે શું? અને પી ફોર પટેલ પણ કોંગ્રેસ તરફી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ચરોતરના મતદાનના આંકડાએ રાજકીય પંડિતોને વિચારતા કરી દીધા છે. અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી રહેલા રાજકીય વિશ્લેષકો માટે મતદાનની ટકાવારી એક તરફ સર્જિકલ સ્ટ્રાઈક તરફેની ગણાવાઈ રહી છે તો બીજી તરફ સ્થાનિક મુદ્દાઓને લઈ ભાજપના નેતાઓના મોં સિવાઈ…
પાટીદાર સમાજના યુવા નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ હવે યુપીમાં સભાઓ ગજવવા તૈયાર થઈ ગયા છે. યુપીમાં હાર્દિક પટેલ સીધા જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તારમાં સભાઓ ગજવવા પહોંચી રહ્યા છે. ગુજરાતમાં લાગલગાટ સભાઓ કર્યા બાદ હાર્દિક પટેલને કોંગ્રેસે ઉત્તરપ્રદેશના ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હાર્દિક પટેલ જેવા યુવા નેતાને કોંગ્રેસ જેવી પાર્ટીના સુકાનીઓના લોકસભા વિસ્તારોમાં સભા કરવા માટે પસંદગી કરવામાં આવી છે ત્યારે પાટીદાર સમાજ અને હાર્દિકના સમર્થકોમાં મોટાપાયા પર હરખની હેલી જોવા મળી રહી છે. ગુજરાત લોકસભા અને ચાર વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે હાર્દિક પટેલના ખભા પર વિશ્વાસા મૂકીને…
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 સીટ પર આજે મતદાન થયું હતું. આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ 371 જેટલા ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે. ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોંલકીનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જવા પામ્યું છે. ગુજરાતમાં સરેરાશ 60.21 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, સૌથી વધુ મતદાન આ વખતે દક્ષિણ ગુજરાતની વલસાડ લોકસભા બેઠક પર થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર પર 56.77 ટકા થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંચો…
2002માં ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોમાં બિલ્કીસ બાનો રેપ કેસમાં સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને સખત આદેશ આપ્યો છે. કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને પીડિતા બિલ્કીસને 50 લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરી ઉપરાંત આવાસ આપવાનો હુકમ કર્યો છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કરી હતી કે બિલ્કીસ બાનો કેસમાં જે દોષી અધિકારીઓએ પુરાવા સાથે છેડછાડ કરી હતી તેમનું પેન્શન રદ્ કરવામાં આવ્યું છે. જ્યારે બે આઈપીએસ અધિકારીઓને બે રેન્કોમાં ડિમોટ કરવામાં આવ્યા છે. કોર્ટે પોલીસ અધિકારીઓ વિરુદ્વ કાર્યવાહી કરવા માટે મંજુરી આપી દીધી છે. 2002માં ગુજરાતમાં કોમી રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે સુપ્રીમ…
જેલમાં બંઘ અને બાહૂબલિ અતીક અહેમદને સુપ્રીમ કોર્ટમાંથી ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અતીકને યુપની નૈની જેલમાંથી ગુજરાત જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રિએલ એસ્ટેટના ડીલર મોહિત જ્યસ્વાલ સાથે મારામારીના કેસની તપાસ પણ સીબાઆઈને સોંપવાનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે અતીક અહેમદ વિરુદ્વ તમામ કેસોને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનું પણ જણાવ્યું છે, અને તમામ સાક્ષીઓને પૂરતી સલામતી આપવાના પણ નિર્દેશ આપ્યા છે. અપરાધિક મામલાની તપાસમાં દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંઘ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાંઠગાંઠના ગુનાહિત કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ હુકમ કર્યો છે. આ મામલે યુપીની સરકારે પાછલા મહિને કોર્ટમાં કહ્યું હતું કે દેવરીયા જેલમાં બંધ પૂર્વ…
આવતીકાલે ગુજરાતની 26 સહિત 115 બેઠક માટે મતદાન થવાનું છે. ચૂંટણી પંચ મતદાન માટે સુસજ્જ થઈ ગયું છે. ગુજરાતના પોલીંગ સ્ટેશનો પર મતદાનની તમામ પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્રીજા તબક્કાના મતદાન માટે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર સમાપ્ત થયો હતો અને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે ત્યારે આવતીકાલે ત્રીજા તબક્કામાં 14 રાજ્યોની 115 બેઠક પર ૨૩મી એપ્રિેલ એટલે કે આવતીકાલે મતદાન થશે. ગુજરાતની 26 બેઠક સહિત ત્રીજા તબક્કામાં સૌથી વધુ કુલ 115 બેઠક પર…
ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માંથી વર્તમાન પ્રમુખ ફારુક પટેલ(કેપી)સહિત 10 મેનેજિંગ કમિટીના સભ્યોએ રાજીનામા ધરી દીધા છે. રાજીનામું આપનારાઓમાં પ્રમુખ ફારુક કેપી ઉપરાંત ઉપપ્રમુખ હનીફ દાલચાવલવાળા, ઉપપ્રમુખ શબ્બીર કાગઝી, સહ,માનદ મંત્રી આમદ આમલા સહિત 6 કારોબારી સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. આજે સવારે મેનેજિંગ કમિટીની મીટીંગ મળી ત્યારે તમામ 10 સભ્યોએ રાજીનામાનો પત્ર સોસાયટીના મંત્રી સૈયદ અહેમદ બગદાદીને સુપરત કર્યો હતો. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.