Author: Satya Day News

hardik

પાટીદાર સમાજના નવલોહિયા અને યુવા નેતા હાર્દિક પટેલ રાષ્ટ્રીય રાજનીતિના ફલક પહોંચી રહ્યો છે. 12મી ફેબ્રુઆરીએ હાર્દિક પટેલ દિલ્હી અને અમદાવાદમાં એક જ દિવસમાં બે સભા ગજવશે. દિલ્હીમાં હાર્દિક પટેલની સાથે ડઝનબંધ પાર્ટીના નેતાઓ પણ હાજર રહેશે. રાષ્ટ્રીય લોકદળ દ્વારા નવી દિલ્હીમાં માલવંકર હોલમાં આયોજિત યુવા અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ હાજરી આપશે. આ કાર્યક્રમ બપોરે એક વાગ્યા રાખવામાં આવ્યો છે. હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં સ્ટેજ પર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ઉપરાંત અન્ય પાર્ટીઓના નેતા જેવાં કા જયંત ચૌધરી, શરદ યાદવ, સતીશ ચંદ્ર મિશ્રા, સીતારામ યેચુરી. સંજયસિંહ, શાહીદ સિદ્દીકી, નદીમુલ હક, ધનશ્યામ તિવારી અને દાનીશ અલી સાથે જોવા મળશે.…

Read More
jignesh mevani

જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં આચાર્યપદેથી હેમંત શાહે આજે 11 ફેબ્રુઆરી 2019માં રાજીનામું આપ્યું છે. આ સાથે રાજીનામાનો કડક પત્ર કોલેજને મોકલી આપવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણીને અપાયેલા નિમંત્રણને કારણે વિદ્યાર્થી નેતાઓનું દબાણ આવતાં એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ આચાર્યને પાડવામાં આવી હતી. 11 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજવામાં નક્કી કરાયો હતો. કેટલાક વિદ્યાર્થી નેતાઓને જિગ્નેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી તેમણે આ કાર્યક્રમ થવા નહિ દઈએ અને ધમાલ થશે એમ ટ્રસ્ટને, આચાર્યને,…

Read More
reshma 1

કેન્દ્રની મોદી સરકારે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કર્યા બાદ તેને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે રાષ્ટ્રપતિએ સહી પણ કરી હતી. પરંતુ ગુજરાતમાં ONGC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં કેન્દ્ર સરકારના 10 ટકા EBC ક્વોટાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ અંગે ભાજપના યુવા મહિલા નેતા રેશ્મા પટેલે  ONGCના ધુપ્પલ પરથી પડદો ઉંચકયો છે અને કેન્દ્ર તથા ગુજરાત સરકાર ઉપરાંત ONGCની નીતિઓ સામે સવાલો ઉભા કર્યા છે. રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં વિગતો શેર કરી કહ્યું છે કે આજે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ઉપર ફિટકાર વરસાવતા કહેવાનું મન થાય છે કે આજે  દેશ 250 વર્ષ બાદ ગોરાઓની ગુલામીમાંથી મુક્ત તો થયો…

Read More
kisan

દેશભરમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીની ગાદી પર કોણ બેસશે તે નક્કી કરવા માટે દેશવાસીઓ પણ સુસજ્જ થઈ રહ્યા છે. ચૂંટણીના મહાસંગ્રામને લઈ ચાલી રહેલા રાજકીય દેવપેચમા વલસાડ લોકસભાની ચૂંટણી રસપ્રદ બની રહેવાની સંભવના છે. તડજોડ, ગઠબંધન અને ચેકમેટ ચાલી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં વલસાડ લોકસભાની એસ.ટી માટેની રીઝર્વ બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે પક્ષની દિલ્હીમાં સરકાર બને છે. આઝાદી પછીનાં ચુંટણીનાં રેકોર્ડ જોતાં હાઈપ્રોફાઈલ વલસાડ બેઠક જીતવા માટે ભાજપ પોતાની વ્યૂહ રચના ઘડી રહ્યું છે તો કોંગ્રેસ ફરીથી રગશિયા ગાડાની જેમ ચાલીને કિશન પટેલ માટે વિચારણા કરી રહી છે. કિશન પટેલ…

Read More
101

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થઈ હતી. ઓપરેશન એન્કાઉન્ટરમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લમ ગામમાં ચાલી રહ્યું છે. સૈનિકો દ્વારા આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. આર્મીને આ વાતની જાણકારી મળી હતી કે વિસ્તારમાં કેટલાક આતંકીઓ સંતાયા છે. ત્યાર પછી સુરક્ષાકર્મીઓ ઘ્વારા ત્યાં ગતિવિધિઓ વધારી દેવામાં આવી. આ દરમિયાન આતંકીઓ દ્વારા આર્મીના જવાનો પર ગોળી ચલાવવામાં આવી. ત્યારપછી એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું. મળતી જાણકારી અનુસાર વિસ્તારમાં ચાર આતંકીઓ સંતાયા હતા, જેમને જવાનોએ ઘેરી લીધા છે. જેમાંથી પાંચ આતંકીઓને આર્મીએ ઠાર માર્યા હતા.

Read More
kapil

કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પત્રકાર પરિષદમાં રાફેલ ડીલ અંગે અનેક સવાલો ઉભા કર્યા હતા. ખાસ કરીને હાલના કેગના વડા રાજીવ મહિર્ષીની ભૂમિકા સામે તેમણે શંકાઓ ઉભી કરી કેગ રિપોર્ટમાં નિષ્પક્ષતા અંગે આશંકા વ્યક્ત કરી હતી. કપિલ સિબ્બલે જણાવ્યું કે રાફેલ ડિલ અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે રાજીવ મહિર્ષી ફાયનાન્સ સેક્રેટરી હતી અને તેઓ પણ આ ડીલની વાતચીતમાં સામેલ હતા. કપિલ સિબ્બલે કહ્યું કે હવે રાફેલ ડિલમાં સામેલ રાજીવ મહિર્ષી આજે કેગના વડા છે. તેઓ આવતીકાલે કે ટૂંક સમયમાં રાફેલ અંગે કેગનો રિપોર્ટ પાર્લામેન્ટમાં રજૂ કરવા જઈ રહ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે જે માણસ પોતે એક…

Read More
jain

છોટાઉદેપુર જિલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર લોકસભામાં સાત વિધાન સભાનો સમાવેશ થાય છે તમામ વિધાનસભા સીટમાં આદીવાસી મતદારો વધુ છે, પરંતુ આ લોકસભા સીટમાં ભાજપ અને કોંગ્રેસને વરેલા મતદારો છે. અત્યાર સુધી આ સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું પરંતુ 2002માં સમીકરણ બદલાયા બાદ ભાજપ જીત્યું ત્યાર બાદ એક વખત આ સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી અને નારણ રાઠવા જીતીને  રેલ મંત્રી બન્યા હતા. આ સીટ પર બે જ પક્ષનું પ્રભૂત્વ છે પરંતુ આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન મુનિ રાજેન્દ્ર મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ને જણાવ્યું કેં હું વિસ્તારમાં શૈક્ષણિક, વ્યસન મુક્તિ સહિતના કામોમાં સક્રીય છું. રાઠવા જાતિના…

Read More
bus

બનાસકાંઠાના છાપીના ડાયમંડ કોમ્પલેક્ષ આગળ પાર્ક કરેલી 108 વાન ચોરાઈ જવાની ઘટના પ્રકાશમાં ભારે દોડધામ મચી જવા પામી છે.  108ના કર્મીઓ કોમ્પલેક્ષમાં આવેલા રૂમમાં સુતા હતા તે સમય દરમિયાન એમ્બ્યુલન્સની ચોરી થઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. વિગત મુજબ ગઈ રાત્રીના સમયે અજાણ્યા શખ્સો 108 વાન લઈને થયા ફરાર ગયા હતા.108 વાનની ચોરી થતા આરોગ્ય અધિકારીઓમાં ભારે હોબાળો મચી ગયો છે.108ના કર્મચારી અને અધિકારીએ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read More
darshana

ગયા વર્ષે મે મહિનાની ચોથી તારીખે સુરત સાંસદ દર્શના જરદોશે ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતા મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. સુરતના જાગૃત નાગરિક એવા  સંજય એઝાવા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને સુરત ટ્રાફિક સેક્ટર -1ના મદદનીશ પોલીસ કમિશનર કચેરી દ્વારા તાપસ કરીને “સાંસદ દર્શના જરદોશ ફક્ત ડ્રાઈવર સીટ પર બેસીને કામદારોની ઉત્સાહ વધારવા માટે ફોટો પડવામાં આવ્યો હતો એવો જવાબ આપીને ફરિયાદ રફેદફે કરવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ તારીખ 11-6-18 ના રોજ ફરી સંજય એઝાવા દ્વારા સિટી પોલીસ કમિશનરને મશીન ડ્રાઈવ કરતો…

Read More
asha

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા બેન પટેલ ગઇ કાલે વિધિવત ભાજપમાં જોડાયેલા હતા. પરંતું ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટર સાથે ભાજપમાં જોડાવાની જાહેરાતમાં ઘણી ખોટી વિગતો રજૂ કરતાં ઊંઝામાં રાજકીય પક્ષો આશા પટેલની વાતોનું મૂલ્ય કેટલું છે તે પર શંકા કરી રહ્યા છે. સ્ટેજ ઉપરથી બોલાયેલા નામોમાં 15માંથી 5 કોર્પોરેટર તો હકીકતમાં ત્યાં હતાજ ન હતાં. ખોટા માણસો ઉભા કરીને સંખ્યા બતાવવામાં આવી હતી. બાકીના જોડાયેલા સભ્યોમાં કોઈ પણ કોંગ્રેસના હોદ્દેદારો કે સભ્યો જોડાયેલા નથી. જે કોર્પોરેટર હાજર ન હતાં તેમાં  પટેલ રીંકુબેન નિખિલ કુમાર,પટેલ અલ્પેશ જેઠાભાઈ,પટેલ શુશીલાબેન નાનજીભાઈ,પટેલ ઉષાબેન હસમુખભાઈનો સમાવેશ થાય છે. કોંગ્રસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલ…

Read More