Author: Satya Day News

viman

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે ફ્રાન્સ સાથે 36 રાફેલ લડાયક વિમાન ખરીદવા થયેલી ડીલ અંગે 14મી ડિસેમ્બરે તપાસ કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી. તેની ફરીવાર સમીક્ષા કરવામાં આવશે અને અપીલોને લિસ્ટેડ કરવા માટે વિચારણા કરવામાં આવશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે રાફેલ મુદ્દે ચાર પીટીશન દાખલ કરવામાં આવી છે અને એક પીટીશન ક્ષતિના કારણે રજિસ્ટ્રીમાં જ પડેલી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટીસ એલએન રાવ અને જસ્ટીસ સંજીવ ખન્ના પણ છે. જ્યારે પ્રશાંત ભૂષણે પીટીશન્સને તત્કાળ લિસ્ટેડ કરવાની માંગ કરી તો અદાલતે કહ્યું કે બેન્ચમાં ફેરફાર કરવો પડશે. ભૂષણે  કહ્યું કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહની…

Read More
patidar

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાની જામીન મૂક્તિની માંગ સાથે સુરતમાં પાછલા 10 દિવસથી આમરણ ઉપવાસ પર બેસેલા PAASના કન્વીનર ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાની ઉપવાસ છાવણીની મુલાકાતે ભાજપના મહિલા અગ્રણી અને આખાબોલા નેતા રેશ્મા પટેલ આવ્યા હતા. રેશ્મા પટેલે સંજીવની હનુમાનજી મંદિર, રુક્ષમણી સોસાયટીની વાડી, નાના વરાછા ઢાળ,અલ્પેશ કથીરિયાના ઘરની સામે,સુરત ખાતેની ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. રેશ્મા પટેલે કહ્યું કે અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે પાટીદાર સમાજના બે યુવાનો ઉપવાસ કરી રહ્યા છે, ત્યારે અફસોસ સાથે કહેવું પડે છે કે સમાજના પ્રશ્નોને સમાધાન મળશે એવી આશા સાથે સરકાર તરફ કુણું વલણ કરી ભાજપમાં જોડાયા હતા પણ છેલ્લે સુધી…

Read More
surgical1

સુરતના પાંડેસરા GIDCમાં આવેલી અન્નપૂર્ણા ઇન્ડસ્ટ્રીઝમાં જવાનોને શ્રદ્ધાંજલિ અને જવાનોનો જોશ વધારવા માટે સાડી બનાવવામાં આવી છે. સામાન્ય રીતે કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા ખાસ કરીને ભાજપ-કોંગ્રેસના નેતાઓના ફોટોવાળી સાડી બનાવવાનો ટ્રેન્ડ રહ્યો છે. આ પહેલી વખત બન્યું કે સુરતના કાપડ માર્કેટના વેપારીઓએ જવાનોની શહીદીને પોંખી છે અને દેશભક્તિનો પરિચય આપ્યો છે. વડાપ્રધાન મોદી , પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટોવાળી સાડી બાદ હવે સર્જિકલ સ્ટ્રાઇકને ઉજાગર કરતી અને પ્રિન્ટ ધરાવતી સાડીઓ કરી તૈયાર કરવામાં આવી છે. વિશેષ રૂપે ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ બનાવવામાં આવી છે. સાડીઓ પર સર્જિકલ સ્ટ્રાઈકના પોસ્ટર પ્રિન્ટ કરવામાં આવ્યા છે. સાડીઓ પર બંદૂક લઈને ચાલતા સૈનિકો, હેલિકોપ્ટરથી…

Read More
realiance

વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકારે માહિતી આપી કે, રિલાયન્સના વડોદરા, સુરત અને અંકલેશ્વર ખાતેના યુનિટોમાં લેવામાં આવેલા પાણી બદલ સરકારે રીલાયન્સ પાસેથી ૪૪.૩૨ કરોડ જેટલો અધધ કહી શકાય એટલી  રકમનો પાણી વેરો વસૂલવાનો બાકી છે. બીજી બાજુ એસ્સાર કંપની પાસેથી પણ તેના સુરતના યુનિટમાં ૨૯.૮૭ કરોડના વેરા વસૂલવાના બાકી છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે , સુરત ખાતે તાપી નદી પર આવેલા સીંગણપોર વિયરમાંથી એસ્સાર અને રિલાયન્સને પાણી પુરૂ પાડવામાં આવે છે. અંકલેશ્વરમાં 10.87 કરોડની વસૂલાત બાકી સુરતમાં એસ્સાર પાસેથી પાણી વેરા પેટે કુલ ૨૯.૮૭ કરોડ વસૂલવાના થાય છે જેમાંથી ગ્રેસ પીરીયડ રકમ ૨૦.૨૯ કરોડ છે…

Read More
congreess

14મી ફેબ્રઆરીના દિવસે એક તરફ જમ્મૂ-કાશ્મીરમાં જવાનો પર આતંકી હુમલો થયો ત્યારે વડાપ્રધાન મોદી નૈનીતાલમાં ફિલ્મની શૂટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ભાજપના નેતાઓ પર પુલવામા હુમલા અંગે રાજનીતિ કરવા અને બેજવાદાર રીતે વર્તવાનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં હુમલો થયો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નૈનીતાલના રામનગરમાં કોર્બેટ નેશનલ પાર્કમાં ફિલ્મની શૂટીંગ કરી રહ્યા હતા. ચેનલના ક્રુ મેમ્બરો સાથે ફોટો અને અન્ય કામ કરતા હતા. વોટર રાઈડ કરી રહ્યા હતા. સુરજેવાલાએ આ ઈવેન્ટના ફોટો પણ મીડિયા સાથે શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ…

Read More
un

યુનોના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેરેસે જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય લશ્કર પર થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તણાવને ઘટાડવા મહત્તમ અંકૂશ રાખવાનો આગ્રહ કર્યો છે. પુલવામા હુમલામાં ભારતના 49 જવાનોએ જીવ ગુમાવ્યા છે. યુનોના મહાસચિવે પ્રવક્તા મારફત કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું કે યુનો ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી ગંભીર કટોકટીની સ્થિતિથી ચિંતિત છે. જો બન્ને દેશોને માન્ય હોય તો યુનો મધ્યસ્થી કરવા તૈયાર છે. યુનોના વડાએ બુધવારે પાકિસ્તાની રાજદુત મલીહા લોધીને મળવા માટે બોલાવ્યા હતા અને યુનોને હસ્તક્ષેપ કરવા અપીલ કરી હોવાનું ઇએફએ ન્યૂઝે જણાવ્યું છે. પ્રવક્તા સ્ટેફહેન ડુઝેર્રિકે પત્રકારોને જણાવ્યું હતું કે, મહાસચિવ ગ્યુટેરેસે બન્ને દેશોને તણાવ હળવું કરવા…

Read More
china

UNમાં ભારતને મોટી સફળતા મળી છે. પુલવામા હુમલા બાદ મસુદ અઝહરેને આંતરરાષટ્રીય ત્રાસવાદી જાહેર કરવાના મામલે ભારતને અન્ય દેશોનું ભારે સમર્થન મળ્યું છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ ભારતને સમર્થન આપી રહ્યા છે. મસુદ અઝહરને ત્રાસવાદી જાહેર કરવા અંગે ફ્રાન્સ ફરી વાર UNમાં પ્રસ્તાવ લાવશે. અગાઉ ચીન દ્વારા વીટો વાપરીને મસુદ અઝહરને ત્રાસવાદી જાહેર કરવાના પ્રયાસોને ફટકો પડ્યો હતો. જેના કારણે ભારતની કોશીશોને પીઠેહઠ કરવી પડી હતી પરંતુ જમ્મૂ-કાશ્મીરના પુલાવામા ખાતે શુક્રવારે થયેલા આત્માઘાતી કાર બોમ્બ હુમલમાં 49 જવાનો શહીદ થયા હતા અને આ હુમલાની જવાબદારી જૈશે મહોમ્મદે સ્વીકારી હતી. જૈશે મહોમ્મદના ચીફ તરીકે મસુદ અઝહર છે. મસુદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર…

Read More
reliance

વડોદરાના ઉંડેરા ખાતે આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ કંપની બહાર માનવ સાંકળ રચી દેખા કરી કંપનીની નીતિઓનો વિરોધ કર્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓને કેટલીક બાબતોમાં અન્યાય કરવામાં આવી રહ્યો હોવાથી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કર્મચારીઓનો આક્ષેપ છે કે કંપની દ્વારા 1800 જેટલા કર્મચારીઓેને વેતન આપવામાં આવી રહ્યું છે. જે પ્રમાણેના ધારાધોરણો છે તે પ્રમાણે વેતન આપવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંપની દ્વારા કર્મચારીઓની માંગ પ્રત્યે બેદરકારી રાખવામાં આવી રહી છે અને માંગને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. રિલાયન્સના અંદાજે 1800 કર્મચારીઓએ વડોદરા ખાતેના ઉંડેર પ્લાન્ટની બહાર વિશાળ માનવ સાંકળ રચીને રિલાન્યસની નીતિ-રિતીઓનો જબ્બર વિરોધ કર્યો હતો.…

Read More
girl

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજે ટ્યુશન પરથી પરત ફરી રહેલી એક કિશોરીનું કેટલાક યુવકોએ કારમાં અપહરણ કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત કિશોરીએ હિંમત કરી ચાલુ કારે બહાર કુદી પડતાં અપહરણકર્તા ભાગી ગયા હતા. વેજલપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોની માહિતી મુજબ જુહાપુરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી મંગળવારે સાંજે  ટ્યુશન ક્લાસ પરથી પોતાના ઘેર પરત ફરી રહી હતી. અંદાજે પોણા આઠના સુમારે જ્યારે તે જુહાપુરા વિસ્તારમાં કૌશર સોસાયટી આગળથી પસાર થતી હતી ત્યારે અચાનક એક તેની પાસે આવીને ઉભી રહી હતી. કારનો દરવાજો ખોલી અને કેટલાક લોકો તેને કારની અંદર ખેંચી લીધી હતી અને ત્યારબાદ કાર…

Read More
jagudan

મહેસાણાની દૂધ સાગર ડેરીના જગુદણ ખાતે દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરી 9 સપ્ટેમ્બર 2012માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. તેના ત્રણ વર્ષમાં જ દાણ ફેક્ટરીમાં 3 કરોડનો ગોટાળો થયો હતો. તેની ઊંડી તપાસ થવી જોઈતી હતી પણ પછી તેના ઉપર રહસ્યમય પડદો પડી ગયો છે. કાચા માલના ગોડાઉનમાં ઓછા સ્ટોકના કારણે અંદાજીત રૂ. 2.07 કરોડની ઉચાપત થયાનું બહાર આવ્યું હતું. પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હોવાથી કોઈ પગલાં ભરવાની હીંમત કરશે નહીં એવું માનીને કરોડોનો ભ્રષ્ટાચાર અને ગોટાળા કરાયા હતા. ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં ન ભરાતાં એ વાત 20 ફેબ્રુઆરી 2019માં ખરી સાબિત થઈ રહી…

Read More