IPL સિઝન-12ની પ્રથમ મેચમાં વિરાટ કોહલની ટીમનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કચ્ચરઘાણ કરી નાંખ્યું છે. ટોસ જીતીને ધોનીએ પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે પ્રથમ બેટીંગ કરનારી આરસીબીની ટીમ માત્ર 70 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હવે ચેન્નાઈ સુપર કીંગ્સે 20 ઓવરમાં માત્ર 70 રન કરવાની જરૂર છે. એક માત્ર પાર્થિવ પટેલ જ 29 રન કરી શક્યો હતો. જ્યારે બાકીના ખેલાડીઓ 10 રન પણ કરી શક્યા ન હતા. વિરાટ કોહલી પોતે પણ નજીવા સ્કોર પર આઉટ થઈ ગયો હતો. હરભજનસિંહ અને ઈમરાન તાહીરની ફિરકીમાં વિરાટની ટીમ તંબભેગી થઈ જવા પામી હતી. ભજ્જી અને તાહીરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ…
કવિ: Satya Day News
ઉભરાટની બાજુમાં વિકસી રહ્યું છે લાઈવ શૂટ બિગ ફિલ્મ સિટી રિસોર્ટ. વિશાળ જગ્યામાં ફિલ્મના શૂટિંગ માટે 50થી વધારે શેડ ઉભા કરવામાં આવ્યા છે. જિમથી લઈને પોલીસ સ્ટેશન રેલ્વે સ્ટેશન, મોલ તળાવ બોટિંગથી લઈને તમામ લોકેશન ઉભા કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાઇવેટ બીચ પણનો જે નજારો છે તે લોકોના દિલ જીતી લે છે. ગુજરાતના લોકોને બહાર ન જવું પડે તેને લઈને ઉભી કરવામાં આવી છે. આ ફિલ્મ સિટી વિશાળ બંગલાઓથી લઈને કોટેજ સ્વિમિંગ પૂલથી લઈને તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ફિલ્મ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર અને એક્ટર દિલઝાન વાડિયા અને બીગબોસના ફેમ જલ્લાદ સાથે વાત કરતા અમને જણાવ્યું હતું કે અહીંયા તમામ…
મંત્રી પદ મેળવવા માટે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જવાહર ચાવડા પોતાને પત્રકારોનો બાપ ગણાવી રહ્યા છે. ભૂતકાળ ભૂલીને જવાહર ચાવડાએ પત્રકારો માટે કરેલી અભદ્ર ટીપ્પણીને ભારે વિવાદ જગાવ્યો છે. જવાહર ચાવડાએ ફેસબૂક પર પોસ્ટ મૂકી દિલગીરી વ્યક્ત કરી છે પરંતુ એ પણ જાણે પરાણે કરી હોય એવું લાગે છે. ભાજપના ઘોડે સવાર થઈ જવાહર ચાવડા પોતાની જાતને તીસમારખાં સમજવા લાગ્યા છે. જવાહર ચાવડાએ જૂનાગઢના માણાવદરના કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે ‘પત્રકારોમાં હજુ પણ એવો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી શું કામ ભાજપમાં આવ્યા. હજુ પત્રકારો પૂછે છે તમે શેના માટે ગયા,…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત લોક શક્તિ અને યુવાનોની સંગઠન શક્તિ સાથે રાજકારણમાં પદાર્પણ કરનારા અલ્પેશ ઠાકોર આજકાલ કોંગ્રેસના વરવા રાજકારણની આંટીઘૂંટી ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં એન્ટ્રી મેળવી ત્યારે તેમનાથી કેટલીક મોટી ચૂક થઈ ગઈ છે અને તેઓ સીધા કોંગ્રેસના નેતાઓની ટ્રેપમાં ફસાઈ જવા પામ્યા છે. કોંગ્રેસમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરનું ડાયરેક્ટ ડાયલીંગ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે થતું આવ્યું છે. પરંતુ હિન્દીભાષી લોકો પર થયેલા હુમલામાં ભાજપે ઠાકોર સેના પર આક્ષેપ મૂક્યો અને તેનો ફાયદો કોંગ્રેસના અલ્પેશ વિરોધી નેતાઓએ ઉઠાવ્યો. અલ્પેશ ઠાકોરને શક્તિસિંહ ગોહીલ સાથે બિહારના સહપ્રભારી બનાવ્યા પણ હિન્દીભાષી લોકોને રોષ વધી જવાની…
સપાના રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવે સેના અને પુલાવામા આતંકી હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રામગોપાલે પુલવામા હુમલાને લઈ કહ્યું કે વોટ માટે જવાનોને મારી નાંખવામાં આવ્યા છે. હું અત્યારે વધારે કહી શકું એમ નથી. પરંતુ જ્યારે સરકાર બદલાશે ત્યારે આની તપાસ કરવામાં આવશે અને તેમાં મોટા-મોટા લોકો ફસાશે. રામગોપાલ યાદવ સમમાજવાદી પાર્ટીના મહત્વના નેતાઓ પૈકી એક છે. તેમણે કહ્યું કે પેરામિલિટ્રી ફોર્સ સરકારથી દુખી છે. જવાન માર્યા ગયા. આ બધું વોટ માટે કરવામાં આવ્યું. જમ્મૂ-શ્રીનગરની વચ્ચે કોઈ ચેકીંગ હતું નહીં. જવાનોને સામાન્ય ગાડીઓમા મોકલી દેવામાં આવ્યા હતા. આ એક મોટું ષડયંત્ર હતું. હું અત્યારે વધારે કહેવા માંગતો નથી. જ્યારે…
લોકસભા ચૂંટણી ના ઉમેદવારોની ફાઇનલ યાદી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહામંત્રી દલસુખ દલસાણીયા દિલ્હી પહોંચ્યા છે, દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે ઉમેદવારોની યાદી અંગે ચર્ચા વિચરણા અને યાદીને આખરી ઓપ આપવામાં આવશે. હાલ ગુજરાતની 26 બેઠક માટે ગુજરાત ભાજપના સંભવિત ઉમેદવારોના જે નામ ચર્ચામાં આવી રહ્યા છે તેમાં 11 સાંસદોની ટીકીટ કપાઈ જવાની શક્યતા જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે દરેક બેઠક પર ત્રણ નામોની પેનલ બનાવવામાં આવી છે. ઘૂળેટીના તહેવાર પૂર્ણ કરી સીએમ રૂપાણી દિલ્હી પહોંચી ગયા છે. ભાજપના સંભવિત ઉમેદવારો 1-કચ્છ-વિનોદ ચાવડા 2- બનાસકાંઠા-પરબત પટેલ 3- પાટણ- ભરતસિંહ ડાભી 4-મહેસાણા-સી.કે.પટેલ 5-સાબરકાંઠા-દિપસિંહ…
સંઘ પ્રદેશ દાદાર-નગર હવેલીની સેલવાસની શિડયુલ ટ્રાઈબમાં આવતી લોકસભા બેઠક માટે ભાજપે જાહેર કરેલી પ્રથમ 184ની યાદીમાં સીટીંગ સાંસદ નટૂ પટેલને ફરી ટીકીટ આપવામાં આવી છે. ભાજપે નટૂ પટેલને આ બેઠક માટે ત્રીજી વાર રિપીટ કર્યા છે. નટૂ પટેલે ટીકીટ મેળવવામાં હેટ્રીક કરી છે. 45 વર્ષીય નટૂ પટેલે વ્યવસાયે બિલ્ડર રહ્યા છે. તેમણે 2009માં પહેલી વાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને લોકસભામાં એન્ટ્રી મેળવી હતી. 2009માં કોંગ્રેસના ઉમેદવાર મોહન ડેલકરને માત્ર 618 વોટથી પરાજય આપ્યો હતો. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નટુ પટેલને 80,790 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહન ડેલકરને 74,576 વોટ મળ્યા હતા. માત્ર 6,214 વોટથી ભાજપના ઉમેદવાર…
ભાજપ ઈલેક્શન કમિટીની ત્રણ દિવસ સુધી ચાલેલી મીટીંગ બાદ 184 ઉમેદાવારના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, યુપી જેવા રાજ્યોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. બિહારની 17 સીટ માટેના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેપી નડ્ડાએ યાદી જાહેર કરી હતી. નામની યાદી રાજ્યોની ચૂંટણી કમિટીને મોકલી આપવામાં આવ્યા છે.
ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદીને જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ યાદી અંગે પત્રકારોને માહિતી આપી છે. જેમાં 182 ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. વરિષ્ઠ નેતા અડવાણીની ટીકીટ કાપી નાંખવામાં આવી છે. પ્રથમ યાદીનાં 20 રાજ્યોને કવર કરાયા બાબુલ સુપ્રિયો લડશે પ.બંગાળના આસનસોલથી લોકેટ ચેટરજી લડશે હુગલીથી કુમાનમ રાજશેખરન લડશે થિરુવનંથપુરમથી પૂનમ મહાજન લડશે નોર્થ મુંબઈથી અનંતકુમાર લડશે કર્ણાટરના ઉત્તર કનાડાથી જીતેન્દ્રસિંહ ઉધમપુરથી લડશે સાક્ષી મહારાજ ઉન્નાવથી લડશે સ્મૃતિ ઈરાની લડશે અમેઠીથી, રાહુલ ગાંધીની સામે હેમા માલિની લડશે મથુરાથી સત્યપાલસિંહ લડશે બાગપતથી નીતિન ગડકરી…
અમદાવાદ ખાતે TV-9ના પત્રકાર ચિરાગ પટેલના મોતના કારણ પર હજુ રહસ્યના વાદળો ઘેરાયેલા છે ત્યારે પરિવારજનોએ નવો ધડાકો કર્યો છે. ચિરાગના ભાઈ જૈમિન પટેલે આક્ષેપ કર્યો હતો કે ભાજપના બે સાંસદોના ફંડને લઈ ચિરાગે આરટીઆઈ માંગી હતી અને તેના કારણે ચિરાગની હત્યા કરવામાં આવી હોવાની શંકા જૈમિને વ્યક્ત કરી છે. બીજી તરફ અમદાવાદના ઝોન-5ના ડીસીપી અક્ષય રાજ ચિરાગે આત્મહત્યા કરી હોવાની વાતને સતત દોહરાવી રહ્યા છે. પરંતુ આત્મહત્યાની કોઈ થિયરી અને સાંયોગિક પુરાવા આત્મહત્યા થઈ હોવાની વાતને સમર્થન આપી રહ્યા નથી. આ ઉપરાંત પરિવારજનોએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ચિરાગને કોઈ માનસિક તાણ કે દબાણ હતું નહીં અને તે પોતે…