Author: Satya Day News

airport 1

કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદીના જેમને મિત્ર ગણવામાં આવે છે તેવા ગુજરાતના અદાણી ગ્રુપે 6 પૈકી પાંચ એરપોર્ટને અપગ્રેડ કરવા અને ઓપરેટ કરવાની બીડ હાંસલ કરવામાં સફળતા મેળવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા(AAI)  દ્વારા એરપોર્ટનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણી ગ્રુપે 6 એરપોર્ટને ડેવલપ અને ઓપરેટ કરવા માટે ટેન્ડર ભર્યું હતું. પરંતુ પાંચ એરપોર્ટનું ટેન્ડર હાંસલ કરવામાં અદાણી ગ્રુપ સફળ રહ્યું હતું. અદાણી ગ્રુપને 50 વર્ષ માટે આ પાંચેય એરપોર્ટ ડેવલપ કરવા અને ઓપરેટ કરવા માટે સોંપવામાં આવશે. અદાણી ગ્રુપે જે એરપોર્ટ હાંસલ કર્યા છે તેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ અને લખનૌનો સમાવેશ થાય છે. જ્યારે ગુવાહાટી…

Read More
sayan11

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ અને સહકારી મંડળીઓને કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવેલી આવકવેરાની નોટીસનો સખત શબ્દોમાં ટીકા કરી ખેડુતોને કોંગ્રેસ લૂંટવા બેઠી હોવાનું કહ્યું હતું. હવે તેમની જ સરકારમાં સુરતની સહકારી મંડળીઓ અને સુગર ફેક્ટરીઓને 100 કરોડનો આવકવેરો ભરવા માટે નોટીસ ફટકારવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓ અને સુગર ફેક્ટરીઓને નોટીસ આપવામાં આવી છે. આ વખતે દુધ મંડળીને પણ નોટીસ ફટકારવામાં આવતા ખેડુતોમાં ઉગ્ર રોષ સાથે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ખેડુતોએ આવકવેરા વિભાગ દ્વારા મળેલી નોટીસની હોળી કરી હતી અને આવનારા સમયમાં આવકવેરા…

Read More
જીએસટી

કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં ધર ખરીદનારા લોકો માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં મોટી રાહત આપી છે. પાછલા કેટલાક દિવસોથી ઘર કે મકાન ખરીદનારા લોકોને રાહત આપવાનાં સંકેત મળી રહ્યા હતા. સરકારે સંકેત આપ્યા હતા કે GST કાઉન્સીલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આજે મળેલી મીટીંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. રવિવારે GST કાઉન્સીલની મીટીંગ મળી હતી જેમાં કાઉન્સીલે નિર્માણાધીન( અંડર કન્સ્ટ્રક્શન) પ્રોજેક્ટના મકાનોના GST રેટને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. આ ઉપરાંત સસ્તા ઘરોના GST રેટમાં પણ રાહત આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. સસ્તા ઘરોના GST રેટને આઠ ટકાથી…

Read More
fire

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર સબ ઓફીસરની પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના તમામ 244 ફાયર કર્મચારીઓ(પરીક્ષાર્થીઓ) પરીક્ષાનો ભારે વિરોધ કર્યો હતો. પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. પણ સદ્દનસીબે અમદાવાદમાં ફાયરનો કોલન હતો નહિંતર ફાયરના કર્મચારીઓની અટકાયતના સમયે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હોત. વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 244 ફાયર જવાનો એક સાથે પરીક્ષા આપવાના હતા. એએમસીમાં વહાલા-દવલાની નીતિ ચાલતી હોવાના કારણોસર ફાયરના કર્મચારીઓએ પરીક્ષાનો વિરોધ કર્યો હતો. કર્મચારીઓએ પરીક્ષા વિરદ્વ દેખાવ પણ કર્યા હતા જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોની પોલીસે અટકાયત કરી હતી. ભાગ્યવશ આ સમય દરમિયાન થલતેજ ફાયર સ્ટેશનમાં ફાયરનો કોઈ કોલ ન હોત. જો આગ કે…

Read More
daru

ગુજરાતના 14 જિલ્લાઓમાં 58 જેટલી પરમીટ લિકર શોપ આવેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં 58 લિકર પરમિટ શોપમાંથી 78.38 લાખ લીટર વિદેશી દારૂ અને 4.59 કરોડ લીટર જેટલું બિયરનું વેચાણ થયું છે. જોકે, આ તમામ મોરચે સુરતીઓ બાજી મારી જાય છે. છેલ્લા બે જ વર્ષની વાત કરીએ તો વર્ષ 2016 17 માં 5.16 કરોડ અને 2017-18 માં પાંચ કરોડ 50 લાખનો વિદેશી દારૂ સુરતની પરમીટ લિકર શોપમાંથી વેચાયો છે જે રાજ્યમાં અન્ય કોઈપણ જિલ્લા કરતા સૌથી વધારે છે. કોંગ્રેસના નિરંજન પટેલે આ સંદર્ભે રાજ્ય સરકાર પાસે માહિતી માંગી હતી તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 18 જેટલી પણ આવેલી…

Read More
ramesh

પાકિસ્તાનમાં સત્તારૂઢ ઈમરાન ખાનની તહેરીકે ઈન્સાફ પાર્ટીના સાંસદ રમેશ વંકવાની આજકાલ ભારતની યાત્રા પર છે. શનિવારે તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. તેમણે દાવો કર્યો કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાતચીત કરવામાં આવી અને પુલાવામા હુમલા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી. રમેશ વંકવાનીએ મુલાકાત અંગે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે બન્ને દેશોના 150 કરોડ લોકો શાંતિ ઈચ્છે છે. કેટલાક લોકો બન્ને દેશો વચ્ચે તણાવ કાયમ રહે તેવા પ્રયાસો કરતા રહે છે. હવે એ સમય જતો રહ્યો છે કે બન્ને દેશો એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા કરે. બન્ને દેશોએ શાંતિ અને સલામતીના માર્ગે ચાલાવનો સંકલ્પ…

Read More
modi 2

PM મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM-Kisan) યોજનાનો પ્રારંભ કરાવ્યો. આ યોજનાના પ્રારંભ ટાણે દેશભરના એક કરોડ ખેડુતોના ખાતામાં માત્ર એકજ ક્લિકથી પ્રથમ ચૂકવણી રૂપે બે હજાર રૂપિયા જમા થઈ ગયા. આના મેસેજ પણ ખેડુતો સુધી પહોંચ્યા. હવે પછી બે દિવસમાં વધુ એક કરોડ ખેડુતોના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે નાણાકીય વર્ષ 2019-2020ના વચગાળાના બજેટમાં PM-Kisan યોજનાની જાહેરાત કરી હતી. આના અંતર્ગત બે હેકટર સુધી ખેતી કરનારા 12 કરોડ નાના અને છેવાડાના ખેડુતોને વાર્ષિક 6 હજાર રૂપિયા રોકડ સહાય આપવાની જાહેરાત કરવામાં આ હતી. વડાપ્રધાન મોદીએ ગઈકાલે ટવિટ કરી કહ્યું હતું કે આવતીકાલે ઐતિહાસિક દિવસ છે.…

Read More
airport

પુલાવામા હુમલા બાદ એક તરફ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે તો બીજી તરફ દેશભરના તમામ એરપોર્ટને એલર્ટ કરવામાં આવ્યા છે. એરપોર્ટ પાર્કીંગમાં આવતી તમામ ગાડીઓની બારીકાઈથી તપાસ કરવામાં આવે અને મહત્વના સ્થળો પર બાજ નજર રાખવામાં આવે. આ ઉપરાંત સિક્યોરિટી વધારવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ એલર્ટ મુંબઈ એર ઈન્ડીયાના કન્ટ્રોલ રૂમને પાકિસ્તાન જતી ફલાઈટને હાઈજેક કરવાની ધમકી મળ્યા બાદ જારી કરવામાં આવ્યું છે. એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ ગલ્ફ અને પાકિસ્તાન જતી કે વાયા પાકિસ્તાનની ફલાઈટના દરેક મુસાફરની સંપૂર્ણ ચકાસણી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મુસાફરો બેસે તે પહેલાં તેમની તપાસ કરવામાં આવશે અને એરપોર્ટ પર સલમાતી…

Read More
modi 1

રાજસ્થાનના ટોંકમાં ભરચક જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પુલવામાનો બદલો માત્ર 100 કલાકમાં લીધો છે. બોર્ડર તૈનાત સૈનિકો અને મા ભવાની પર ભરોસો રાખો આ વખતે બધાનો હિસાબ થશે. કાશ્મીરી વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા અંગે તેમણે કહ્યું કે વિદ્યાર્થી પર હુમલો એ ભારત તેરે ટૂકડેની નીતિમાં માનતા લોકોને પ્રોત્સાહન આપવા સમાન છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા સુરક્ષાદળોએ હુમલાના 100 કલાકમાં જ જવાબદાર મોટા ગુનેગારોને એવી જગ્યાએ પહોંચાડી દીધા જ્યાં તેમની જગ્યા છે, જ્યારં સુધી આતંકની ફેક્ટરી ચાલુ રહેશે. આતંકી ફેક્ટરીમાં તાળું મારવાનું મારા નસીબમાં લખ્યું છે. આ મારા હિસ્સામાં જ આવ્યું છે. સંબોધનમાં તેમણે કહ્યું કે પુલવામાં…

Read More
vijay

મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 2017માં 3.23 કરોડ અને વર્ષ 2018માં 3.43 કરોડનો ખર્ચ થયો હતો. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં રાજ્યકક્ષના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભારત સરકારે ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં સુધારો કરી ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકવાનું નક્કી કરાયા બાદ ગુજરાતમાં ડાયરેકટર…

Read More