ચૂંટણીની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર રાજયમાં 563 ફ્લાઈંગ સ્ક્વોડ, 378 વિડિયો સર્વેલન્સ ટીમ, 207 વિડિયો વ્યુઈંગ મળીને 585 ટૂકડીઓ બનાવી દેવામાં આવી છે અને તે શોસિયલ મિડિયા તથા ચૂંટણી પ્રચારની વિડિયઓ મંગાવીને બારીકાઈથી જોશે. તેમાં વાંધાજનક જણાશે તો પગલાં ભરવામાં આવશે. આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત વિડિયો ટીમ બનાવવામાં આવી છે. 26 હિસાબી ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ સરવે ટૂકડીઓ રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે. રાજયના 11 એરપોર્ટ પર આવકવેરા વિભાગ દ્વારા એર ઈન્ટેલિજન્સ યુનિટ કામ કરે છે. ઉમેદવાર અને પક્ષ માટે રેલી, સભા વગેરે માટેની મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરવામાં…
કવિ: Satya Day News
ગુજરાતની 1960માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી 2014 સુધીની લોકસભા ચૂંટણીઓમાં મતદાનની તવારિખમાં 1062માં 22 બેઠકો હતી જે 1967માં વધીને 24 થઇ અને 1977થી 26 બેઠકો છે. 1967માં 80 ઉમેદવારો હતા. 1.93 કરોડ મતદારોમાંથી 68.19 લાખ મતદારો અત્યાર સુધીમાં સૌથી વધું 63.77 ટકા મતદાન થયું હતું. 2014માં 63.66 ટકા મતદાન 4.60 કરોડ મતદારોમાંથી 2.57 કરોડ મતદાતાઓએ મતદાન કર્યું હતું. 26 બેઠકો માટે સૌથી વધુ 577 ઉમેદવારોએ 1996ની ચૂંટણીઓમાં ઉમેદવારો હતા. 2.85 કરોડ મતદારોમાંથી 1.02 કરોડ મતદારોએ મતદાન કર્યું પણ તે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછું 35.92 ટકા મતદાન કર્યું હતું. ત્યારે લોકો સરકારથી કંટાળી ગયા હતા. આજે એવું જ…
સુરતના ઓલપાડમાં આવેલા હિન્દુસ્તાન કેમિકલ્સ ફરી એક વખત વિવાદમાં આવી છે. પોલીસે તેને જોખમી કચરો નાંખતા પકડી પાડી છે. એવી જાહેરાત કરી છતાં હજુ સુધી આ કંપનીને GPCB દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી નથી. તેથી ગઠબંધન જાહેર થયું છે. ગુજરાત સરકારની કાઈન્સીલ દ્વારા જેને સલામતીના 12 એવોર્ડ મળેલા છે તે લોકો માટે અસલામતી કરાવતી પકડાઈ છે. છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી. જો આ કંપની આ રીતે બેદરકાર રહે તો ભોપાલ જેવી ભયાનક ગેસ ગળતર હોનારત થઈ શકે છે. કારણ કે અહીં 32 વર્ષથી લોકો આ કંપનીના પ્રદુષણ સામે લડી રહ્યાં છે. દરેક વખતે તેમને બચાવી લેવામાં આવી…
બ્યુરો ઈન્ડિયન સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે ફુડ પેકીંગ માટે વપરાતી શાહી હાનિકારક કેમિકલથી બનાવવામાં આવે છે. જેમાં ટોલુએન કેમિકલનો પણ ઉપયોગ થાય છે. જેના પર પ્રતિબંધ લાદવામાં આવશે. ટોલુએનનો ઉપયોગ પેઈન્ટના થીનર માટે કરવામાં આવે છે. જે લીવર અને કિડની માટે ખુબ જ જોખમી છે. આ અંગે ગુજરાતનું ખોરક અને ઔષધ વિભાગ અત્યંત બેદરકાર છે. ગુજરાતમાં નાની કંપનીઓ અને મોટી કંપનીઓ ફરસણ, ઠંડા પીણા, બેકરી આઈટમ, ચોકલેટ, દૂધ જેવી પેકીંગની વસ્તુમાં આ શાહી વાપરે છે. ચેન્નાઈની એક કંપની ટોલુએન કેમિકલ બનાવે છે અને તેનો ઉપયોગ ગુજરાતના મોટા ભાગના ફૂડ ઉત્પાદકો પેકીંગમાં કરે છે. ઘણા દેશોમાં ફુડ ઈન્ડસ્ટ્રી માટે આ કેમિકલને સંપૂર્ણપણે…
માછીમારો દરિયાઈ કાંઠાના સમુદ્રી જીવોની મોટી સંખ્યામાં કતલ કરતા હતા તે જ માછીમાર સમુદાય વહેલ શાર્કના સંરક્ષક તરીકે ઉભરી આવ્યા, જે આ યોજનાની સફળતા કહી શકાય. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતના માછીમારોએ લગભગ 700 જેટલી વ્હેલ શાર્કને બચાવી છે. શરૂઆતના 10 વર્ષોમાં 412 વ્હેલ શાર્ક બનાવી હતી. જેનો જશ વન વિભાગ લઈ રહ્યું છે ખરેખર તો તે એક સામાજિક રીતે શરૂ કરાયેલી ઝૂંબેશ હતી. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 14 અને 15 માર્ચનાં રોજ વ્હેલ શાર્ક રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતભરમાં સૌ પ્રથમ વખત દરિયાઈ જીવસૃષ્ટિ બાબતે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર બે દિવસીય વ્હેલ શાર્ક…
સુરત લોકસભા બેઠકનું કાઉન્ટ ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં નેતાઓએ દાવેદારી નોંધાવી હતી. વર્તમાન સાંસદ દર્શના જરદોષે પણ દાવેદારી કરી હતી આ ઉપરાંત સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પણ દાવેદારી કરી હતી. પોતની દાવેદારી અંગે સાંસદ દર્શના જરદોષે કહ્યું કે પાછલી બે ટર્મથી સાંસદ છું. લોકો પરિવર્તન નહીં પરિણામ જોઈ રહ્યા છે અને વિકાસનાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે. પાર્ટીનું સંગઠન જે નિર્ણય કરશે તેને શિરોમાન્ય ગણીશું અને વધુમાં વધુ લીડથી જીતાડવાના પ્રયાસો કરીશું. જ્યારે નીતિન ભજીયાવાળાએ કહ્યું કે પાર્ટી દ્વારા સોંપાતી દરેક જવાબદારી સ્વીકારવા મારી તૈયારી છે. હોદ્દાની રેસમાં કદી જોડાયો નથી.…
ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં સુરત જિલ્લાના રહીશ એવા બે યુવકોના મોત થતાં સ્થાનિક મુસ્લિમ સમાજમાં માતમ સાથે ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકો પૈકી લુહારાના રહીશ હાફીઝ મુસા પટેલ ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતાં હતાં. મોડી સાંજે નમાઝ વેળા આ જાહેરાત થતાં જ સમાજમાં શોકની કાલીમા સાથે માતમ છવાઈ જવા પામ્યું છે. વિગતો મુજબ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની અલનૂર મસ્જિદ તેમજ લીનવૂડની લોટાકા મસ્જિદમાં થયેલા આતંકી હુમલાએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યું છે. ચાલુ નમાઝ દરમિયાન આતંકીઓ દ્વારા ટ્વીટર એફ-બી ઉપર લાઇવ રેકોર્ડિંગ સાથે અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બ્રશ ફાયરિંગમાં 49ના મોત નિપજ્યા હતાં. આ ઘટનાએ આખા દુનિયાભરમાં…
પંજાબની અમૃતસર બોર્ડરના લોકો ગુરુવારની રાત્રે રીતરસના ફફડી ગયા હતાં. અનેક ઘરોમાં તો બારીઓના કાચની બારીઓ પણ તુટી ગઈ હતી. જેનાથી અમૃતસરના લોકોમાં અનેક સંકાઆશંકાઓ થવા લાગી. પરંતુ પછીથી ખબર પડી છે કે, પંજાબમાં પાકિસ્તાન સરહદે ભારતીય વાયુસેના અભ્યાસ કરી રહી હતી અને આ અવાજ સુપરસોનિક બૂમના કારણે આવતો હતો. હકીકતમાં અભ્યાસ દરમિયાન મોટી સંખ્યામાં વાયુસેનાના યુદ્ધ વિમાનોએ પંજાબ અને જમ્મૂ ક્ષેત્ર પર સુપર સોનિક બુમ તૈયાર કર્યા હતાં. જેના કારણે વિમાનો પસાર થયા બાદ ભારે વિસ્ફોટો થવાના અવાજ સંભળાતા હતાં. તો જાણો શું હોય છે સુપર સોનિક બૂમ અને તેમાં વિસ્ફોટો જેવા અવાજ કેમ આવે છે? આ અગાઉ પાકિસ્તાનનું…
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદમાં કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરીંગમાં 49 લોકોના મોત થયા છે. 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન આંતકીએ મસ્જિદમાં બાળકોને ટાર્ગેટમાં રાખીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા બાદ 9 ભારતીય નાગરીકો પણ લાપતા છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજદ્વારીએ આ બાબતની જાણકારી આપી છે. ન્યૂઝીલેન્ડના આતંકી હુમલામાં નવ ભારતીયો લાપતા બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજદુત કાર્યાલયે આ અંગેની માહિતી આપી છે. લાપતા બનેલા ભારતીયો અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં ઓસ્ટ્રેલિયન આતંકી બ્રેંટન ટૈરંટ અને તેના ત્રણ સાગરિતો સહિત મહિલાએ નમાઝ પઢી રહેલા મુસ્લિમો પર અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. જેમાં 49 લોકોના જાન…
તાલાલાનાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા આપેલી સજાના અનુસંધાને ચૂકાદો આપ્યો હતો અને ગુજરાત સરકારની સ્ટે વેકેટ કરવાની અરજીને ગ્રાહ્ય રાખી હતી. સજા પર સ્ટે આપવાની ઉઠી જતાં ભગવાન બારડે હવે ઉપલી અદાલતમાં અરજી કરવી પડશે. પરંતુ તે પહેલાં સ્ટે ઉઠી જતા બારડને ફરી પાછા જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં જજ સોનિયા ગોકાણીની કોર્ટમાં ભગવાન બારડના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં જજ સોનિયા ગોકાણીએ ભગવાન બારડ દ્વારા સજા પર સ્ટેની અરજી ઉડાડી દીધી હતી અને ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સ્ટેને વેકેટ કરવાની દાદને માન્ય રાખવામાં આવી…