ભાજપના મહિલા અગ્રણી રેશ્મા પટેલ ફરી વાર ભાજપના આંતરિક રાજકારણ અંગે સ્ફોટક વાત કરી છે. રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં રાજકારણમાં મોટો ભૂકંપ આવી શકે એમ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગોઠવેલા ચોકઠાંના કારણે ગુજરાતમાં સ્થિતિ તોડફોડની રાજનીતિ સુધી પહોંચી ગઈ છે. રેશ્મા પટેલે તોડ-જોડની રાજનીતિ અંગે આ વખતે અમિત શાહને નિશાને લીધા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં લોકસભાના રાજકીય સમીકરણો જોઈ રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી જે કૂટનીતિ અજમાવી રહી છે અને જે ચોકઠાં ગોઠવ્યા છે તેમાં તે ક્યાંકને ક્યાંક દાવ મારી જશે, એ સો ટકાની વાત છે. ગુજરાત આંદોલનની ભૂમિ બની…
કવિ: Satya Day News
હવે અમદાવાદની જેમ સુરતમાં પણ મેટ્રો ટ્રેનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ ઓગસ્ટ 2012 માં મેટ્રો પ્રોજેક્ટ માટે ચાર રેલ માર્ગોનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાત સરકારે જાન્યુઆરી 2017માં બે કોરિડોર મંજૂર કર્યા હતા. સરથાણા-વરાછાથી ડ્રીમ સિટીનો 22 કિ.મી અને ભેસાણથી સારોલી સુધીનો 18 કિ.મી સુધીના રૂટ નક્કી કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 12,800 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજે મળેલી મીટીંગમાં સુરત મેટ્રો પ્રોજેક્ટનો 12,114 કરોડનો ડીપીઆર(ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) મંજુર કરવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારાસને જણાવ્યું હતું. પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની મીટીંગમાં ડીપીઆરને બહાલી આપવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 40.35 કિ.મીના બે…
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રશ્નો માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે યોગ્ય હકારાત્મક પગલા લઇ રહી છે. રાજ્યમાં ચાલી રહેલ એસ.ટી. કર્મચારીઓ અને શિક્ષક કર્મચારીઓના આંદોલનનું આજે સુ:ખદ સમાધાન થયું છે. બંને વિભાગના યુનિયનો સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થયેલી હકારાત્મક ચર્ચાના પરિણામે આજે આ સુ:ખદ સમાધાન થયું છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ૧.૨૫ લાખથી વધુ શિક્ષકો અને એસ.ટી. નિગમના ૪૫૦૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા તેઓના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકારને રજુઆતો કરાઇ હતી. તે સંદર્ભે મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ અને નાણા…
સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર-બાબરી મસ્જિદ કેસ અંગે આજે ઐતિહાસિક દિવસ રહ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતમાં સંબંધિત પક્ષકારોએ અયોધ્યા કેસમાં મધ્યસ્થીકારોના નામ આપ્યા છે. આજે સવારે કોર્ટે પક્ષકારોને મધ્યસ્થીકારોના નામ આપવા જણાવ્યું હતું. હિન્દુ મહાસભા પૂર્વ ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, પૂર્વ ચીફ જસ્ટીસ જેએસ ખૈર, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ મધ્યસ્થીકાર તરીકે આપ્યા છે. મહાસભાએ વાતચીત માટે તૈયારી દર્શાવી છે. નિર્મોહી અખાડાએ પણ મધ્યસ્થી માટે ત્રણ નામ આપ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના રિટાર્ડ જજ કૂરિયન જોસેફ, એકે પટનાયક અને જીએસ સિંઘવીનું નામ સામેલ છે. જ્યારે હિન્દુ અરજદારો વતી રિટાર્યડ જજ અનિલ દવેનું નામ આપવામાં આવ્યું છે. જસ્ટીસ જોસેફ કૂરિયન…
સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું કે રાફેલ ડીલ સંબંધિત ડોક્યુમેન્ટ્સ ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી ચોરાઈ ગયા છે. રાફેલ ડીલ વિરુદ્વમાં દાખલ થયેલી પીટીશન્સને રદ્દ કરવાની સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કોર્ટમા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટ પોતાના જ ચૂકાદા અંગેની રિવ્યુ પીટીશન પર સુનાવણી કરી રહી છે. અગાઉ કોર્ટે રાફેલ અંગે તપાસ કરવાનો ઈન્કાર કર્યો હતો અને મોદી સરકારને ક્લિનચીટ આપી હતી. હવે નવેસરથી સુનાવણી કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ,જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ કેએમ જોસેફની બેન્ચ સમક્ષ રાફેલ ડીલ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહા, અરૂણ શૌરી અને વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ ડીલ અંગે તપાસ કરવા…
ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. આ વીડિયોમાં હાર્દિક પટેલ ગુજરાત સહિત દેશભરના યુવાનોને કોમવાદ અને ધર્મવાદના રાજકારણ અંગેથી પરિચિત કરાવી રહ્યો છે અને યુવાનો સહિત તમામને એકતાની ભાવના રાખવાની અપીલ કરે છે. સાથો સાથે મુંબઈ એટીએસના સ્વ.વડા હેમંત કરકરેનો હત્યારો કોણ પુસ્તક વાંચવા પણ અપીલ કરે છે. હાર્દિકે કહ્યું કે દેશમાં કેન્દ્ર સરકારમાં હિન્દુ વડાપ્રધાન છે. રાષ્ટ્રપતિ હિન્દુ છે. સરકાર હિન્દુઓની છે. મોટાભાગના રાજ્યપાલો હિન્દુ છે. જલ સેના, થલ સેના અને વાયુસેનાના એમ લશ્કરની ત્રણેય પાંખોના વડા પણ હિન્દુ છે. છતાંય દેશમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે ખાઈ પડવામાં આવી રહી છે. દેશને સાચા મુદ્દાઓથી ભટકાવી…
અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં પોતાની મધ્યસ્થીને લઈ બન્ને પક્ષો વચ્ચે વાતચીતના ઉકેલ માટે વિચાર કરવા સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલે કહ્યું કે આ માત્ર સંપત્તિ વિશે નહીં પણ ભાવના અને વિશ્વાસ અંગે પણ છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ વિશે કહ્યું કે આગળ થયેલી જે કંઈ પણ બાબત છે તેમાં કોઈ નિયંત્રણ નથી. શું કહ્યું સુપ્રીમ કોર્ટે? ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે મધ્યસ્થતા માટે તમામ પક્ષો નામ આપે. અમે જલ્દી સંભળાવવા માંગીએ છે ફેંસલો. મધ્યસ્થતા અંગે જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યું કે મધ્યસ્થતા કેવી રીતે લાગુ કરાય, કરોડો લોકો છે,…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવીને ભાજપથી નારાજ પાટીદારોને રાજકીય રીતે ખુશ કરવા માટે તેમણે ત્રણ મહત્વની બાબતો જાહેરમાં કરી હતી. ભાજપના નેતાઓની બનેલી કડવા પાટીદારોની સંસ્થા વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનનો પાયો નાંખ્યો હતો. બીજા દિવસે લેઉવા પાટીદારોની સંસ્થા અડાજણ ખાતે અન્નપૂર્ણાધામ મંદિરનો શિલાન્યાસ કરવા હાજરી આપી હતી. ત્રીજી બાબત તેમણે એ કરી કે તેઓ ભાજપના નેતા કેશુભાઈ પટેલને પગે લાગ્યા હતા. કેશુ બાપાને પગે લાગીને PM મોદીએ પાટીદાર મતદારોને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2007 અને 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી થી નારાજ હતાં ત્યારે પણ તત્કાલિન સીએમ મોદીએ ચૂંટણી જીતી આશિર્વાદ લેવા માટે કેશુભાઈનાં નિવાસ…
દેશના વિશ્વવિદ્યાલયોની અલગ અલગ ફેકલ્ટીઓમાં 200 પોઈન્ટ રોસ્ટરની જગ્યાએ 13 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગૂ કરવાના ઈલાહાબાદ હાઈકોર્ટના ચૂકાદાને બદલી જૂની સિસ્ટમને લાગૂ કરવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્વ સરકાર વટહુકમ બહાર પાડવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે વટહુકમ બાહર પાડવાનાં સંકેત આપતા કહ્યું કે કોર્ટના આદેશથી વિશ્વ વિદ્યાલયોમાં થઈ રહેલી નિમણૂંકોમાં અનામત વર્ગીની સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે. સરકાર આની તરફેણમાં નથી. આ પ્રકરણ અંગ સુપ્રીમ કોર્ટમાં ખાસ અરજી કરવામાં આવી હતી અને ત્યાર બાદ સમીક્ષા કરવા માટે પીટીશન પણ દાખલ કરવામાં આવી હતી. કોર્ટનો ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો નથી. તેમણે કહ્યું કે સંસદમાં પણ 200…
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશે મહોમ્મદના ટ્રેનીંગ કેમ્પો પર ઈન્ડીયન એરફોર્સની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આંતકીઓનો આંકડાની આજે નહીં તો કાલે બધાને ખબર પડી જશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર રાજનાથસિંહે દાવો કર્યો કે નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(NTRO)એ જણાવ્યું છે કે ભારતે કરેલી એર સ્ટ્રાઈક પૂર્વે બાલાકોટમાં આતંકી અડ્ડાઓની આસપાસ 300 મોબાઈલ ફોન એક્ટિવ હતા. વિપક્ષ પર એર સ્ટ્રાઈકને લઈ રાજનીતિ કરવાનો આરોપ મૂકી તેમણે કહ્યું કે જો કોંગ્રેસ એવું જાણવા માંગે છે કે હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા તો તે પાકિસ્તાન જઈને લાશોની ગણતરી કરી શકે છે. બીએસએફના બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટનું ઉધ્ધાટન કરતા રાજનાથસિંહે જાહેરસભાને સંબોધન કરતાં…