કવિ: Satya Day News

ગુજરાતના કોંગ્રેસના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખેત ઉત્પન્ન બજાર સમિતિની કચેરી ખાતે કોંગ્રેસના શાંતિ ન ઈચ્છતાં બનાખોરોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે બળવાના સમીકરણ આકાર લઈ રહ્યાં છે. ખાતે સહકારી આગેવાન અને વિરજી ઠુમર તથા પરેશ ધાનાણી સામે ખૂલ્લામાં વિરોધ કરીને પક્ષમાં ગેરશિસ્ત આચરવા માટે જાણીતા દિપક માલાણીની આગેવાનીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરૂ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો સહિતના જુના પીઢ કોંગ્રેસના નેતા કે જે હવે પ્રજામાં કોઈ સ્થાન ધરાવતાં નથી તેઓની ચિંતન બેઠક થઈ હતી. અમરેલી ભાજપ કોઈ પણ રીતે અનીતિ અપનાવીને પણ કોંગ્રેસને તોડી ફોડી નાંખવા માંગે છે. પરેશ વિરજી કોંગ્રેસ (પી.વી.સી.)…

Read More

હું ચોદાકીદાર છું એવી ઝૂંબેશ ભાજપે શરૂ કરતાં ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કરતાં હું ચોકીદાર કેમ્પેઈનને ફટકો પડ્યો છે. લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલતે ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું છે. અગાઉ ગુનાની સુનાવણી દરમિયાન અદાવતમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કરાયું હતું. આમ છતાં સોંલકી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર ધરપકડ વોરન્ટ જાહેર કરાયું છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. ભાજપને હવે કોળી નેતા કુવરજી બાવળીયા મળી જતાં હવે…

Read More

કોઈ પણ કલાકાર માટેનો પરીક્ષાનો સમય તે સમયે હોય છે જ્યારે તે પોતાના પાત્રને એક મોટી વ્યક્તિત્વની બાયોપિક (જીવશાસ્ત્ર)ના પાત્રમાં નિભાવે છે. કેમ કે તેને બાયિઓપિકમાં વ્યક્તિના સમગ્ર જીવનને એક રીલમાં સમાવવાનું હોય છે. એવી જ કઈંક પરીક્ષા અભિનેતા વિવેક ઓબેરોયની છે. જીહા! વિવેક, આજકાલ, સન્યાસી, સ્વયંસેવક તો કેટલીકવાર પાઘડીવાળા સરદારના ગેટઅપમાં નજરે પડે છે. તેઓ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના જુવાનીથી લઈને વૃદ્ધના ગેટઅપમાં જોવા મળશે. થોડા સમય પહેલા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા વોલ પર એક તસવીરનો કોલાજ શેર કર્યો છે. જેમાં વિવેક ઓબેરોયના અલગ અલગ 9 રૂપ જોવા મળી રહ્યા છે. આ 9 તસવીર મારફતે આપણે સમજી શકીએ…

Read More

શંકરસિંહ સાથે અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાંના મોટાભાગના ફરી ભાજપમાં પક્ષાંતર કરી ગયા છે. આવું કેશુભાઈની સાથે ભાજપ છોડનારા પણ અનેક નેતાઓ હતા. તેમાં કેટલાંક કોંગ્રેસમાં ગયા હતા. નરેન્દ્ર મોદી સામે બળવો કરીને કોંગ્રેસમાં 14 ધારાસભ્યો એકી સાથે ગયા હતા. તેમાંના તમામ ભાજપમાં પરત ફર્યા છે. પક્ષાંતર કરનારાની હાર  શંકરસિંહ વાઘેલા, ગોરધન ઝડફિયા, વિપુલ ચૌધરી, ભાવસિંહ રાઠોડ, નલીન ભટ્ટ,  ધીરુભાઈ ગજેરા, કનુભાઇ કોઠીયા, બાલુભાઈ તંતી, બેચરદાસ ભાદાણી, રાકેશ રાવ, માધુ ઠાકોર, પરમાનંદ ખટ્ટર, અનિલ પટેલ , વલ્લભ ધારવિયા. સુંદરસિંહ ચૌહાણ જેવા અનેક નેતાઓ છે જેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં પક્ષાંતર કરી ગયા અને પાછ ફરી ભાજપમાં આવી ગયા હતા. આવા…

Read More

ભારતીય જનતા પક્ષમાંથી કોંગ્રસમાં પક્ષાંતર કરી જતાં રાજકીય આગેવાનો કોંગ્રેસનાં કલ્‍ચરમાં ભળી શકતા નથી. છેલ્લું ઉદાહરણ અમરેલીના હનુભાઈ દોરાજીયા છે. 2013માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્‍ય બાવકુ ઉંઘાડે રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી 2014માં લડી હતી. લોકસભાની ચૂંટણી સાથે લાઠી-બાબરા બેઠક ઉપરથી હનુભાઈ ધોરાજીયાએ કોંગ્રેસમાંથી ભાજપનાં બાવકુ ઉંધાડ સામે વધુ એક વખત હારનો સામનો કરવો પડયો હતો. હનુભાઈ ધોરાજીયાને સને 2017ની ધારાસભાની કોંગ્રેસે ટીકીટ નહીં આપતાં તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ જોવા મળતાં હતા. આખરે તેમણે ફરી એક વખથ પક્ષાંતર કર્યું હતું. આમ કોંગ્રેસમાં બાવકું ઉંધાડ પણ હતા અને હનુભાઈ પણ હતા બન્નેએ કોંગ્રેસનું રાજકીય…

Read More

અમરેલી લોકસભા બેઠક પર ભાજપના 6 દાવેદારો ચૂંટણી લડવા તૈયાર હોવાનું પક્ષના નેતાઓને જણાવી દીધું છે. ઉમેદવાર નકકીકરવા માટે ભાજપ કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા વિસ્‍તારના કાર્યકરો પાસેથી અભિપ્રાય માંગવા માટે કૃષિ મંત્રી આર.સી. ફળદુ તથા જેન્‍તીભાઈ કવાડીયા આવ્યા હતા. જેમાં આ દાવેદારી સામે આવી છે. જ્યારે આ વખતે અમરેલી બેઠક પર ભાજપ માટે જોખમ છે. તેમ છતાં આટલા દાવેદારો સામે આવ્યા છે. નામો હવે જાહેર કરાશે. દાવેદારી કરવામાં હાલના સાંસદ નારણ કાછડીયા, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર, ઘનશ્‍યા ડોબરીયા, કૌશિક વેકરીયા તથા જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરા હોવાનું માનવામાં આવે છે. દાવેદારોની રજૂઆતો તથા…

Read More

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરનાર સામે મોબાઈ એપ્લીકેશન દ્વારા ઓન લાઈન ફરિયાદ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ચૂંટણી પંચે આ મોબાઈ એપ્લેકેશન બનાવી છે. જે ગુગલ પ્લેસ્ટોરમાં જઈને મફતમાં મેળવી શકાય છે. તેના પરથી લાઈવ ફોટો અથવા વિડીયો રેકોર્ડ કરી ચૂંટણી પંચને મોકલી શકે છે. જેવી ફરિયાદ મળશે તેની 100 મીનીટમાં પગલાં લેવશે. આ માટે દરેક નાગરિક સ્તથળ, તારીખ અને સમય ખાસ જણાવે એવી અપીલ કરવામાં આવી છે. ઘટના સ્થળે પોલીસ અથવા ચૂંટણી અધિકારી આવી પહોંચશે. જો 100 મીનીટમાં કોઈ સ્થળ પર ન આવે તો તુરંત ફરિયાદ કરવામાં આવતાં જે તે અધિકારી સામે પગલાં લઈ શકાશે. કોઈ નાગરિક…

Read More

ગોવાના 63 વર્ષીય મુખ્યમંત્રી મનોહર પરિકરનું આજે સાંજે પોણા સાત વાગ્યાની આસપાર નિધન થયું છે. તેઓ પાછલા કેટલાક સમયથી સ્વાદુપિંડ(પેનક્રીયાટિક) કેન્સરની સામે ઝઝૂમી રહ્યા હતા. આજે તેમની તબિયત ગંભીર થતાં ગોવા સીએમ કાર્યાલયે તેમનું હેલ્થ બૂલેટીન પણ જાહેર કર્યું હતું. તબીબોએ ભરચક પ્રયાસો કર્યા હતા. પરંતુ પરિકરે દુનિયાને અલવિદા કહી હતી. આ પહેલાં દિવસ દરમિયાન મનોહર પરિકરની તબિયત સતત ખરાબ થવાના કારણે તેમને ગોવાની મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારથી તેઓ ક્રિટીકલ કન્ડીશનમાં હતા. મનોહર પરિકર ગોવાના ચાર વખત મુખ્યમંત્રી બન્યા હતા. પ્રથમ વખત તેઓ 2000થી 2005 અને ત્યાર બાદ 2012થી 2014 અને ત્યાર બાદ 2018થી તેઓ મૃત્યુપર્યન્ત મુખ્યમંત્રી…

Read More

સુરતના અડાજણ ખાતે સુરત-મુંબઈ કોળી પટેલ સમાજના અધિવેશનમાં હાજરી આપવા આવેલા ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયાએ સુરતમાં લોકસભા બેઠક માટે એવું કહી દીધું છે કે જેના કારણે સુરત ભાજપના નેતાઓના શ્વાસ અધ્ધર થઈ જાય એમ છે. કોળી પટેલ સમાજના અધિવેશનમાં હાજરી આપવા આવેલા કુંવરજીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે કોળી પટેલ સમાજની કાંઠા વિસ્તાર-દરિયા પટ્ટી પર પ્રભાવક વસ્તી છે અને સમાજના આગેવાનોએ આ વખતે દક્ષિણ ગુજરાતમાં પણ કોળી પટેલ સમાજને લોકસભાનું પ્રતિનિધિત્વ મળે તે અંગે રજૂઆત કરી છે. આ રજૂઆતને ભાજપ પ્રદેશ કમિટી અને હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે…

Read More

પોરબંદર: લલીત વસોયા અને અર્જૂન મોઢવાડિયા કચ્છ: નરેશ મહેશ્વરી, કોકીલા પરમાર અને નૌશાદ સોલંકી રાજકોટ: લલિત કગથરા, ઉર્વશી પટેલ, હેમાંગ વસાવડા અને હિતેષ વોરા બનાસકાંઠા: ગોવા દેસાઈ, લાલજી દેસાઈ, દિનેશ ગઢવી અને ભટોળ અમરેલી: વિરજી ઠૂમ્મર, કોકીલા કાકડિયા અને પ્રતાપ દૂધાત અમદાવાદ પૂર્વ: હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા ખેડા: બીમલ શાહ, દિનશા પટેલ, નટવરસિંહ ઠાકોર, ધીરૂભાઈ ચાવડા અને કાળૂસિંહ ડાભી દાહોદ: બાબુ કટારા અને તેમના પુત્ર ભાવેશ, પ્રભાબેન તાવિયાડ અને ચંદ્રીકા બારિયા ભરૂચ: સંપૂર્ણ સત્તા અહેમદ પટેલને અથવા છોટુ વસાવા સાથે જોડાણ સુરત: ધનશ્યામ લાખાણી, ચેતન પટેલ અને પપ્પન તોગડિયા નવસારી: ધર્મેશ પટેલ, રવિન્દ્ર પાટીલ અને તારાચંદ કાસટ વલસાડ: કિશન…

Read More